Kashish books and stories free download online pdf in Gujarati

“કશીશ”

“કશીશ”

હું ઘર બહાર નીકળ્યો, અને ઓટલા પર લટકાવેલ હિંચકા પર બેઠો અને રોજની જેમ હિંચકા ખાવા લાગ્યો. હિંચકો પણ રોજની જેમ રૂમની બારી સુધી જઈને પાછો આવી જતો હતો, પણ મને લાગ્યું કે આજે કૈંક ખૂટતું હતું...આજે બારી બંધ હતી..."શોભાઆઆઆઆઆ.... બારી કેમ નથી ખૉલી?" હું ગુસ્સાથી ચિલ્લાયો. પણ શોભાએ મારો અવાજ સાંભળ્યો હોય એવું લાગ્યું નહિ, સારું થયું.. ન જ ખોલેને બારી.. હવે ખુલ્લી બારીમાંથી શું જોવાનું રહી ગયું હતું??

મારી લાડલી કશીશ તો જતી રહી, ત્રણ દિવસ થયે. પાંચ વર્ષની આદત, રૂટિન એમ એક દિવસમાં ભુલાવાનું નથી. બંધ બારી જોઈને મને કશિશ યાદ આવી, ઉદાશી સાથે હું તે બંધ બારીને તાકી રહ્યો.દરરોજ શોભા સવારે વહેલી ઉઠીને મારું ટીફીન બનાવતી, અને મારા ઉઠતા પહેલા તે કશીશના બેડરૂમમાં જઈને પેલી બારી ખોલી નાખતી, કે જેથી હું ઓટલા પર આવીને હિંચકા લેતા બારી માંથી કશીશને જોઈ શકું. પાંચ વર્ષ દરમિયાન શોભાનું પણ રોજનું રૂટીન થઇ ગયું હતું.

શોભા એટલે સાચેજ મારા ઘરની શોભા. જેમ મને કશીશનું મોં જોઈને નોકરી ઉપર જવાની આદત પડી ગઈ હતી એમ શોભાને પણ રોજ સવારે વહેલા એ બારી ખોલી, કશીશના મોં ઉપરથી ધાબળો હટાવતી, અને પછીજ એ રસોડામાં જતી.

કશીશ મારી નાની બહેન નાની એટલે મારા અને કશીશ વચ્ચે અગિયાર વર્ષનો અંતર હતો, કશીશ ચોવીસ વર્ષની થઇ હતી અને હું પાંત્રીસ વર્ષનો, મારા લગ્ન થયા તેને આજે દસ વર્ષ થયા હતા. માં અને બાપુ તો પાંચ વર્ષ પહેલા જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા, અને ત્યારથી કશીશ મારી જવાબદારી. એક આઠ વર્ષનો છોકરો હતો પણ તે તો બે વર્ષથી હોસ્ટેલમાં રહેતો, વેકેશનમાં આવતો તો જાણે ઘરની રોનક ફરી જતી. ક્યારેક બંને નણંદ અને ભાભી વચ્ચે હળવી નોક જોક થતી, તો બંને મારી પાસે મીઠી ફરિયાદો લઇ ને આવતી, શોભાને એટલેજ તો હું મારા ઘરની શોભા કહેતો, અને મારી દરમિયાનગીરી થી બંને નો ઝગડો વણસી પડતો. અને થોડી વારમાં તો એ બંને ફરી રસોડામાં જતી રહેતી અને ફરી એમનો કલબલત ચાલુ થઇ જતો. શોભાએ હમેશા કાશીસ સાથે એક દીકરી જેવોજ વ્યવહાર કર્યો. કશીશ ના ગયા પછી શોભા પણ અંદર થી તૂટી પડી હતી, પણ

કશીશ, મારી ઢીંગલીને પરણાવી અને વિદાઈ આપી તેને આજે ત્રણ દિવસ થયા હતા, હજુ કાલે તો બધા મહેમાનો, નજીકના સગા સંબંધીઓ ગયા, એ લગ્નની તૈયારીનો થાક હજુ ઉતર્યો પણ ન હતો, આજે હું ક-મને ઓફીસ જવા તૈયાર તો થયો, પણ નર્વસ થઇ હીંચકા ઉપર બેઠો, એ બારી ઉપર મારી નજર ખોડાઈ અને હું એ જૂની યાદો માં ખોવાઈ ગયો, મહિના પહેલાનું એ રૂટીન મારી સામે આવ્યું.

***

બે વાર અલાર્મનો અવાજ મારે કાને અફળાયો પણ બંને વાર હું સ્નુજનું બટન દબાવી ધાબળામાં પોઢી ગયો, થોડી ઊંઘ ઉડી હતી અને કુકરની સીટી મારા કાને અફળાયાની સાથે શોભા બેડરૂમમાં આવી અને બબડી ,

“ઓહો આ બંને ભાઈ બહેન કુંભકર્ણ જેવા છે,, એ હેલ્લો ભાવેશ.....ઓ ભાવેશ.” મારીપીઠ પર જોરથી થાપો મારી અને જોરથી ચીટ્યો ભરી .

”આ તારું રોજનું થયું રોજ મોડે સુધી ટીવી જોવાની અને પછી સવારે ઉઠવાના વાંધા, અને પછી કહેશે શોભા મને આજ મોડું થઇ ગયું !!”

શોભાનો હુંફાળો આવાજ અને પીઠ ઉપર માંરેલા થપ્પાના કારણે હું ઉઠી ગયો, અને સીધો વોશ-બેસીન તરફ ગયો, કુકરની બીજી સીટી મારા કાને અફળાઈ, હું બ્રશ કરતા કરતા કિચનમાં ચાલ્યો ગયો શોભાએ લોટવાળા હાથે ગેસ ધીમો કર્યો, કશીશના બેડરૂમ તરફ જતા બબડી

“જોજે એક સીટી બાકી છે, વાગે એટલે ગેસ બંધ કરી દેજે.”

જોકે આતો મારું રોજનું રૂટીન હતું, ક્યારેક રોટલી ઉથલાવવાની હોય તો ક્યારેક ચાય ગરમ કરવાની હોય, એ કશીશના રૂમમાં ત્રણ થી ચાર મિનીટ માટે જાય, ક્યારેક બારી ખોલવા ભૂલી ગઈ હોય તો બહાર નીકળતા મારું મોં બગડી જતું તો એ મલકાતા ચહેરે કશીશના બેડરૂમમાં જતી અને એ બારી ખોલી આવતી સાથે કશીશના મોં ઉપરથી ધાબળો ખેંચી અને કહેતી,,

“લે જોઈલે તારી લાડલી ઢીંગલીનું મોઢું” અને પછી સ્માઈલ કરતા કરતા ગુડબાય કરતી.

અને સાંજે ! સાંજે હું ઓફીસથી ઘરે આવું એટલે દરવાજામાં હજુ પગ પણ ના મુક્યો હોય અને શોભા કંઈ બોલવા જાય તો શોભાને તો કંઈ બોલવાનો મોકો જ નહોતી દેતી એ મારી નટખટ ઢીંગલી,,

“ભાઈ મારા માટે ચોકલેટ લાવ્યા?”

“મારી બુક્સ લાવ્યા?”

“મારા માટે ફલાણું લાવ્યા?” અને શોભા હસતા મોઢે આ બધું જોતી રહેતી, આજે પણ એ ચોવીસની થઇ હતી પણ લાડ કોડ તો બધા નાની ઢીંગલી જેવાજ ને? બસ એટલેજ તેની બધી સરારતો ગમતી.

અને અનાયાસે કશીશ માટે મારા મોઢા માંથી ઢીંગલી નીકળી જતું.

અને જયારે હું કશીશ ને ઢીંગલી કહેતો તો મારા ચશ્માં છુપાવી દેવાની ધમકી આપતી અને એતો પહેલાથી છુપવીજ દીધી હોય, ધમકી તો પછી આપે, અને પાછી સરત પણ રાખતી..

” ભાઈ ચશ્માં આપી દઉં પણ તમે પ્રોમિશ કરો કે આજ પછી મને ઢીંગલી નહી કહો, બોલો છે મંજુર?”

અને બરાબર મારે છાપું વાંચવાનો ટાઈમ હોય ત્યારેજ એ નટખટ આ પ્રકારે નખરા કરતી,

અને હું પણ તે સમયે છાપું વાંચવાની લાલસામાં પ્રોમિશ કરી દેતો, અને હસતા હસતા કહેતો કે.

“પહેલા મારા ચશ્માં આપ પછી પ્રોમિશ કરું,”

પણ એ જાણતી જ હતી કે જેમ પોતે મજાક કરે છે એમ હું પણ મજાકમાં જ પ્રોમિસ કરતો અને ચશ્માં મારા હાથમાં આવી જતા એટલે હું પણ કહેતો,,

“ઢીંગલી. ઢીંગલી. અને હજારવાર ઢીંગલી...બોલ હું તને ઢીંગલી જ કહીશ”

દસ મિનીટ જોઈએ મને છાપું વાંચવા અને એ નટખટ મારી સાથે આવીજ સરારત કરતા અડધો કલાક કાઢી નાખતી.

“હેલ્લો...ઓયે ....હેલ્લો....ભાવેશ..… ઓ ભાવેશ.”

મારી આંખ સામે હાથ હલાવતા શોભાએ મારા વિચારોમાં વિક્ષેપ પાડતા કહ્યું,.

બારી ઉપર થોભી ગયેલી મારી આંખ સામે જોઈ અને થોડી સેકન્ડ માટે શોભાની નજર પણ એ ખુલ્લી બારી ઉપર પડી, અને એ જાણે મારું મન વાંચી ગઈ હોય તેમ બારી પાસે ગઈ અને એ બારીને બંધ કરી નીચે પડેલા જુના સાવરણાનો વાયર ખોલી અને બારીની સ્ટોપરને બહારથી બંધ કરી ઉપર વાયર વીંટતા વીંટતા બોલી.

“ઓહ! તો સાહેબને પરી યાદ આવી!,, આજે જ એ પરીને ફોન કરી અને તારી ફરિયાદ કરું,”

ગળગાળા શ્વરમાં શોભાએ કહ્યું, અને એ હીંચકા ની પાછળ આવી અને મારી પાછળ ઉભી રહી બારી તરફ જોવામાં મને સાથ પુરાવતી એ બોલી,

“પરી નહી કહેવાનું ઢીંગલી કહેવાનું સમજી?” આટલું કહેતા હું રડી પડયો અને શોભાએ મારા ખ્ભાપ્ર હાથ મુક્ત કહ્યું.

“ભાવેશ તું તો ઓફીસ ચાલ્યો જાય છે, માંડ એકાદ બે કલાક કશીશ સાથે વિતાવતો હતો, હું તો એ કોલેજથી પરત આવતી ત્યારથી અને એની ચાગલી ચાગલી વાતો સંભાળતી, શું મને એ ઢીંગલી યાદ નહી આવતી હોય? ”

ઊંડો સ્વાસ લઇ અને એક નિસાસો નાખતા એ ફરી બબડી,

“એક ને એક દિવસ તો એને જવાનું જ હતું તો એ જતી રહી, બસ આપણે આદત પાડવી પડશે,”

અને શોભાની આંખ માંથી આંસુ સરી પડ્યા.

સમાપ્ત..

લેખક :- નીલેશ મુરાણી.

ઈમેઈલ:- nileshmurani@gmail.com

મોબાઈલ:- 9904510999

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED