Ek hati sandhya - 4 books and stories free download online pdf in Gujarati

એક હતી સંધ્યા - 4

 પ્રકરણ- 4 હું મારી ખૂદની જ કેદમાં જકડાઈ

હું સંધ્યાબેનને સાંભળી રહ્યો હતો. જયારે તેણે પોતાની વાત શરુ કરી ત્યારે મેં ધાર્યું હતું કે તેની સાથે બાળવયમાં જે પ્રકારે શારીરિક છેડછાડ થઇ તેનું પરિણામ કરૂણ આવ્યું હશે. પણ મારી ધારણા ઠગારી નીવડી, તેમની આપવીતીમાં મને હજુ સુધી કરૂણરસ ના જણાયો, ઉલ્ટાનું તેના અંકલ દ્વારા થઇ રહેલા અડપલાં ખુદ તેઓને પસંદ હતા. હું તેમના સારા કે ખરાબ કેરેક્ટરને જજ નથી કરતો કેમકે તેમની વય જ એટલી ના હતી કે સારા-નસરાનું તેમને ભાન હોય.

સંધ્યાબેન ની વાત આગળ ચલાવું છું.

રાકેશ અંકલની હરકતો મને ગમવા લાગી. હું તેઓને લગભગ પ્રેમ જ કરવા લાગી હતી. જો કે એ મારો પ્રેમ હતો કે આકર્ષણ એનો ફરક તો એ ઉમરમાં કેવી રીતે નક્કી કરી શકું? બસ તેઓનું સાનિધ્ય બહુજ ગમતું. તે ક્યારેક થોડા દિવસો માટે પણ તેઓના ઘરે ગામડે ચાલ્યા જતા ત્યારે મારુ મન ઉદાસ થઇ જતું. જાણે હું મારો આનંદ, મારી ખુશી ખોઈ બેસતી અને તેઓના ફરી અમારે ઘરે આવતાજ મન નાચી ઉઠતુ. અમને જયારે પણ તક મળતી ત્યારે અમે અમારી રમત રમતા હતા.

રાકેશ અંકલે મારી સાથે જે હરકતો કરી તેને યોગ્ય તો કદાપિ ના ઠેરાવી શકાય પરંતુ સાથે એ પણ હું સ્વીકારું છું કે તેઓએ મારી સાથે અડપલાંથી વધી સેક્સ તો ક્યારેય પણ કર્યોજ ના હતો. કદાચ તેઓ સમજતા કે સેક્સ માટે હજું મારું શરીર પરિપક્વ નથી. મને ત્યારે સંતોષ જોઈતો હતો પણ તે મળતો નહિ. મારો આનંદ અધૂરો રહેતો. અને અનાયાસે ક્યારેક એવી હરકતો પણ કરતી જે અનેક યુવતીઓ કરતી હોય છે એકાંતમાં.   

આટલું કહી તેઓ થોડીવાર અટકયા. તેઓ મારી સાથે વાત કરી રહ્યા હતા પરંતુ તેના મનને હું કળી શકતો ના હતો. તે પોતાના ચહેરાના ભાવો સ્થિર રાખી વાતો જણાવી રહ્યા હતા.  ખાસ્સા સમય સુધી તેઓ કશું બોલ્યા નહિ તો મેં વાત ચલાવી.

"સંધ્યાબેન તમારા અને તમારા અંકલ વચ્ચેના સબંધો કઈ રીતે ઉજાગર થયા અને ત્યારે તમારા પરિવારનું રિએક્શન શું હતું?"-  મેં પૂછ્યું.

હા એ વાત પણ જણાવું તમને.

એક સાંજે રાતનું ભોજન પતાવી અમે બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. રાકેશ અંકલને રાતે જમી બહાર ફરવા જવાની ટેવ હતી અને તેઓ બહાર ગયા.
તેના ગયા બાદજ તરતજ  ગંગામાસીએ ખુબજ ડરતા-ડરતા મારા મમ્મીને મને અને રાકેશ અંકલને બપોરે કઢંગી હાલતમાં જોયા એ બાબતની જાણ કરી. તે દિવસે શ્રુતિ સ્કૂલ ગઈ હતી અને મારી તબિયત થોડી નાદુરસ્ત હોય હું ઘરે જ સૂતી હતી. ત્યારે અચાનક જ રાકેશ અંકલ કોલેજથી ઘરે આવ્યા હતા. તેઓના આવ્યાની થોડી જ વારમાં ગંગામાસીને પાડોશમાં રહેતા એક બહેન કોઈ કામ માટે બોલાવી ગયા. અંકલ માટે આ તક સારી હતી તેઓ મારા બેડરૂમમાં આવી મને વહાલ કરવા મંડ્યા. પણ તેને ધાર્યું એથી પણ વહેલા ગંગામાસી આવી ચડ્યા અને અંકલને મારી સાથે વહાલ કરતા જોઈ ગયા. અંકલ પણ પામી ગયા કે ગંગામાસી પાસે તેની ચોરી પકડાઈ ગઈ છે અને તેઓ મને રમાડતા હોવાની સફાઈ આપી. ત્યારે હાલ તો ગંગામાસી કંઈજ બોલ્યા નહિ પરંતુ રાકેશ અંકલની સફાઈ તેના ગળે ના ઉતરી. બાદમાં રાત્રે મમ્મીને તમામ વાત જણાવી.
મમ્મીને પહેલા તો ગંગામાસીની વાત પાર ભરોસો જ ના આવ્યો. મમ્મી મને તેઓના રૂમમાં લઇ ગયા અને મને ફોસલાવી રાકેશ અંકલ મારી સાથે કેટલા દિવસોથી શું-શું કરતા હોય છે એ બધું જાણ્યું. જયારે મેં પપ્પાના ડરથી તમામ હકીકત જણાવી ત્યારે મમ્મી તો જડ થઇ ગયા અને તેઓને ઘેરો આઘાત પહોંચ્યો. તેઓએ શ્રુતિને પણ આ વિષે પૂછ્યું પણ તે અજાણ હતી બાદમાં પપ્પાને વાત જણાવી તો પપ્પાનો ગુસ્સો સાતમા આસમાને જઈ ચડ્યો. તે રાકેશ અંકલની રાહ જોઈ રહ્યા અને બહારથી અંકલ આવતાજ બહુ મોટો ઝઘડો થયો. પપ્પાએ અંકલ પર હાથ ઉઠાવ્યો, અરે બહું મારામારી થઇ અને જો મમ્મી અને ગંગામાસીએ પપ્પાને રોક્યા ના હોત તો પપ્પા અંકલની કેવી હાલત કરી હોત એ તેમનો ગુસ્સો જોઈ હું કલ્પી શકું છું.
એ રાતે પપ્પા-મમ્મીએ પોલીસ ફરિયાદ કરવાનું પણ વિચાર્યું હતું પણ એવું કરતા બદનામીનો વધુ ડર લાગ્યો. ફરિયાદ ના કરી પપ્પાએ અંકલને ઢોરમાર મારી ઘરમાંથી રાતેજ કાઢી મુક્યા. ત્યારે આ ઘટનાની ગંભીરતાથી અજાણ હું એટલુંજ સમજી શકી કે અંકલે કંઈક બહું મોટી ભૂલ કરી છે જેનું પરિણામ આ હતું.

તે રાતે મારો પૂરો પરિવાર જાગતો જ રહ્યો. સૌના મોં જાણે સિવાઈ ગયા કોઈ એકબીજા સાથે વાતો કરવાનું તો દૂર પણ આંખ પણ મેળવી શક્યા ના હતા. બધા એમ જ બેઠા હતા ત્યારે જ અચાનક મમ્મી ઉભા થયા અને પપ્પાને કહ્યું કે અત્યારેજ ડોક્ટર પાસે જવું પડશે. પપ્પાના જ મિત્રવર્તુળમાં એક ડોક્ટર હતા. હું ,પપ્પા અને મમ્મી રાત્રે તેઓની હોસ્પિટલ પહોંચ્યા. મારી તાપસ માટે મને લઇ જવામાં આવી. મને હજુ પણ મનમાં ગડ નહોતી બેસતી કે આ શું ચાલી રહ્યું છે પણ ઘટનાની ગંભીરતા થોડી સમજાઈ.  

મમ્મીના આંખમાંથી આંસુ બંધ નહોતા થઇ રહ્યા. પપ્પાના ચહેરા પર આવી લાચારી મેં પહેલા ક્યારે પણ જોઈ નહોતી. એક દીકરીના બાપ થઇ તેઓ કેટલા લાચાર હતા એ હું હવે સમજી શકું છું. કેમકે ત્યારે  તેઓની સ્થિતિ એવી હતી કે તે સહન પણ કરી શકતા ના હતા અને કશુંજ કરી શકતા ના હતા. તેઓના મનનો ઉચાટ મેં જોયો હતો.
મારી સાથે સેક્સ થયું હશે એ ડર મારા મમ્મીના મનમાં હતો પણ જયારે ડોક્ટરે જણાવ્યું કે મારી સાથે સેક્સ નહિ પણ  ફિંગરિંગ જ થયું છે ત્યારે મમ્મી-પપ્પાને થોડી રાહત થઇ.

