The Author vipul parmar અનુસરો Current Read મેળાપ By vipul parmar ગુજરાતી કવિતાઓ Share Facebook Twitter Whatsapp Featured Books આત્મા એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ... નિતુ - પ્રકરણ 47 નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘ... એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ) (સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવ... નારદ પુરાણ - ભાગ 48 સનત્કુમારે આગળ કહ્યું, “વિદ્વાન પુરુષે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી... અનોખો પ્રેમ *અનોખો પ્રેમ*પાખીએ રિસ્ટવોચમાં નજર ફેરવી. બપોરના એકને દસ મિન... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો મેળાપ (3) 877 2.9k 1 ૧)ગ્રીષ્મનો ત્રાસઝાડવા સાચવ્યા છેહવે નિરાંત.૨)દિવાળી આવીફટાકડા ફોડાયામજા તો માણી.૩)અંધારપટદીવો તો પ્રગટાવઆછો પ્રકાશ.૪)મીઠી એ વાતલાલચની એ કેદહવે ભોગવ.૫)વાદળ છાયુંઝરમર વરસેકાદવ થાય.૬)આયખું મોટુંકામ છે ઘણાં નાનાશું આ જીવન.૭)આવી છે રાતનીંદરની સોગાતસપના તો જો.૮)નવો દિવસનવો કર સંકલ્પવળગી રહો.૯)ગોળો સળગેવીજળી વેળફાયબંધ તો કર.૧૦)ભરબપોરેટકોરા પડે બારવાગે છે બાર.૧૧)ગુરુની શીખજીવન તો સુધરેસુખે જીવાય.૧૨)સો વાતે એક જૂઠું તો પકડાયસત્ય સર્વત્ર.૧૩)દુઃખનો દનમહેનત કરી લેજા હવે સુખી.૧૪)ખરતું પાનલીલું જોઈ મલકેદુઃખી જગથી.૧૫)શિયાળાનો ઘાઊનની વપરાશબજાર મોંઘા.૧૬)આંખો કેરો ઘામન હવે ઘવાયુદવા છો તમે.૧૭)સંધ્યા ઢળતીપ્રિયે રાહ જોવામાંછોરું પજવે.૧૮)આળસુ મનકબર એ જીવતીનકામો શ્વાસ.૧૯)પરસેવે છેખેતરો લીલાછમકહે છે તાત.૨૦)સમય નથીકહે ઘણાં આ જનવેળફાય છે.૨૧)દાનત ચોખ્ખીફળ મળશે સારુંમન આનંદે.૨૨)એક ને એક અમે ને અમારા બેહવે થ્યા ચાર.૨૩)બારીથી જોવેનયનો વળી કહેહું તમારી છું.૨૪)ઘુઘટપ્રથાનથી છતાં ઉઘડેચંદ્ર લાગે છે.૨૫)વિક્સપંથવનરાજી અદ્રશ્યઅનાવૃષ્ટિ રે.૨૬)છે કળિયુગજૂઠી દરેક જીભકેવી આશાઓ.૨૭)એક બ્રહ્માંડનવ ગ્રહની જોડપૃથ્વીવાસી હું.