The Author Keyur Pansara અનુસરો Current Read વિચારશક્તિ By Keyur Pansara ગુજરાતી મેગેઝિન Share Facebook Twitter Whatsapp Featured Books લાગણીનો સેતુ - 7 શિખરના ફ્લેટ પરની એ લાગણીસભર મુલાકાત પછી શિખર અને શિખાનું બં... કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 10 કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર ખંડ – ૧ પ્રકરણ : ૧૦ : ગુરુંગ... Mindset - 3 Mindset Chapter 3 : The Acceptability મનોબળ તો કદી હાર ના મા... અહં બ્રહ્માસમી સુપ્રભાત / નમસ્કાર મિત્રો!આજે આપણે અહીં એક બહુ જ ઊંડા, પણ જી... પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 11 ️ પ્રકરણ ૧૧: વાર્તાનો વળાંક – આત્માનો અવાજયશના જીવનમાં આજે ઉ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો વિચારશક્તિ (5.4k) 1.5k 4.1k 1 આજથી 3 મહિના પછી તને દુનિયાના સૌથી ઝેરી સાપ દ્વારા ડંખ મારવામાં આવશે.અમેરિકાની જેલમાં સજા ભોગવી રહેલા એક કેદી ને જેલના જેલર દ્વારા માહિતી આપવામાં આવી. ચોરી ખુન અને લૂંટફાટ જેવા અનેક ગુનાઓ કરવાના લીધે જોસેફ ને મોત ની સજા મળી હતી. પહેલા તો જોસેફ ને બીજા ગુનેગારોની જેમ ફાંસી જ આપવાની હતી.પરંતુ ડૉ. માર્ટિનની એક સલાહ મુજબ જોસેફને ફાંસી આપવાને બદલે સાપ કારડાવની સજાનો હુકમ થયો હતો. ડૉ. માર્ટિન એક ખ્યાતનામ કોલેજમાં સાયકોલોજીના લેકચરર અને અત્યારસુધી ઘણા સાઇકો દર્દીઓના ઈલાજ કર્યા હતા.અને જેલમાં સજા ભોગવતા કેદીઓની પણ સારવાર કરેલી હતી. આથી પોલીસ અધિકારીઓ સાથે પણ તેઓના સારા એવા સબંધો હતા.તેઓએ જ કેદીઓને કાંઈક નવી રીતે કેદીઓને મોત આપવાનો વિચાર જેલના અધિકારીને આપેલો અને કહેલું કે આમ પણ આ કેદીને મોતની સજા તો આપવામાં આવેલી જ છે તો અલગ રીતે સજા કરીએ તો એમ ખોટું શુ છે! આવી રીતે જોસેફને સાપ કરડાવાની સજા જેલર દ્વારા જોસેફને સજા સાંભળવામાં આવી. ડૉ. માર્ટિનની સૂચના મુજબ જોસેફને રોજેરોજ સાપ કરડાવાની સજા યાદ કરાવવામાં આવતી. 'આજથી 89 દિવસો પછી તને સાપ દ્વારા ડંખ મારવામાં આવશે' જેલર દ્વારા જોસેફને સૂચના આપવામાં આવી. 'આજથી 88 દિવસો પછી તને સાપ દ્વારા ડંખ મારવામાં આવશે' જેલર દ્વારા જોસેફને સૂચના આપવામાં આવી. 'આજથી 87 દિવસો પછી તને સાપ દ્વારા ડંખ મારવામાં આવશે' જેલર દ્વારા જોસેફને સૂચના આપવામાં આવી. આવી રીતે રોજબરોજ જેલર દ્વારા જોસેફને સાપ કરડવાની સજા યાદ અપાવવામાં આવતી. ધીમે-ધીમે દિવસો પસાર થતા ગયા અને જોસેફની સજા આડે હવે માત્ર ત્રણ દીવસો જ બાકી રહ્યા હતા. ડૉ. માર્ટિનની સૂચના મુજબ હવે જેલર ને દર કલાકે જોસેફને સજા વિશે યાદ કરાવવા લાગ્યો. 'આજથી 72 કલાક પછી તને સાપ દ્વારા ડંખ મારવામાં આવશે' જેલર દ્વારા જોસેફને સૂચના આપવામાં આવી. 'આજથી 71 કલાકો પછી તને સાપ દ્વારા ડંખ મારવામાં આવશે' જેલર દ્વારા જોસેફને સૂચના આપવામાં આવી. આવી જ રીતે જ્યારે હવે છેલ્લી કલાક ની વાર હતી ત્યારે ડૉ. માર્ટિનના કહ્યા મુજબ જોસેફની આંખ પર પટ્ટી લગાડવામાં આવી અને દર મિનિટે સજા વિશે યાદ કરાવવામાં આવવા લાગ્યું. હવે જ્યારે છેલ્લી મિનિટ બચી હતી ત્યારે તેને દર સેકન્ડે સજા વિશે યાદ કરાવવામાં આવવામાં આવ્યું. આખરે તેની સજાનો સમય આવી ગયો તેને એક પગ આગળ રાખવાનું કહેવામાં આવ્યું અને સાપ તેનાથી કેટલો દૂર છે તેવું કહેવામાં આવ્યું. સાપ 20 ફૂટ દૂર છે,સાપ 10 ફૂટ દૂર છે....સાપ 5 ઇંચ દૂર છે,સાપ 1 ઇંચ દૂર છે અને આખરે જોસેફે પોતાના પગના અંગૂઠામાં ટાંચણિ જેવું કંઇક અનુભવ્યું અને ત્રણ સેકન્ડ માં તો જોસેફ મૃત્યુ પામ્યો. હવે ખરેખર તો જોસેફને કોઈ પણ સાપ દ્વારા ડંખ મારવામાં જ નહોતો આવ્યો.ખરેખર તો ડૉ. માર્ટિન એક પ્રયોગ કરવા માંગતા હતા તેઓ વિચારોની તાકાત નો અંદાજ લગાવવા માંગતા હતા. તેથી જ તેઓ જોસેફને સતત સાપ ના ડંખ ની વાત યાદ કરાવતા હતા.અને છેલ્લે જોસેફના પગના અંગૂઠામાં માત્ર ટાંચણિ ચુંભાડવામાં આવી હતી. જેટલું આશ્ચર્ય આ લોકોને જોસેફના મોત પાર થયું હતું તેનાથી અનેકગણું આશ્ચર્ય તેઓને જોસેફના પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યા બાદ થયું હતું. જોસેફના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ સર્પદંશ હતું અને તેના શરીરમાં ખરેખર સાપનું વિષ હતું. @@@@@@@@@@@@@ વિચારોમાં ખરેખર અનંત તાકાત રહેલી છે.ક્યાંક બહાર જતા હોય ત્યારે જો આપણને વાહનના ટાયરમાં પંચર થશે,અકસ્માત થશે વગેરે જેવા વિચારો આવે તો અવશ્ય એવું જ થશે.અને જો એમ વિચારીએ કે પ્રવાસમાં ખૂબ જ માજા આવશે ક્યાંય પણ હેરાન નહીં થઈએ તો પ્રવાસ નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય છે. બિઝનેશ કરતા હોય અને સતત એમ વિચાર્યા કરીયે કે આમાં નુકશાની આવશે -નુકશાની આવશે તો સાચે જ નુકશાની જ આવશે તેના બદલે જો નફા વિશે વિચારીએ તો લાંબા ગાળે લાભ જ મળશે. એટલે જ જ્યારે પણ વિચારો હંમેશા સારું જ વિચારો પોતાનું અને બીજાનું ભલું થાય તેવા જ વિચાર કરવા જોઈએ. Download Our App