કૃષ્ણ ! અડધો કે પૂર્ણ mayank makasana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ ! અડધો કે પૂર્ણ

કૃષ્ણ! પૂર્ણ ? કે અડધો?

પ્રથમ અંક માં કૃષ્ણ ની એકલતા નું કારણ માં નું એક પાત્ર એવું કૃષ્ણ ની માતા વિષે વાત કરી. ફક્ત ૧૧ વર્ષ ની વયે જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડી ને મથુરા જવા પ્રયાણ કર્યું. ત્યારે જ્યાં સુધી કૃષ્ણ ના રથ ની ધજા દેખાતી હતી ત્યાં સુધી માં યશોદા ત્યાંથી હલ્યા પણ નો હતા. હા, તે સમયે કૃષ્ણ ના મનમાં દુખ તો હતું જ કેમ કે તે જાણતા હતા કે અત્યારે જે મારી માં ના છેલ્લા સ્મરણ આંખો માં ભરી રહ્યો છું. તે સાવ છેલ્લા જ રેહશે. આજ પછી કદાચ તેમને મળવાનો સમય પાછો નહિ આવે અથવા તો તે સમય નિયતિ લાવશે નહિ. યશોદા રથ તરફ જોઈ રહ્યા હતા. તે રાહ માં કે તેનો કાનો તેને છેલ્લી વાર મળવા જરૂર પાછો આવશે. તે જોઈ રહ્યા હતા. જ્યાં સુધી કૃષ્ણ ના રથ ની ધજા નજર આવતી બંધ ના થઇ ત્યાં સુધી એક માતા ની આશ ના તૂટી કે તેનો દીકરો છેલ્લી વાર તેને મળવા જરૂર આવશે. પણ કૃષ્ણ તો નિયતિ થી બંધાયેલા હતા. અને તેવો તેના કર્તવ્ય થી બંધાયેલા પણ હતા. તેમની આંખ માંથી એક આંસૂ પણ નોતું આવ્યું. રથ પ્રયાણ કરી ચુક્યો હતો મથુરા તરફ. ત્યાં રસ્તા માં કૃષ્ણ માં કાન માં એક સ્વર અથડાયો,”કાના”. અને તે પગની પાયલ નો અવાજ સાંભળી ને કૃષ્ણ થી ના રેહ્વાયું. કોણ હતું એ ? જેનો સ્વર અને પાયલ નો અવાજ સાંભળી ને જ ખાલી કૃષ્ણ આટલા વિચલિત થઇ ગયા હતા. જે માનવી પોતાના માતા ના આંસુ ચેહરા પર સ્મિથ રાખી ને પી ગયો પછી આ કોણ હતું જે નો સ્વર સાંભળી તે આટલા વિચલિત થઇ ગયા ? કોણ હતું તે? જેનો અવાજ સાંભળીને ખાલી કૃષ્ણ એ અક્રુત્જી ને કહ્યું કે મામા રથ થોભો.

“રાધા“ આ એક જ તો નામ હતું કૃષ્ણ ના જીવન માં જે કૃષ્ણ ને માટે વાસ્તવિક હોવા છતા ફક્ત સપનું જ હતું. તેને તમે ફક્ત કૃષ્ણ ના જીવન માં તેની બાળપણ ની સખી કહો તો પણ ચાલે ! તેને બાળપણ નો ભોળો પ્રેમ કહો તો પણ ચાલે ! અને પ્રેમ નું સાચું પ્રતિક કેહવા માટે કોઈ પદ્મશ્રી ની ક્યા જરૂર છે ?

મામા અક્રુત્જી એ રથ ઉભો રાખ્યો.

રાધા રથ ની પાસે જ ઉભી હતી પણ બહુ નજીક ના આવી કૃષ્ણ ની “કદાચ તે જાણતી હતી કે હવે આ અંતર માં જ જીવન વિતાવું રહ્યું.

કૃષ્ણ અને રાધા નું જીવન “પૃથ્વી અને સૂર્ય “ જેવું જ છે. જો સૂર્ય પૃથ્વી થી વધુ નજીક આવે તો પણ જીવન શક્ય નથી અને વધુ દૂર જાય તો પણ જીવન શક્ય નથી. તે અંતર જ બધો પ્રેમ નો પ્રવાહ છે. અને તેના જીવન ના આ પ્રસંગ થી શીખવા પણ મળે કે સાચો પ્રેમ ભલે દૂર હોઈ પણ તે અંતર જ પ્રેમ નો પર્યાય હોઈ છે. જો ના હોત તો “ ફક્ત લગ્ન માં માન્યતા રાખવા વાળો સમાજ રાધાકૃષ્ણ ની પૂજા થોડી કરે !”

કૃષ્ણ એ એક પણ રથ માથી નીચે ઉતાર્યો અને દૂર થી જ કહ્યું” રાધા “. અવાજ જરા ગળગળો થઇ ગયો હતો. અને આંખ ના ખૂણે જરા ભેજ પણ વળ્યો હતો.

“બસ કાના ! મને મળ્યા વિના જવું હતું તારે ? છેલ્લી વાર મળવા પણ ના આવ્યો ? રાધા એ કહ્યું ;

“જો આજે તને મળવા આવ્યો હોત તો હું ક્યારે પણ ગોકુલ છોડી જ ના સકે ત “ કૃષ્ણ મનમાં જ બોલ્યા;

તો શું કામ જાવું છે તારે ? ગોકુળ છોડી ને ? અહિયાં શું નથી ? તારી જાવાની વાત માં આજે ગોકુલ ની ગાયો એ મુખ માં એક ઘાસ ની ટુકડો નથી નાખ્યો. તેના આંખ ના ખૂણા પણ ભીંજાઈ ગયા છે. શું તને તે ગાયો પણ કરુણા નથી આવતી કાના ! ગામ ની બધી ગોપીઓ જ્યારે તારા રથ ની આગળ સુઈ ગયી કે તમારે જાવું હોઈ તો અમારા પર રથ ચલાવી ને જાવું પડશે ત્યારે તને દયા ના આવી ? બીજું કોઈ નહિ તો તમારી માતા જે તમારા રથ ની ધજા અદ્રશ્ય ના થઇ ત્યાં સુધી તમારી રાહ માં ઉભી હતી તેની પણ તને યાદ ના આવી કાન્હા?” રાધા ઊંચા ને રુદન ભર્યા અવાજે બોલી.

“યાદ તો ? તેની આવે જેને ક્યારેક ભૂલી ગયા હોઈ રાધા આ બધા તો સતત અને નિરંતર મારી આત્મા માં મારા શ્વાસ ની જેમ શ્વસે છે. તે મારા માંથી ક્યારે છુટા થશે જ નહિ તો મને તેમની યાદ કેમની આવે રાધે ? તમે જ કો?” કૃષ્ણ બોલ્યા ;

અને મારી ? તને મારા વિના ફાવશે કાના ? તને મારી યાદ નહિ આવે કાના? હવે તું મને ક્યારે મળવા આવીશ કાના ?જો તારે આમ જ જતું રેવું હતું તો શું કામ મને રોજ હેરાન કરવા આવતો હતો ?હવે મને વાંસળી કોણ સંભળાવશે ? જો મને આમ જ છોડી જવી હતી તો શું કામ મારા મન ને મોહી ગયો ? હવે તું ચાલ્યો જઈસ તો હું કોના સહારે જીવન વીતાવીશ ? રાધા એ નિર્દોષ સ્વર માં ઘણા સવાલ કર્યા

રાધા ના આટલા સવાલ ને સાંભળી કૃષ્ણ પણ વ્યથિત થયા.

કૃષ્ણ એ કહ્યું “ રાધા વાંસળી તો હું ફક્ત તારા માટે વગાડતો હતો, તને બોલાવવા માટે વગાડતો હતો. મારી વાંસળી નો પર્યાય ફક્ત તું જ છે રાધે. જો હું વાંસળી વગાડું ને ભલે આખા ગામ ની ગોપી ઓ આવતી પણ જો તું ના આવેતો. તો મારી વાંસળી ના સુર વ્યર્થ ગયા માનું. આજે હું જતો રહીશ પછી તને મારી વાંસળી અને મને આ વાંસળી જોઈ ને તારી યાદ આવશે રાધા. માટે આં લે આજ પછી હું ક્યારે પણ વાંસળી નહિ વગાડું. કેમ કે હું જેટલી વાર આ વાંસળી જોઇશ ત્યારે મને તારી યાદ આવશે અને અહિયાં થી હું જે કર્તવ્ય પૂરું કરવા જઇ રહ્યો છું. ત્યાં મારા કર્તવ્ય વચ્ચે આવતી બધી જ વસ્તુ નું હું ત્યાગ કરવા બંધાયેલ છું.

એટલે તો મેં જ લખ્યું છે.

કહાની જુદી છે તમારી ને અમારી

પ્રેમ માં તમે ફરક ના બતાવો;

તે ને તે જ છે આ આકાશ ના દરેક ખૂણે

આગિયાઓ! તેને જોતા મને ના અટકાવો;

દરેક પળ નો મારે હિસાબ જોઈ છે તેનાથી

મને વીતેલી બે-ત્રણ કિતાબ ના બતાવો!

ને કાનો હાલ યુદ્ધ માં છે,

તેને વાંસળી યાદ ના આપવો!

કેહવાય છે ત્યાર પછી કૃષ્ણ એ વાંસળી ને હાથ પણ નથી લગાવ્યો.

કુરુક્ષેત્ર નું યુદ્ધ નજીક છે, કૃષ્ણ એ બધી જ કોશિશ કરી લીધી યુદ્ધ રોકવાની, પણ નિયતિ નું ધારેલ કૃષ્ણ પણ ક્યા બદલી શક્યા હતા. ભાઈ ભાઈ ને મારશે અને લાખો કરોડો નિર્દોષ જીવ માર્યા જશે, કેટ કેટલી માતાઓ દીકરા વિના ની થશે અને કેટલી સ્ત્રી વિધવા થશે. બધા વિચારોના વંટોળીયા માં કૃષ્ણ કેટલી રાતો થી સુતા નો હતા. અને તે વાત રુકમણી જાણતી હતી. અને બીજી બાજુ આ બધી વાત થી અજાણ દ્વારિકા માં ઉત્સવ ચાલતો હતો. કૃષ્ણ ની બધી રાણીઓ એ મહેલ ને દીવા અને રંગોળી થી એવો તો સજાવ્યો હતો કે જાણે સ્વર્ગ ધરતી પર ઉતર્યું હોઈ. અને તે બધાની વચ્ચે કૃષ્ણ મહેલ ની બારી પાસે એકલા ઉભા હતા.

“ભગવન ! જરા જુવો તો ખરા હું તમારા માટે શું લાવી છું ?” રુકમણી એ કહ્યું;

કૃષ્ણ એ જરા પોતાના હાવભાવ ઠીક કર્યા ;

દેવી ! તમે લાવ્યા છો તો કૈક અલોકિક વસ્તુ જ હશે ! તેમાં જોવું શું પડે! કૃષ્ણ એ કહ્યું ;

કાન્હા એ નજર ફેરવી અને રુકમણી એ પોતાના પાલવ નીચે કૈક સંઘ્ર્યું હતું,

“દેવી ! હવે આટલી પ્રતીક્ષા શા માટે બતાવો તો ખરા ! કૃષ્ણ એ કહ્યું ;

રાધા એ હળવેક થી પાલવ ખસેડ્યો, તો સોના ની અને હીરા જડિત વાંસળી નજરે પડી.

તે વાંસળી જોતા જ કૃષ્ણ એ એવો શંખ ફૂક્યો કે રુકમણી એ પોતાના બંને કાન આગળ હાથ ધરી દીધા. અને આજુબાજુ ની બધી પટરાણીઓ પણ સ્તબ્ધ થઇ ગઈ.

આટલી પીડા, આટલું દર્દ શું હતું આ? રુકમણી ના મન માં સવાલ ચાલવા લાગ્યા. અને જોતા જોતા માં કૃષ્ણ ની આંખો માંથી આંસુ ની ધારા વેહવા લાગી.

પૂર્ણપુરષોતમ ! આજ શબ્દ વાપરીએ છીએ આપડે કૃષ્ણ ને સંબોધવા નહિ?

હા, કહી શકાઈ તેને પૂર્ણપુરષોતમ કેમ કે તેને ગોપીઓ ના કપડા ચોરતા અને દ્રૌપદી ના ચીર પૂરતા આવડે છે.

કેમ કે તેને વિના લડે મહાભારત્ નું યુદ્ધ જીતતા આવડે છે.

વાંસળી તાલે રાશ રમાડતા અને શંખ ના નાદ પર રણભુમી ગજાવતા તેને આવડે છે.

પણ શું રાધા ના પાયલ ના અવાજ થી ખાલી રથ ને થોભાવી નાખનાર શ્યામ પૂર્ણ હોઈ શકે ?

માખણ જોતા જ જેને પોતાની માં યશોદા તેવી યાદ આવે કે ભોજન ના અપમાન ની ચિંતા કર્યા વિના ઉભા થઇ જાય તે કૃષ્ણ પૂર્ણ હોઈ શકે ?

માતા ગાંધારી ના આપેલા મૃત્યુ સમયે એકલા રેહવાના શ્રાપ નો પણ સ્મિત સાથે સ્વીકાર કરનાર, રાધા યાદ ના આવે તે માટે વાંસળી ત્યજી દેનાર પૂર્ણ હોઈ શકે ?

આજીવન જેને પ્રેમ કર્યો તેને કદી મળી ના શકવાનું દર્દે તો તેને પણ હશે જ. જીવન ના છેલ્લા શ્વાસ લેતી વખતે બધા તેની પાસે હતા દ્રૌપદી, રુકમણી,અર્જુન પણ તેને જે સૌથી વધુ પ્રેમ કરતા હતા તેજ તેની સાથે ના હતા. શું તે પૂર્ણ હોઈ શકે ?

જે ક્યારે પણ પોતાના પ્રેમ ને જીવતા જી નથી પામી શક્યા તેના ગયા પછી તેની મૂર્તિ સાથે મંદિર માં રાખી તેને પૂજવા તેની ઠેકડી ઉડાડ્યા સમાન જ ગણાઈ.

પૂર્ણ પુરષોતમ નું બિરુદ ભલે તેના કર્તવ્ય ના નિર્વાહ ના લીધે બધા તેને આપે.મારા માટે તે વિણ રાધા નો શ્યામ અડધો જ છે. અડધો જ છે.

તમારું શું માનવું છે??? કૃષ્ણ અડધો ? કે પૂર્ણ ?