The Author Keyur Pansara અનુસરો Current Read દ્રષ્ટિ એવી સૃષ્ટિ By Keyur Pansara ગુજરાતી મેગેઝિન Share Facebook Twitter Whatsapp Featured Books ખજાનો - 86 " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા... ફરે તે ફરફરે - 41 "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર... ભાગવત રહસ્ય - 119 ભાગવત રહસ્ય-૧૧૯ વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો... પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... ખજાનો - 85 પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો દ્રષ્ટિ એવી સૃષ્ટિ (12) 1.3k 7.4k 2 કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કેવી છે તે આપણી નજર પર આધારિત છે. @@@@@@ બે વ્યક્તિઓ છે. બંને ને ધ્રુમપાન કરવાની આદત છે.બંને સારા મિત્રો પણ છે. અને એક સરખી બ્રાન્ડની બીડી તેઓ ફૂંકે છે. હવે આ બંનેમાંથી એક ને એવી ટેવ છે કે બીડીનું પેકેટ લીધા બાદ તેમાંથી સૌથી ખરાબ બીડી તેમાંથી કાઢે છે અને એમ વિચારે છે કે પહેલા આ ખરાબ બીડી ફૂંકી લવ કાલે સારી બીડી પીશ. એટલે પેકેટ માં રહેલી સૌથી નબળી બીડી કાઢીને તે બીડી ફૂંકે છે. બીજા દિવસે બીડી ના પેકેટ માં બાકી રહેલી બીડીમાંથી ફરીથી તે સૌથી ખરાબ બીડી શોધે છે અને પછી બીડી ફૂંકે છે. આમ તે રોજેરોજ બીડી ના પેકેટમાંથી સૌથી ખરાબ બીડી પસન્દ કરીને રોજ સૌથી નબળી બીડી જ ફૂંકે છે. @@@@@@@@@@@@ જ્યારે બીજા ને એવી ટેવ છે કે બીડીનું પેકેટ લીધા બાદ તેમાંથી સૌથી સારી બીડી તેમાંથી કાઢે છે અને એમ વિચારે છે કે પહેલા આ સારી બીડી ફૂંકી લવ કાલે ખરાબ બીડી પીશ. એટલે પેકેટ માં રહેલી સૌથી સારી બીડી કાઢીને તે બીડી ફૂંકે છે. બીજા દિવસે બીડી ના પેકેટ માં બાકી રહેલી બીડીમાંથી ફરીથી તે સૌથી સારી બીડી શોધે છે અને પછી બીડી ફૂંકે છે. આમ તે રોજેરોજ બીડી ના પેકેટમાંથી સૌથી સારી બીડી પસન્દ કરીને રોજ સૌથી સારી બીડી જ ફૂંકે છે. @@@@@@@@@@@ બંને વ્યક્તિ એક જ બ્રાન્ડની અને એક સરખી જ બીડી ફૂંકે છે પણ ફરક અહીં નજરનો છે. એક જ બ્રાન્ડ તથા એક સરખી જ બીડી હોવા છતાં પહેલી વ્યક્તિ નબળી બીડી પીવે છે જ્યારે બીજી વ્યક્તિ શ્રેષ્ઠ બીડી પીવે છે. મારો ઉદ્દેશ્ય વ્યસન ફેલાવવાનો નથી પણ આ એક ઉદાહરણ દ્વારા એવું સમજી શકાય કે જો નજર સારી હોય તો કાદવમાં પણ કમળ દેખાય અને જો નજર નબળી હોય તો ગુલાબ માં પણ કાંટા દેખાય. @@@@@@@@@@@ એક બાળકે તેના દાદીને પૂછ્યું કે દાદી તમને શિયાળો કેવો લાગે તો જવાબ મળ્યો કે શિયાળા માં તો ઠંડી હોય તેમા ગરમ કપડાં પહેરવા પડે ક્યાંય જવાનું મન જ ના થાય. તો બાળકે પૂછ્યું કે તમને ઉનાળો કેવો લાગે?? દાદી એ કહ્યું કે મને તો ઉનાળો સાવ ના ગમે ઉનાળામાં તો કેવી ગરમી થાય બહાર નીકળીએ તો લુ લાગે ક્યાંય જવાનું મન જ ન થાય. તો બાળકે પૂછ્યું કે ચોમાસું તમને કેવું લાગે બાળક ના આ સવાલ ના જવાબમાં તેના દાદીએ કહ્યું કે ચોમાસામાં તો વરસાદ પડવાથી બધે પાણી અને કીચડ જ હોય છે આવી ઋતુ તો મને સાવ ના ગમે. @@@@@@@@ બીજા એક બાળકે તેના દાદીને પૂછ્યું કે દાદી તમને શિયાળો કેવો લાગે તો જવાબ મળ્યો કે શિયાળા માં તો સવારે મસ્ત ગુલાબી ઠંડી હોય વાતાવરણ એકદમ ખુશનુમા હોય અને શિયાળામાં તો બધા શાકભાજી તાજા હોય ખૂબ જ મજા આવે. તો બાળકે પૂછ્યું કે તમને ઉનાળો કેવો લાગે?? દાદી એ કહ્યું કે ઉનાળા માં તો ખૂબ જ મજા આવે ગરમી માં ઠંડા પાણીએ નાવાની તો મજા જ અલગ છે અમે તારા જેવડા હતા ત્યારે નદીએ નાવા જતા અને ખુબજ મજા કરતા ઉનાળામાં તો મજા જ આવે. તો બાળકે પૂછ્યું કે ચોમાસું તમને કેવું લાગે બાળક ના આ સવાલ ના જવાબમાં તેના દાદીએ કહ્યું કે ચોમાસામાં તો વરસાદમાં નહાવાની મજા જ અલગ છે બધા નદી-નાળા પાણીથી છલોછલ થઈ જાય ચોમાસામાં તો મજા આવે. જેવી આપણી નજર હશે તેવી જ આપણે આ દુનિયા દેખાશે. દુર્યોધનને રાજ્યમાંથી એક પણ સારી વ્યક્તિ મળી ન હતી જ્યારે એજ રાજ્યમાંથી અને એજ પ્રજામાંથી યુધિષ્ઠિરને એક પણ ખરાબ વ્યક્તિ મળી ન હતી. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ વાક્ય ખરેખર સાર્થક જ છે. આપણી આસપાસ ની દુનિયા તો એ ની એજ છે છતાં અમુક લોકોને મૂર્તિમાં પણ ભગવાન નથી દેખાતા જ્યારે બીજા લોકોને પથ્થર માં પણ ભગવાન દેખાય છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ વાક્ય ખરેખર સાર્થક જ છે. Download Our App