એ બનાવ બાદ મમ્મીએ તેઓની જોબ છોડી દીધી. પૂરો સમય મારી સાથે રહેવા લાગ્યા. પપ્પા પણ પરિવારને સમય ફાળવવા લાગ્યા. પૈસા કમાવવાની લ્હાયમાં તેઓએ શું ગુમાવ્યું તેનું કદાચ તેને ભાન થયું. મારું એડમિશન પણ મારી સ્કૂલમાંથી રદ કરી ગર્લ્સ સ્કૂલમાં કરાવી આપ્યું. મમ્મી જ મને સ્કૂલ છોડવા-લેવા આવતા. લગભગ બે વર્ષ સુધી આ બનાવ પુરા પરિવાર પર હાવી રહ્યો. મારુ ખુબજ ધ્યાન રાખવામાં આવતું.

આ તરફ મારી હાલત ખુબજ વિચિત્ર સ્થિતિમાં પહોંચી. હું એકલી અને ગુમસુમ રહેવા લાગી. મને રાકેશ અંકલની યાદ આવતી. અમે સાથે વિતાવેલો સમય યાદ આવતો. મારી ઈચ્છાઓને મારા મને બાંધી લીધી હતી. જાણે હું મારી ખૂદનીજ કેદમાં જકડાઈ હોય એવો અહેસાસ થતો. મારે આ કેદમાંથી છૂટવું હતું. રાકેશ અંકલ જેવો કોઈ પુરુષ મને પ્રેમ કરે એવું હું રોજ ઝંખતી. મારા ચોતરફ મારા પરિવારની સુરક્ષિતતા વચ્ચે હું ગુંગણામણ અનુભવતી હતી.

બીજા બે વર્ષ આમ જ નીકળી ગયા. ધીરે-ધીરે મમ્મી-પપ્પાના માનસ પરથી પેલી રાકેશ અંકલની ઘટના વિસ્મૃત થવા લાગી. ઘરમાં પણ ફરી પહેલા જેવું નોર્મલ વાતાવરણ થઇ ગયું. બધુજ શાંત,સીધું અને નોર્મલ ચાલી રહ્યું હતું પણ હવે હું નોર્મલ ના રહી હતી.
આ ચાર વર્ષોમાં મારા હૃદયમાં ધરબાયેલી આકાંક્ષા બહાર નીકળવા તડપતી હતી. મારું 12th કમ્પ્લીટ થતા કોલેજમાં મારુ એડમિશન થયું. કોલેજનું વાતાવરણ હળવું હતું. અહીં થોડી સ્વતંત્રતા અનુભવતી. પણ હવે મારે પ્રેમ જોઈતો હતો, મારા શરીરને પ્રેમ જોઈતો હતો તેના માટે મારી આંખોએ ખોજ શરુ કરી. લગભગ 6 મહિના કોલેજમાં એમ જ પસાર થયા પરંતુ જયારે કોલેજ તરફથી સિમલા જતી ટુરમાં હું પણ સહભાગી બની અને શિમલામાં મારા અને આકાશ વચ્ચે પ્રેમના બીજ રોપાયા ત્યારે મારા શરીરને એક પુરુષ પ્રેમ મળ્યો, એક પુરુષનું શરીર મળ્યું અને અવર્ણિય સંતોષ હું પામી. જે સુખને હું છેલ્લા ૪ વર્ષથી ઝંખતી એ સુખ મને આકાશે આપ્યું. મારા અને આકાશ વચ્ચે ફિઝિકલ રિલેશન પણ ડ્રામેટિક રીતે થયા. હા પહેલ પણ મેં જ કરી હતી. આકાશે તો કદી વિચાર્યું પણ નહિ હોય કે એક સુંદર યુવતીનું શરીર તેને બહુજ આસાનીથી મળી જશે. એ શિમલાની ટુર મારા માટે રોમાંચક બની રહી. અને મારી લાંબા સમયની તૃષ્ણા છેવટે તૃપ્ત થઇ.

(--વધુ હવે પછી......)

 


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED