Civil Engineer books and stories free download online pdf in Gujarati

સિવિલ ઇન્જિનીયર .

સિવિલ ઇન્જિનીયર.

ચોમાસાની સીઝન હતી અને રવિવારનો એ દિવસ મને આજે પણ યાદ છે એ નાની અમથી ઘટના આજે પણ દિમાગમાં આવે અને એક સ્મિત વેરી જાય. ૧૯૯૫ ના સમયમાં મારી પાસે એમ્બેસેડર કાર હતી અને એક કન્સ્ટ્રકકસન કંપનીમાં ચાલતી એ સમયમાં રોજ ના છસ્સો રૂપિયા આપતા, રજાનો દિવસ હતો અને હું મારી એમ્બેસેડર કારને સાફ કરી રહ્યો હતો, અને ટી.કે.આર નું કેસેટ પ્લેયર લગાવી જુના ગીત માણી રહ્યો હતો અને અને મારી પત્ની સાથે ફરવા જવાનું પ્લાનિંગ મગજમાં ગોઠવી રહ્યો હતો, ત્યાં જ મારી કંપનીમાં કામ કરતા ઇન્જિનીયર ધનાભાઈ આવી પહોંચ્યા, બ્લુ જિન્સ અને બ્લેક ટીશર્ટમાં અને પગમાં સેફટી સુજ ને બદલે પાર્ટી સુજ પહેરીને પહોંચી આવ્યા, માથે પહેરેલી કાળી ટોપી સરખી કરતા અને ડાયરી મારી સામે કરતા કહેવા લાગ્યા,

“ચાલો સંજયભાઈ સાઈટ ઉપર આંટો મારવા જવું છે.”

મને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કેમ કે એ સેફટી સુઝ નહોતા પહેરી આવ્યા.

“ચાલો ત્યારે, આમ તો રજાનો દિવસ છે, પણ કંપનીના કામથી જવાનું હતું એટલે મારાથી તમને ના તો કહેવાયજ નહી.”

ધનાભાઇ એક એવા ઇન્જિનીયર હતા કે એ બોલવામાં નોન સ્ટોપ, એ બોલતા હોયતો એમને વચ્ચે બ્રેક મારવા કોઈ તુક્કો તો કરવોજ પડે નહીતો કાન પાકી જાય ત્યાં સુધી બોલ્યે રાખે, એ આગળ કંઈ બોલે એ પહેલા હું ઘરમાં જઈ અને દસ મિનીટ માં તૈયાર થઈ અને ડ્રાઈવર સીટ પર બેસી ગયો અને અમે કંપનીનું જ્યાં કામ ચાલતું હતું એ તરફ કારને હંકારી.

ધનાભાઇ પાછલી સીટ પર બેસતા ની સાથેજ શરુ થઈ ગયા..

“અરે યાર સંજય તું જોવે છે ને આજે રવિવાર છે તો પણ મારે સાઈટ ઉપર જવું પડે છે, આ સિમેન્ટ નો ઢગલો કરીને બેઠા છીએ ક્યારે વરસાદ આવી જાય સાલુ કંઈ નક્કી નહી, એ બધું થાળે પાડવું પડશે, અને બીજું.....”

ધનાભાઇ ની એકપ્રેસ ટોક ટ્રેન આગળ વધે એ પહેલા હું ટેપનું વોલ્યુમ વધારી અને ગીતો સંભાળવા લાગ્યો, થોડીવારમાં ધનાભાઇ પાછળ બેઠા બેઠા ડાયરી ના પાના ઉથલાવવા લાગ્યા ત્યારે મને શાંતિ થઈ કે હાસ ભૂત ને પીપળો મળી ગયો. આમ રોજ રોજ ચાર પાંચ ઈજનેર સાથે હોય એટલે મારે એકલાનેજ ધનાભાઇ ને સહન કરવાના હોય એવું ન હોય, પણ આજે આ ધનાભાઇ ને સહન કરવા હું એકલોજ હતો એટલે પૂરી તૈયારીમાં આવ્યો હતો, લગભગ પંદર મિનિટમાં અમે સાઈટ ઉપર પહોંચી આવ્યા અને સાઈટ નું કામકાજ જોઈ ધનાભાઇ અકળાઈ ગયા, અને ધનાભાઇનો પસીનો છૂટી ગયો, કારણ કે ધનાભાઇ શુક્રવારે સાંજે સાઈટ ઉપર કામ કરતા મજૂરો ને ઘણું બધું કામ સોંપી ને ગયા હતા, તેમાંનું એક પણ કામ થયું ન હતું અને જ્યાં ત્યાં પાયાના ખાડા અને સિમેન્ટની બોરીઓ ના ઢગલા જોવા મળતા હતા, અને સાઈટ ઉપર દૂરદૂર સુધી કોઈ માણસ નહોતું દેખાતું, ધનાભાઇ સાઈટ ઉપરના કાચા રસ્તા ઉપર ચાલતા થયા હું પણ તેમની સાથે તેમની પાછળ પાછળ ચાલતો થયો ,,થોડે દૂર એક મજૂર ને કામ કરતો જોઈ ધનાભાઇ ખુશ થઈ ગયા અને એ મજૂર તરફ ટોપી સીધી કરતા કરતા ઉતાવળે ચાલતા થયા, એ મજૂર લુંગી અને ગંજી માં કામ કરી રહ્યો હતો અને પસીના થી રેબ-જેબ હતો, ડામર રોડથી પણ કાળો લાગતો એ મજૂર સિમેન્ટ અને રેતી નો મોટો ઢગલો કરી તેમાં પાણી નાખી પાવડા થી હલાવી રહ્યો હતો.,એ દ્ગશ્ય જોઈ ધનાભાઇ બિલકુલ મજૂર ની બાજુમાં જઈ ઉભા રહ્યા ની સાથે ધનાભાઇ ની એક્સપ્રેસ ટોક ટ્રેન ચાલુ થઇ, એ બન્ને વચ્ચે જે સંવાદ થયો તે ખરેખર ખૂબ રમૂજ હતો, ધનાભાઇ નોન સ્ટોપ બોલ્યે જતા હતા અને પેલો મજૂર કૈંક કહેવા જતો હતો પણ ધનાભાઈ તેને બોલવાનો મોકોજ નહોતા આપતા,,.અમારા ઈજનેર ધનાભાઇ ધી ગ્રે...ટ..અને એ મજૂર વચ્ચે થયેલ સંવાદ.,

“કેમ ભઈલા એકલો કામ કરે છે? બીજા મજૂર ક્યાં છે,?,..”

“જી સાબ “..

હું તને પૂછું છું બીજા મજૂર ક્યાં ગયા ? અને તું એકલો શું કરે છે ? આ કામ કરવા તને કોને કીધું? અને...

“જી સાબ “

અને શુક્રવારે હું કેટલું કામ આપી ગયો છું તેમાંનું એકપણ કામ નથી થયું,. ત્યાં કંપની ના ગેટ પાસે પડેલી સિમેન્ટ ની બોરીઓ અહીં શેડની નીચે શિફ્ટ કરવાનું કિધ હતું...અહીં સામે પડેલી સિમેન્ટ ની થેલીઓ પણ શેડમાં મૂકવા કહ્યું હતું શાલાઓ તમે ગધેડા જેવા છો કંઈ ખબર નથી પડતી..

“જી સાબ”

અને તારો શેઠ ક્યાં ગયો છે ?, પગાર લેવા ટાઈમે તો આવી જાઓ છો... કામતો બસ કંઈ કરવુજ નથી..

“જી સાબ”

એ મજૂર બચારો વચ્ચે વચ્ચે “જી સાબ” “જી સાબ “ બોલી અને કૈંક કહેવા જતો હતો અને અમારા ધનાભાઇ શ્વાસ લીધા વગર બોલ્યેજ જતા હતા હું વચ્ચે બોલી પડ્યો...

“પણ ધનાભાઇ એને બોલવા તો......”

“તમે વચ્ચે ન આવો સંજય ભાઈ”

લગભગ પાંચ મિનિટ સુધી ધનાભાઇ બોલતા રહ્યા બોલતા રહ્યા છેવટે ધનાભાઇ બોલી બોલી ને થાકી ગયા હોય એવું લાગ્યું અથવા પહેલી વાર એવું થયું હતું કે ધનાભાઇએ પૂરી ભડાસ પેલા મજૂર ઉપર કાઢી લીધી અને થોડી વાર શ્વાસ લીધા પછી એ પેલા મજૂર સામે જોઈ ને ફરી બોલ્યા..,

“અલ્યા ડોફા જવાબ કેમ નથી આપતો ?”

એ મજૂર થોડી સેકન્ડ માટે ચુપ થઈ ગયો એટલે મને એમ થયું કે આ ધનાભાઇ એ એટલાં બધા સવાલોનો મારો કર્યો એટલે મજૂરના મગજનું માલ-ફંકશન થઈ ગયું લાગે છે,, મને લાગે છે થોડી વાર વિચારી ને જવાબ આપશે..,

એ મજૂરના ચહેરા ઉપર ઘેરો પ્રશ્નાર્થ ચિહ્ન હતો, જાણે કોઈએ એના બેંકના જન-ધન ખાતામાં ધાડ મારી અને આખું ખાતું ખાલી કરી મૂક્યું હોય તેવા ભાવ તેના ચહેરા ઉપર આવી ગયા,. એ મજૂર હજુ પણ જવાબ નહોતો આપી રહ્યો એટલે ફરી ધનાભાઇ અકળાઈ ને ખૂબ ગુસ્સામાં આવી ગયા. અને ફરી પૂછવા લાગ્યા..

“અલ્યા ગધેડા તને કહું છું,, જવાબ કેમ નથી આપતો?”

એ મજૂર એ એકજ વાક્ય માં જવાબ આપ્યો.....

“સાબ હિન્દી માલૂમ નહી..”

આ વાક્ય સાંભળી અને ધનાભાઇ બાજુમાંજ દસ ફૂટ ઊંડો ખાડો જોઈ અને એ ખાડા માં કૂદી પડ્યા અને મને કહેવા લાગ્યા...

“સંજય તુમ જલ્દી મેરે ઉપર મિટ્ટી ડાલો”

પછી ધનાભાઇ માથા માં ટપલી મારી અને મને કહેવા લાગ્યા,

“અરે યાર હું તારી સાથે હિન્દી માં શા માટે વાત કરી રહ્યો છું ?,,.

બચારા એ મજૂર ને એ પણ ખબર ન હતી કે અમારા ઈજનેર શ્રી ધનાભાઇ ગુજરાતી માં ભાષણ આપી રહ્યા હતા અને એ એજ ચિંતા માં હતો કે તેને હિન્દી નથી આવડતું.. પછી ખબર પડી કે એ મજૂર મલયાલમ ભાષી હતો..હવે આમાં ધનાભાઇ સો ફૂટ નો ખાડો હોય તોય કુદીજ પડે ને ?.

લગભગ અડધો કલાક હેરાન થયા અને ધનાભાઇ ને ખાડા માંથી બહાર કાઢ્યા...

સમાપ્ત..

લેખક: નીલેશ મુરાણી

મો. 9904510999

email:- nileshmurani@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો