new love story books and stories free download online pdf in Gujarati

ન્યુ લવ સ્ટોરી ...️️

ન્યુ લવ સ્ટોરી ...❤️️

કોઈ બીજા આપણા ક્યારેય બની જાય એ ક્યારેય કોઈને ખબર રહેતી નથી....

જીવનમાં મિત્રો તો ડગલેને પગલે બનવાના પણ તે મિત્રોમાં તમારા અંગત ક્યારેય બની જાય તે આપણને પણ ખબર હોતી નથી.

વાત છે કોલેજ વખતની શીલા અને કુંજની..
કુંજ જાણતો ન હતો કે શીલા મને પ્રેમ કરે છે.
શીલા તો કુંજની બેસ્ટ ફે્ન્ડ હતી..
કુંજ અને શીલા બે વષઁથી સાથે હતા..
ધીમે ધીમે શીલા કુંજના શરમાળ સ્વભાવને પ્રેમ કરવા લાગી...પણ કુંજને તે વાતની ખબર ન હતી..

દરરોજ સવારમાં શીલા અને કુંજ સાથે સમોસાનો સ્વાદ માણતા..
આખો દિવસ સાથે રહીને છુટા પડતા કયારેક મુવી તો કયારેક બહાર ફરવા જતા..
હવે તે નોરમલ બની ગયું હતું ...

રવિવારની રજા બાદ આજ સોમવાર હતો.
દરરોજની જેમ આજ પણ કુંજે શીલા સાથે સમોસા પેટ ભરીને ખાધા..
બંને કલાસ તરફ જઈ રહ્યા હતા..
શીલા આજ તને એક વાત કહું..
કહેને..પણ દરરોજની જેમ તુ વાતને જોકસ નહી બનાવી નાંખતો.
અરે શીલા તને તો આજ ખુશીની વાત કહેવાની છે...
એક મીનીટ..પહેલા લે આ પૈડા ખા..!!
નહી..પહેલા તુ વાત કર!!

તને યાદ છે આપણે બંને બારમાં ધોરણમાં હતા ત્યારે આપણા કલાસમાં તારી બેસ્ટ ફે્ન્ડ અવની હતી તે ખુબ બકબક કરતી...
હા હા યાદ છે ને...
તેની સાથે મારી એન્ગેજમેનટ નક્કી થઈ છે..
શું વાત કરે છે કુંજ..!!!
લે આ પૈડા હવે તો ખાશને..
શીલાને કુંજના હાથમા પૈડા જોઈને ઝેર જેવા લાગતા હતા..શીલા ત્યાથી ચાલી ગઈ દોટ મુકીને..એક શબ્દ પણ બોલ્યા વીના..

શીલા મનો મન કઈ રહી હતી
કુંજ હું તને પ્રેમ કરુ છું .હું તને ચાહું છું
તુ કેવી રીતે પહેલી અવની સાથે એન્ગેજમેનટ કરી શકે મને સમજાતુ નથી.
પણ પાછળથી શીલાને જ પચતાવો થયો કે કુંજને કેવી રીતે ખબર પડે હું તેને પ્રેમ કરુ છુ ં. હું તેને કવ તો ને હું જ મુખઁ છું કે મે તેને કીધું નહી...

કુંજે પાછળથી આવીને કહ્યું ..
શું થયું શીલા...?
કઈ નહી કુંજ બસ એમ જ ..!!
પણ તારી આંખમાં આંસુ કેમ .!
જવા દેને કુંજ ..
ના તે આજ સુધી મારી પાસે તે ક્યારેય વાત છુપાવી નથી તું આજ નહી કે તો કુંજના સમ છે.

શીલા રડી પડી..બીજું તો શું કરી શકે પ્રેમીકા..
કુંજ હું તને ચાહું છું..!!
હું તને પ્રેમ કરુ છુ .હું તારી સાથે મારું ગઢપણ પસાર કરવા માંગું છું.
આઈ લવ યુ કુંજ ...!!!!!!

કુંજ મોટે મોટે થી હસવા લાગ્યો.
વાહ શીલા તું મને પ્રેમ કરે છો અને તે મને એક વાર પણ કીધું નહી.તું મારી મિત્ર છે
તું આટલું પણ મને નો કહી શકી કે 
કુંજ હું તને પ્રેમ કરુ છુ.

ચલ જવા દે આજ સવારે તારી ફે્ન્ડ અવનીનો ફોન આવ્યો તો તેણે મને વાત કરી 
કે શીલા તને બારમા ધોરણથી પ્રેમ કરે છે.
એટલા માટે જ તેણે તે કોલેજમા એડમીશન લીધું છે કે તારી સાથે રહી શકે..
મે તેને કીધું શું વાત કરે છે...અવની તું!!

તરત જ મે તારી સાથે પ્રેમનો ટેસ્ટ લેવાનું નક્કી કર્યું અવનીનું નામ આપીને..
નહી તો તુ ક્યારેય બોલે ત જ નહી કે કુંજ હું તને પ્રેમ કરુ છું.
આઈ લવ યુ શીલા..જો તું મારી જીવનસાથી બનવા તૈયાર થતી હો તો હું આજ અને અત્યારે જ તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.
હું તને કેમ ના કહી શકુ 

શીલા થોડીવાર કુંજ સામે જોઈ રહી તેને વિશ્વાસ નોહતો આવતો.
થોડીવાર રહી કુંજને તે ભેટી પડી...
આઈ લવ યુ કુંજ ...!!!!!

હવે તો પૈડા ખાશને...
નહી સમોસા...!!
પણ,સમોસા તો હજી ખાધા છે.
ખુશીના કુંજ..!!!!!
તું નહી સુધરે શીલા...!!!!

             લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...  
           

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED