Jankhano Zhakan books and stories free download online pdf in Gujarati

જનખાનો ઝાકળ..

      "માતૃભારતીમાં હું નવો છું. આગળ પ્રકાશિત કરેલ મારી પ્રથમ વાર્તા જનખાનો ઝાકળ અપૂર્ણ હોવા છતાં પ્રકાશિત કરવાની ઘેલછાએ આપ સમક્ષ રજૂ કરી તે બદલ આપ સર્વે મિત્રોની ક્ષમા યાચુ છું. અને એજ વાર્તાને અહીં પૂર્ણવિરામ(અંત) સુધી રજૂ કરું છું."

      કોનો દીકરો.મારી નજરે તો અનાથ હતો એ વાત હું ચોક્ક્સપણે કહી શકું છું.જનખાને મેં પહેલવહેલો બારેક વરસ પહેલાં જોયેલો, ત્યારે કદાચ તેરેક વરસનો હશે તેવું લાગ્યું. તે વખતે  એની પાસે લારી તો નો'તી. ખાલી હાથ જ હતા અને તેમાંય લંબાવેલા જ ભળતો એટલે શરૂઆતમાં ભીખ જ માંગતો હતો. કદાચ માઁબાપે તરછોડ્યો હશે એટલે જ જનખાની દશા માંગવાની થયેલી. એટલે જનખાના ભણતર વિશે પૂછવા જેવું ન લાગતા મેં વાત માંડીવાડી પણ એ રહેતો હતો.એ જાણવા પ્રશ્ન કરું તે પહેલાં મનુકાકાએ જવાબ આપ્યો;જનખો, ઝૂંપડપટ્ટીમાં ને તેમાંય એકલો જ 
        જનખાના હાથમાં લારી સોળ વરસનો થયો હશે ત્યારે પહેલીવાર આ રસ્તે જ ભાળેલી ત્યારથી જ જનખાને હું લારી સાથે જ જોતો એનું કામ જ સામાન ભરી લેવા મુકવાનો અને હસવા હસાવવાનું બહું માયાળું હતો જનખો.બાકી તો મને એના વિશે જાજી ખબર નથી. પણ જનખો મને દરરોજ મળતો. ચા પી લારી લઈને નીકળતો. મારી નજરમાં તો બહુ ડાહ્યો માણસ હતો એમ કહીને મનુકાકા એમના કામમાં લાગી ગયા પણ મને હજુ પૂરો સંતોષ નહોતો થયો. તેમ છતાં મનુકાકાને પૂછવાની મારી હિંમત થઈ નહિં.
         જનખો હવે મારા મનમાં રમ્યા કરતો એટલે મેં મનુકાકા પાસેથી જનખાના ઘરનું પાકું સરનામું મેળવી ઝૂંપડપટ્ટીમાં ગયો. મને એમ હતું કે જનખાનું ઘર બંધ હશે, પણ ખુલ્લું જોઈ હું વિચારોની ભરમાળોમાં સરી પડ્યો.બહારથી મેં બૂમ પાડી છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતાં મને શંકાઓનું વંટોળ ઘેરી લે તે પહેલાં મેં બીજો પ્રયત્ન કર્યો.તેમાં સવાલરૂપે પ્રત્યુત્તર મળ્યો "કોણ છો" મારા કાને પ્રત્યુત્તર પડઘાતા જ મારા તને રૂંવાટી ખડી થઈ ગઈ.ઘણી હિંમત કરી હું જાણતો હોવા છતાં અંજાન બની મેં પુછયું,
   જનખો ઘરે છે?
   અંધારી ઓરડીમાંથી ના, ને હવે ક્યારેય નહીં આવે.
         એવા કમકમાટીભર્યા,આક્રંદભર્યા રડમસ અવાજે મને વધુ ડરાવ્યો. ભયની લગોલગ કૂતુહલવૃતિએ મને અંદર જવાની તાલાવેલી જગાડી. તે દિવસે કંપન અનુભવતા પગલે મેં પહેલી વખત પૂછ્યા વગર જનખાના ઘરનો ઉંબરો ઓળગ્યો. ઓરડી ખુબજ નાની હતી.અંધારાની કેદમાં ઓરડી સાથે માજી પણ પુરાયા હતા. હું પણ પ્રવેશતાની સાથે જ અંધકારે મને ઘેરી લીધો. માંડમાંડ આંખો પહોળી કરી મેં ખૂણામાં ખોરી જેવા ખાટલામાં આક્રંદ કરતા માજીને જોયા. એકાદ ક્ષણ તો મારો અંતરાત્મા ઈશ્વરને કોસવા લાગ્યો. ઘણી ફરિયાદો કરી ચુક્યો.આખરે શાંત પડતા દર્દથી કણસતા માજીને મોટા માટલાંમાંથી પાણી લાવીને પાયું. મજીએ મને પૂછ્યું, જનખાનું શું કામ છે? મારાથી તરત જ જવાબ અપાઈ ગયો. જનખો મારો મિત્ર છે. શુ જનખો તમારો દીકરો? માજીએ હા.પાડીને ના કહ્યું, પણ મારા દીકરા જેવો જ હતો.હું તો મંદિરે ભીખ માંગતી દુખિયારી છું. જનખો મને ઘરે લાવેલો.
        આ વાત સાંભળતા જ હું ફિક્કો પડી ગયો.મને  આગળ પૂછવાનું   સુજ્યું નહિ અને હું ઘરને રસ્તે સીધો નીકળી પડ્યો.
       ઘરે પહોંચવા છતાં દત્તક શબ્દએ મને પુરેપુરો જકડી રાખતા મારું ધ્યાન એમાંજ રહી ગયું. જનખાના વિચારો અચાનક ઉમટી પડ્યાં.
       જનખો પૈસેટકે હતો નહિ અને માંડમાંડ પોતાનું ગુજરાન ચલાવતો તેમ છતાં માજીને ઘરે કેમ લાવ્યો હશે? જેમ માણસમાં સારા વિચારોથી પરિવર્તન આવે તેમ મારા મગજમાં સકારાત્મક વિચારોએ  પગ ખુપાવ્યો.એમાં મને જનખાનો માતૃપ્રેમ દેખાયેલો. જનખા જેવો માણસ ક્યારેય નહીં જોયેલો. જેને માતાનો પ્રેમ ક્યારેય નહીં મળેલો એ માણસમાં આવા સંસ્કારો ક્યાંથી આવ્યાં હશે છતાં એનામાં સંસ્કારો પૂર્ણપણે ભરેલા હતા.એટલેજ  માજીને ઘરે લાવીને પોતાની જવાબદારીઓ વધારતાં ખચકાયો નહીં હોય.
       જનખાના આવા પરાક્રમથી ફિક્કો તો પડ્યો જ હતો પણ સગા માબાપને તરછોડતા આજના છોકરાઓની સરખામણીમાં જનખાનું મેં તારણ કાઢેલું એમાં જનખો શ્રવણનો ભાઈ નીકળેલો. એમાં હું જનખા વિશે વધુ જાણવા અધિરો બની માજીને મળવા ગયો. સાથે થોડી ટીફીનમાં ભાખરી હતી એટલે ચા લાવીને માજીને આપી.માજી મને કહેવા લાગ્યા."બેટા, ચાર ચાર દા'ડા પછી આજ રોટલો જોયો." આ તો  જનખો  હવે નહી એટલે નહીંતર મારો જનખો  પોતે ના ખાય ને મને ખવડાવે પણ મારા કરમ એવા કે એ દીકરાનો જાજો પ્રેમના મેળવી શકી.
       આમનેઆમ જનખા વિશે જાણવા માજીને  રોજ મળવા જવાનું થતું. એમાં ઘરેથી ટિફિન બે માણસને પહોંચી વળે એટલું લઈને જ નીકળતો.થોડું મારા માટે અને બાકી થોડું માજીને માટે લઈ જતો. જનખાની સાથે જેમ સ્મિતનો નિત્યક્રમ હતો. તે તૂટીને હવે માજી સાથે બંધાયો. એમાં માજીને મારા ટિફિનથી એક ટંકનું ખાવા મળી જતું.આવું તો માજી જીવ્યા ત્યાં સુધી ચાલ્યું અને મર્યા એ દિવસે હું ટિફિન લઈને ગયેલો.મારા દ્વારા માજીની અંતિમક્રિયા કરાવવામાં આવી.મને પૂર્ણ સંતોષ હતો.એ વાત મને ઘરે બેઠો ત્યારે સમજાય.
        જનખાએ મારા પર પોતાનો પ્રેમ વરસાવેલો એમાં હું પુરેપુરો ભીંજાયેલો પણ સુકાયો નહોતો એટલે જ મારાથી માજીનું ધ્યાન રાખવાની ટેવ પડી. વાતમાં મને ઘણી જ  અટકળો લાગવા લાગી છતાં સંતોષની લાગણીઓમાં હું હંમેશા વહેતો જ રહ્યો.


 વાંચવા બદલ આભાર.....






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED