રીક્ષા ચાલક મોહમ્મદભાઈને વંદન... kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીક્ષા ચાલક મોહમ્મદભાઈને વંદન...

રીક્ષા ચાલક મોહમ્મદભાઈને વંદન........

હેલો ....!!!!
અહીં થી પટેલ કોલોની જવું છે ક્યાંથી જવું .
હાથમા પસઁ,હોઠે લાલ લિપસ્ટીક એક સુંદર છોકરી રાત્રીના બાર વાગે રીક્ષા વાળાને પુછી રહી હતી.

તમે અહીંથી સિધા જશો તો ચાર કિલોમિટરનો રસ્તો છે.

ઓકે થેન્કયુ....
છોકરી આગળ ચાલવા લાગી..

રીક્ષાવાળાને થયું આ એકલી છોકરી રાત્રે ચાર કીલોમીટર કેમ કાપશે.નકકી તેને કઈ પ્રોબલ્મ હોવો જોઈએ.

તરત જ રીક્ષા વાળા એ રીક્ષા તે છોકરી તરફ વાળી...
મેડમ તમને કઈ પ્રોબ્લમના હોય તો હું તમને અત્યારે પટેલ કોલોની મેકી જાવ...

નહી ..!!!!!!!

પણ મેડમ અહીંથી પટેલ કોલોની ઘણીદુર છે
હા ,મને પણ ખબર છે પણ મારી પાસે પૈસા નથી અને મારા મોબાઈલમાં બેટરી પણ નથી.મારી પાસે બીજો કોઈ ઉપાય નથી.
અને રહી વાત બીજી કે હું તમને ઓળખતી પણ નથી હું તમારા પર ભરોસો કેમ કરુ તમે મુસલમાન હું હિંન્દુ ...

મેડમ મુસલમાન હોય કે હિંદુ સંસ્કાર તો તેમના પરવરીશ ઉપરથી આવે છે.
એવું નથી મુસલમાન ખરાબ હોય હિંદુ સારા હોય હિંદુ પણ ખરાબ હોય છે જેવા જેના સંસ્કાર મેડમ..

અને રહી વાત પૈસાની અમે કામ કરીયે છીયે પણ સાથે બહેન દિકરીની ઇજ્જત પણ કરીયે છીયે...મારે તમારા પૈસા નથી જોતા પણ તમે કઈ ફસાઈ ન જાવ માટે હું તમારી પાસે આવ્યો છુ.

હું તમારી રીક્ષામા બેસવા તૈયાર છું 
પણ મને કેમ ખબર પડે કે તમે કેવા માણસ છો. હું તમારી પર ભરોસો કેવી રીતે કરી શકુ.

એક કામ કરો મારી રીક્ષાનો નંબર અને મારો મોબાઈલ નંબર તમે લઈ લો....

નહી...!!!!!

એક કામ કરો મારુ ઘર અહીં બાજુ મા જ છે મારી દિકરી તમારી ઉંમરની છે. હું તેમને ફોન કરુ છુ. તે આપણી સાથે રીક્ષામા તમારા ઘર સુધી આવશે..

સારુ હું તમારી રીક્ષામા આવવા તૈયાર છુ.
જો તમારી છોકરી આપણી સાથે આવે તો 
તરત જ રીક્ષા વાળીને તેના ઘર તરફ દોરી 
તેની છોકરીને ઊંઘ માથી ઊઠાડી રીક્ષામાં બેસારી..

થોડી જ વારમા પટેલ કોલોની આવી ગયું.
મેડમ પટેલ કોલોની આવી ગયું કઈ શેરીમાં જવાનું છે..??

શેરી નંબર :૨

ઓકે મેડમ...

બસ..બસ ..બસ !!! રીક્ષા ઊભી રાખો આજ મારુ ઘર ..!

રીક્ષા માથી ઊતરતા જ તેણે કહ્યું...
તમે બે મીનીટ ઊભા રહેજો હું તમારા પૈસા તમને આપી દવ....

મેડમ જે કામ કરવામાં ખુશી મળે તેના પૈસાનો હોય આજનો દિવસ મારો સફળ રહ્યો.અને રહી વાત બીજી કે મારે કોઈ છોકરી નથી આ બુરખામાં મારો છોકરો છે તમે મારી સાથે રીક્ષામાં આવો એટલા માટે મે આમ કરયું .

તમે જે રસ્તે જઈ રહ્યા હતા.તે રસ્તાને હું ઘણા સમયથી જાણું છુ કદાસ તમે એકલા ગયા હોત તો તમે અત્યારે અહી તમારા ઘરેનો હોત...

મને માફ કરજો મે તમારા પર ભરોસો ન કર્યો .બેટા તારી જેવી ઘણી બહેન દિકરીને અમે ઇજ્જત લુંટાતા રોકી છે અને હજી પણ લુટાંવા નહી દઈએ...

હું ઉપર જઈને પૈસા લઈ આવુ છું.

હા..!!

તે ઉપર બીજી માળેથી પુછે છે અંકલ કેટલા રુપીયા થયા..

પણ નીચે કોઈ રીક્ષા ન હતી.....

આવા રીક્ષા ચાલક મોહમ્મદભાઈને વંદન........

જેમને હું ઓળખતો નથી માટે તેમનો ફોટો મે મેકયો નથી.


લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...