જનખાનો ઝાકળ vipul parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

શ્રેણી
શેયર કરો

જનખાનો ઝાકળ

           શહેરની ભાગમભાગમાં અને ઝાંખમઝાખમાં મારી નજર ક્યારેય અમીરો પર પડેલી પણ એક એવા અમીર પર જરૂર અટકેલી. નામ તો પહેલા નહતું જાણ્યું, કેમકે મારી એની સાથે કોઈ જ વખત થઈ ન હતી છતાં એના અકસ્માત પછી નામને તેની કુંડલી જાણવાનો મોકો પણ બહું આગ્રહ કરેલો ત્યારે માંડમાંડ થોડું ઘણું જાણી શકેલો.
           મારે રોજ બસ સ્ટેન્ડ આવવું એ નિત્યક્રમ હતો અને એનો રોજનો લારી લઈને જવાનો. એને જોતા લાગે નહિ કે અમીર હશે પણ મારી નજરે  તો અમીરનો અમીર ખરો જ.  અમીરો પાસે ધનપ્રેમ ઘણો જોયેલો પણ આ અમીર પાસે માતૃપ્રેમ ઘણો ભરેલો હતો એમાંય મનેય એના પ્રેમની થોડી છાંટ મારાય ઉરમાં ઉતરેલી એ વાત હું કબુલું છું.
         વાત એમ હતી કે મારે બસસ્ટેન્ડમાં ઊભા રહેવું અને એને લારી લઈને જવું એ દિવસે નજર એક થયેલી. એણે મને સ્મિત આપ્યું પણ અજાણ્યા માણસને સ્મિત આપવું પહેલા તો મને સ્મિત આપવું પહેલા તો મને અયોગ્ય લાગ્યું એટલે હું જોતો જ રહ્યો.આમને આમ પાંચેક દિવસ સુધી એણે મને એ ધાર્યું સ્મિત આપેલું એમાં મારાથી એકાદવાર સ્મિત અપાઈ ગયેલું તેથી એણે માથું હલાવી મારા સ્મિતને વધાવેલુ. ઘણાં દિવસો સુધી ચાલ્યું એમાં સ્મિત પણ નિત્યક્રમ બની ગયું.
        એમાં થોડા દિવસ મિની વૅકેશન હોવાથી અમારા નિત્યક્રમમાં ખલેલ પડી પણ નિત્યક્રમ ફરી આગળ ચાલશે એતો  હું પણ નહોતો જાણતો અને નસીબ જોગે બન્યું પણ એવું જ. પહેલા તો મને એમ લાગ્યું કે એણે કદાચ ટાઈમ બદલ્યો હશે. ચાર દિવસ વીતેલા ત્યાં સુધી નજરે નહતો આવ્યો એટલે મારે એના વિશે રોજ ચા પીતો એ કાકાને પૂછવાની ઈચ્છા થયેલી.
         ઈલાયચી મિશ્રિત ચા પીતા પીતા મારાથી કાકાને પુછાય ગયું. કાકા, પેલો લારીવાળો ભાઈ હવે કેમ દેખાતો નથી? શું એણે આવવા જવાનો ટાઈમ બદલ્યો કે રસ્તો બદલ્યો કે શું? કાકા મારા સળંગ પ્રશ્નો સાંભળીને મારા પ્રશ્નાર્થ ચિહ્નસમાં ચહેરાને તાકી રહયા.મેં જોયું તો એમના  સ્ટવ પર ઉકળતી ચા ઉકળતી ઉકળતી નીચે ફેલાય રહી હતી. મેં સ્ટવ બંધ કરવા જણાવ્યું. મને નવાઈ લાગી કે આવા એક સામાન્ય લારીવાળાની વાત કરતા કાકાએ કેમ આવું વર્તન કર્યું હશે? શું એ લારીવાળો કઈક ખરાબ માણસ તો નહીં હોય?એવા મારા મસ્તિકમા  સવાલ ઉઠયા પણ સવાલને ધ્યાને ન લેતા કાકાની તરફ નજર નાખતા કાકાની જીર્ણ આંખોમાં શ્વેતબિંદુ સમાન ભિનાશને મેં પારખી પણ મારે એના વિશે જાણવું હોવાથી મેં ફરી પૂછ્યું, કાકા,જણાવોને. તેમ છતાં મનુકાકાએ મને પ્રશ્ન કર્યો કે જનખા વિશે જાણી તું શું કરીશ ? કાકા મને તું કહેતા.એ મારા કહેવાથી જ કહેતા કેમકે એ મને માન આપે તો સારું ન કહેવાય.એમ હું માનતો હતો અને મારા બાપથીય મોટી ઉંમરવાળા એટલે મેં ના પાડેલી. આ વાત તો બાજુની છે પણ મારો આગ્રહ હોવાથી મનુકાકાએ મને ફુરસદે જણાવા કહ્યું.
          આ અધીરાઈ એટલી હદે વધી ગયેલી કે જ્યારે મનુકાકાએ ફુરસદમાં જણાવે તેમ મને લાગ્યું નહિ એટલે મેં બીજે દિવસે જ પ્રયત્ન કરતા એ જ વાત કરવા લાગ્યો. આમ મનુકાકાએ મને કહેવા લાગ્યા, કેમ ફરી એની એ જ વાત ઉપાડે છે. "એ તો બિચારો ઘણાં દિવસોથી પોઠયો છે અને હવે એની ક્યારેય સવાર થવાની નથી." હું સમજી ગયો પણ મને એનામાં રસ હોય એમ મનુકાકાને  લાગ્યું એટલે મને કહેવા કદાચ પ્રેરાયા હશે?
        મનુકાકાએ લારીવાળાનુ નામ પહેલા કહેલું એ જ જનખો.આમ તો મનેય નહતી ખબર કે એ ક્યાંનો છે ને કોનો છે.