એક હતી સંધ્યા - 5 Vijay Varagiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી સંધ્યા - 5

            પ્રકરણ- ૫ હું,આકાશ અને શિમલા



વર્ષ ૧૯૯૦, ૩૧ ડિસેમ્બરની રાત જયારે આખી દુનિયા નવા વર્ષને વધાવવા થનગનતી હતી ત્યારે હું અને આકાશ દુનિયાને ભૂલી એકબીજામાં સમાવવા, એકબીજાને પામવા મથી રહ્યા હતા. છેવટે બે શરીર એક થઇ ગયા.


શિમલાની આ ઠંડી રાત મારા જીવનમાં નવો અહેસાસ લઇ આવી. શિમલામાં સ્નોફોલ ચાલી રહ્યો હતો કાતિલ ઠંડીથી બચવા એકબીજાના શરીરની ગરમી સિવાય અમારા પાસે કોઈજ વિકલ્પ રહ્યો ના હતો. બધુંજ જાણે કોઈ ફિલ્મની વાર્તા જેવું ઘટી ગયું.


નવા વર્ષની પૂર્વ સંધ્યાની પાર્ટી ચાલી રહી હતી. માઉન્ટેન પર વસેલા શિમલા શહેરમાં ફાઈવસ્ટાર કહી શકાય તેવી કોઈજ હોટેલ ના હતી. સ્નોફોલનો અણસાર ના હોવાથી અમે જે હોટેલમાં રોકાયા હતા તે હોટેલ બહાર ખુલ્લામાં મ્યુઝિક પાર્ટી ઓર્ગેનાઈઝ કરાઈ હતી. વર્ષ વિદાયની અંતિમ ક્ષણો ચાલી રહી હતી. ફિલ્મી મ્યુઝિકના તાલે કોલેજીયનો ઝૂમી રહ્યા હતા. નાનકડા શિમલા શહેરને રોશનીથી સજાવી નાખ્યું હતું. ધબકતા યુવા હૈયાઓ વચ્ચે હું એકલી ગુમસુમ દૂર ઉભી નાચતા સૌને જોઈ રહી. મારી સહેલી પૂજા ડાન્સ કરી રહી હતી તેમજ ડાન્સ માટે મને ફોર્સ પણ કર્યો પરંતુ મારા મનને નિર્દોષ આનંદ લૂંટવાથી પણ કંઈક વધુ જોઈતું હતું.


ડ્રાય સ્ટેટ ગુજરાતમાંથી આવેલા અમારા કોલેજીયન સાથીઓએ ચિક્કાર દારૂનો નશો કર્યો હતો. સૌના મન પર યૌવન અને શરાબનો નશો સવાર હતો. હું અહીંની ઘાટીઓ અને  ગ્રીનવેલીથી આર્કષાઇને જ શિમલા આવી હતી પરંતુ કુદરતી સૌંદર્યનો આનંદ લૂંટવાનો હજુ મને મોકો મળ્યો ના હતો. મને મ્યુઝિક પાર્ટીમાં જરા પણ રસ ના રહેતા હું ત્યાંથી માર્કેટ તરફ ચાલી. માલરોડ પર રોશનીનો જગમગાટ છવાયો હતો. મારે શોપિંગ કરવું ના હતું છતાં મારા પગ મને માલ રોડ તરફ લઇ ચાલ્યા. ભીડથી ભરેલા માલ રોડ પર એક બેન્ચ પર મને જાણીતો ચહેરો નજરે ચડ્યો. આ ભરચક માર્કેટમાં તે એકલો બેઠો મને દેખાયો. તે આકાશ હતો અમારા ગ્રુપમાનો એક.  હું તેની પાસે જઈ ચડી.


"કેન આઈ સીટ હીઅર?" --- મેં તેની પાસે જઈ પૂછ્યું.


''અફકોર્સ''-. મારા સામે નજર કર્યા વગર જ તે બોલી ગયો.


''કોલેજ ટુરમાં સૌ સ્ટુડન્ટ એન્જોય કરવા જતા હોય છે, એકલાજ બેસી રહેવું હોય તો શિમલા શા માટે આવ્યા?''- હું તેની પાસે બેઠક જમાવતા બોલી.


"એકલાતો તમે પણ છો? તમે પણ કોલેજ ટુરમાં જ છો ને?" - તેને મારા પર પહેલીજ વાર નજર કરી.


"હું તો પહેલાથીજ એકલી છું. પણ હું કોલેજમાં જોઉં છું રિના અને તમારો સથવારો."


થોડીવાર સુધી એ કશુંજ ના બોલ્યો.


"અને આજે અહીં રિના તમારી સાથે નથી. બલ્કે તેણીને નવો સાથી મળી ગયો છે. એ પણ જોયું મેં."


"બસ આ જ વાત નો ગમ છે."- એ ઊંડા નિસાસા સાથે બોલ્યો.


"જેને તમારી લાગણીની કદર પણ નથી એવા વ્યકતિની  યાદો સાથે શિમલા જેવા રોમેન્ટિક સ્થળ પર તમે આ દિવસો પસાર તો કરી નાખશો પણ આ સ્થળનો આંનદ ના લૂંટી શકવાનો વસવસો તમને હમેશ માટે રહી જશે." 


"ઓકે તો મારે શું કરવું જોઈએ?"


"જાઓ તમારા ફ્રેન્ડ્સ સાથે  ન્યૂ યર પાર્ટી એન્જોય કરો."


"મારા માટે હાલ શક્ય નથી."


"સારું તો જેવી તમારી મરજી." -આટલું બોલી હું ચાલતી થઇ.


"તમે પણ છોડી જતા રહેશો?"--- તેના અવાજમાં ભારોભાર ગમગીની છવાયેલી હતી.


"તમે પણ છોડી જતા રહેશો?" આ સવાલનો મારી પાસે કોઈજ જવાબ ના હતો યંત્રવત મારા પગ થંભી ગયા અને હું આકાશ પાસે ફરી બેસી ગઈ.


એ પળ અમારી દોસ્તીની શરૂઆત હતી બનેએ કશું પણ કહ્યા વગર એકબીજાનું સાનિધ્ય સ્વીકારી લીધું. એ સાંજે અમે બહુ ફર્યા શિમલા ની એક-એક ગલી, ખૂણો ખૂંદી વર્યા. પણ અમારી ક્ષણભંગુર ફ્રેન્ડશીપનું બાળમરણ થતા એક નવોજ રિલેશન અમારા બને વચ્ચે સ્થપાયો.


શિમલામાં સ્કેન્ડલ પોઇન્ટ લવ પોઇન્ટ તરીકે પણ ફેમસ છે રાતના ૧૨ વાગ્યા પછી પણ અહીં ન્યુ યર સેલીબ્રેશન ચાલુ હતું. અને ત્યારે જ અચાનક સ્નોફોલ શરુ થયું. સ્નોફોલમાં હું અને આકાશ એકબીજાનો હાથ પકડી ઘૂમી રહ્યા હતા. અમારી સાથે ઘણા કપલ પણ સ્નોફોલની મજા માણી રહ્યા હતા. જયારે બરફવર્ષાની તીવ્રતા વધી ત્યારે અમને ઠંડી અનુભવાઈ, થોડીવાર પહેલા લોકોથી ઉભરાતું સ્કેન્ડલ પોઇન્ટ ખાલી થઇ પડ્યું. 


અમારી હોટેલ દૂર હતી અમે આસપાસ સુરક્ષિત જગ્યા શોધવા મંડ્યા. સકેન્ડલ પોઇન્ટ નજીકની હોટેલો પણ ફૂલ હતી અમારે રાત ગાળવા રૂમ જોઈતો હતો. અમે અમારી હોટેલ શોધતા દૂર નીકળી ગયા લગભગ શિમલાની બહાર જ. અમને ખ્યાલ ના હતો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ.


અમે માનવ વસ્તીથી પણ દૂર નીકળી ગયા. અને દૂર એક ચર્ચ જોયું તો ત્યાંજ રાત પસાર કરવાનું મુનાસીબ માન્યું. પરંતુ મોડી રાતે ચર્ચ પણ બંધ હતું છતાં અજાણ્યા શહેરમાં અમને ચર્ચ સુરક્ષિત જગ્યા જણાઈ અમે ઠંડીથી બચવા ચર્ચ પરિસરમાં બેઠા હતા.


અમારા શરીર પર ગરમ કપડાં હતા પરંતુ ઠંડી સામે રક્ષણ આપવા પૂરતા ના હતા. હું અને આકાશ યુવાનીના ઉંબરે ઉભા હતા. અમારા બંનેના શરીરમાં નવી નવી અને તાજી જ યુવાની ફૂટી રહી હતી. ઠંડીથી બચવા હું આકાશની સોડમાં ભરાઈ બેસી તેને પણ મને પોતાની છાતીમાં વળગાઈ મને રક્ષણ આપ્યું. અમારા બને વચ્ચે ઘણી વાર સુધી કોઈજ વાતચીત થઇ ના હતી. કંઈ પણ કહેવાની કે સાંભળવાની અમારી સ્થીતીજ ના હતી. અમે ધીરે ધીરે એક બીજાના શરીરમાં સમાવવા લાગ્યા. તે કશું બોલ્યો નહિ અને મેં પણ કોઈ જ પ્રતિકાર કર્યો નહિ. બસ અમારી આંખોજ બોલી રહી હતી અને એકબીજાની ફીલિંગ્સ પણ સમજી રહી હતી. ઠંડીથી કંપતા મારા ગુલાબી હોઠ પર આકાશના હોઠ ચંપાઈ ગયા, તેનો હાથ મારા શરીરના તમામ અંગો પર ફરી વળ્યો. મારા માટે પુરુષનો સ્પર્શ નવો ના હતો પણ જુદો જરૂર હતો. મારા શરીરે સ્પર્શથી વધુ કંઈજ અનુભવ્યું ના હતું પરંતુ એ રાતે તમામ બંધનો તૂટી ગયા અને પૂર્ણ રૂપે મને સંતોષની અનુભૂતિ થઇ.


મારા જીવનનો પહેલો મર્દ આકાશ બન્યો જેને મને  સ્ત્રીસુખ આપ્યું. એ રાતે બધું જ અચાનક અને એટલી નાટકીય ઢબે બની ગયું કે કંઈજ વિચારવાનો સમય પણ ના રહ્યો.  મારા શરીરે એક મર્દની ગરમી અનુભવી. બહાર સ્નોફોલ, સુસવાટા સાથે વહેતી ઠંડી હવા અને ચર્ચ પરિસરમાં હું અને આકાશ સિવાય કોઈનું અસ્તિત્વ જ નહિ, મારા માટે પુરી દુનિયામાં એ સ્થળથી વધુ કોઈ રોમાન્ટિક સ્થળ ના રહ્યું.  પુરી રાત મેં આકાશની સોડમાં જ વિતાવી.


સવારે મારી આંખ ખુલી. આકાશ હજુ પણ ઊંઘમાં ગરકાવ હતો. તેના શાંત ચહેરા પર સંતોષની રેખા સ્પષ્ટ જણાઈ આવતી. મેં તેની બંધ આંખો પર મારો હાથ ફેરવ્યો. તેનો ચહેરો કેટલો સોહામણો હતો એ મને છેક સવારના ઉજાશમાં ખબર પડી. મારું મન ગર્વ અનુભવ્યું. આકાશ જેવો યુવાન મારા જીવનમાં આવતા સાચા અર્થમાં મારી શોધ પૂર્ણ થઇ. મારે આકાશ માટે, આકાશ સાથે જીવન જીવવું હતું. મારા જીવનમાં આવેલો આ પહેલો પુરુષ કે જેને મને સ્ત્રી સુખ આપ્યું, મને પૂર્ણ રૂપે સ્ત્રી બનાવી. તેના માટે જ મારે  જીવન સમર્પિત કરવું હતું. તેના સાથે લગ્ન કરી તેના સાથે જ હંમેશા રહેવું હતું. જીવનની સારી ખરાબ દરેક પળો તેના સાથે જ વિતાવવી હતી. મારા મને થોડી ક્ષણોમાં તો ભાવિ સ્વપ્નો સાથે વર્ષોની સફર ખેડી નાખી. મેં આકાશને મનોમન મારા પતિ તરીકે સ્વિકારીજ લીધો હતો. પરંતુ સામાન્ય લોકો જેવું  જીવન મારા નશીબમાં ના હતું. મારા માટે નિયતિ એ કોઈ અલગ જ ખેલ  માંડ્યો હતો.


મારા સ્વપ્નો હકીકતનું રૂપ લે તે પહેલાજ વિખરાઈ પડ્યા. જે આકાશને હું મારો જીવનસાથી સમજી રહી હતી એ તો એક એવો ભમરો હતો જેને મારા જેવા ઘણા ફૂલોનો રસ ચૂસી તરછોડી દીધા હતા. શિમલાની એ ૧૦ દિવસની ટુર દરમ્યાનજ  આકાશ ફરી રિના સંગાથે જતો રહેતા મારુ હૃદયભગ્ન થયું. જો કે ભૂલ તો મારી જ હતી આકાશ મને પ્રેમ કરે છે કે નહિ એ જાણ્યા વગર જ મેં તેના સાથે જીવવાના સપનાઓ જોયા હતા.


શિમલામાં તો મારી ફ્રેન્ડ પૂજા એ મને સાચવી લીધી પરંતુ ઘરે આવ્યા બાદ મારી સ્થિતિ વધારે ખરાબ થવા માંડી. કોલેજમાં આકાશ અને રિનાને સાથે જોઈ મારું લોહી ઉકળી ઉઠતું. રિનાથી મને સ્ત્રીસહજ ઈર્ષા થવા લાગી. અને આકાશને પણ મારો દુશ્મન માની બેઠી. જે આકાશને મેં મારુ શરીર સોંપ્યું એ આકાશે બદલામાં મને વિશ્વાસઘાત આપ્યો. મારો પહેલો અને ગાઢ પ્રેમ ઊંડી નફરતમાં ફેરવાયો અને બદલાની આગમાં તડપતી હું આકાશને જલાવવા અન્ય છોકરાઓ તરફ નજીક જતી ગઈ અને આ દરમ્યાન જ મારા શરીરમાં પ્રબળ કામ  વાસના જાગી ઉઠી હતી.


કોલેજના ૨ વર્ષમાં મેં ઘણા યુવાનો સાથે શરીર સબંધ બાંધ્યો. મારા અંદરની માસુમિયત તો ક્યારની પણ મરી પરવારી હતી. રહી હતી તો બસ શરીરની ભૂખ. ઘણી હોટેલ્સ, વિરાન સ્થળો ત્યાં સુધી કે કોલેજના બંધ ઓરડાઓમાં પણ શરીરની ભૂખ સંતોષી છે. મન પર કામ સવાર હોય ત્યારે સમય કે સ્થળનું કોને ભાન રહે?


હવે હું છોકરાઓને મારા આંગળીના ઈશારા પર નચાવતી હતી. પુરુષ સેક્સ માટે કંઈ પણ કરી શકે અને સરળતાથી તેનો સહવાસ પણ મળી જાય એ હું સારી રીતે જાણી ગઈ હતી. પ્રેમમાં દુઃખ મળે પણ સેક્સમાં તો સુખ જ સુખ છે એવા મારા વિચારો હતા. ગમે તે છોકરાઓ સાથે ગમે ત્યાં ફરવું, હોટેલ, પાર્ટીઓ, સિનેમા આ બધું મારા જીવનનો એક હિસ્સો જ બની ગયું. મારા પર યૌવન સવાર હતું. મને કાબુ કરી શકે તેવી કોઈ જ લગામ ના હતી. હું આગળને આગળ જવા માંગતી હતી પણ મારી પાછળ બદનામી પણ ચાલવા માંડી એ ખબર જ ના રહી. સોસાયટીમાં મારા વિષે વાતો ઉડવા લાગી. આમ પણ જ્યાં માણસ નથી પહોંચી શકતો ત્યાં તેની બદનામી પહોંચી જાય છે. મારા વિશેની વાતો હવે ઘર સુધી આવી પહોંચી છતાં મમ્મી-પપ્પાનો મારા પ્રત્યેનો વિશ્વાસ હજુ અકબંધજ હતો. જો કે મમ્મી એ મને આડકતરી રીતે એક-બે વખત વોર્નિંગ પણ આપી હતી. સિવાય બધું ઠીક ઠાક ચાલી રહ્યું હતું. પણ મારા જીવન સીધા રસ્તા પર એમજ થોડું ચાલવાનું હતું? સમયાંતરે નવા નવા વળાંકો આકાર લેવાની રાહમાં હતા અને એક ઝંઝાવાત આવ્યો જેને મારી ખુશી, મારો આનંદ લૂંટવાની કોશિશ કરી. એક જ પળમાં મારા પરિવારની નજરમાંથી મારું સ્થાન નીચું જતું રહ્યું.


એક દિવસ ઘર પર પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો. મમ્મીએ તરતજ પપ્પાને જાણ કરી. પપ્પા ફેક્ટરીથી ત્વરિત પોલીસ સ્ટેશન પહોંચ્યા તો જાણવા મળ્યું કે તેની પુત્રી એક આવારા છોકરા સાથે શહેરની બદનામ હોટેલમાંથી કઢંગી હાલતમાં ઝડપાઇ હતી.


પપ્પાને મારા લીધે તીવ્ર આઘાત પહોંચ્યો. દીકરીએ આપેલા વિશ્વાસઘાતથી તેનું મન ખળભળી ઉઠયું. અને મમ્મી-પપ્પાએ એક એવો નિર્ણય કર્યો કે મારા જીવનની સમૂળગી દિશાજ બદલાઈ ગઈ. 


(- વધુ હવે પછી....)