દીકરી તો પારકી થાપણ કહેવાય kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી તો પારકી થાપણ કહેવાય

દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય..

પણ,હવે ગીતથી ઊલટું થઈ રહ્યું છે.
દિકરી તો પારકી થાપણ કહેવાય
પૈસા હોય ત્યાં દિકરી જાય.

આ ગીત મને બહુ ગમે પણ તેની પહેલી પંકતીનો હું વિરોધી છું.
બાપની લાડકી દિકરી કદી પારકી થાપણ કેમ કહી શકાય?
પણ આજના બાપે દિકરીને ઘરેથી વળાવી દિકરીને પારકી કરી નાંખી છે.

મુળ વાત એ છે કે ૨૧મી સદીમાં કોઈને કોઈનું જરા પણ સહન કરવુ નથી.બસ એશો આરામ જ કરવો છે.
ઘરમાં કામવાળી નથી મારે ઘરમાં કામ વાળી જોયે જ નહી તો હું છુટાછેડા લઈ લશ,
ઘરમાં મોટી ગાડી તો જોયે જ નહી તો હું...,
નણંદ મને ટોક ટોક નો કરવી જોઈએ નહી તો હું આ ઘરમાં નહી રવ.
અને હા સાસુમાં ભેગી તો હું રહશ જ નહી..
આવી નાની નાની વાતમાં ઝઘડવાનું.
બાજુ વાળીની ઘરવાળી આ રીતે ઝઘડતી હોય તો તમારે પણ ઝઘડ વાનું.

જીંદગી બસ હવે લોકો ને મોજ જ કરવી છે.
કોઈના મહીને તો કોઈના બે મહીને છુટાછેડા
જોઈએ છે.નાનકડા એવા કારણથી..
બસ તારી જોડે મને નથી ગમતું મારે છુટાછેડા જોઈએ..!!!
શું એ કઈ રમકડું છે ગમે ત્યારે તમે તેને ફેંકી દો...!!!!!

પૈસા નથી તેની પાસે તે કઈ કમાતો નથી મારે છુટાછેડા જોઈએ.એ પૈસા કમાતો નો હોય તો તેને તમે ભરપૂર પ્રેમ કરો એમ કહો કે હું તારી સાથે છુ.કમાંશુ હજુ તો આપણી પાસે જીંદગી પડી છે.છુટાછેડા લેવાથી ઉકેલ નહી આવે...

મને આજ એટલા માટે આની પર લખવાનું મન થયું કે મારો એક દોસ્ત સાવ સિધો સાદો સુરતમાં રહે છે હું સત્ય ઘટના કવ છું હા બંને મારા ફેસબુકમાં ફે્ન્ડ પણ છે.મને કહી ફરક નથી પડતો કેમકે જે સત્ય છે તે હું કહી રહ્યો છું.

તેના લગ્ન થયા એક વષઁ જેવું થયું છોકરો જોબ કરતો હતો.છોકરીને તે છોકરાની સેલેરી ઓછી પડે છે તે માટે તેણે છુટાછેડા લઈ લીધા.આટલું જ નહી છુટાછેડા કરવા માટે છોકરી વાળા એ તે છોકરાનાબાપને ફોન કર્યો કે તમે ૫૦લાખ રુપીયા આપો તો અમે સાઈન કરીશું નહી તો નહી અમારી દિકરીને તમે હેરાન કરી છે.

સાહેબ તે છોકરાનો બાપ મજુરી કરે છે ગામડે પાંચ વીઘા જમીન છે તેમાથી તે પેટપૂજા કરે છે,તે કયાથી લાવે ૫૦લાખ...???

દિકરી જે ઘરમા વહુ બની જાય તે ઘર બાપે અને દિકરી એ પારકું નહી પણ પોતીકું સમજવું જોઈએ....

દીકરીતો પારકી થાપણ કહેવાય,
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય,
દીકરીતો પારકી થાપણ કહેવાય
 જે અવિનાશ વ્યાસ લખેલ છે કયારેક આ ગીતને સાંભળતા મને આંસુ આવી જાય..,,

બેના રે..સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય,
દીકરીતો પારકી થાપણ કહેવાય,
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય,દીકરીતો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે,રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે,બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય,દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે,સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે,બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય,દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી,સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી,બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય....
                                  
લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...