હેશટેગ લવ - ભાગ -૧૫ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેશટેગ લવ - ભાગ -૧૫

'હેશટેગ લવ" ભાગ-૧૫

હોટેલના પગથિયાં ચઢતાં મારા પગ કમ્પી રહ્યાં હતાં. જાણે મારું શરીર મને પાછા વળવા માટે કહી રહ્યું હોય. પણ હું અજયનો હાથ પકડી હોટલના રૂમ સુધી પહોંચી ગઈ. રૂમમાં પ્રવેશતાં અજયે દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું રૂમમાં રહેલા બેડ પાસે જઈને ઊભી રહી ગઈ. અજય દરવાજો બંધ કરી મારી નજીક આવી ઉભો રહી ગયો. તેના હાથ મારા ખભા ઉપર ગોઠવાઈ ગયા. મારા ચહેરા ઉપર ડરની સાથે શરમ પણ ફરી વળી. શરમથી ઝુકેલી મારી ડોકને એક હાથથી ઊંચી કરતાં અજયે કહ્યું :
"આજે તને પહેલી વાર આટલી શરમાતા જોઈ રહ્યો છું."
હું કઈ બોલી ના શકી પણ અજયના આવા પ્રેમ ભરેલા શબ્દો સાંભળી હું એને વળગી ગઈ. અજય પણ જાણે એ સમયની રાહ જોઈ રહ્યો હોય તેમ પોતાના બાહુપાશમાં મને બરાબર જકડી લીધી. અને મારી પીઠ ઉપર હાથ ફેરવવા લાગ્યો.  અજયનો સ્પર્શ મને રોમાંચિત કરી રહ્યો હતો. મેં હળવા સ્વરે કહ્યું :
"વાતો કરવા માટે આવ્યો છું કે આ બધું ?"
એને વધુ જોરથી પોતાના શરીર સાથે મને ભીંસતા કહ્યું :
"આજે તો આખો દિવસ છે, વાતો કરવા માટે, કેટલા દિવસ થઈ ગયા તારી સાથે આ રીતે સમય વિતાવતા, આજે મોકો મળ્યો છે તો એમ નહિ જવા દઉં."
એના હાથને મારી પીઠ પરથી હળવેથી છૂટા કરી હું બેડ ઉપર બેસી ગઈ.
અજય વોશરૂમ તરફ ગયો. બેડની બાજુમાં જ અરીસો લગાવેલો હતો. એ તરફ જોઈ મેં વાળ અને દુપટ્ટાને સરખા કર્યા. અજય દસ મિનિટ પછી વોશરૂમ માંથી બહાર આવ્યો. એના શરીર ઉપર પરસેવો વળી ગયો હતો. બેડની બાજુમાં જ રહેલાં સ્વીચ બોર્ડના રેગ્યુલેટર માંથી મેં પંખાની ઝડપ વધારી. બેડ પાસે આવતા અજય મારી બાજુમાં જ સુઈ ગયો. મેં તેના તરફ નજર કરી અને કહ્યું :
"થાક લાગ્યો છે ને ? આખી રાતનું ટ્રાવેલિંગ થયું છે તો થાક્યો જ હોઈશ."
"હા, થોડો લાગ્યો છે, પણ તું આવી ગઈ એટલે મારો બધો થાક ઉતરી ગયો." મારા તરફ મોઢું કરતા અજયે કહ્યું.
બેઠા બેઠા અજયના વાળમાં હું મારો હાથ ફેરવતી રહી. અજય આંખ બંધ કરી ને સુઈ રહ્યો હતો. અચાનક એને મારા હાથને પકડી લીધા. મેં પૂછ્યું :
"શું થયું ?"
એણે જવાબ આપ્યો :
"કઈ નથી થયું, પણ તું જો આ રીતે માથામાં હાથ ફેરવતી રહીશ તો મને ઊંઘ આવી જશે. અને મારે સૂવું નથી."
"થાક લાગ્યો હોય તો સુઈ જા થોડીવાર." એના હાથને મારા હાથેથી હટાવી પાછો માથામાં હાથ ફેરવતાં કહ્યું.
"મુંબઈથી અહીંયા સુવા માટે નથી આવ્યો."
મારા હાથમાં પાછો એનો હાથ મુકતા અજયે કહ્યું.
"તો શું કામ આવ્યો ?" થોડા મસ્તી ભર્યા અવાજે હું બોલી.
એને મારા બન્ને હાથને પકડી એની ઉપર જ મને ખેંચી લીધી. એક હાથને મારા માથા પાછળ લઈ જઈ મારા ચહેરાને એના ચહેરા નજીક લાવતાં એને કહ્યું : 
"પ્રેમ કરવા"
મારી આંખો શરમથી ઝૂકી ગઈ. પણ અજયે પોતાના હોઠને મારા હોઠ ઉપર ટેકવી દીધા. તેનો એક હાથ મારા પીઠ ઉપર પહોંચી ગયો. હું પણ તેને સમર્થન આપવા લાગી.
બેન્ડસ્ટેન્ડ પર થતી ક્રિયાઓ હવે બંધ રૂમમાં થવા લાગી. અજય પણ જાણે બધું જ ભાન ભુલ્યો હોય તેમ મારા શરીરના દરેક અંગને સ્પર્શી રહ્યો હતો. હું પણ તેને રોકી ના શકી. આજે તો કોઈની શરમ પણ નહોતી. ના કોઈના જોવાનો ડર. મને પણ અજયનો સ્પર્શ આકર્ષી રહ્યો હતો. એક પછી એક અજય મારા વસ્ત્રોને ઉતારતો રહ્યો તો પણ મારી એને રોકવાની હિંમત થઈ નહિ. પહેલીવાર જ્યારે અજય સંબંધ બનાવવાની માંગણી કરી હતી અને ત્યારે મારી ના એ ઘણાં દિવસ સુધી અમારી વચ્ચે અબોલા રહ્યાં હતાં અને હવે હું અજય નારાજ થાય એમ નહોતી ઇચ્છતી. મેં તો અજયને ત્યારે જ આ શરીર સોંપી દેવાનું નક્કી કર્યું હતું. પણ એને આપેલા વચનના કારણે હું કઈ કહી શકી નહોતી. અજય પણ એને આપેલું વચન વાસનાના આવેગોમાં ઓગાળી ને પી ગયો. એક પછી એક મારા વસ્ત્રો ઉતારી અજયે મને નિર્વસ્ત્ર કરી નાખી. કપાળ થી લઈ પગની પાની સુધીના મારા શરીરને અજય પોતાના હોઠોથી ચૂમી રહ્યો હતો. એની ચૂમીઓ અને સ્પર્શ મને મદહોશ કરવા લાગ્યો. જીવનમાં પ્રથમ વખત થયેલા શરીર સુખના અનુભવને વર્ણવવો મુશ્કેલ હતો પરંતુ જે કંઈપણ થઈ રહ્યું હતું એ સાચું છે કે ખોટું એની પરવા કર્યા વગર મારી જાત મેં અજયને સમર્પિત કરી દીધી. મને અજય પર થયેલા અતૂટ વિશ્વાસના કારણે.
 આજ પહેલાં શરીર સુખ વિશે ઘણું સાંભળ્યું હતું. સુસ્મિતાના બેડ નીચેથી મળેલા પુસ્તકો વાંચી ઘણું ખરું હું જાણી શકી હતી. પણ આજે આ અનુભવનો સાક્ષાત્કાર થયો. મારુ રોમ રોમ રોમાંચિત થઈ ઉઠ્યું હતું. હું જાણે કોઈ અલૌકિક દુનિયાની સફર માણી અને પાછી આવી હોય એવો સુખદ અનુભવ થયો. પ્રથમ વખતમાં પીડા પણ થઈ. પણ અજયના સ્પર્શમાં, એના ચુંબનોમાં એવો જાદુ હતો કે એ પીડા પણ ભુલાઈ ગઈ.
સાંજ થતા સુધી બંધ રૂમમાં જ હું અને અજય પ્રેમલાપ કરતાં રહ્યાં. એ સમયે તો એમ પણ થઈ ગયું કે અજયને ઘરે મમ્મી પપ્પાને મળાવી લગ્નની વાત કરી દઉં. પણ ઓચિંતું આમ કરવું મને જ તકલીફ આપશે. યોગ્ય સમય આવશે ત્યારે જણાવીશ એમ નક્કી કરી લીધું. અજયની બાહોમાં વીંટળાઈને તેને પૂછી પણ લેતી :
"અજય, તું મને ક્યારેય છોડી તો નહિ દે ને ?"
અજય મારા કપાળ ઉપર ચુંબન આપતાં કહેતો :
"તને છોડવા માટે પ્રેમ નથી કર્યો."
અજય જ્યારે આ શબ્દો કહેતો ત્યારે મને તેના ઉપર અપાર પ્રેમ ઉભરી આવતો. મારી બાહોમાં ભરી એને ચૂમી લેતી. ત્યારે અજય ઉપર મને પૂર્ણ વિશ્વાસ થઈ ચૂક્યો હતો. અજયના છોડી દેવાના વિચારથી જ કંઈક કંઈક થઈ જતું. પણ મને વિશ્વાસ હતો કે અજય ક્યારેય મારો સાથ નહિ છોડે.
અજય રાત્રે દસ વાગ્યાની ટ્રેનમાં મુંબઈ પાછો જવાનો હતો. સાંજ થવા આવતાં મેં પણ ઘરે જવા માટે અજયને કહ્યું. થોડીવાર થોડીવાર કરીને બીજો એક કલાક એને પોતાની પાસે જ મને બેસાડી રાખી. હવે તો અંધારું પણ ફરી વળ્યું. પપ્પા પણ ઘરે આવી ગયા હશે. એ લોકો મારી ચિંતા કરતાં હશે એટલે મેં ભાર પૂર્વક અજયને ઘરે જવા માટે કહ્યું. આ વખતે એને મને રોકી નહિ. પણ પોતે આજે રાતની બદલે આવતી કાલે નીકળશે એમ જણાવ્યું. અને સાથે આવતી કાલે ફરી મળવાનું પણ જણાવ્યું. બેડમાંથી ઊભા થઈ મેં કપડાં પહેર્યા, પર્સમાંથી કાંસકો કાઢી વાળ સરખાં કરી હું અને અજય સાથે જ નીચે ઉતર્યા. રિક્ષામાં હું ઘરે જવા રવાના થઈ.
ઘરે પહોંચી ત્યારે મમ્મી પપ્પા મારી રાહ જોઈને જ બેસી રહ્યાં હતાં. મને મોડું થવાનું કારણ પણ પૂછ્યું. મેં બહાનું કાઢી અને એમને સમજાવી દીધા. એ માની પણ ગયા. શરીર થોડું દુઃખી રહ્યું હતું. એટલે જમીને સીધી રૂમમાં ચાલી ગઈ. રાત્રે સૂતા પહેલાં પણ અજય સાથે વિતાવેલો આજનો દિવસ આંખો સામે જ દેખાવવા લાગ્યો. મારી રૂમના બેડમાં પણ હું અજયને શોધવા લાગી. પણ આ મુલાકાત હજુ આવતી કાલે પણ થવાની જ છે એ વાતથી મનોમન ખુશ થતા સુઈ ગઈ.
બીજા દિવસે પણ ઘરે ખોટું બહાનું કાઢી અજયને મળવા પહોંચી. બંધ રૂમમાં એ રીતે જ આખો દિવસ પ્રેમલાપ કરતાં રહ્યાં. ભૂખ પેટની નહોતી પણ શરીરની હતી. આખો દિવસ એકબીજામાં ઓતપ્રોત થઈ ક્યારે પસાર થઈ ગયો એ ખબર જ ના રહી. બસ મને અજયની બાહોમાં, એની સાથે આ રીતે પ્રેમમાં ડૂબી રહેવું  ગમતું. 
સાંજે અજયને છોડીને જવાનું મન નહોતું. અજય રાતની ટ્રેનમાં નીકળી જવાનો હતો. હવે મુંબઈમાં જ મળીશું એમ નક્કી કરી હું ઘરે જવા નીકળી.
                     ************
આ ઘટનાને હું મારી ભૂલ કહું, મારી મૂર્ખામી કે મારું ભોળપણ એ આજે પણ સમજી નથી શકતી. પણ એ મારી ભૂલ જ છે. એ સ્વિકારવું રહ્યું.  અને આ ભૂલ એકવાર નહિ બે દિવસમાં બે વખત થઈ ગઈ. અજય ઉપર આંધળો વિશ્વાસ મૂકી મારી જાત એને સોંપી દીધી. હજુ તો મુંબઈની હવે પછીની મુલાકાતો તો બાકી જ છે. એકવાર શરીર સુખ માણ્યા બાદ બીજીવાર ક્યાં એના વિના રહી શકાય છે ? અને એટલે જ તો પહેલાં દિવસે મળ્યા બાદ બીજા દિવસે પણ હું એને મળવા ચાલી ગઈ. પહેલાં અજયના પ્રેમનું આકર્ષણ હતું. અને હવે એના શરીરનું પણ. મમ્મી પપ્પા સામે જુઠ્ઠું બોલતા થઈ ગઈ. ખોટા બહાના કાઢતાં થઈ ગઈ. હું સમજતી હતી કે મમ્મી પપ્પાને હું છેતરી રહી છું. પણ એમને તો મારા ઉપર વિશ્વાસ હતો. અને એટલે જ એ મારી દરેક વાત માની લેતા. પણ હું તેમના વિશ્વાસનો ફાયફો જ ઉઠાવતી રહી. ઉંમર જ એવી હતી. અઢારની ઉંમર વટાવ્યા બાદ આકર્ષણને પ્રેમ માની બેસીએ છીએ. કદાચ હું પણ એમાની જ એક હતી. અજયના વિશે ના કઈ ઝાઝું જાણ્યું, ના એને કઈ પૂછ્યું. બસ એ મળી ગયો એ ખુશીમાં મારુ સર્વસ્વ એને સોંપી બેઠી.
                           ************ 
વેકેશન પૂરું થયું. અને હું મુંબઈ આવી ગઈ. અજય સાથે બંધાયેલા સંબંધની મેં કોઈને વાત કરી નહિ. પણ એ વાતની મનોમન ખુશી હતી. હવે તો મારા શરીરને પણ અજયના શરીરની આદત પડી ગઈ હોય એમ લાગવા લાગતું. બેન્ડસ્ટેન્ડની મુલાકાતો અમારી બંધ થઈ ગઈ. કારણ કે હવે હું અને અજય હોટેલની રૂમમાં જ મળવા લાગ્યા. કૉલેજથી અજયના સ્કૂટર પાછળ બેસી અમે સીધા કોઈ હોટેલની રૂમમાં જ ચાલ્યા જતાં. સાંજ સુધી નિર્વસ્ત્ર થઈ પ્રેમલાપ કરતાં રહેતા.
અમારી વચ્ચે જે કઈ પણ બનતું એ હું મારી ડાયરીમાં નોંધતી. અઠવાડિયામાં એક દિવસ અજયને મળવાનું થતું. પણ બાકીના દિવસો પસાર કરવા મુશ્કેલ થઈ જતા. સુસ્મિતા સાથે થોડી વાતો શૅર કરવા લાગી હતી. અને એટલે જ એની પાસેથી પુસ્તકો વાંચવા મળતાં. અભ્યાસક્રમના પુસ્તકો તો ક્યારેક જ વાંચવાનું મન થાય પણ સેક્સને લગતાં પુસ્તકો મારો રસનો વિષય બની ગયો હતો. 
સુસ્મિતા અને હું ક્યારેક ક્યારેક બહાર સાથે નીકળતા. એને પણ હવે મારી સાથે સારું ફાવતું. પોતાની કેટલીક વાતો એ મારી સાથે વહેંચતી. એ પણ કોઈના પ્રેમમાં હતી. તેને પણ પોતાનું શરીર એ વ્યક્તિને ઘણીવાર સોંપ્યું હતું. એ લોકો પણ એકબીજાને હોટેલમાં મળતાં. પણ એ જ્યારે વાતો કરતી ત્યારે એના ચહેરા ઉપર ખુશી નહોતી દેખાતી. જે મારી વાતોમાં હતી. જાણે એ કોઈ વાત મારાથી છુપાવી રહી હોય એમ લાગતું. ઘણીવાર મેં એને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ દર વખતે એ "કઈ નહીં" કહી ને વાત બદલી નાખતી. પણ મને એની આંખોમાં એક છૂપું દર્દ દેખાતું હતું.

(કાવ્યા જે કરી રહી છે તે યોગ્ય છે ? શું અજય કાવ્યનો ફાયદો જ ઉઠાવી રહ્યો હતો ? સુસ્મિતા ક્યાં દર્દથી પીડાતી હતી ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના રોમાંચક પ્રકરણો.)
લે. નીરવ પટેલ "શ્યામ"