Featured Books
શ્રેણી
શેયર કરો

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 13 - 14

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ – ૧૩

નાનાશેઠની રિફાઇનરી "ટેક્સાસ રિફાઈનરી" જવા ચારેય મિનિવાન અને નાના શેઠની કાર અલપાસો જવા રવાના થઈ. ટ્રાફિક ધીમે ધીમે જણાતો હતો. અડધા કલાકની સફર થઈ હશે ત્યાં સાયરન વગાડતી બે પોલીસ વાન આવી ગઈં. નાના શેઠની કાર પાસે બે પોલીસ કોન્સ્ટેબલ ઊભા રહ્યા.

"મિશન ૨૦૨૦" કહી નાના શેઠે સફેદ હાથ રૂમાલ ફરકાવ્યો.

ચારે ચાર મિનિવાનને ફરતે પોલીસ ગોઠવાઈ ગઈ અને પ૦ ડૉલર પ્રમાણે પૈસા અપાઈ ગયા.

દસ મિનિટમાં આ કામ પતી ગયું.

બીજા બે કલાકે સૌ અલપાસોમાં "ટેક્સાસ રિફાઇનરી"માં દાખલ થયા. દસ વાગ્યા હતા. સેંડવીચ અને ઓરેંજ જ્યુસ આપીને સૌને કોન્ફરન્સ રૂમમાં બેસાડ્યા.

નાના શેઠે સૌને વધાઈ આપી જણાવ્યું કે આપ સૌને આજ રિફાઇનરીમાં અને બાજુની મોટેલમાં જોબ મળી છે. તમારા અમેરિકન પાસપૉર્ટ અને એસાયલમ રિલીઝના કાગળ આપતાં પહેલાં આપને લોન તરીકે મળેલા પૈસા કે જે તમારા અહીં આવવાના ખર્ચ પેટે મળ્યા હતા તે કાગળ ઉપર સહી કરીને આપ્યા પછી મળશે. દરેકને લોન ૫૦૦૦૦ ડૉલરની મળી છે. તમારા પગારમાંથી તે દર મહિને વસુલ થશે. ત્રણ મહિના તાલીમ દરમ્યાન તમને પગાર ૧૫ ડૉલર પ્રમાણે મળશે તેમાંથી ૫ ડૉલર લોન પેટે વસુલ થશે. તે પ્રકારના લૉન પેપર ઉપર આપ સહી કરશો. વ્યાજ્નોદર ૫% છે. તમે ઓવર ટાઇમ કરી વધુ પૈસા કમાઈ શકો છો. નાના શેઠ તરીકે હું માનું છું કે આપ બે જણના પગારમાંથી એક પગાર જમા કરાવશો તો લોન બહુ જલદી પતાવી શકશો.

હવે ભારત કરતાં અમેરિકાના નિયમો બહુ જદા છે તે સમજો.

અહીં કામના કલાકો પાકા છે અને બ્રેક ટાઇમના પૈસા પણ ગણાય છે. તેથી ખેચરાપણું અને એદીપણું તમારો પગાર ઘટાડશે. આ તમારા કામની નોંધ રિમોટ સેંસર લે છે. છ દિવસ ૧૨ કલાકના કામ પછી એક દિવસ બ્રેક મળશે. હમણાં ટ્રેઇનીંગ દરમ્યાન પગાર ૮ ડૉલર પ્રમાણે મળશે ત્યારે લોનના હપ્તા નહીં કપાય. પછી તમારા કામના રિવ્યૂ થયા પછી પગાર નક્કી થશે. જે મહત્તમ ૧૫ ડૉલર સુધી જઈ શકે છે. પછી પ્રમોશન અને બીજા બધા લાભો જેવા કે રિટાયરમેંટ બેનિફિટ, મેડિકલ બેનિફિટ અને ચાઇલ્ડ બેનિફિટ મળશે.

વરસે વેકેશનના ૧૫ દિવસ મળશે.લોન પેપર પર સહી કરી સૌના રૂમો અપાયા. ખીસાખર્ચીમાં ૩૦૦ એડવાન્સ અપાયા. અને હાથની ચોખ્ખાઈ ઉપર બહુ ભાર આપી નાના શેઠે વાત પૂરી કરી.

ગટુને આ આખી મોટેલ અપાઈ ગઈ.