૨૮)ગામની યાદવગડો,શેરી, ધૂળમન ભરી દે.૨૯)મીઠો સત્કારખાધું પીધું હેતથીગન ગાવ છું.૩૦)માઁનો લાડકોખોળે રહી મલકેવહાલી ઓ માઁ.૩૧)માઁ બાપ મારાસ્વર્ગ, મૂડીને તીર્થસેવા કરીશ.૩૨)કબરે દીવાગરીબ મરે ભૂખેનકામું બળે.૩૩)માડીનો લાલલૂલો લંગડો તોયરાજકુમાર.૩૪)પીંજરે પંખીમળે ધાન બેસીનેછતાં ઉદાસ.૩૫)કમાવા ગયોયાદ બહુ આવે છેફોન કરી લે.૩૬)બે કુળ તારેવહાલનો દરિયોબાપની શાન.૩૭)લીલા ખેતરોકોથીએ ભર્યા ધાનઘુઘરી વેંચ.૩૮)અમારું ઘરઆભ છત ભોં સૈયાવિશ્વકુટુંબ.૩૯)જ્યોત પ્રગટેઅજવાળે જગતપહેલ કર.૪૦)પ્રભાત ફૂટેતું પણ ફૂટ જીવસુખી જીવન.૪૧)કોકિલ ગુંજેપ્રકૃતિ ખીલી ઊઠેરંગ ઉડાર.૪૨)કેસરી રંગકુર્બાનીનું પ્રતીકકર સલામ.૪૩)જગ વિશાળસંકુચિત મનખાકેવી આ દશા.૪૪)રાત દિવસસૂર્ય ચંદ્રની કળાપ્રભુની લીલા.૪૫)ગોરું મુખડુંજોઈ તેનો ચહેરોચંદ્ર સંતાય.૪૬)શિલ્પીની કળાપાષાણ બને દેવમૂલ્ય કળાનું.૪૭)વીજળી ખાયગોળો, ટેબલફેનબિલ હું ભરું.૪૮)મનની વાતધ્યાનથી સાંભળજોબહું ચાહુ છું.૪૯)કરું છું યાદઘણું લાજી મરું છુંનૈન મળતા.૫૦)ભણે તે તરેરખડે તે જ ડૂબેસમજો વાત.૫૧)આજનો ફર્કસાક્ષર છલકાયઅભણ નમે.૫૨)દૂર ક્ષિતિજેધરતીનો મેળાપકેવી આશાઓ.૫૩)આવો બાળકોભણીએ ગણીએ રેશાળા મંદિરે.૫૪)મોંથી વખાણેગુણગાન ગવાયમનમાં દ્વેષ.૫૫)રમો રમતતન, મન કસાયતંદુરસ્તી રે.૫૬)આયખું મોટુંદોસ્ત, સંગાથે ચાલએક જ પંથે.૫૭)કમાયો ઘણુંવાપરો સારા કર્મેઅંત છે ખાલી.૫૮)હળીમળીનેરહેજો સંગાથે ભૈએકલતાથી.૫૯)જીવો તો એવુંઅંત સમયે ખુદએ યમ રડે.૬૦)લડો લડતઅરસપરસ નૈદુર્ગુણો સંગ.૬૧)હાઈકુ કહેરચો મને હેતથીપંદર વર્ણે.૬૨)પંકજ ખીલેકાદવની મધ્યમાંછતાં સુવાસી.૬૩)વાર છે સાતપ્રથમ સોમ આવેરવિ તો છેલ્લો.૬૪)આવી ફાગણમૉરથી ભર્યા ઝાડફાગ ગવાય.૬૫)અર્પણ તનેતન મનને ધનવતન કાજે.૬૬)વરસે ઘણોમેહ બારે માહ રેમાઁ તારા થકી.૬૭)વહાલી મારીરક્ષા બાંધતી હાથેવીરા કહેતી.૬૮)ઊંચા મકાનોડામર કેરા માર્ગવૃક્ષો ગાયબ.૬૯)લડે તો ઘણુંશિખામણ ઘણી દેપિતાજી મને .૭૦)દુઃખમાં ભાગેસુખમાં રહે સંગચેતજે નર.૭૧)પરવા નથીકર્મ કરતો રહેમંજિલ સામે.૭૨)સાધુઓ ઘણાંખરો સાધુ પાથરેજગ પ્રકાશે.૭૩)ફૂલડાં રાતાંરંગો રેલાય મુખેહોળી મનાવો.૭૪)આવો આંગણેસત્કારશે અંતરઅનેરા હેતે.૭૫)ખરતા પાનધીરજ મોટો ગુણવસંતે લીલા ૭૬)ગુજરાતી છુંવિશ્વના ખૂણે ખૂણેવસીએ અમે.૭૭)જન્મથી મળેમાઁ, ભોમ અને ભાષાગર્વ કરો ભૈ.૭૮)લાંબી છે રાતટૂંકા ટૂંકા શમણાંઆછી નીંદર.૭૯)તપતો સૂર્યફૂંકાતો વા વંટોળવૈશાખી માહે.૮૦)એક જ દેહઘણા પાત્ર ભજવેછતાં એ દુઃખી.૮૧)દરિયો પીતોનદી લૂંટતો ઘણીછતાં એ ભૂખ્યો.૮૨)છેલ્લો દિવસછેલ્લી ઘડીનો શ્વાસશત્રુ રડતો.૮૩)છેલ્લો દિવસછેલ્લી ઘડીનો શ્વાસશત્રુ રડતો.૮૪)ફરતી હવાફૂલડે અથડાતીસુવાસ ભળે.૮૫)માફ કરજોઅમે તો છાની કરીપ્રીત તમને.૮૬)બગીચે ફરોચૂંટશો નૈ છોડવાફરી નૈ ગમે.૮૭)સંવાદ કરોખોદણી મોટું પાપમોં ન દુખાડો.૮૮)સમય ગયોજુદા રહ્યા આપણેપ્રેમ એનો એ.૮૯)જોઈ લેવા દેગામ, ખેતર, ઘરમળે ન મળે.૯૦)જાવ છો તમેવાલમ વાયદો કરોરાહ જોઇશ.૯૧)મળો છો સામેત્યારે તારી ને મારીહસતી આંખો.૯૨)જોઉં છું તનેબજાર વચ્ચોવચભાન ભૂલું છું.૯૩)ત્રાસી નજરેકરી ગયા ઘા મનેછતાં પીડા નૈ.૯૪)રૂપાળી ગોરીહસતી જોતી ચાલેપાછળ અમે.૯૫)દરિયે મોતીકમળ કાદવમાંસમાજે સંત.૯૬)સમુદ્રિ મોજાઉછળે મુજ હૈયેતમને જોતા.૯૭)પરોઢ થતાભીનાશ બને મોતીછોડ સજાવે.૯૮)વનવગડેકોયલ ગાતું ગીતમયુર નાચે.૯૯)વીજ ચમકેગળગળાટ થાયચોમાસું આવે.૧૦૦)રંગે રૂપાળુંમારતા ગુનો બનેસાપનો વેરી.૧૦૧)રાત વીતી ગૈશમણાં જોવાય ગ્યાસવાર એ જ.૧૦૨)રેતી જ રેતીજળ ભાસે નજીકદ્રષ્ટિ ભ્રમણા.૧૦૩)નારીને જોતાઠાલવે ગુસ્સો નરશું એ મરદ?૧૦૪)નારી સન્માનનાટક છે આ બધુંમાઁને તો રાખ.૧૦૫)દુનિયા ના જોજો પોતાની જાતનેહું કેવું પ્રાણી.૧૦૬)ગુરુ ને ચેલોફરે એતો અલગજમે છે સાથે.૧૦૭)માઁ તે માઁ જ છેપેટે પાણી ભરતીછોરા જમાડે.૧૦૮)માઁનો એ પ્રેમપામવા અવતરેદેવ ધરતી.૧૦૯)ડગલાં નાનાચાલતો રહેજે તુંમાર્ગ છે મોટો.૧૧૦)આશ છે મોટીમહેનત કરજેતને શોધશે.૧૧૧)ગીરનો સિંહસોરઠો આવકારક્યાંય ન મળે.૧૧૨)ઉત્તરે શિરપૂર્વપશ્ચિમે કરદક્ષિણે પાવ.૧૧૩)મધ્યમાં વસુંચરોતરી બોલીએહું ગુજરાતી.૧૧૪)કચ્છની ધારેઊભો એક જવાનલલકારે છે.૧૧૫)ધર્મો અલગભાઈચારે રહીએહિન્દુસ્તાની.૧૧૬)તુજ બનાવેમતિ તારી જ દેનઆજ તું બને.૧૧૭)જગવિશાળઉંચા ઉંચા મકાનદિલ છે નાના.૧૧૮)પર્વત ચીર્યોભાગ કર્યા અલગદરિયે મળી.૧૧૯)અરે ગઝલકેમ કરી રચું હુંબહું અઘરી.૧૨૦)છું તો જાપાનીપડી ગયો છું કોઠેગુજરાતીને.૧૨૧)મંજિલો ઉંચીરાહ જોતા ન મળેચાલવું પડે.૧૨૨)મિત્રો છે ઘણાંસાથે એક જ રહ્યોંદરેક ક્ષણે.૧૨૩)જાઉં તો રડેઆવું તો દોડી આવેમારી દીકરી.૧૨૪)ગલીએ દોડુંધૂળમાં આળોટતોબાળપણમાં.૧૨૫)પાન ખરે છેખરખર અવાજેડાળ રડતું.૧૨૬)રમત ગઈગઈ દાદીની વાતયાદો રહી ગૈ.૧૨૭)છણકો કરેનાની વાતે રિસાયસાજન મારી.૧૨૮)ઈશ્વર ઈસુનામ અલગ ખુદાછતાં એક છે.૧૨૯)આવે છે નાનોને જય ત્યારે મોટોકળા છે એમાં.૧૩૦)ઘડે છે એકવહેંચનાર ઘણાંઘડવૈયાને.૧૩૧)આંખોમાં તમેશમણાં માંય તમેછતાં તમે નૈ.૧૩૨)ખાલી છે હાથછતાં ધનિક છું હુંશરીર થકી.૧૩૩)માનો તો હું છુંન માનો તો હું નથીસર્વત્ર હું છું.૧૩૪)જીવો તો એવુંકરે યાદ જગતસો સાલ તક.૧૩૫)પ્રકાશે ચરેજીવજંતુ આખરેપ્રકાશે મરે.૧૩૬)ઊગતા નમેવિદાય આથમતાસદા ચેતજે.૧૩૭)ઝાકળબુંદતૃણે ક્ષણભંગુરસદા પારકું.૧૩૮)રૂપ છેતરેછેતરે ના મનડાલોભી હણાય.૧૩૯)દર્પણ જોતાઅંતર મન નહિરૂપ દેખાય.૧૪૦)આંબે આકાશવિશાળ કાયા અંગસદા નમતા.૧૪૧)મૌન સર્જાયનૈન વાતે વળગેપ્રીત બંધાય.૧૪૨)મૌન છો તમેનૈન કરતી બયાપ્રીત તમારી.૧૪૩)પ્રિય જનનીવિદાય વેળાએ આમન રૂંધાય.૧૪૪)એક નાટકસુખ દુઃખ ભોગવેએક જીદંગી.૧૪૫)ન સમજાયશાંત મને વિચારઘણું શીખીશ.૧૪૬)ઈમેલ આવ્યાપત્રની ગઈ મજાગયો ઉત્સાહ.૧૪૭)આવો તો અમેજગ્યા કરી આપશુંપ્રિયે મનમાં.૧૪૮)શુ એ નજરએક થતા ઘવાયુંમન અમારું.૧૪૯)અચાનક જમળતી નજરોથીમન ઘવાય?૧૫૦)વાતવાતમાંરિસાય એજ સ્ત્રીપળમાં રાજી.૧૫૧)મરણ પછીગોખલે બળે દીવાબળ્યો આ જન્મ.૧૫૨)નકશે એકઅંદરથી અલગશું આ એકતા?૧૫૩)ફૂલડાં ધર્યાએનું એને જ મળ્યુંતારું શું આપ્યું.૧૫૪)વારાફરતીછુપાય સૂર્ય ચંદ્રધરા પાછળ.૧૫૫)દરેક ક્ષણેદરેક સ્થાને ફરેવગર પાંખે.૧૫૬)જીવન તો છેસુખ દુઃખની માળાએક પછી એક.૧૫૭)પકવે તાતખાય ધનિકવર્ગભાવ બીજાના.૧૫૮)સરળતાથીપ્રાપ્ત મંજિલ મૂલ્યઓછું અંકાય.૧૫૯)નિસફળતાએક અવસર છેજાત તપાસ.૧૬૦)વારા ફરતીઆવું છું મલકમાંમોસમ લઈ.૧૬૧)જન્મોની પ્યાસઆજ તૃપ્ત થઈ ગૈતમે આવતાં.૧૬૨)હતી ઝંખનાઆવશો એવી આશેશિંગાર સજ્યા.૧૬૩)ચાહતા વર્ષોવીત્યા છતાં એકલુંમન તરસ્યું.૧૬૪)પ્રિતમાં હોયરીસામણા ન હોયશંકાકુશંકા.૧૬૫)વાટડી જોતીઉરે આશ બાંધતીનવા સૂરજે.૧૬૬)વસંત ખીલેકળી બનશે ફૂલભમરા ફરે.૧૬૭)વસંત એકજવાની, પાનખરવૃદ્ધ અવસ્થા.૧૬૮)વસંત આવીમીઠી અસર માણેપ્રેમી યુગલ.૧૬૯)ગાતી કોયલઆંબે બેઠો મૉરડાળખા નાચે.૧૭૦)કોકિલ કંઠેમયુર થનગનેઆંબાની ડાળે.૧૭૧)નભે ઉડતુંધરા હરખાવતુંઅમી ધારથી.૧૭૨)મંગળ ફેરેબંધાય પ્રીતલડીજન્મોજન્મની.૧૭૩)ફોટે પૂજનદેખાડો કરે જનદુઃખ ફેલાવે.૧૭૪)આજનો પ્રેમમન ભરાતા ઉડેબીજે બંધાય.૧૭૫)આંગણે ગાયવાડે ઔષધિ છોડગયા એ ગામ.૧૭૬)આકાશ આંબભૂલતો નહિ ધરાપગ રાખજે.૧૭૭)ગીતાસાર તોવાંચે જગત છતાંકહેશે મારું.૧૭૮)વીર શહીદમાર્ચમા આવે યાદભૂલે વરસ.૧૭૯)સુવાસ નથીનથી એ કરમાતાઆજના ફૂલ.૧૮૦)ટૂંકા વિચારવસ્ત્રો થયા અડધાએ નવી પેઢી.૧૮૧)રમત રહીક્ષેત્ર બદલાય ગ્યુંફોન આવતા.૧૮૨)લાચાર છે સૌહકનું માંગુ તોયનાહક માંગે.૧૮૩)શિક્ષિતો શોધીઅપરાધ કરાવેબેરોજગારી.૧૮૪)હવે શું માંગુશરીર મોટી દેનલડી લઈશ.૧૮૫)મન ભર્યું છેદટાયેલી એ ઉર્જાબહાર લાવ.૧૮૬)સુકાય નદીછોડે પિયુ સંગાથજનેતા નહિ.૧૮૭)ચડ્યો રવાડેગુમાવ્યું હતું સુખમદિરા સંગે.૧૮૮)છે ત્રાસ હવેઆકરો બન્યો તાપપસ્તાવું હવે.૧૮૯)બાકળે બેઠુંદંપતી શોધે ઘરછે ઘર છતાં.૧૯૦)વંદન એનેનથી અંગે કપડુંપૂજે માઁબાપ.૧૯૧)આધુનિકતાસગવડો વધારીસંસ્કાર નહિ.૧૯૨)એકલો ઉભોરખેવાળી કરતોએક ચડિયો.૧૯૩)સંધ્યા ઢળતાદરેક જીવ વળેઘર તરફ.૧૯૪)સૂર્ય ન થાવતો કંઈ નહીં, તારોજરૂર થજે.૧૯૫)બેસતા વર્ષેછોડજે જુના વેરનવા સંબંધો.૧૯૬)હું જ ફકીરને હું જ આપનારજેવો સમય.૧૯૭)અસત્ય ભલેલડે,આ સત્ય નહિંઝુકાવે શિર.૧૯૮)અરે ઓ ટ્રેનજરા થોભી જા, મનઘરે રહી ગ્યું.૧૯૯)આગળ ચાલુપાછળ છુટે મારોજ ભૂતકાળ.૨૦૦)તમે ના બોલોકામને બોલવા દોઘણું કહેશે. Download Our App