tu ne tari dosti - 5 books and stories free download online pdf in Gujarati

તું ને તારી દોસ્તી ! - 5

તું ને તારી દોસ્તી !



અને એક આ ચીસે ઘણા સંબંધો ,ઘણા નસીબો અને ઘણા લોકો ના જીવન બદલી નાખ્યા મંથન. “ એવું તો શું થયું મામી?”

“મંથન ડોકટર એ સાફ સાફ કહ્યું હતું કે શ્રુતિ ને ૬ મહિના સુધી ફરજીયાત આ દવા લેવાની છે, એક વાર પણ ચુક્યા વિના, પણ તે દિવસે સાંજે તે દવા પિવા નું ભૂલી ગઈ અને સત્યમ પણ તેને દવા આપવાનું ભૂલી ગયો, અને બસ આના લીધે જ શ્રુતિ ને પેરાલીસીસ નો આંચકો આવ્યો. અને આ જાટકો એટલો તો જબરદસ્ત હતો કે શ્રુતિ ત્યાની ત્યાં જ બેભાન થઇ ગઈ. પછી શું થયું મામી? અવાજ સાંભળતા ની સાથે જ અનિતાબેન અને કિશોરભાઈ રૂમ માં દોડી આવ્યા. તેને જોયું તો શ્રુતિ નું પૂરું શરીર ધ્રુજતું હતું અને તે નીચે પડી ગઈ હતી. કિશોરભાઈ ગભરાઈ ગયા અને તેને સીધો અશોકભાઈ ને ફોન લગાડ્યો. અમે તરત તેમના ઘરે પહોચ્યા અને તેને કાર માં નાખી ને સીધી હોસ્પિટલ લઇ ગયા.અશોકભાઈ સીધા હોસ્પિટલ જ પહોચ્યા. અમે બધા ખુબ ચિંતા માં હતા .આટલા બધા અથાક પ્રયત્નો પછી મહા મહેનતે શ્રુતિ સાજી થઇ હતી અને પાછુ આવું શું થઇ ગયું? અશોકભાઈ તરત જ તેને આઇસીઉ માં લઇ ગયા. તેમને બધા ટેસ્ટ કર્યા અને બહાર આવ્યા . બહાર આવતા જ અમે તેમના ચેહરા પર તો પેહલા ગુસ્સો જોયો, તેવો જાણતા અજાણતા પેહલા તો કિશોરભાઈ અને અનીતાબહેન ને કહ્યું કે “ તમારા થી આવી ચૂક જ કેમ થઇ કિશોરભાઈ, મેં તમને સ્પષ્ટ કહ્યું હતું કે છ મહીના સુધી એક પણ સમય દવા ના ચુકાવી જોઈએ ,જોઈ લીધું આનું શું પરિણામ આવ્યું ,હવે ભૂકતો . શ્રુતિ ને લકવા નો અટેક આવ્યો છે. આ સુણતા જ અમારા બધા ના હૃદય માં ધ્રાસકો પડ્યો . પણ કિશોરભાઈ અને અનીતા બહેન તે વાત થી ચકિત હતા કે દવા ચુકાઈ ક્યારે. પછી તેમને ખ્યાલ આવ્યો કે તેવો જયારે બહાર ગયા હતા ત્યારે તેમને સત્યમ ને દવા ની જવાબદારી સોંપી હતી .કિશોરભાઈ થોડા ગુસ્સામાં આવી ગયા હતા અને તેમને સૌથી પેહલા સત્યમ ને બોલાવ્યો. અને તેને પૂછ્યુ “સત્યમ તે શ્રુતિ ને દવા આપી હતી?”. સત્યમ ને ત્યાર સુધી ખબર ના હતી કે રમત અને રમત માં તે સાંજ ની દવા શ્રુતિ ને તે દેવાની ભૂલી ગયો હતો . આ સુણતા ની સાથે જ સત્યમ ની આંખો પોળી થઇ ગઈ અને તે ખુબ દુખી થઇ ગયો” તેના ચહેરા ના હાવ ભાવ સાફ કેહતા હતા કે તે દવા દેવાનું ભૂલી ગયો હતો. તે છતાં કિશોરભાઈ એ એક વાર પાકું કરવા પૂછ્યું . “સત્યમ તે દવા આપી હતી કે નહિ?” સત્યમ એ ગભરાતા ગભરાતા ના માં માથું ધુણાવ્યું. આ સુણતા જ કિશોરભાઈ નો ગુસ્સો સાતમાં આકાશે પહોચી ગયો. અને તેને સત્યમ ને ખુબ ખરું ખોટું કીધું, અને એટલું જ નહિ અશોકભાઈ એ ગુસ્સા માં જે કઈ કિશોરભાઈ ને કહ્યું હતું તેના લીધે કિશોરભાઈ એ અશોકભાઈ ને પણ બહુ ખરું ખોટું કહ્યું , અને કહ્યું કે “મારી દીકરી ની આ હાલત નો જવાબદાર તમારો દીકરો છે બોલો શું કેહશો હવે આના વિશે હા..? વાતાવરણ ખુબ ગરમ થઇ ગયું હતું કિશોરભાઈ અને અશોકભાઈ વચ્ચે ખુબ દલીલો થઇ . હું , તારા મામા અને અનિતાબેન એ તેમને લડવાની જગ્યા એ શ્રુતિ વિષે વિચારવાનું કેહતા હતા પણ વાત નો કોઈ મતલબ ના હતો. તે બંને વચ્ચે નો ઝગડો તે હદ સુધી પહોચી ગયો કે તેમને એક બીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું ,તે તો ઠીક પણ શ્રુતિ ની આગળ ની ટ્રીટમેન્ટ પણ તેમને ત્યાં કરવાની બંધ કરી દીધી. આ બધા માં જો સૌથી વધુ ખરાબ હાલત હોઈ તો તે એક સત્યમ હતો .અંદર અંદર તે ખુદ ને શ્રુતિ ની આ હાલતો નો આરોપી પણ ગણતો હતો અને હવે તો તે તેને મળી પણ શકતો ના હતો. અશોકભાઈ એ તેને સમ આપ્યા હતા કે જો “તું તે છોકરી ને જોવા ગયો તો તું મારું મારેલું મોઢું જોઇશ” અને શ્રુતિ ની હાલત તેવી હતી કે તે નાતો બોલી શકતી હતી કે ના ચાલી શક્તિ હતી જીવતી લાશ થઇ ગઈ હતી . બધા અંદરો અંદર તેના માટે ખુબ દુખી હતા પણ હવે કોઈ કોઈ સાથે વાત કરવા પણ તૈયાર ના હતું .સત્યમ ને શ્રુતિ ને મળવાની ના પાડવામાં આવી હતી પણ તે માને ખરો. તે રોજ હોસ્પિટલ માં ચોકીદાર ને પૈસા આપી ને મળવા જતો. સ્કૂલ જવાને બદલે તે રોજ હોસ્પિટલ જઇ ને બેસતો. તેની સાથે વાતો કરતો અને છેવટે રોજ રડતો કે તેની એક નાનકડી ભૂલ ના લીધે શ્રુતિ ની આ હાલત થઇ ગઈ હતી . ને ત્યારે સત્યમ એ મનો મન નક્કી કરી લીધું હતું કે તે તેને પોતાની આ ભૂલ ની માફી આખી ઝીંદગી શ્રુતિ ના નામે સમર્પિત કરીને ચૂકવવી પડશે. તે દિવસે સત્યમ ઘરે ગયો અને તેના પપ્પા ને બહુ મનાવાનો પ્રયત્ન કર્યો કે પપ્પા ગુસ્સો મૂકી દો, અને કિશોરભાઈ અને શ્રુતિ ની મદદ કરો , પણ અશોકભાઈ ના તૈયાર થયા, છેવટે સત્યમ એ એક ધર્મસંકટ જેવો સવાલ તેના પપ્પા સામે મૂકી દીધો . આ સવાલ પર થી ખ્યાલ આવતો હતો કે તેની દોસ્તી તેની મૈત્રી શ્રુતિ સાથે કેવી હતી

“ પપ્પા, કા તો તમે કિશોરભાઈ ની માફી માંગો ,કા તો ભૂલી જાવો કે તમારો કોઈ છોકરો હતો” આ શબ્દો  સુણી ને થોડીક વાર તો અશોકભાઈ નીશબ્દ થઇ ગયા. તેમને સમજણ માં ના હતુ આવતું કે તેમનો દીકરો જ તેમને આવું કહી રહ્યો હતો જયારે તેમનો તો કોઈ દોષ પણ ના હતો. “ તું મારો દીકરો છે કે તેનો? તને તારા બાપ ના સન્માન ની નથી પડી કે તે છોકરી માટે તું તારા બાપ ના સન્માન ને ઠેસ પહોંચાડવા માંગે છે .”ચાલ્યો જા મારા ઘર માંથી નીકળી જા મારા ઘરે થી આજ પછી ક્યારે પણ પાછો ના આવતો અહિયાં”

અશોકભાઈ એ કહ્યું . અશોકભાઈ ના મુખ માથી નીકળતા આ શબ્દો સત્યમ ની મમ્મી તો જાણે જીવતા જી મૃત્યુ પામી હોઈ તેવી થઇ ગઈ હતી. અનિતાબેન એ બહુ પ્રયત્નો કર્યા અશોકભાઈ ને રોકવાની અને તેમને સમજાવવાની પણ તે એક ના બે ના થયા.

સત્યમ તેના ઘરે થી નીકળી ગયો. પેહ્લો દિવસ તો તેને ફૂટપાથ પર ઊંઘી ને વિતાવ્યો , રડતો હતો , ઠંડી નો ઠરતો હતો , પણ મન મક્કમ હતું કે આજે ભલે ઘર  છોડવું પડે પણ મારી ભૂલ નું પ્રય્શિત મારે જ કરવું પડશે .રોજ ના તેના કાર્યક્રમ અનુસાર આજે પણ તે શ્રુતિ મળવા હોસ્પિટલ ગયો , આજે કિશોરભાઈ પણ હતા . કિશોરભાઈ તેને ક્યારે પણ શ્રુતિ ને મળવાની ના નો હતા પાળતા . તે જાણતા હતા કે તે બંને વચ્ચે બાળપણ થી ઘનિષ્ઠ મિત્રતા છે . પણ આજે સત્યમ ના હાલચાલ જોઈ ને તેમને કઈક અણધાર્યું બન્યું હોઈ તેવું લાગ્યું. તેને સત્યમ ને પૂછ્યું અને સત્યમ એ તેમને બધી વાત કરી. કિશોરભાઈ એ સત્યમ ને ખુબ સમજાયો કે આ ખોટો નિર્ણય છે , તું પાછો ચાલ્યો જા , ગમે તેમ હોઈ તારા પપ્પા છે તે તને માફ કરી દેશે અને અમારા બંને ના ચક્કર માં તું તારું જીવન શું કામ ને બગાડે છે , પણ સત્યમ એક નો બે ના થયો. જ્યાં સુધી શ્રુતિ ઠીક નહિ થઇ ત્યાં સુધી ક્યાય નહિ જાવું . સત્યમ તેની જીદ પર અડગ હતો . છેવટે કિશોરભાઈ એ તેને ત્યાં રેહવાની છુટ આપી . તે સવાર સાંજ ત્યાં જ રેહતો શ્રુતિ ની પાસે . શ્રુતિ ની બાજુ માં બસ ચુપચાપ બેસી રેહતો. અને આ વાત ની જાણ થતા અશોકભાઈ વધુ વિફર્યા , તેના મન માં ખોટા વિચાર આવા લાગ્યા કે કિશોર તેના છોકરા નો પોતાની સાથે બદલો લેવા ઉપયોગ કરશે, કોઈ  અજાણ્યો માણસ દવાખાના ના તે રૂમ માં જાય તો તે પાક્કું તેમ જ કહે કે આ રૂમ માં બે કોમા માં ગયેલા માણસ છે . કિશોરભાઈ રોજ રાતે સત્યમ ને પોતાની સાથે ઘરે લઇ જતા , અને તેને પોતાના દીકરા ની જેમ સાચવતા , અને અશોકભાઈ ને રોજ સાંજે ફોન કરતા પણ તે ક્યારે પણ ના ઉપાડતા. શ્રુતિ ની હાલત માં બહુ કાઈ સુધાર ના હતો , અને હોસ્પિટલ ના બિલ ચડી રહ્યા હતા ,અને આ પછી અશોકભાઈ ની હોસ્પિટલ પણ ના હતી . કિશોરભાઈ ને ઘર વેચવાની સ્થિતિ આવે તેમ હતી . અને સત્યમ આ બધું જાણતો હતો . છેવટે કિશોરભાઈ એ ઘર પર લોન લઇ ને હોસ્પિટલ ના બીલ્લ ચૂકવવાનું નક્કી કર્યું .ટૂંક માં કહુતો મંથન ૬ મહિના પછી શ્રુતિ ની હાલત સુધરી તેને ઘરે લઇ ગયા . મકાન પર ની લોન પરથી હોસ્પિટલ ના બિલ તો ભર્યા પણ સાચી પરીક્ષા હવે ચાલુ થવાની હતી . શ્રુતિ ને છ મહિના પૂરો આરામ અને પૂરી કાળજી ની જરૂર હતી , પણ ઘર ના હપ્તા અને ઘર ચાલવવું હવે ખુબ અઘરું થઇ ગયું હતું કિશોરભાઈ મામૂલી પગાર ધારક માણસ હતા અને તેમની વધુ ગેરહાજરી ને કારણે તેમની જોબ પણ જાય તેમ હતી અને આ બધા ભેગું હવે સત્યમ પણ તેમની ભેગું જ રેહતો હતો . આ બધા ખર્ચા કાઢવા બહુ અઘરા થઇ ગયા હતા .અને આટલી મુસીબતો ઓછી હતી કે જે ના થવું જોઈ એ તે જ થયું કિશોરભાઈ ની જોબ જતી રહી . હવે ઘર ચલાવવું જાણે અશક્ય બાબત થઇ ગયી હતી , તારા મામા એ બહુ પ્રયાસ કર્યા અશોકભાઈ ને સમજાવવાના પણ તે માનવા તૈયાર જ ના હતા અને અમે થઇ ત્યાં સુધી બધી રીતે કિશોરભાઈ ને મદદ કરી . પણ પછી તેમને સામે થી લેવાની નાં પાડી દીધી . પરિસ્થિતિ તેવું આવી કે શ્રુતિ ની દવા ના પૈસા પણ  કાઢવા મુશ્કિલ થઇ ગયા હતા .એટલે કિશોરભાઈ એ જે મળે તે નાની તો નાની નોકરી ગોતવાની ચાલુ કરી દીધી . છેવટે તેમને એક સિરામિક ના કારખાના માં નોકરી મળી , અનિતાબેન એ ઘરે સીવણ સીવવાનું ચાલુ કર્યું અને સત્યમ કિશોરભાઈ અને અનિતાબેન ને ખબર ના પડે તેમ વેહલી સવારે છાપા નાખવા જાવાનું ચાલુ કર્યું .ખુબ જ કશ્ટી વેઠી . ટૂંક માં વાત કરું તો સતત ૧૨ મહિના આવી તકલીફ વેઠી ને તેમને શ્રુતિ ને પાછી સાજી કરી દીધી , હવે તેમના ઘર માં ત્રણ નહિ પણ ચાર સદસ્ય હતા. સત્યમ તેમના સગા દીકરા જેવો હતો. સત્યમ એ શ્રુતિ માટે થઇ ને જે કર્યું છે તેને સલામ છે . કિશોરભાઈ એ અને અનિતાબેન એ તો માનો મન નક્કી કરી લીધું હતું કે શ્રુતિ ને લાયક કોઈ છોકરો હોઈ તો એક સત્યમ જ હોઈ શકે. પછી કિશોરભાઈ એ સત્યમ ને સમજાવ્યો કે હવે શ્રુતિ ઠીક છે , તારું લીધેલું પ્રણ પૂરું થયું .હવે તું ઘરે જા તારા પપ્પા ને સમજાવ તે જરૂર તારી વાત માનશે. કિશોરભાઈ ના કેહવા પર સત્યમ પાછો તો ગયો પણ અશોકભાઈ એ તેને ઓળખવાની પણ ના પાડી. ”જે પારકાઓ માટે થઇ ને પોતાના સગા બાપ નું અપમાન ભૂલી જાય તે મારો દીકરો હોઈ જ ના શકે” આવું કહી ને સત્યમ ને અશોકભાઈ ને હાંકી મુક્યો . પણ હે શ્રુતિ ઠીક હતી એટલે હે પાછો ત્યાં જવાનો કોઈ મતલબ નાં હતો . માટે સત્યમ એ એક રૂમ રાખી ને રેહવાનું શરુ કર્યું . તે સવારે છાપુ નાખવા જતો , અને પછી આખો દિવસ તે જે શાળા માં ભણતો તે શાળા માં પુસ્તકાલય માં પુસ્તકો ગોઠવવાનું કામ કરતો . તેમાં તેને જ્ઞાન પણ મળતું અને પૈસા પણ મળતા, જેમાં થી તે તેનું ઘર ચલાવતો . લગભગ 2 વર્ષ આવું ચાલ્યું , કિશોરભાઈ ને તે તેજ વ્હેમ માં હતા કે સત્યમ ઘરે પાછો ચાલ્યો ગયો અને અશોકભાઈ એ તેમને સ્વીકારી લીધો છે . સત્યમ રોજ શ્રુતિ ને મળવા આવતો અને તેને તેના મમ્મી પપ્પા વિષે કિશોરભાઈ પૂછતા તો તે કેહતો કે તેમને મને માફ કરી દીધો . કિશોરભાઈ ને મન માં એક શાંતિ હતી કે કાઈ નહિ તો અશોકભાઈ એ સત્યમ ને તો માફ કરી દીધો. પણ તેમને હજી સાચી હકીકત ખબર ના હતી . 2 વર્ષ માં કિશોરભાઈ ની ઈમાનદારી અને અનિતાબેન ની મહેનત એ રંગ લાવ્યો . તેમને એક મોટી કંપનીમાં ચેરમેન તરીકે બેસાડી દેવામાં આવ્યા .સારો પગાર અને કંપની માં પાર્ટનરશીપ પણ મળી.અને અનિતાબેન પોતાનું સિલાઈ નું કામ મોટા પાયે ચાલુ કર્યું અને ખુબ ઓછા સમય માં ખુબ પૈસા કમાયા . કેહવાય છે ને કે ઉપરવાળો જયારે દે છે ત્યારે પછી પાછુ નથી જોતો .૩ વર્ષ માં તેમને તો આ બંગલો બનાવી લીધો અને પછી જયારે તેમને ખબર પડી કે અશોકભાઈ એ હજી સત્યમ ને નથી સ્વીકાર્યો અને તે આ રીતે નોકરી કરી ને પોતાનું ઘર ચલાવે છે ત્યારે તેને સત્યમ ને તેમના ઘરે બોલાવી લીધો . અ વાત થી અશોકભાઈ વધુ આક્રોશે ભરાયા કે. “ મારા દીકરા ને તેને પોતાનો ગુલામ સમજી લીધો છે અને શું જાદુ કર્યો છે પેલી છોકરીએ તેના પર કે તેના માટે પોતાની ઝીંદગી અને પોતાના બાપની ઇઝ્ઝત પણ નેવે મૂકી દીધી.” હવે સત્યમ ને શ્રુતિ રોજ સવાર સાંજ સાથે જ રેહતા , સાથે જ school જતા , સાથે જ રમતા અને સાથે જ જમતા . ક્યારેક જ તે બંને ને તમે અલગ અલગ જોઈ શકો . તે બંને ની દોસ્તી ગાઢ મટી ને અનંત થઇ ગઈ હતી . અને બીજી એક બાજુ એક માં કેટલા વર્ષો થી તેના દીકરા ને મળવા તરફળતી હતી ,સત્યમ ની યાદ માં તો તે તેવી થઇ ગયી હતી જાણે એક પાગલ સ્ત્રી હોઈ. છેલ્લે હમણાં અનિતાબેન ને દિલનો હુમલો આવ્યો અને પછી અશોકભાઈ ફક્ત અનિતાબેન માટે સત્યમ ને ઘરે લઇ આવ્યા . પણ હજી બાપ દીકરાનું શીતયુદ્ધ પત્યુંના હતું. સત્યમ દિવસ રાત શ્રુતિ શ્રુતિ કરતો , શ્રુતિ કે તો અડધી રાતે ભાગે , તેને તેની બીમાર માં કે તેના પિતા ની એટલી ચિંતા નો હતી થતી જેટલી શ્રુતિ ની થતી. અને “શ્રુતિ ને મામી?”  મારા થી પુછાઈ ગયું. “ શ્રુતિ ના દિલ માં પણ સત્યમ માટે એટલું જ સન્માન , એટલોજ પ્રેમ જોવા મળે , જેટલો સત્યમ ના માટે જાણે બંને એક મેક માટે જ સર્જાયા હોઈ તેવું લાગે” મામી એ કહ્યું. આ વાત મારા હૃદય માં એક ખંજર ની માફક વાગી . પણ મને સત્યમ પ્રત્યે માન પણ જાગ્યું કે જો હું હોત તો કદાચ હું પણ આવું ના કરી શકેત. “પણ?” મામી એ કહ્યું. “પણ શું મામી ?” મંથન શ્રુતિ ભલે ગમે તેટલું દેખાડવાનો પ્રયાસ કરતી હોઈ પણ મને હમેશા તેવું લાગ્યા કરે કે કૈક હજી તેની આંખો માં ખૂટે છે , તેનું સ્મિત ક્યારે પણ પૂરું નથી હોતું , તે બંને મેંક માટે ઉત્તમ છે , એક સાથે છે કે નહિ તે હું નથી જાણતી” એટલે મામી? આ વાત નો શું મતલબ? ખબર નહિ સત્યમ આવું બધું તો મારા મગજ માં ચાલતું રેશે ચાલ તું હવે શુઈ જ મોડું થઇ ગયું. આટલી વાત કહી ને મામી તો ચાલ્યા ગયા . પણ હવે મને મારું અહિયાં આવવું અર્થહીન લાગતું હતું . આ હ્રદય પર કોઈ એ પથ્થર મુક્યો હોઈ તેવો અનુભવ થતો હતો . જેને હું સાઈડહીરો સમજતો હતો તેતો પોતે મુખ્ય હીરો નીકળો અને હું પોતે શ્રુતિ ના જીવન નો સાઈડ રોલ થઇ ગયો આ બધું વિચારતા વિચારતા મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો .       

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED