વર્ષો પહેલાની વાત એક ગામમાં તલકચંદ નામના શેઠ રહે.શેઠ નો વેપાર સારો એવો ચાલતો.
એક વાર શેઠ ની દુકાને એક દેવી આવ્યા શેઠે તેમને આવકાર્યા અને પૂછ્યું કે કોણ તમે.
આવનાર દેવીએ કહ્યું કે હું લક્ષ્મી છુ. અને તારા પર પ્રસન્ન થવા માંગુ છું તારી ઈચ્છા હોય તો હું તારા ઘરમાં પ્રવેશ કરું.
શેઠે પૂછયું કે તમે સુરી છો કે અસૂરી??
દેવી એ કહ્યું કે હું તો અસૂરી છું.
તો શેઠે કહ્યું કે દેવી મને માફ કરો અસૂરી લક્ષ્મી મારે ના જોઈએ.
દેવી તો ત્યાંથી ચાલતા થઈ ગયા.
હવે શેઠ તથા દેવી વચ્ચે થયેલા આ સંવાદો ગામનો પૂજારી સાંભળી ગયો.
તેને વિચાર્યું કે સુરી હોય કે અસૂરી શુ ફરક પડે છે.
આવતી લક્ષ્મીને ના થોડી પડાય.શેઠ તો મૂરખ છે કે જેણે લક્ષ્મી ને ના પાડી દીધી.
તેથી તે તો લક્ષ્મી દેવી ની પાછળ પાછળ જંગલ સુધી પહોંચી ગયો અને દેવી દેવી ની બુમો પાડવા લાગ્યો.
દેવી એ પાછળ ફરીને પૂજારી ને બુમો પડવાનું કારણ પૂછ્યું.
તો પૂજારી એ કહ્યું કે મેં તમારી અને શેઠ સાથે થયેલી વાતો સાંભળી અને શેઠે તમને આવકારો ના આપ્યો.
પણ કાંઈ વાંધો નઈ તમે મારી ઘરે ચાલો મારા પર પ્રસન્ન થાવ.
તો દેવી એ કહ્યું કે હું "સુરી નહીં અસુરી છું"
પૂજારી એ કહ્યું "કાઈ વાંધો નઈ સુરી હોય કે અસુરી સુ ફરક પડે છે!"
મારે તો ધન દોલત થી મતલબ છે.
લક્ષ્મીજી એ કીધું કાઈ વાંધો નઈ તો તારા બે હાથ ફેલાવ હું સોનાનો વરસાદ કરીશ તારા પર.
સોનાની લાલસા માં પૂજારી એ તેના બન્ને હાથ ફેલાવી દીધા.
અને જોતજોતામાં તેના પર સોનાની વર્ષા થવા લાગી.ધીમે ધીમે કરતા એટલું બધું સોનુ આવ્યું કે પૂજારી ના બંને હાથ સોનાથી દટાઈ ગયા.
લક્ષ્મીજી એ કીધું કે હું હવે જાવ છું.
પૂજારી કહે દેવી મારા હાથ ફસાઇ ગયા છે એ કાઢવામાં તો મદદ કરો.
દેવી એ કહ્યું હું તારી કંઈજ મદદ નઈ કરી શકું.
પૂજારી એ વિચાર્યું કે આના કરતાં તો હું નિર્ધન જ સારો હતો.
નાહક જ આ મુસીબત માં ફસાયો.
તેને દેવી ને કહ્યું કે મારે કાઈ નથી જોતું તમારું ધન તમે પાછું લઈ જાવ.
દેવી એ પૂજારી ને કહ્યું કે એમ પાછું ના જાય તારે આમાં કંઇક ઉમેરવું પડે.
પૂજારી એ વિચાર્યું કે આતો ઉલ માંથી ચુલ માં પડ્યા.
તેને કહ્યું કે મારી પાસે તો ફક્ત ગોપી ચંદન જ છે. જેના થી મારુ ઘર ચાલે છે જે મારી કમાણી છે.
દેવીએ કહ્યું હું એ કાંઈ ના જાણું આમાં તું કંઈક ઉમેરિશ તો જ તું આમાંથી મુક્ત થઈ શકીશ.
પુજારીએ કહ્યું સારું પણ ગોપી ચંદન મારા ખિસ્સામાં છે.મારો એક હાથ મુક્ત કરો તો હું આમાં કંઇક મૂકી શકું.
ત્યારે દેવીએ તેનો એક હાથ મુક્ત કર્યો.
પુજારીએ તો જેવું ગોપી ચંદન સોનાં સાથે મૂક્યું ત્યાં તો પલકવારમાં દેવી સોનુ તથા ગોપી ચંદન બધું અદૃશ્ય થઈ ગયું.
પૂજારી ને ઘણો પસ્તાવો થયો તેને થયું કે આના કરતાં તો જે હતું એ સારું હતું.
વધારે ધન ની લાલચ માં મારી કમાણી નું સાધન પણ ગયું.
@@@@@@@@@@
આપણું પણ કંઇક આવું જ છે આપણે પણ વધારે ધન ની ઈચ્છા માં ધણી વખત પ્રામાણિકતા ને નેવે મૂકી દઈએ છીએ.
અપ્રમાણિકતા થી ભેગું કરેલું ધન ઘણી વખત આપણી પ્રામાણિકતા થી કમાયેલા ધન ને પણ નુકશાન પહોંચાડે છે.