ટ્વીસ્ટેડ લવ - ( PART 18) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - ( PART 18)










પાછલા part માં જોયુ કે મારાં અમુક નવા ફ્રેન્ડ્સ બન્યા... But એ લોકો નું story માં શું character છે એ નહોતું કીધુ,તો આ part માં જોઈએ એ લોકો ના કાંડ.

Naitik, Nisarg અને Dhruv આ ત્રણ વિશે વખાણ કરવા માટે શબ્દ જ નથી કારણકે એમના કામ જ એવા છે કે તમને એમના વિશે તારીફ નહીં but એમના લીધે તકલીફ જ ઉભી થાય.

પેલે તમને થોડોક પરિચય કરાવું અમારા group ના સસ્તા વાળા ઇમરાન હાશ્મીનો એટલે કે Dhruv.દેખાવ માં છોટા ભીમ વાળા ભોલુ જેવો જ લાગે,સાવ દુબલો પતલો.પણ એક વાત કેવી પડે એની hairstyle હતી વિચિત્ર, આખા જામનગર માં જોવા ના મળે એનાં જેવી hairstyle.justine bieber ની કોપી hairstyle હતી. hair set કરવાની જરૂર જ ના પડે.એ સાદાઈ માં વાત કરતો હોય તો લાગે કે બિચારાને દારૂ ચડી ગઈ છે.છોકરીઓ ને line મારવાની જગ્યા એ ખાલી એકદમ એની બટન જેવી આંખો થી છોકરીઓને એકીટસે જોયા જ રાખે.Despo type માણસ હતો.છોકરીઓ ને દેખે છે એ  તો સમજાય but અમારા college માં ભણાવા આવતા mem ને પણ નહોતો મુકતો. હવે આને એના વખાણ જ સમજી લો.

સસ્તા વાળા ઇમરાન હાશ્મી પછી વારો આવે છે ગરીબો ના જોન સીના નો એટલે કે Nisarg.આને તમે કાંઈ બોલો કે ના બોલો એને લાગે કે તમે આને જ કીધુ છે એટલે એ direct તમારી ગરદન પકડી લે.એકદમ fighter માણસ હતો. બધા જોડે મારામારી કરી નાખે.આના વાળ શાહુડી જેવા હતા.પોતે બોડી બિલ્ડર જેવો હતો.

અને Last માં વારો આવે Naitik નો.દેખાવે જાડો હતો,  છતાંય ત્રણ ચાર જગ્યા એ પોતાના નામના રિશ્તા નાખીને બેઠો હતો.પોતાની વાત કોઈને ના કરે, બધું સંતાડીને રાખે.

આ ત્રણ જયારે પણ છોકરી જોઇ જાય એટલે પેલે બૂમ નાખે મારાં નામ ની કે "kartik આ જો છોકરી. "
આ નાખવા માં સૌથી loud અવાજ હોય naitik નો.

હું, jaani, naitik, nisarg  સવાર માં બસ માં ભેગા જ હોઈએ. બસ માં બીજી college ની ઘણી છોકરીઓ હોય. પેલા ત્રણ બસ માં પેલેથી જ ચડીને આવતા જયારે મારું અને Jaani નું stop પછી આવતું.તો એ લોકો પેલેથી જ બસ માં ચડેલા હતા અને બસ નજીક  આવતા હું અને jaani બંને ચડ્યા.જેવો હું ચડ્યો એવો જ એક અવાજ સંભળાયો, "kartik અહીંયા આવી જા " મેં  જોયું તો naitik બોલ્યો હતો પાછળ થી.naitik અને dhruv બન્ને જે જગ્યા એ બેઠા હતા એની આગળ ની seet માં છોકરીઓ બેઠી હતી અને એટલે જ એ લોકો એ seet માં બેઠા હતા. હું ગયો અને જેવો બેઠો તેવો dhruv બોલ્યો, "kartik આમ તો જો કેવડી ગજબ લાગે છે આગળ વાળી....."

naitik : તારા માટે special જગ્યા રાખી મેં આ છોકરી ની પાછળ.... મને ખબર જ હતી કે kartik ને બોવ ગમશે...

આ અવાજ આખી બસ માં સંભળાય એવો હતો અને આગળ બેસેલી છોકરીઓ મારાં સામે જોવા લાગી ફરીને.

dhruv : kartik જરાક ઊંચો થઈને જોને ઓલી whatsapp માં કોને msg કરે છે.

naitik : રેવા દે, ત્યાંથી નહીં દેખાય....એક કામ કર જરાક ઉભો થા બેગ મુકવાની acting કર એટલે ભગવાન ની દયા એ દેખાઈ જશે.

પાછા એટલા બુદ્ધિશાળી કે જોર જોર થી બોલે અને આગળ બેસેલી છોકરીઓ મારાં સામે એવી રીતે જોવે કે જાણે મેં ગુનો જ કરી નાખ્યો હોય.

હજુ તો આવી વાતો થી માંડ clg stop આવ્યું કે જેવો હું ઉભો થયો બહાર નીકળવા મને nisarg એ જોરથી ધક્કો માર્યો અને હું પડ્યો એક છોકરી પર. ઓલી બિચારી હેબતાઈ ગઈ. આખી બસ માં બધા એ બુમાબુમ કરી નાખી.

જયારે હું બહાર નીકળ્યો તો nisarg બોલ્યો, "kartik જોયો ને મારો ધક્કો તે કેવો પડ્યો છોકરી પર.... મજા આવીને... જોયુંને.. જોયુંને..."

dhruv : મને તો આગળ વાળી નું મોઢું જ ના દેખાયું યાર so sad life

આ લોકો ને કંઈક કહેવું એટલે કુવા માં પાણી રેડવા જેવું હતું.અને આવા સાંપ type લોકો ને જ મેં મારાં frnd બનાવી લીધા હતા.

અને આવું જ ચાલતું હતું થોડાક દિવસ.એક દિવસ  હું અને vaidehi બેઠા હતા clg ની પાછળ ની side એકલા. Break હતી એટલે વાતો કરતા હતા ત્યાં તો naitik અને Dhruv ભાગતા ભાગતા મારાં પાસે આવ્યા.vaidehi ને જરાય ના ગમે જ્યારે અમે બેઠા હોય ત્યારે કોઈ બીજું પણ આવી જાય વચ્ચે એટલે મેં જ પૂછ્યું એ  બન્ને ને.

me : શું થયું યાર??  ભાગતા ભાગતા આવી ગયા... ક્યાંક તો બેસવા દો શાંતિ થી...

naitik : એક વાત કહીશને તો તું પણ ભાગવા માંડીશ અત્યારે.

dhruv: kartik આપણા junior આવ્યા છે first sem વાળા. આજથી એમને regular ચાલુ થઈ ગઈ clg.

me : હા તો શું છે?

dhruv : તું છોકરીઓ તો જો junior માં.......કેવડી ગજબ છે બધીય..... મારી આંખો confuse થઈ ગઈ કોના સામે જોવું.... જલ્દી ચાલ તું અત્યારે મારાં ભેગો....

naitik : હા ભાઈ... જલ્દી કર આપણે બધીને જોઈએ એક એક કરીને...

હવે આમને શું કેવું મારે.. મારી જ gf ની બાજુ માં ઉભા  રહીને મને બીજી છોકરીઓને line મારવાનું ઇન્વિટેશન દેવા આવી ગયા.મેં માંડ માંડ આ લોકોને સમજાવીને કાઢ્યા કે હમણે હું આવું છું તમે જાવ.

પછી હું પણ class માં ચાલ્યો ગયો.થોડાક દિવસ ગયા હશે ત્યારે હું સવારે computer lab માં બેઠો હતો. મારી બાજુ માં Harsh બેઠો હતો. અમારી પાછળ ની line માં naitik, nisarg એ બધા બેઠા હતા. અમારી computer lab બે ભાગ માં વહેંચાયેલી હતી. એક બીજો part અંદર ની side હતો જ્યાં જવું હોય તો અમારી lab માંથી જ જવું પડે.અમે  બધા બહારની side ની lab માં પોતાનું કામ કરતા હતા ત્યાં જ બધા junior આવ્યા lab માં અને અમારી lab માંથી થઈને અંદર ની lab માં જવા લાગ્યા.થોડાક boys ગયા પછી girls જતી હતી અંદર ત્યારે જ naitik,nisarg અને dhruv ઉભા થયાં અને પાછળ થી મારાં બાજુ જોઈને મારાં નામની બૂમ પાડવા લાગ્યા એટલે બધી junior girls મારાં સામે જોવા લાગી.છતાંય પેલા લોકો "અરે kartik....ના હોય... અરે " બોલવા લાગ્યા.આ લોકોની આ હરકત ના લીધે જ મેં એકેય girl સામે જોયા વગર computer માં typing કરવા માંડ્યું.

બસ આ હતી આ લોકોની પહેલી ભૂલ.મારું નામ junior માં ગુંજતું કરી નાખ્યું.હવે બધી junior girls ને મારું નામ ખબર પડી ગઈ હતી મારાં વહાલા દોસ્તોના લીધે.એમાં  એક છોકરી હતી,જેને મારું નામ ખબર ના પડત તો જીવન માં થોડીક તકલીફ ઓછી થાત પણ મહાદેવ ને એ મંજૂર નથી.આટલી બધી છોકરીઓ બાજુ માંથી ગઈ છતાંય મેં એકેય સામે જોયું નહોતું.

Harsh : kartik બધી છોકરીઓ તારા બાજુ જ દેખે છે આમ તો જો નજારો...

me : મારાં બાજુ જ દેખેને... પાછળ વાળા મારાં નામની બૂમો પાડે મારાં સામે જોઈને, તો બધા મારાં સામું જ જોવાના.

બીજા દિવસે અમે બધા ઉભા હતા library એ ત્યાં એક junior books લેવા આવી. black jeans અને એની માથે white t-shirt પહેરેલી હતી.બે ઘડી એના સામે જોયા રાખવાનું જ મન થયું but મને ખબર હતી કે naitik ને એ બધા અહીં જ છે નકામી મારાં નામની બૂમ પાડે એની પેલા હું નીકળી જાવ ત્યાં જ naitik અને dhruv એ ત્યાંથી બૂમ લગાવી મારાં નામ ની.હું ત્યાંથી જતો જ હતો ત્યાં મને રોકી લીધો.આ લોકો એ પછી બૂમ પાડી એટલે ઓલી મારાં સામે જોવા લાગી અને એને કાયક યાદ આવ્યું હશે તો ધીમેથી હસવા લાગી.

naitik : અરે ભાઈ અમને મૂકીને ક્યાં જાવ છો એકલા એકલા...

dhruv : kartik તું આ junior girl સામે જ જોતો હતો ને હમણે ચાલીને આવતી હતી ત્યારે.... જોયુંને naitik આ ઓલી સામે જોતો હતો આપણા થી સંતાઈને..

naitik : ભાઈને love થઈ ગયો junior જોડે

હવે આ વાત પેલી છોકરીને એકદમ clear સંભળાઈ ગઈ,કારણકે એક તો library માં એકદમ શાંતિ હતી અને પછી પેલી junior નજીક જ હતી સાવ.

me : અરે ના યાર એવુ કાય નથી....
હજુ તો હું બોલવાનું પૂરું કરું ત્યાં તો પાછા બૂમો પાડવા લાગ્યા.

naitik : અરે ના હોય..... Love થઈ ગયો ભાઈને..... હશે ભાઈ.....

dhruv : હવે તો આપણે ને બોલાવશે પણ નહીં યાર.... Junior જોડે setting થઈ ગયું kartik નું જો ઓલી તારા સામે જ જોવે છે..... જોતો ખરા કેવડી ક્યુટ લાગે છે તારા સામે જોતા.......

ત્યાં જ library વાળા sir એ અમને બહાર કાઢ્યા.

sir : નીકળો તો અહીંયા થી.... Library માં બૂમો પાડો છો... એટલી ખબર નથી પડતી અહીંયા શાંતિ રાખવાની...

બીજા દિવસે હું,jaani અને  Harsh બેઠા હતા ત્યારે vaidehi આવી મારાં પાસે.

vaidehi : kartik એક છોકરી તારી પુછપરછ કરાવે છે clg માં..... શું ચાલે છે આ બધું...

me : મારી શું પુછપરછ કરાવે છે?? કોણ છે??

vaidehi : kartik કોણ છે.... Kartik single છે કે નહીં... Kartik ભણવા માં કેવો છે....

Jaani : અરે આમાં કઈ નવી વાત છે...Kartik છે જ એટલો પોપ્યુલર... બધી છોકરી પુછપરછ કરાવે...

Harsh : કોણ છે એ છોકરી????

vaidehi : હું એવી ના નામ પણ ના બોલું...

jaani : અરે આટલો બધો ગુસ્સો કેમ કરે છે તું??

vaidehi : કોક નવી છોકરી આવીને મારાં bf વિશે પુછપરછ કરે તો મને ગુસ્સો તો આવે જ ને..

me : ઠંડી થા...

vaidehi : તને તો મજા જ આવે ને junior girls જોડે.... જાવ છું હું હવે

ગુસ્સામાં જ ચાલી ગઈ.

me : આજકાલ આનો ગુસ્સો બોવ વધી ગયો છે... મને જરાય ના ગમે આવા નખરા વાળી છોકરીઓ...

Jaani : kartik તારી બીજી gf બનશે...થોડાક દિવસ માં એવું આ ભૂદેવને લાગે છે...

me : અરે યાર..... એક તો હજુ mahek ના કાંઈ ખબર નથી અને તું નવી gf ની વાતું કરે છે.vaidehi ને જોઇ કેટલો ગુસ્સો કરે છે...

Harsh : તારા કામ એવા છે ગુસ્સો જ કરે ને vaidehi...

me : જે હોય તે મને ફર્ક નથી પડતો...મહાદેવ ને મંજૂર હશે એ જ થશે..

મેં એક lacture ભર્યો પણ મન માં શાંતિ ના થઈ. mahek યાદ આવી ગઈ એનાં લીધે. પછી સીધો break માં vaidehi પાસે ગયો.vaidehi મોઢું ફેરવીને ઉભી રહી ગઈ એટલે મેં એનાં face ને પકડીને મારી તરફ ફેરવ્યું અને  બોલ્યો.

me : અરે છોરી.. આટલી ગુસ્સે ના થા... મને એક જવાબ દે..મારી ક્યુટી...

vaidehi : Pari નામ છે એ junior નું... ભૂલે ચુકે પણ એવુ ના વિચારતો એનાં વિશે... તારી ચિંતા થાય છે એટલે જ કવ છું.

me : તને મૂકીને કોઈ વિશે ના વિચારૂ હું... પાગલ...

vaidehi : તું ગમે એનાં વિશે વિચારી લે... હું તો તારું જ વિચારવાની એ વાત વિચારી લેજે તું. 

એકાદ દિવસ પછી હું અને આખુ group બેઠું હતું free time માં ત્યાં જ એક છોકરી આવી અમારા પાસે.

she : kartik કોણ છે??

Naitik : અરે kartik...

એ મારાં સામે જોઈને બોલ્યો એટલે ઓલી છોકરી સમજી ગઈ. આ છોકરી library માં books લેવા આવી હતી એ જ હતી.

she : hy, kartik...

me : hello

હવે બધા અમારા બન્ને સામે જોવા લાગ્યા.

she : My name is Pari.તમારી junior છું.

me : તારા wings ક્યાં ગયા pari.... મારાં મમ્મી બોલતા હતા કે પરીને પાંખો હોય

she : sorry...  આજે મને નહોતી ખબર કે તમારા જોડે વાત થશે... નકર પાક્કા લઇ આવત

me : બોલ ને શું કામ હતું....

she : મારે એક help જોતી હતી... મને થોડાક doubts હતા એ clear કરવા ના હતા... એટલે મેં mem ને કીધુ તો એમને કીધુ કે kartik જેવું તને કોઈ નહીં શીખવાડી શકે...તો તમે મને મદદ કરાવશો???

dhruv પોતાની બટન જેવી આંખો pari પર થી હટાવીને મારાં બાજુ જોવા લાગ્યો. બધા મારાં તરફ થી રાહ જોતા હતા.હું ના પાડવા જતો હતો ત્યાં તો naitik બોલ્યો.

naitik : તારા માટે કાંઈ પણ કરશે kartik...free થા તું ત્યારે books લઈને આવી જજે kartik પાસે...

Pari: Thank u so much....તો kartik  મળીએ આપણે કાલે..bye

pari ગઈ એટલે naitik, nisarg અને dhruv એ મને ઘેરી લીધો.એ લોકો કાય બોલે એની પેલા હું જ બોલ્યો.

me : અરે યાર તે Pari ને હા કેમ પાડી.... હું કાય નહીં શીખાડવાનો એને...

naitik : મને ખબર હતી તું ના જ પાડીશ... એટલે જ હું બોલી ગયો....

dhruv : તે જોયું નહીં કેવડી ક્યુટ લાગતી હતી....તારા સામે કેવી રીતે જોતી હતી અને તું પાગલ એને ના પાડી દેત તો કેવડી hurt થાત એ...

me : તું બંધ થાને ભાઈ.. તને ખબર છે vaidehi ને કેવડું hurt થશે.. ક્યારનો લાગ્યો છો તો...

Naitik : એ બધુ અમે ત્રણ સંભાળી લઈશું. Vaidehi ને કાંઈ problem નહીં થાય.

આ લોકો એ Problem બોલાવી લીધી હતી મારાં માટે.... કારણકે Pari simple girl નહોતી કે હું એનાં જોડે વાત કરું..... એને શીખવાડું... Pari જોડે clg માં કોઈ જોઇ જાય તો પણ તકલીફ થાય જાય.

હવે એવુ બધું શું છે pari માં કે એનાં જોડે કોક જોય જાય તો પણ તકલીફ પડી જાય..એ જોઈએ next part માં  

કાંઈ વાંધો નહીં વધારે ના વિચારશો બધું ખબર પડી જશે.પરંતુ વાર લાગશે, તો  મળીએ next part માં તમારા થોડાક જવાબો સાથે....


JUST KEEP CALM AND SAY RAM


(ક્રમશઃ )


__________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.

on Instagram: cauz.iamkartik