Featured Books
શ્રેણી
શેયર કરો

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 19 - 20

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ – ૧૯

અલપાસો ઍરપૉર્ટ મુંબઈ ઍરપૉર્ટ કરતાં નાનું ઍરપૉર્ટ.

૧૨૪૫ જેટલા ભારતીયોથી આખા ઍરપૉર્ટનો દેખાવ બદલાઈ ગયો હતો.

આ બેચમાં ૧૮થી ૨૫ વર્ષના નવજુવાનિયાઓ જ વધુ હતા. સૌને નોર્થ સાઇડ ઉપરના શમિયાણા તરફ જવા વિનંતી થતી હતી.

ત્યાં ભીંત ઉપર બે તૈલચિત્રો હતાં એક નાના શેઠનું અને બીજું જોનનું.

બે સાઇડ ઉપર મોટા ફૂડપેકેટનાં ખોખાં ગોઠવેલાં હતાં અને ૬ ટેબલ ઉપર ઊંધિયું, સેવ–પૂરી અને જલેબી ગોઠવાયેલી હતી.

માઇક ઉપર ગટુ સૂચના આપતો હતો.

“મિત્રો, અલપાસોમાં આપ સૌનું સ્વાગત છે.

તમે જે ગામમાંથી અહીં આવ્યા છો તે ગામની બેસવાની જગ્યા શોધી બેસી જશો.તમારે માટે લંચબોક્ષ તૈયાર છે. જે અધિકારી તમને અહીં લાવ્યા છે તે અને તેમનાં પત્ની આપનું ચાંદલો અને ફૂલ આપીને સ્વાગત કરશે. આપે તે પછી તમારો પાસપૉર્ટ તેમને આપવાનો છે.

“ભૂખ લાગી છે ને? આપ આપને આપેલ લંચબોક્ષ જમી લેશો. તેમાં ગરમાગરમ ઊંધિયું, પૂરી, જલેબી અને સેવ હશે. નાનાશેઠ અને જોન જેમનાં મોટા તૈલચિત્રો અત્રે લાગેલાં છે તેઓ અમેરિકામાં આપનું સ્વાગત કરશે. ત્યાર બાદ આપણી હંગામી જગ્યાએ લઈ જશે.

આપ સૌ આપના ગામની જગ્યાએ પહોંચી ગયા હશો.”

લલચટક ચુંદડી અને ગુજરાતી સ્ટાઇલનાં પહેરણ સાથે ગટુ અને તેના પાંચ મિત્રો કુમકુમ અને અક્ષત સાથે ગુલાબનાં ફૂલ લઈને આવ્યા. છએ અધિકારી પાસપૉર્ટ લેતા હતા અને તેમનાં ઘરવાળાં સ્વાગત કરતાં હતાં. ગટુના વિવાહ થયેલા. તેની પત્ની સુધા સાથે અડધા કલાકમાં સ્વાગત કાર્યક્રમ પૂરો થયો. સૌ જમતા હતા ત્યારે નાનાશેઠ અને મી. જોન મંચ ઉપર આવ્યા ત્યારે સૌએ તાળીઓથી તેમને વધાવ્યા.

માઇક ઉપર જોનનો પરિચય અંગ્રેજીમાં અને નાના શેઠનો પરિચય અપાયો.

ગટુએ માઇક ઉપર પરિચય આપ્યા બાદ બંને મહાનુભાવનો જયકાર બોલાવ્યો અને સુધાએ તેમને કુમકુમ અને ફૂલ આપ્યું.

નાનાશેઠ ગુજરાતી લીબાસમાં બરોબર લાંબો ડગલો, મૂછો વાંકડીનો છેક છબીલો ગુજરાતી લાગતા હતા.

તેમણે માઇક હાથમાં લઈને કહ્યું, “હુરતી મારા પોરિયાઓ ! અલપાસોને આપણે સુરત અને ટેક્સાસને આપણે ગુજરાત બનાવવાનો સંકલ્પ હવે કરીએ છીએ. મારું આ અવાસ્તવિક લાગતું સપનું વાસ્તવિક બને છે તેના પહેલા હકદાર મી. જોન બને છે કારણ કે મારાં સ્વપ્નને અમેરિકાનાં સ્વપ્ન સાથે તેમણે મેળવ્યું છે.

તમને સાચા હૃદયથી આવકાર.

જોન અંગ્રેજીમાં બોલશે તો તે વક્તવ્ય ગટુભાઈ ગુજરાતીમાં કહેશે.

અલપાસો રિસોર્ટને ત્રણ વર્ષમાં ધમધમતો અને પ્રોફિટેબલ બનાવવામાં આપ સૌનો ફાળો અદ્ભુત હશે તેની વિગતવાર માહિતી જોને આપી.

ગટુ અને સુધા ફરી માઇક ઉપર આવ્યાં.

આભાર માનવા અને નાના શેઠ અને જોન માટે આભારના શબ્દો કહેવા.

મારી માતૃભાષા ગુજરાતી છે પણ કાર્યભૂમિ અમેરિકા છે અને તેમાં બોલાતી ભાષાઓ સ્પેનિશ અને અંગ્રેજી માટે પણ તેટલું જ માન છે. નાના શેઠ મારા બાપા અને જોન મારા કાકા છે. તેમનો અઢળક ઉપકાર છે કહીને ગટુ અને સુધા તેમને સજોડે પગે લાગ્યાં.

જોન જોઈ શકતા હતા, આ તો આખી લાગણીસભર માણસોની ફોજ છે. એક ઇલેક્શન નહીં અનેક ઇલેક્શનો જીતી જવાશે.

ફરી પાછું માઇક હાથમાં લઈને ગટુ બોલ્યો, “નાના શેઠ તો ઇચ્છે છે જે કામઢો છે તેને કામ કરવાની તક આપવી તે પ્રભુની આજ્ઞા છે. મને કામઢો જોઈને ઘણી તકો આપી ખૂબ જ ટૂંકાગાળામાં મોટેલનો માલિક બનાવી દીધો. તમને લોકોને તમારી આવડત મુજબ તકો આપશે જ. તેથી તેમની વાતોને આત્મસાત કરી લેજો. તેઓ જોન સાથે અલપાસોને સુરત બનાવી શકે છે. તો અન્ય સ્ટેટમાં ગુજરાત બનાવી શકે છે. તેમનાં સ્વપ્નમાં આપણે આપણી જાતને સામેલ કરી દઈએ.

તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત સમારોહ પૂરો થયો.

***

પ્રકરણ ૨૦

સૂરજદેવ સંધ્યા સંગે પશ્ચિમે અસ્ત જઈ રહ્યા હતા ત્યારે છ હોટેલમાં ૨૦૦–૨૦૦ લેખે પેસેંજરો વહેંચાઈ નવ વાગે નિદ્રાદેવીને હવાલે થઈ જવાને બદલે જેટલેગમાં જાગતા હતા.. બીજે દિવસે કોનું પોસ્ટિંગ ક્યાં થવાનું છે તે નિર્ધારિત થવાનું હતું. સમાજવાદી રસમ પ્રમાણે આખા ટેક્સાસમાં ૧૦૦ જગ્યાએ ચાલ અપાવાની હતી. તે જગ્યાએ સવારે સૌને લઈ જવાના હતા. મિનિબસોનો રૂટ ગોઠવવાનો હતો. ગટુ અને સુધા સાથે કૉમ્પ્યુટર ભણેલાં તેથી આ મૅનેજમેન્ટ શક્ય હતું. પહેલો દિવસ હતો. અહીં ગામ પ્રમાણેનું મૅનેજમેન્ટ શક્ય નહોતું. દસ માણસનું એક યુનિટ બનવાનું હતું. પહેલા ત્રણ મહિના નજીકની કૉમ્મ્યુનિટી કૉલેજ્માં ડિપ્લોમા ડીગ્રી ભણવાની હતી. જે બધાને માટે સાવ સરળ હતું પણ ડિગ્રી સિવાય ફિલ્ડ ઉપર ન મુકાય.

દસ માણસના ગ્રુપીંગમાં દરેકની કાબેલિયત પ્રમાણે અને ત્યાર પછી ગામ પ્રમાણે ભાગલા કોંમ્પ્યૂટરે કરી આપ્યું.

વહેલી સવારે આ વ્યવસ્થા સમજાવતાં ગટુ અને સુધાને ઝાઝો સમય ના લાગ્યો પણ જેટલેગ અને થાક જેવા બહાના હેઠળ એક દિવસની રજા નાના શેઠ પાસે પડાવી.

ગટુ આ બધા લાડને જરૂરી નહોતો સમજતો.

તે કહે, આજનો તમારા બધાનો પગાર કપાશે. ત્યારે નાનાશેઠે કહ્યું, કારણ વ્યાજબી છે પરંતુ આજના દિવસે આપનો પગાર અડધો મળશે અને એ અડધો દિવસ આપને આપણા સૌની કર્મભૂમિ એટલે કે અલપાસોની મુલાકાતે જઈશું. અને સાંજે અહીંની કૉમ્યુનિટી કૉલેજની મુલાકાત લઈશું.

અગિયાર વાગ્યે આજના જમણવારમાં સેંડવીચ હતી. બધાએ જાતે બનાવી લેવાની હતી. રોમા ટમેટાં, કાકડી, ચીઝ અને લસણની ચટણી સહિત જાતજાતની ચટણી હતી..કાકડી અને ટમેટાંની સ્લાઈસ અને ટોમેટો સૉસ હતો. ઠંડાં પીણાં હતાં.

નાના શેઠ માઇક પર હતા અને સમજાવતા હતા. અમેરિકામાં લંચ હળવો હોય છે. અને ૧૫ મિનિટમાં લંચ પતાવવાનું હોય છે. બન અને સાદી બ્રેડ ઉપર બટર લગાડીને ટામેટાં કાકડીની સ્લાઈસ ભરી ચીઝ છાંટીને સૌએ લંચ પતાવ્યું.

હવે આગળના પ્રોગ્રામમાં સુધા તમારા સૌની પોસ્ટીંગ્ઝની જાણ કરશે. દસ જણાની ટુકડી કૉમ્પ્યૂટર ઉપર ડ્રો કરીને તૈયાર કરી છે. આખા ટેક્સાસમાં ટ્રાફિક લોકેશન અને જરૂરિયાત પ્રમાણે ૧૦૦ ઠેકાણે ૨૪થી ૪૮ રૂમની મોટેલ તૈયાર કરી રહ્યા છીએ. આ મોટેલ વરસે તૈયાર થશે પછી આપની ટીમે જ તેનો વહીવટ કરવાનો છે. તમારું પોસ્ટિંગ અને કયું સેન્ટર આપને મળશે તે કૉમ્પ્યૂટર ડ્રો તમારી હાજરીમાં જ આપણે પાછા આવીને જમશું ત્યારે કરીશું.

હવે એક વાત સમજો, સૌને સરખો પગાર અને હક્કો મળશે. ત્રણ મહિના પછી ડ્રો પ્રમાણે ફરીથી મોટેલની જવાબદારી પ્રમાણે પોતાની કુશળતા બતાવવા દેવામાં આવશે. તમારી લોન જલ્દીથી પૂરી કરનારને મોટેલના વહીવટમાં ભાગ મળશે. તમારા સૌની રોજિંદી ક્રિયા નોંધાયા કરતી હશે અને આ બધાં કૉમ્પ્યૂટર અહીંના મેગા મશીન ઉપર જોવા મળશે.

સૌને સુધા નોંધણીકાર્ડ આપે છે જેમાં કામે ચઢ્યાનો સમય અને કામેથી ઊતર્યાનો સમય મશીનમાં ક્લિક થતો હશે. તે મશીનમાં કયા સ્થળે જ્વાનું છે, કોણ સાથીદારો છે તે વિગતે નોંધેલું હતું.

બપોરે એલપાસો જોવા જવાનું હતું. બધાંને તેમની ટોળીમાં એકત્ર થઈ મિનિબસમાં જવાનું જણાવી દેવાયું.

કાર્ડમાં મિનિબસનો નંબર પણ હતો. ગટુ અને સુધાની વ્યવસ્થાશક્તિથી સૌ પ્રભાવિત થયા. એક બસમાંથી પ્રસારણ થતી સૂચના બધી બસમાં સંભળાતી.

સુધાએ સુરતી ભાષામાં બોલવાનું શરૂ કર્યું. “અલપાસોની ટૂંકી મુલાકાતે આપણે ૧૨૪૫ સુરતીઓને લઈ જવાની જવાબદારી મારી છે ત્યારે એક વાત કહી દઉં. આપણે હજી નાના શેઠને ઓળખીએ છીએ પણ તેમણે તો આપણને સૌને તેમના સંતાનની જેમ સ્વીકારી લીધા છે. અને આ ટ્રીપ તેનો પુરાવો છે. મારી સાથે તેમની જય બોલો.

આગળ જમણી સાઈડ ઉપર જે રિફાઈનરી છે તેવી આખા અમેરિકામાં ૨૨ રિફાઈનરીઓના તેઓ માલિક છે. અલપાસો રિસોર્ટમાં તેઓનું રોકાણ ચાલુ છે. પ્રોજેક્ટ પતશે ત્યારે તેઓ અમેરિકામાં સૌથી વધુ મોટેલના માલિક બનશે. જોવા લાયક સ્થળો ઘણાં છે પણ આપણે આ સ્થળનું અત્યંત રૂપાળું સ્થાન જોઈ રહ્યા છીએ. વાયરલ એરિયલ ટ્રામવે.

૨૬૦૦ ફૂટ લાંબા અને ૧૩/૮ ફૂટ જાડા વાયર ઉપર સરકતી ટ્રામમાં (ગોંડોલસ) બેસીને એલપાસો શહેરના પૂર્વીય હિસ્સાને જોવાની મઝા અનન્ય છે. અડધા કલાકે આપણે મુકામે પાછા જઈશું અને જમવાના સમયે પાછા મળશું.

***