બ્લેક આઈ - 7 AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ - 7

બ્લેક આઈ 7

આગળ જોયું તેમ અમર અને દ્રષ્ટિ ને વાંચવાનો ગાંડો શોખ હતો. આથી તેઓ ફ્રી ટાઈમ માં લાઇબ્રરી જતા .

અમર ને જે બુક જોતી હોય છે તે દ્રષ્ટિ રીટર્ન કરવા આવેલી હોય છે . આથી અમર તરત જ પાછો ફરે છે અને તે બુક ઈશ્યુ કરાવે છે , ત્યાંથી તેઓ બંને સાથે જ લાઇબ્રરી ના એક ટેબલ પર જઈને બેસે છે અને ધીમે ધીમે વાત કરવાની ચાલુ કરે છે .

અમર : આપણા બંને ની પસંદ મને લાગે ત્યાં સુધી સિમિલર છે .

દ્રષ્ટિ : મને પણ એમ જ લાગે છે , પેલા સેન્ડવિચ અને અત્યારે હવે આ બુક . મને લાગે છે કે હવે આપણે ફ્રેન્ડશીપ કરી લેવી જ જોઈએ .

અમર : મને પણ એમ જ લાગે છે .

અમર અને દ્રષ્ટિ બંને પછી પોતાના નંબર એક્સચેન્જ કરે છે , અને પછી થોડીવાર વાતો કરીને પાછા બુક વાંચવામાં ખોવાય જાય છે .

બુક વાંચવામાં ને વાંચવામાં બંને એટલા તલ્લીન થઇ ગયા કે તેમને ખબર જ ન પડી કે કેટલો ટાઈમ થઇ ગયો , જયારે લાઈબ્રેરિયને આવીને કીધું કે હવે લાઇબ્રરી બંધ કરવાનો ટાઈમ થઇ ગયો છે ત્યારે તે બંને બુક વાંચવામાંથી બહાર નીકળ્યા .

જયારે તેઓ બહાર નીકળ્યા ત્યારે mostoff કોલેજ ખાલી થઇ ગઈ હતી . દ્રષ્ટિ , અમર ને byy કહીને કોલેજ ની બહાર બસસ્ટેન્ડ આવવા નીકળે છે પણ તેને ખબર ન હતી કે બપોર પછી બસ અને રીક્ષા ની સ્ટ્રાઇક છે , આથી તેને અત્યારે કઈ મળશે નહીં .
આ બાજુ અમર ને ડિપાર્ટમેન્ટ માં કામ હોવાથી તે તેના ડિપાર્ટમેન્ટ માં જાય છે . તેને બહાર નીકળતા નીકળતા અડધી કલાક જેવું થઇ ગયું હશે . તે જયારે તેની બાઈક લઈને બહાર નીકળે છે તો જોવે છે કે દ્રષ્ટિ હજુ બસસ્ટેન્ડ પર ઉભી હોય છે , તેની પાસે જઈને કહે છે કે તારી પાસે વિહિકલ નથી ? દ્રષ્ટિ તેને ના પાડે છે .

અમર : તને ખબર નથી ? આજ બપોર પછીથી રિક્ષાવાળા અને બસવાળા ની અચોક્કસ મુદત ની સ્ટ્રાઇક છે .

દ્રષ્ટિ : ના , મને નથી ખબર ( મનમાં હવે શું કરીશ , રૂમ પર કેવી રીતે પોંહચીસ , અમર ને કહું મને મૂકી જાય પણ એમ કેમ કહી શકું હજુ તો અમે આજે જ ફ્રેન્ડ બન્યા અને તેને હજુ હું સરખું ઓળખતી પણ નથી )

દ્રષ્ટિ આવા બધા વિચાર કરતી હોય છે ત્યારે અમર તેને ઘણીવાર બોલાવે છે પણ તેનું ધ્યાન જતું નથી . આથી અમર ચપટી વગાડે છે .

અમર : ઓ હલો મેડમ ક્યાં ખોવાય ગયા , તમને કહું છું .

દ્રષ્ટિ : ક્યાંય નહીં

અમર , દ્રષ્ટિ ના મન ની મુંજવણ સમજી ગયો હોય છે આથી કહે ચાલ હવે સ્પીડ કર મારે ઘર જવાનું મોડું થાય જલ્દી બેસી જા .

દ્રષ્ટિ પહેલા તો કઈ સમજી શકી નહીં આથી બે મિનિટ તો વિચારતા જ ઉભી રહી ગઈ ત્યાં જ તેને લાઈટ થઇ કે અમર તેને લિફ્ટ ઓફર કરે છે પણ તેને સંકોચ થતો હતો કે આમ કેવી રીતે જાવ પણ તેની પાસે બીજો કોઈ ઉપાય ન હોવાથી ચુપચાપ અમર ની બાઈક માં બેસી જાય છે અને વચ્ચે તેનું બેગ રાખી દે છે .

અમર ને આ જોઈને હસવું આવે છે પણ પોતાની હસી કંટ્રોલ કરે છે અને વિચારે છે છોકરી તો ડાહી છે મેં આની સાથે દોસ્તી કરી ને કોઈ ભૂલ નથી કરી , પાછો વિચારે છે મેં આને કેમ લિફ્ટ ઓફર કરી , આજ સુધી મારી પાછળ મમ્મી સિવાય બીજી કોઈ છોકરી ને બેસવા દીધી નથી .

આ બધા વિચાર ખંખેરીને દ્રષ્ટિ ને એડ્રેસ પૂછે છે , અને દ્રષ્ટિ એ બતાવેલા એડ્રેસ સાઈડ ગાડી જવા દે છે .

અમર રસ્તા માં ગાડી ઘણી સાંભળીને ચલાવતો હોય છે અને સ્પીડબ્રેકર માં પણ ગાડી ધીમે જ ચલાવતો હોય છે આથી દ્રષ્ટિ વિચારે છે કે છોકરો ડાહ્યો છે મારી અને આની દોસ્તી જામવાની છે .

બંને રસ્તા માં વાતો નથી કરતા પરંતુ બંને વચ્ચેનું મૌન વાતો કરે છે . આમને આમ તેમનો રસ્તો કપાતો જાય છે અને તેઓ મંઝિલ તરફ આગળ વધતા જાય છે . ત્યાં જ દ્રષ્ટિ નો રૂમ આવી જાય છે અને અમર તેને મૂકી ને નીકળી જાય છે , દ્રષ્ટિ પાછી વાળીને જોવે છે ત્યાં તો અમર ચાલ્યો ગયો હોય છે . દ્રષ્ટિ ને એક અલગ જ પ્રકાર ની ફીલિંગ આવે છે તે પણ થોડી થોડી મુસ્કાન સાથે પોતાના રૂમ તરફ ડગલાં માંડે છે .

અમર અને દ્રષ્ટિ ની દોસ્તી કેવો રંગ લાવે છે તે જોવા માટે વાંચતા રહો બ્લેક આઈ .