બડી ખબર NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બડી ખબર

“બડી ખબર.”

==============

અર્જુન ઘરેથી નોકરી ઉપર જવા માટે બાઈક લેઈને નીકળતો હતો ત્યારે બાય બાય કરવા એની પત્ની બહાર ગેટ સુધી મુકવા આવેલી. આ સમયે પડોશમાં રહેતા સુસીલાબેન રોજીની જેમ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. અર્જુન રોજ ઘરમાંથી બહાર નીકળીને રોજ પૂર્વ દિશા તરફ જતો, કારણ કે એ જ્યાં નોકરી કરતો હતો તે તેના ઘરથી પૂર્વ દિશા તરફ હતું.

પણ આજે બન્યું એવું કે અર્જુનને વિમલ ખાવી હતી એટલે એણે વિચાર કર્યો કે પશ્ચિમ દિશામાં આવેલી દુકાને થી વિમલ લઈને તે નોકરી ઉપર જતો રહેશે.. તો ફાઈનલી અર્જુને એની પત્નીને બાય બાય કરીને બાઈક પશ્ચિમ દિશા તરફ હંકારી..

આ દ્રશ્ય જોઈ રહેલા સુસીલાબેન વિચારમાં પડી ગયા કે અર્જુન રોજ પૂર્વ દિશા તરફ જાય છે અને આજે કેમ પશ્ચિમ દિશા તરફ ગયો? રસોઈ બનાવતી વખતે પણ એને એ જ સવાલ સતાવી રહ્યો હતો.. આ વાત સુસીલાબેને એની કામવાળી રમાને કરી. રમાને પણ એજ ચિંતા ખાઈ રહી હતી કે આવું કેમ બન્યું? રમાએ ક વાસણ કચરા કર્યા ત્યાં સુધીમાં એને એજ વિચારો આવી રહ્યા હતા. રમાએ આ વાત બાજુના ઘરમાં કામ કરી રહેલ વંદનાને કહ્યું. વંદનાએ રમેશને, રમેશે કિશોરને અને કિશોરે રાકેશને, રાકેશે તેની પ્રેમિકા નંદિનીને કહ્યું...વાયુ વેગે આ સમાચાર મિડિયા પાસે પહોંચ્યા...

અલગ અલગ મીડીયાએ અલગ અલગ સમયે આ ખબર કંઇક આવી રીતે બતાવી..

એક મીડિયા વાળાએ આ ખબર ની તાજા માહિતી લેવા અર્જુનના ઘરે ફોન કર્યો..

મિડિયા. ૧

========

“હેલ્લો અર્જુન ઘર પર હે?”

“જી વો તો ચલે ગયે.”

“બ્રેકીંગ ન્યુજ,, આઇએ દેખતે હે આજકી બડી ખબર..

અર્જુન અપને ઘરસે બીના બતાયે નીકલ ગયે હે. સુત્રો સે પતા ચલા હે કે આજકલ ઉનકી વાઈફ્સે ઉનકી બનતી નહી થી.

અભી અભી હમારે સંવાદદાતાને ઉનકી વાઈફ સે બાત કી તો પતા ચલા કે વો ઉનકી પત્ની કે નાજાયઝ રિસ્તે કો લેકર નારાજ હોકર ચલે ગયે.”

મીડિયા ૨.

=========

“બડી ખબર”

સુત્રો સે પતા ચલા હે કી અર્જુન કો શેર બજાર સે બહોત બડા નુકશાન હુઆ હે ઇસી કે ચલતે આજ વો ડીપ્રેશનમેં આ ગયે થે ઔર ઘર સે ચાય નાસ્તા કિયે બગેર ચલે ગયે હે. અર્જુન કા પતા ચલતે હી હમ ફિર એક બડી ખબર કે સાથ મિલેંગે.

કહી જાઈએગા નહી દેખતે રહીએ ન્યુજ અપડેટ હમારે ચેનલ પર..

મીડિયા ૩.

==========

“બડી ખબર.”

“અર્જુન કી ગુમ હોને કી ખબર મિલતે હી હમારે સંવાદદાતા ઉનકે ઘર પહોંચ ગયે હે. આઈએ સીધે ઉનકે ઘર ચલતે હે ઔર બાત કરતે હે હમારે સંવાદદાતા ગદોરીય સે.

“મિસ્ટર ગદોરીયા. ક્યા હાલચાલ હે વહાં પર? ક્યા અર્જુન અભી ભી ઘર પર નહી આયે?”

“જી વિનય, મેં અભિ અર્જુન કે ઘર પર હી હું અભી અભી ઉનકી વાઈફ સે બાત હુઈ, ઉનકી વાઈફ ભી ચિંતિત હે. અભી મેં જહાં ખડા હું વો ઉનકા કિચન હે જહાં અર્જુન રોજ સુબહ ઉઠકર મુહ ધોયા કરતે થે. ઔર કભી કભી કિચનમેં બર્તન વગેરા ભી કરતે થે ઔર રસોઈ ભી બનાયા કરતે થે.. યે હે અર્જુન કા ડ્રોઈંગ રૂમ જહાં બેઠકર વો ટીવી દેખા કરતે થે..

આસપાસ કે લોગો સે બાત કરતે પતા ચલા હે કી અર્જુન તીન ચાર દિન સે કોઈ બડી ચિંતા મેં લગે રહતે થે.”

“મિસ્ટર ભદોરિયા, ક્યા ઉનકી વાઈફ સે બાત હો શકતી હે? ઇસ મામલેમે ઉનકા ક્યા કહેના હે?”

“જી, વિનય વો રો રહી હે. મેં ઉનસે બાત કરને કી કોશિષ કરતા હું.”

“મીસીસ અર્જુન, ક્યા અર્જુન જબ ઘરસે નીકલે તો કુછ બતાકર નિકલે થે? ક્યા ઉનસે ફોન પર બાત હુઈ?”

“જી નહી વો કુછ બતાકર નહી ગયે હે, ઔર ઉનકો જોબ પર મોબાઈલ એલાઉ નહી હે.”

તો યે થી આજકી બડી ખબર અર્જુન કે પાસ એક મોબાઈલ ફોન લેને કે ભી પેસે નહી થે ઉસકે ચલતે વો ઘરસે બીના બતાયે નીકલ ગયે હે.”

મિડિયા ૪.

“બડી ખબર.”

“ક્યા અર્જુન આત્મહત્યા જેસા બડા કદમ ઉઠા શકતે હે?”

ઇસ સવાલ પર હમારે સંવાદદાતા ને પડતાલ કી હે તો ઇસ બાત કી ભી પુષ્ટી કી ગઈ હે કી અર્જુન આત્મહત્યા કર શકતે હે, ચૂંકી વો ડીપ્રેશન કે શીકાર હે તો કિસી કી હત્યા ભી કર શકતે હે.

સુત્રો સે પતા ચલા હે કી વો સુબહા નો બજે પાસ હી કી એક ગલીમે સીસીટીવીમેં કેદ હુએ થે તો આઈએ દેખતે હે અર્જુન કી તાજા તસ્વીરે.

દેખીએ યહી હે વો અર્જુન જો સુબહા ઘરસે બીના બતાયે નીકલ ગયે થે, બાઈક પર બેઠે હે, હે હેલ્મેટ પહના હુઆ હે ફિર ભી ઉનકે ચહેરે સે સાફ પતા ચલતા હે કી યે સખ્સ આત્મહત્યા ઔર હત્યા જેસા સંગીન જુર્મ ભી કર શકતા હે.

આ સમયે અર્જુનની પત્ની અર્જુનની ઓફિસમાં ફોન લગાડવા પ્રયત્ન કરી રહી હતી પણ ફોનનું બીલ ભરેલું ન હોવાથી ફોન પણ નો રીપ્લાય આવતો હતો..

સાંજે છ વાગ્યે વળી મીડયા એક દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું..

“આઇએ સબસે પહેલે બડી ખબર હમારે ચેનલ પર, સુત્રો સે પતા ચલા હે કી અર્જુનને આત્મહત્યા કર લી હે.

અર્જુન અબ ઇસ દુનિયા મેં નહી રહે.”

બરાબર આ સમયે અર્જુન એની ઓફિસની બહાર એક પાનના ગલ્લા ઉપર વિમલ ખાતા ખાતા આ ન્યુજ જોઈ રહ્યો હતો...

અર્જુનને એમ થયું કે આ કોઈ બીજા અર્જુનની વાત ચાલી રહી હશે. પણ જયારે અર્જુનને ખબર પડી કે ન્યુજ ચેનલ ના ન્યુજમાં એ પોતે જ મરી ગયો છે ત્યારે એ પોતાને જ જોવા લાગ્યો. પાનના ગલ્લાવાળાએ તો અર્જુનનું ભૂત આવ્યું એવો ફોન પણ કરી દીધો અને આજુબાજુ માણસો ભેગા થઇ ગયા..

ત્યાં હાજર રહેલ એક સમજદાર માણસે મીડિયા એકમાં ફોન કર્યો અને પૂછ્યું.

“અર્જુન કી બોડી કહાં રખી ગઈ હે?”

“જી હમારે સંવાદદાતા વહી ગયે હે, પતા ચલતે હી હમ આપકો ન્યુજ કે જરીયે સે બતા દેંગે.”

“ઠીક હે પતા ચલે તો યે ભી બતા દેના કી અર્જુન કી બોડી અર્જુન ખુદ લેને આયે તો વે અર્જુન કો ઉનકી બોડી સોમ્પેંગે?
===========================

સંવાદ:-

અકબર:- બીરબલ, હમારે દેશમે સબ ઠીક ઠાક?

બીરબલ:- જી હુજુર, સમાચાર કે માધ્યમ સે પતા ચલા હે કી સબ ઠીક ઠાક.

-નીલેશ મુરાણી.

તારીખ:- ૦૩/૦૩/૨૦૧૯ ૫:૩૨ સાંજે વાગ્યે.

-નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com