નાના શેઠ કહે, નવી યોજના આવી છે. તને રસ હોય તો કહું. ગટુ કહે, જરૂર કહો.

તારા પાંચેય ભાઈબંધોને લઈને ભારત પાછા જવાનું છે. બીજી ખેપમાં પાસપૉર્ટ ધરાવતા અને એસ. એસ.સી. ભણેલા મજૂરોને લાવવાના છે. સમય બહુ નથી પણ કાયદાકીય રીતે પ્લેનમાં બધાને લાવવાનાં છે. ફીટર અને પ્લંબીંગ કામનાં જાણકારોને લાવાવાનાં છે. તેઓનાં ઘરવાળાંને લાવી શકાય છે પણ બધાનો પાસ્પોર્ટ તૈયાર જોઈએ. અને અંગ્રેજીમાં વાત કરી શકતા હોવા જોઈએ. સારી તબિયત એ અગત્યનું પાસું છે. મારે સુરતી અને દક્ષિણ ગુજરાતના પટેલ, ભક્તા વધુ લાવવાનાં છે.

"મારા પાંચેય ગોઠિયાને અને મને શું મળશે?"

નાના શેઠ થોડાક વિચારમાં પડ્યા.

“પર પર્સન તને સો આપીશ. એટલે તારા ૧૦૦૦૦૦ ડૉલર સાચા. ફ્રી ભારતયાત્રા અને કલાકો પ્રમાણે તેના દસ ડૉલર મળશે. આ કસોટી છે. આપણે ૧૦૦૦ માણસો જોઈએ છે અને તે ભણેલા, એટલે તને મદદ થઈ રહે તે હેતુથી તારા મિત્રોને બે અઠવાડિયાની રજા આપું છું.”“ભલે શેઠ. કામ કઠણ છે અને રોજી ઓછી છે પણ તમને ના કહેવાય?”

***

પ્રકરણ – ૧૪

બીજા દિવસે સવારે અલપાસોથી હ્યુસ્ટન અને ત્યાંથી મુંબઈ જવા ગટુ સાથે પાંચેય મિત્રો નીકળી પડ્યા. પાંચેય પાસે તેમની ઓળખાણ સ્વરૂપ બીઝનેસ કાર્ડ અને મોટેલનું સરનામું હતાં. અમેરિકન સૂટ અને ડ્રેસ હતા. સૌથી મોટી ઓળખાણ હતી અમેરિકન પાસપૉર્ટ. તે સૌને જુદાજુદા સેલફોન આપ્યા હતા અને તે ફોન ઉપર આવેલા ફોન અલપાસોમાં રેકૉર્ડ થતા હતા.

ચાલુ પગારે ભારત જવાના હતા.

નાના શેઠે મોટેલ ચૈનનું નામ આપ્યું હતું "અલપાસો રિસોર્ટ" અને તેમાં કામ કરવા ભક્તા, કોળી પટેલ અને સુરતી પટેલની જરૂરિયાત છે. પાસપૉર્ટ ધરાવતા, દસ ધોરણ સુધી ભણેલા ૨૫થી ૩૦ વરસના યુવા કારીગરો (હેંડી મેનો) કે જેઓ તરત જોડાઈ શકે, તેમને તાકીદે મળવા જણાવ્યું હતું. છ દિવસનો પ્રોગ્રામ છ શહેરોમાં હતો. મુંબઈ, સુરત, નવસારી, બારડોલી વલસાડ અને આહવા ડાંગ. એપોઇન્ટ્મેંટ માટે છ સેલ નંબર આપ્યા હતા. આ જાહેરાત તેમની મુંબઈ પહોંચ્યાની તારીખે અપાઈ હતી. મુંબઈ સમાચાર, ગુજરાત મિત્ર, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશની સુરત પૂર્તિઓમાં અપાઈ હતી.

નાના શેઠે તખ્તો ગોઠવી દીધો હતો. ગટુ આ ગોઠવણથી નારાજ હતો પણ નાના શેઠને કંઈ કહેવાય?

ગટુ પોતાના મનને વાળતો હતો. શેઠે આ જાહેરાતો આપતાં મને જણાવવા જેવું હતું. ત્યાં નાના શેઠનો ફોન આવ્યો. નાના શેઠે ફોનની માયાજાળ સમજાવી અને છએ સેન્ટર ઉપર બુક કરાયેલ હોટલોનાં બુકીંગ વિશે જાણ કરી. અને ગટુને કહ્યું, તે મુંબઈ રહેશે. મુખ્ય માણસ તરીકે પાંચેય માણસો પાસેથી કામ લેશે. જ્યારે પાંચ સફેદ ટેક્ષી અઠવાડિયા માટે ભાડે લઈ પાંચેય સેન્ટર ઉપર પાંચેય જણા રહેશે અને તેમને જરૂરી પેંફલેટ, વીડિયો અને પેપરવર્ક, કૉમ્પ્યૂટર વગેરે સેન્ટર ઉપર પહોંચી જશે. ત્યાંથી વીડિયો ભાડે લઈને તે વીડિયો હોટેલમાં બતાવવાના છે. ત્યાર પછી જે પ્રશ્ન પૂછે તેના જવાબો આપી સૌને તેમના પાસપૉર્ટની ઝેરોક્ષ કૉપી સાથે ફોરમ ભરાવશે અને જે સફળ થશે તેને અમેરિકાની ટિકિટ આપી અમેરિકા મોકલશે.

મુંબઈની પ્રાર્થના સમાજની હોટેલ કુમકુમમાં તે સમયે એક કુરિયર આવી ગયું. ગટુ કહે, "કુરિયર આવી ગયું છે."

નાના શેઠ કહે, "મને હમણાં જ મળેલી માહિતી પ્રમાણે તમારા સૌનાં કુરિયર પણ મુંબઈમાં જ તમને મળશે. તમારે તે લઈને જવાનું છે. આવતી કાલે સવારે તમારે ગાડી લઈને જે તે સેન્ટર ઉપર જવાનું છે. તમને મળેલા પાર્સલમાં ૨૫૦ વીડિયો સીડી હશે જે પાસપૉર્ટની નકલ અને ફોર્મમાં વિગતો ભરીને આપે તેમને જ આપવાની છે."

ગટુ કહે, "નાના શેઠ, અમે છ જણા આ સીડી હમણાં જોઈએ છીએ અને તે જોયા પછી કંઈ પ્રશ્ન હશે તો પૂછીશું."

ભલે. હું પણ જમી લઉં અને તમે પણ જમી લો. હું અહીંના રાતના ૧૨ વાગે ફોન કરીશ. તમારે ત્યાં સાડા અગિયાર વાગ્યા હશે. ભલે. કહી ફોન કટ કર્યો અને હોટેલ પુરોહિતમાં સૌ જમવા ચાલ્યા. છએ છ ફોન ઉપર વીડિયો આવી ગયો. પ્રશ્નોત્તરીના સ્વરૂપે નાના શેઠ આખો પ્રોજેક્ટ સમજાવતા હતા. જમવાનું આવી જતાં થોડોક વિરામ લીધો. સુરતી જમણ કરતાં થોડું ઓછું તીખું પણ સ્વાદીષ્ટ જમવાનું હતું. પેટ ભરીને ખાધું અને કુમકુમ રેસ્ટોરન્ટમાં બીજા ત્રણ રૂમ લઈ સૌએ પોતાની બેગો મૂકી. અને પાછા ગટુની રૂમમાં સૌ ભેગા થયા.

કંપની વિશે માહિતી આપતો નાના શેઠનો વીડિયો ફરી સૌએ જોયો. નાના શેઠની છટા અને સમજાવવાની અદા સૌને ગમી.

નાના શેઠનો ફોન આવ્યો ત્યારે અહીં સાડા અગિયાર થયા હતા. "ગટુ, શું લાગે છે, કંઈ રહી જાય છે?"

"નાના શેઠ, તમારા કામમાં કંઈ રહી જાય તે વાતમાં માલ નહીં."

"આ જાહેરાતો રવિવાર સુધી ચાલુ રહેશે. તમને તમારા સેન્ટર ઉપર એક જ કામ કરવાનું છે. અને તે સૌને કેસેટ સંભ્ળાવવાની છે અને તે સાંભળ્યા પછી તેમને ઊઠતા પ્રશ્નોના જવાબ આપવાના છે. ડૉલર અને રૂપિયાનું ગણિત સમજાવી અરજી કરાવવાની છે. પ્લીઝ કોઈ વધારે પ્રોમિસ નહીં અને જે અભિપ્રાય આપો તે સાચો જ આપશો.

***