The Author Keyur Pansara અનુસરો Current Read વ્યસન તો હોવું જ જોઈએ By Keyur Pansara ગુજરાતી મેગેઝિન Share Facebook Twitter Whatsapp Featured Books નારદ પુરાણ - ભાગ 53 સનત્કુમાર આગળ બોલ્યા, “ઈષ્ટદેવની આરતી ઉતાર્યા પછી શંખનું જળ... મારા અનુભવો - ભાગ 20 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 20શિર્ષક:- કુંભમેળોલેખક:- શ્રી... શ્રાપિત પ્રેમ - 19 " રાધા, તને મળવા માટે કોઈ આવ્યું છે."રાધા અને ડોક્ટર નેન્સી... જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन त... પ્રેમતૃષ્ણા - ભાગ 10 “ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .“ ત્યાં એ છ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો વ્યસન તો હોવું જ જોઈએ (11) 1.1k 4k 2 વ્યસન હોવું જ જોઈએ પણ શેનું? વ્યસન હોવું જોઈએ સભ્યતાનું, વ્યસન હોવું જોઈએ સંસ્કારોનું, વ્યસન હોવું જોઈએ સેવાનું, વ્યસન હોવું જોઈએ પરોપકારનું, વ્યસન હોવું જોઈએ સારા વિચારોનું, વ્યસન હોવું જોઈએ ચારિત્ર્યનું. જો આવા વ્યસન થાય તો કોઈ ના માં-બાપને વૃદ્ધાશ્રમ ના પગથિયાં નહીં ચડવા પડે, દેશની બહેન-દીકરી સુરક્ષિત થશે, માણસો દીકરા અને દીકરીમાં ભેદભાવ નહીં રાખે, સ્ત્રી ભ્રુણ હત્યા બંધ થશે, બાપને દીકરીના દહેજની ચિંતા નહિ સતાવે, માણસો સ્વચ્છતા ના આગ્રહી થશે અને આવું તો ઘણું બધું ગણાવી શકાય. આટઆટલા ફાયદા કરાવતા વ્યસનની બદલે માણસને તો પોતાના શરીર ને તથા સંપત્તિ ને નુકસાન થાય તેવા વ્યસન કરવા જ ગમે છે. દરવર્ષે લોકો અબજો રૂપિયા નો ધુમાડો આ નુકશાનકારક વ્યસનની પાછળ ખર્ચ કરે છે. જો આ રૂપિયા સારા કામમાં લગાડવામાં આવે તો આપણા દેશની અગણિત સમસ્યાઓ દૂર થઈ જાય જ્યાં જુઓ ત્યાં માણસો બસ પાન-મસાલાની પિચકારી મારતા જોવા મળશે જો આવા લોકોમાં સ્વચ્છતા નું વ્યસન લાગી જાય તો તેઓ જ્યાં ત્યાં થુકશે નહીં અને બની શકે કે સ્વચ્છતા ના વ્યસન ને કારણે તેનું પાન-માસલાનું વ્યસન છૂટી જાય. તમે ક્યાંક વાંચ્યું જ હશે કે "જેવું કરો એવું ભરો" આ વાત વ્યસન માં પણ લાગુ પડે છે. જો સારા વ્યસન હશે તો તેનો અનેકગણો લાભ મળશે અને જો ખરાબ વ્યસન હશે તો તેની નુકશાની ગિફ્ટ માં મળશે. અત્યારે આબાલવૃદ્ધ તમને વ્યસનથી ઘેરાયેલા મળશે.વ્યસન મુક્તિ અભિયાન જેવા સારા કાર્ય પણ ઘણા લોકો કરે છે તેમ છતાં ભેંસ આગળ ભાગવત જેવું જ પરિણામ આપણને જોવા મળે છે. દરેક વ્યસન કરતી વ્યક્તિ પાસેથી તમને એક દલીલ હંમેશા સાંભળવા મળશે કે 'વ્યસન મૂકવું છે પણ મૂકાતું નથી' ક્યાંક વાંચેલું કે 'છ મહિનાનું બાળક માતાનું ધાવણ મૂકી શકતું હોય તો વ્યસન કેમ ના મુકાય' મારુ તો માનવું છે કે વ્યસન મુક્તિ અભિયાન ચલાવવા કરતા ઉપર જણાવેલ સારા વ્યસન કરવા માટે લોકો ને પ્રેરવા જોઇએ. ચોથા કે પાંચમા ધોરણમાં એક પ્રેરકકથા વાંચેલી, જેમાં એક વ્યક્તિ ને દારૂ, જુગાર, ચોરી વગેરે ની ખરાબ ટેવ હોય છે.તે ગામમાં એક સંત આવે છે અને આ વ્યક્તિ ને ફક્ત સાચું બોલવાની સલાહ આપે છે અને તે વ્યક્તિ આ સત્ય બોલવાની ટેવ પાડે છે અને ધીરે ધીરે તેની બધી ખરાબ આદતો છૂટી જાય છે. જો આપણે પણ ફક્ત એક સ્વચ્છતા ની સારી ટેવ પાડીએ તો બની શકે કે ધીમે ધીમે આપણી પણ પાન-મસાલા ખાવાની અને જ્યાં ત્યાં પિચકારી મારવાની ટેવ છૂટી જાય. આવી જ રીતે જો જીવનમાં સારા સંસ્કારનું વ્યસન કરવામાં આવે તો આપણા દેશમાં બહેન દીકરીઓ પ્રત્યે દરેક વ્યક્તિ પોતાની બહેન દીકરી જેવો વ્યવહાર કરે. ચોરી, લૂંટફાટ, મારામારી, બળાક્તાર જેવા દુષણો થી આપણો સમાજ મુક્ત થઈ જાય. આ બધા વ્યસનોની ઉપર એક સારું વ્યસન આવે છે દેશભક્તિનું. આજની પેઢી તમને દેશભક્તિ થી વંચિત જોવા મળશે તે લોકો ને ખબર નથી કે આ દેશ ને આઝાદી અપાવવા માટે આપણા અસંખ્ય વિરોએ પોતાનું લોહી રેડયું છે. બસ બે જ દિવસ આપણે દેશભક્તિ ની વાતો કરીયે છીએ માત્ર બે જ દિવસો પૂરતા હાથ માં ત્રિરંગો લઈને ગર્વ અનુભવીએ છીએ ખરેખર તો દેશભક્તિ દેખાડો કરવા માટે નહીં પણ દિલમાં રાખવા માટે હોય છે. દેશભક્તિનો મતલબ માત્ર દેશમાટે બલિદાન આપવાનો નથી. જો સ્વદેશી વસ્તુ નું વ્યસન થઈ જાય તો પણ એ એક પ્રકારની દેશભક્તિ જ કહેવાય આજકાલ આપણે વિદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીએ છીએ અને વિદેશોમાં અબજો રૂપિયા પહોંચાળીયે છીએ અને એક પૈસામાંથી તેઓ આપણા દેશ પર આતંકી હુમલાઓ કરે છે જો સ્વદેશી વસ્તુ વાપરવાનું વ્યસન લાગી જાય તો દેશ નો પૈસો દેશમાં જ રહે અને તે પૈસા માંથી દેશનો વિકાસ થઈ શકે. તો કહેવાનો અર્થ એ જ છે કે વ્યસન હોવું જ જોઈએ પણ વ્યસન સારી બાબત નું હોવું જોઈએ. Download Our App