સફળતાનો ગુરુમંત્ર - સમયપાલન Patel Vinaykumar I દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફળતાનો ગુરુમંત્ર - સમયપાલન

સફળતાનો ગુરુમંત્ર - સમયપાલન

                    જીવનમાં અમુક ગુણો એવા છે કે જે લાગે નાના પણ તેની અસર જીવન પર, જીવનમાં મળતી સફળતામાં અને જીવન વિકાસમાં જોવા મળે છે. આ દુનિયામાં આપણો જન્મ સફળ થવા માટે થયો છે. જો આપણે સફળતા મેળવવી હોય તો નાના નાના ગુણો જીવનમાં આત્મસાત કરવા પડે છે જેનાથી આપણે મોટી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આવો જ એક ગુણ છે સમયપાલન. જે આપણી સફળતામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
                    આજના યુગમાં સમયની બહું જ કિંમત છે કોઈ પણ કાયો ચોક્કસ સમય હોય છે અને તેને તે સમયે જ પૂરું કરવાથી સફળતા મળે છે. આપણા વ્યવહારિક જીવનથી લઈને આપણા નોકરી - ધંધાના કામમાં દરેક જગ્યાએ સમયપાલન અગત્યનો ભાગ ભજવે છે અને સમયપાલન થકી જ આગળ વધી શકાય છે. અંગ્રેજીમાં કહેવત છે કે "WORK WHILE YOU WORK AND PLAY WHILE YOU PLAY" એટલે કે આપણા જીવનમાં દરેક કાર્ય કરવાનો સમય પહેલેથી નિશ્ચિત હોવો જોઈએ. ઈતિહાસમાં નજર કરીએ તો આપણને સમજાશે કે સમયપાલન થકી જ કેટલાય મહાપુરુષોએ ધારી સફળતા મેળવી છે અને પોતાના નિશ્ચયને પાર પાડ્યાં છે. સમયપાલન થકી વ્યક્તિની કતુૅત્વશક્તિ વધે છે તેમ જ મન અને બુદ્ધિની ક્ષમતાઓ વધે છે. આમ સમયપાલન વ્યક્તિની સફળતાનો આધાર છે.
                        કોઈપણ ગુણ જીવનમાં એમ જ નથી આવી જતો પણ તેને આત્મસાત કરવો પડે છે તેવી જ રીતે સમયપાલનને જીવનમાં કેવી રીતે લાવી શકાય તેના માટે સમયનું મહત્વ પહેલાં સમજવું જરૂરી બને છે. આપણું જીવન સમયનું બનેલું છે. પળ-પળ આપણે મૃત્યું તરફ ધકેલાઈ રહ્યાં છીએ. જેથી કરીને આપણે સમયને કદી વેડફવો ના જોઈએ. તમારે એક મિનિટની કિંમત સમજવી હોય તો જેની બસ કે ટ્રેન છુટી ગઈ છે તેને પૂછો. એક કલાક પરિક્ષામાં લેટ પડવાને લીધે જેને આખું વરસ બેસી રહેવું પડ્યું હોય તેને કલાકનું મહત્વ સમજાય છે.આપણે આ નાનકડાં જીવનમાં જો ઘણુ બધુ પ્રાપ્ત કરવું હશે તો સમયનું મહત્વ સમજી યોગ્ય દિશામાં તેને વાપરવો પડશે. માણસે પોતાના સપનાઓ, ધ્યેયોને મેળવવા માટે સમયનું મહત્ત્વ ખબર હોવી જોઈએ તો જ ધારી સફળતા મેળવી શકાય છે.
                        સમયનું મહત્વ સમજ્યા પછી સમયનું આયોજન કરવુ જોઈએ. આપણે કામને અનુલક્ષીને અગ્રિમતા અનુસાર દરેક કાર્યને સમય આપવો જોઈએ. માણસે પોતાના કુટુંબ માટે તેમજ પોતાના જીવનવિકાસ માટે પણ સમય ફાળવવો જોઈએ. સમયના યોગ્ય આયોજન થકી માણસ દરેક કાર્યને અનુસાર ઢળતો જાય છે તેમજ માણસની આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે.
                          સમયનું આયોજન કયાૅ પછી તે આયોજનને વળગી રહેવું પણ જરૂરી હોય છે. પોતાની ધારેલી સફળતા મેળવવા માટે દ્રઢતાથી માણસે પોતાના કાયૅને ન્યાય આપવો પડે છે. કાન્ટ નામના પાશ્ચાત્ય તત્ત્વચિંતક સમયના એટલા બધા હિમાયતી હતા કે તેઓ જ્યારે રસ્તા પરથી નિકળતા ત્યારે તેમને જોઈને લોકો પોતાની ઘડિયાળનો સમય સેટ કરતાં કે અત્યારે આટલા વાગ્યા છે. આવો અભિગમ જો કોઈ માણસ કેળવે તો તેને સફળ થતાં કોઈ રોકી શકે નહીં.
                        જીવનમાં સમયપાલન કેળવવા માટે સૌથી પહેલાં સમયનું મહત્વ સમજવું પડે છે પછી સમયનું આયોજન અને તે આયોજનનો દ્રઢતાથી અમલ કરવામાં આવે તો અવશ્ય સફળતા મેળવી શકાય છે. સમયપાલનનું જો કોઈ ચોક્કસ ઉદાહરણ લેવું હોય તો તે સૂર્ય છે. જે નિશ્ચિત કરેલ સૂર્યોદયના સમયે સૃષ્ટિ પર આવે છે ઘડિયાળ જોઈને સૂર્ય નથી ઊગતો પણ સૂર્યને જોઈને આપણે દિનચર્યા શરુ કરીએ છીએ. આપણે પણ જો ચોક્કસ ધ્યેય બનાવીએ અને સમયપાલન અને મહેનત થકી જીવનમાં ધારી સફળતા મેળવીએ.