તું ને તારી દોસ્તી - 4 mayank makasana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું ને તારી દોસ્તી - 4

તું ને તારી દોસ્તી

(4)

તે દિવસે મારી આખી રાત અને બીજો દિવસ મુઝવણ અને નિરાશા માં ગયો, શ્રુતિ ને મળવું હતું ગમે તેમ કરીને, પણ તે ઘરે પણ ના હતી અને તેનો ફોન નંબર પણ મારી પાસે ના હતો. તેવું તો શું થયું હતું કે તે સત્ય મ સાથે આટલી બંધાઈ ગયી? અને તે બાળપણ ની જે બધી મારા પર ની દાઝ તેને ઉતારી નાખી? તે તેની નારાજગી અમસ્તું મને કહી ને પણ પ્રગટ કરી શક્તિ હતી !.આવા બધા સવાલો મારા મગજ માં ચાલી રહ્યા હતા. પણ હજી સુધી મને તેના ભૂતકાળ ની ચાવી મળી ના હતી, જેના લીધે તે મારા થી નારાજ હતી. બે દિવસ થયા પણ શ્રુતિ ની કાંઈ જ ખબર ના હતી. ”તે પાછું વળી ને જોયું પણ ખરું કે તારા ગયા પછી મારી સાથે શું થયું?” શ્રુતિ એ કહેલી આ વાત મારા મગજ માં અચાનક વીજળી ની જેમ ચમકી.

મતલબ જે ભી થયું તે મારા ગયા પછી થયું મતલબ કે તેની માહિતી મામા મામી ને તો હશે જ. હું તરત દોડી ને મામી પાસે ગયો. “મામી… મામી...”મેં હાંફતા હાંફતા કહ્યું. “અરે.. દીકરા જરાક શ્વાસ ખાઈ લે પછી બોલ, આલે પાણી પિલે” મામી એ કહ્યું. મેં પાણી પીને થોડા શ્વાસ લીધા અને મામી એ મને બેસાડ્યો સોફા પર, અને તે પણ મારી પાસે બેઠા. ”બોલ હવે, શું કેહતો હતો, અને આટલો ચિંતા માં કેમ છે? શું થયું”. ”મામી! પાંચ વર્ષ પેહલા જયારે હું ગયો હતો ત્યારે શું થયું હતું ?” મારા સવાલ ની પાછળ હું પ્રશ્નાથચિન્હ મુકું તે પેહ્લાજ મામી ના ચેહરા પર કરચલી દેખાવા લાગી. એટલે હું સમજી ગયો કે જરૂર કૈક થયું હતું. “શું થયું હતું મામી! મને મહેરબાની કરી ને વાત કરો!. ”તું ગાડી માં બેઠો અને શ્રુતિ ભાગતી ભાગતી તને બાય કહેવા માટે આવી તે ગૅલેરી માં જઈને ગૅલેરી ની થાંભલી પર ઊભી રહી ને તને હાથ હલાવી ને બાય કહેતી હતી. જ્યાં સુધી તમારી ગાડી તેની નજર થી દૂર ના થઇ ત્યાં સુધી તે નજર પાડવાની કોશિશ કરી રહી હતી. ખરી વાત તો તે છે મંથન. કે તે તને બાય તો ઠીક પણ ફક્ત તને છેક સુધી આંખો માં ભરી લેવા માટે તને છેક સુધી નીહાળવાનો પ્રયાસ કરી રહી હતી. કદાચ તેના મન માં પણ તારી જેમ જ બાળપણ માં બંધાઈ તેવી માસૂમ લાગણીઓ બંધાઈ રહી હતી. ત્યાં અચાનક તે ગૅલેરી ની જે થાંભલી પર ઊભી રહી ને તને નિહાળીને રહી હતી. તે થાંભલી જૂની થઇ ગયી હોવાથી અને તેના વજન ના લીધે અચાનક તૂટી અને તે ત્રીજા માળે થી જમીન પર પટકાઈ. અને એક મોટા પથ્થર તેના કમર નો ભાગ પટકાયો. પણ તે સમયે કદાચ કોઈએ ધ્યાન દોરિયું કે નહિ તે હું નથી જાણતી પણ મને તેના મુખ માંથી એક શબ્દ સાફ સાંભળતો હતો. અને તે શબ્દ હતો “મંથન તું જલદી આવ જે”...”મંથન તું જલદી આવ જે” આ વાક્ય સાંભળી ને જ મારા પુરા શરીર માં એક વીજળી પસાર થઇ ગયી. આટલી બધી મૈત્રી હતી તેને મારી સાથે, આટલો બધો અવિરત પ્રેમ, અને હું છું કે તેને દોષ દઈ રહ્યું છું. મામી પછી શું થયું? પછી તારા મામા તને મૂકી ને ઉપર જ આવી રહ્યા હતા ત્યાં તેની નજર તેના પર પડી અને તેને તરતજ હોસ્પિટલ લઇ ગયા. બહુ લોહી વહી રહ્યું હતું, તેના માથા માં પણ ઊંડો ઘાવ વાગ્યો હતો અને કમર ની હાલત ખુબ ખરાબ હતી, તે ભાન માં ના હતી, ધીમે ધીમે તેના શ્વાસ ઘટતા જતા હતા અને તેના મુખ માં નિરંતર મમ્મી...મમ્મી, શબ્દો નીકળી રહ્યા હતા. તારા મામા એ બહુ પ્રયાસ કર્યો તેના મમ્મી પપ્પા ને ફોન લગાવવાનો પણ તે સમયે તેમને સંપર્ક ના થઇ શક્યો,

પછી અમે જ જવાબદારી લઇ ને તેની ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું નક્કી કર્યું. સત્યમ ના પપ્પા અશોકભાઈ તે જ હોસ્પિટલ ના ડોક્ટર હતા. અમે તરત તેમને જાણ કરી અને તેમને તરત જ કોઈ બીજી બધી કાનૂની કાર્યવાહી માં પડ્યા વિના શ્રુતિ ને સીધી આઈ.સી.ઉ માં લીધી અને ઓપરેશન ચાલુ કર્યું, એક બાજુ તારા મામા સતત તેના માતા પિતા ને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને બીજી તરફ ૩ કલાક થી ઓપરેશન ચાલુ હતું. ૫ કલાક ઓપરેશન ચાલ્યું, અને ત્યારબાદ અશોકભાઈ બહાર આવ્યા અને તેને કીધું કે હાલ શ્રુતિ ખતરાની તો બહાર છે, પણ તેના માથા માં વાગ્યું હોવાથી તે કોમા માં રહેશે, અને તેના કમર ના લાગીએ ચોટ ની અસર સીધી તેના કિડની પર થઇ છે, માટે તેની એક કિડની હવે કામ નહિ કરે, પરંતુ તેની બીજી કિડની સહી સલામત છે માટે તેને હજી કોઈ મોટી તકલીફ નહિ પડે. તેના માતા પિતા કિશોર ભાઈ અને અનિતાબેન આવ્યા તે ખુબ રડ્યા, શ્રુતિ ની આવી હાલત તો અનિતાબેન થી જોઈ પણ નહિ શકાઈ અને લો બ્લડપ્રેશર થતા તે પણ ઢળી પડ્યા. તારા મામા અને અશોકભાઈ એ શ્રુતિ ના પપ્પા એ શંભાળ્યા.આ વાત ને દસ દિવસ થયા પણ હજી શ્રુતિ ને ભાન ના આવ્યું હતું.

તે હજી કોમા માં જ હતી. પણ જેમ અંધારા પછી અજવાળું આવે તેમ તે ઉમ્મીદ ની રોશની અગિયાર માં દિવસે દેખાઈ. શ્રુતિ માં પગ અને હાથ ના આંગળાની અને આંખો માં હલ ચલન ની સહજતા દેખાતી હતી. અગિયાર દિવસ થયા શ્રુતિ હોસ્પિટલ માં હતી અને તારા મામા, સત્યમ અને અશોકભાઈ સતત તેની દેખરેખ માં હતા. કિશોર ભાઈ અને અનિતાબેન તો જાણે ઉમ્મીદ જ ખોઈ બેઠા હોઈ તેમ નિરાશ થઇ ગયા હતા. સત્યમ અગિયાર અગિયાર દિવસ થી ત્યાં નો ત્યાજ હતો. તે શ્રુતિ ને વાર્તા અને ચોપડીઓ વાંચીને સંભળાવતો. અશોકભાઈ એ તેને કહ્યું હતું કે કોમ માં ગયેલો માણસ બેભાન અવસ્થા માં પણ સાંભળી તો શકે. માટે તે શ્રુતિ ને વાર્તા સંભળાવતો, અને કહેતો કે શ્રુતિ કેટલા દિવસ થી આ ખાટલાવશ પર છે, તે બોર ના થઇ જાય ને તે માટે તેને વાર્તા સંભળાવવું છું. તેને એક પળ માટે પણ શ્રુતિ ને એકલી ના હતી મૂકી, અને અગિયાર માં દિવસે જયારે તેના હાથ અને પગ માં મુવમેન્ટ આવી તે પણ સૌથી પહેલા સત્યમ ને જ ખબર પડી કેમ કે તે તેની પાસે જ બેસતો. સત્યમ એ તેના પપ્પા ને બોલાવી ને આ વાત કહી, બે મિનિટ માટે તે પણ આ વાત સાંભળી ખુબ ખુશ થયા. પણ જેવા તે લોકો ત્યાં પહોંચ્યા તેવી તેમની મુવમેન્ટ બંધ થઇ ગયી હતી, બધા પાછા નિરાશા માં આવી ગયા, અને અમુક તો કહેવા લાગ્યા કે સત્યમ નો વહેમ હશે.

તે આવડા છોકરા ને શું સુજ પડે, પણ સત્યમ સાચો અને મક્કમ હતો કે તેને તેના હાથ પગ હલાવ્યા હતા. ૨૦ દિવસ થયા ફરી વાર નાતો તેને કોઈ મુવમેન્ટ આપી હતી ના તેની તબિયત માં કોઈ ફેરફાર આવ્યો હતો. અને અશોકભાઈ મનોમન જાણતા હતા કે જો આજ પરિસ્થિતિ માં શ્રુતિ રહી તો તે વધુ માં વધુ 2 મહિના જીવી શકશે. અને તેટલા વધુ સમય સુધી આ હોસ્પિટલ નો ખર્ચ ઉપાડ વાની હેસિયત ના તો કિશોર ભાઈ માં હતી, ના તો તારા મામા માં કે ના તો અશોકભાઈ માં,. પણ તારા મામા અને અશોકભાઈ એ ગમે ત્યાંથી પૈસા નો બંદોબસ્ત કરી ને વીસ દિવસ નું બિલ ચુકવ્યું. પણ પછી સત્યમ ના પપ્પા ના બહુ કહેવા પછી પણ તેમના હોસ્પિટલ વાળા પૈસા આપ્યા વિના તેને રાખવા તૈયાર ના હતા.

પછી અશોકભાઈ એ તેના પગાર માંથી હોસ્પિટલ નો ખર્ચો કાપી નાખવા માટે અરજી કરી અને તેની અરજી સ્વીકારી લેવા માં આવી. પછી બાવીશ માં દિવસે વહેલી સવારે સાત વાગે સત્યમ જરા ઊંઘ માં હતો, અને શ્રુતિ એ તેની આંખો ખોલી. બાવીશ દિવસે તેને તેની આંખો ખોલી હતી, આંખો ખોલ વાની સાથે જ તેને સામે સોફા પર બેઠેલો સત્યમ ઝાંખો ઝાંખો દેખાયો, તેને સત્યમ નો પૂરો ચહેરો દેખાયો ના હતો, શ્રુતિ એ મનોમન તેને મંથન સમજી ને હાકલ પાડી, ”મંથન ! પાણી.... મંથન! પા.. પા..પાણી!” સત્યમ ને કાન માં કંઈક વેણ પડ્યા તેવું લાગ્યું, તે જરા બેબાકળો બની ને ઊભો થઇ ગયો, તે શ્રુતિ ની નજીક ગયો.” શ્રુતિ...શ્રુતિ. હું છું. સત્યમ! બોલ શ્રુતિ કૈક તો બોલ ?” સત્યમ એ કહ્યું.” હજી સુધી શ્રુતિ ની આંખ સામે નો ચહેરો સાફ થયો ના હતો.” પાણી...પાણી...શ્રુતિ એ કહ્યું” સત્યમ એ જલદી થી પાણી નો ગ્લાસ ભર્યો અને શ્રુતિ ને ઊભી કરી અને પાણી પીવડાવ્યું, અને પછી સત્યમ એ તેના પપ્પા ને બૂમ પાડી. શ્રુતિ ને ઉઠેલી જોઈ તેના પપ્પા બહુ ખુશ થયા અને તેને બધા ને ખબર કરી કે શ્રુતિ ને ભાન આવી ગયું છે. આ સાંભળી શ્રુતિ ના મમ્મી પપ્પા નો ખુશી થી બેબાકળા થઇ ગયા, તે દોડી ને શ્રુતિ ને મળવા આવ્યા, કેટલા દિવસ થી લાશ ની જેમ થઇ ગયેલા માતા પિતા ના જીવ માં આજ જીવ આવ્યો હતો. તેમની આંખો માંથી ખુશી ના આંસુ વહી આવ્યા હતા. તે આઈ.સી.યુ ના દરવાજે પહોંચી ગયા પણ શ્રુતિ ના પપ્પા એ તેમને મળવાની રજા ના આપી. તેમને બીક હતી કે શ્રુતિ હજી હાલ કોમા માંથી બહાર આવી છે, તેને બધું યાદ છે કે નહિ તેની કોઈ જાણ નથી, માટે જો શ્રુતિ ની યાદ શક્તિ જતી રહી હોઈ અને આ વાત ની જાણ તેના માં બાપ ને થશે તો તે જીવી નહિ શકે, માટે તેને મળવાની રજા ના આપી. સત્યમ ના પપ્પા પહેલા જાતે જ નક્કી કરી લેવા માગતા હતા કે તેને બધુ યાદ છે કે નહિ. સત્યમ ના પપ્પા એ પહેલો સવાલ પૂછ્યો. “ તારું નામ શું છે બેટા?” તેના જવાબ માં શ્રુતિ નું મૌન મળ્યું. અશોકભાઈ એ ચાર થી પાંચ વાર તેને આ સવાલ પૂછ્યો પણ જવાબ માં શ્રુતિ નું મૌન જ મળ્યું.

તેના પરથી સત્યમ ના પપ્પા સમજી ગયા કે હજી તે સભાન અવસ્થા માં સંપૂર્ણ પણે નથી આવી. તેને સંપૂર્ણ પણે બધું યાદ છે કે નહિ તે હાલ કહેવું બહુ મુશ્કેલ હતું. માટે અશોકભાઈ એ કિશોર ભાઈ અને અનિતાબેન ને દિલાસો આપવા માટે કહ્યું કે “શ્રુતિ! હાલ ખતરાની પૂર્ણ પણે બહાર છે, અને ખુશી ની વાત તે છે કે તે કોમ માંથી પણ બહાર આવી ગયી છે, પણ હાલ માં તે પૂર્ણ પણે સભાન અવસ્થા માં ના હોવાથી તેને મળવાની મંજૂરી નહિ આપી શકાય, બાકી બીજું બધું નોર્મલ છે.કિશોરભાઈ તમારી દીકરી ને બીજું જન્મ દાન મળી ગયું તેમ જ સમજો” અશોકભાઈ એ હસતા મોઢે કહ્યું

કિશોર ભાઈ અને અનિતાબેન નો હરખ સમાતો ના હતો, પરંતુ સાચી હકીકત તો ખાલી અશોકભાઈ ને જ ખબર હતી. દિવસો વળતા ગયા અને ધીમે ધીમે શ્રુતિ ના હાલ માં સુધારો આવતો ગયો. સદભાગ્યે જે વાત નો અશોકભાઈ ને ડર હતો તે પણ ખોટો સાબિત થયો. શ્રુતિ ને બધું યાદ હતું અને તે બધા ને ઓળખતી હતી. ધીમે ધીમે બધું થાળે પડી રહ્યું હતું, શ્રુતિ ને ડિસ્ચાર્જ પણ કરી દીધી હતી, શ્રુતિ સ્કૂલ પણ જવા લાગી હતી, ખાવા પીવા ની પણ બધી છૂટ હતી, જાણે કે આપણી શ્રુતિ ને કઈ થયું ના હોઈ તેમ તે પાછી રમવા લાગી હતી, કોઈ અજાણ્યે માણસ કહી જ ના શકે કે શ્રુતિ સાથે આવો ગંભીર અકસ્માત થયો હશે, ત્યારબાદ કિશોર ભાઈ અને અનિતાબેન એ તેને એકલી મુકવાનું પણ ટાળવા લાગ્યા. પણ સત્યમ પહેલાની જેમ રોજ સાંજે તેને ઘેર રમવા જતો, શ્રુતિ હવે નીચે રમવા જવાનું ટાળતી કેમ કે તેની એક કિડની પહેલા થી જ નાશ થઇ ગઈ હતી ડોક્ટર એ તેને વધુ મેહનત વાળું કામ કરવાની ના પાડી હતી.

ફક્ત બે જ મહિના માં શ્રુતિ પહેલા જેવી થઇ ગયી હતી. પરંતુ મગજ ના ઘાવ ના લીધે દવા ૧૨ મહિના સુધી ચાલુ રાખવાની હતી. પણ કોણે જાણ હતી કે આથી મોટી મુસીબત તો આવવાની હજી બાકી છે, એક દિવસ કિશોર ભાઈ અને અનિતાબેન ને સાથે એક લગ્નમાં બહાર જવાનું થયું, આમ તો તે ક્યારે પણ શ્રુતિ ને એકલી મૂકી ને જતા નહિ, પણ તે દિવસે સત્યમ ત્યાં હતો અને શ્રુતિ એ લગ્ન પ્રસંગ માં મને કંટાળો આવે છે અને મારે સત્યમ સાથે રમવું છે તેવું બહાનું બનાવ્યું. સત્યમ ત્યાં હતો માટે કિશોર ભાઈ અને અનિતાબેન માની ગયા. અને તે શ્રુતિ અને સત્યમ ને મૂકી ને લગ્ન માં ગયા, શ્રુતિ અને સત્યમ ચેસ રમતાં હતા અને સમય પસાર કરતા હતા, સાંજ ના સાત વાગ્યા એટલે બંને એ અનિતાબેન જમવા નું મૂકી ગયા હતા તે જમી લીધું, અને પાછા રમવા બેસી ગયા. આ બધી વાત માં શ્રુતિ દવા પીવાનું ભૂલી જ ગઈ. નવ વાગ્યા ને કિશોર ભાઈ અને અનિતાબેન પાછા આવ્યા. પછી સત્યમ ઘરે ગયો. તે જ રાતે 2 વાગ્યા હશે કે અચાનક ધડ્દમ કરી ને એક અવાજ અને કાન આડા હાથ દેવડાવી દે તેવી ચીસ શ્રુતિ ના રૂમ માંથી આવી, જે છેક આપદા ફલેટ સુધી સંભળાય હતી, અને એક આ ચીસે ઘણા સંબંધો, ઘણા નસીબો, અને ઘણા લોકો ના જીવન બદલી નાખ્યા મંથન.

***