Tu ne tari dosti - 3 books and stories free download online pdf in Gujarati

તું ને તારી દોસ્તી ! - 3

તું ને તારી દોસ્તી!

ખબર નહિ પણ મને મનોમન લાગવા લાગ્યું હતું કે હું શ્રુતિ ને ચાહું છું. મારા જીવન નો એક દિવસ તેવો ના હતો જયારે મેં તેને યાદ ના કરી હોઈ. હેમ ખેમ કરી ને મારું દસમું પતાવ્યું અને vacation પડતા ની સાથે જ હું નીકળી પડ્યો શ્રુતિ ને મળવા. ૫ વર્ષ થી તેને જોયી ના હતી. થોડા વર્ષો પપ્પા ને નોકરી ના કામ થી બહાર જવું પડ્યું હોવાથી અમે બધા સાથે મુંબઈ રેહવા જતા રહેલા. અને હું દસમાં આવ્યો ત્યારે જ પાછા ફરેલા. બસ માં બેઠા બેઠા હું વિચારતો હતો કે શ્રુતિ કેવી લાગતી હશે? તે મને ઓળખશે કે કેમ? તે આજ પણ તેટલી જ સુંદર હશે. શું તેના મન માં પણ મારા માટે કૈક લાગણીઓ હશે? આ વખતે તેને મારા દિલ ની વાત કહી જ દઈશ. મનોમન હું તેને ચાહવા લાગ્યો હતો. આવા બધા સવાલો ના જવાબ ગોતવા હું નીકળી પડ્યો મોરબી. પાંચ કલાક ના લાંબી મુસાફરી પછી હું મારા મામા ને ત્યાં પહોચ્યો , જોયું તો ઘણું બધું બદલાઈ ગયું હતું. જે મોરબી માં ઘડિયાળ નો વ્યવસાય મોખરે હતો તે આજે તળિયા બનાવામાં મોખરે થઇ ગયું છે , ચારેબાજુ કારખાના જ કારખાના છે. મારા મામા અને મામી મને આટલા લાંબા સમય પછી જોઇને ખુબ ખુશ થયા. હું મારા મામા ને પુછુ તેના પેહલા તેને થી જ સામે થી પૂછી લીધું “ શ્રુતિ ને મળવા જવું છે ને? કે ભૂલી ગયો તેને?”. મારા ગાલ જરાક લાલ થઇ ગયા. મેં જરા મારા ઉત્સાહ ને કાબુ માં રાખી ને કહું. “હા, આવ્યો છું તો મળી લઈશ , બીજું શું હોઈ તેમાં?” મામા ને ક્યાં ખબર હતી કે હું આવ્યો જ તેને મળવા છું. સાંજ ના ૫ વાગ્યા હતા ને હું નીકળી પડ્યો શ્રુતિ ના ફ્લેટ બાજુ . ત્રીજા માળે તેનો ફ્લેટ મને સારી રીતે યાદ હતું. ત્રીજા માળે પહોચીને મેં બેલ મારી, એક માસી બહાર આવ્યા. તે શ્રુતિ ના મમ્મી તો નો તાજ, તેની તો મને ખાતરી હતી . “કોનું કામ છે?” તે માસી એ મને પૂછ્યું. “માસી! શ્રુતિ છે ઘરે?” મારા થી પુછાઈ ગયું. “શ્રુતિ કોણ શ્રુતિ અહી કોઈ નથી રેહતું તે નામ નું.” આટલું કહી ને માસી એ દરવાજો બંધ કરી દીધો. હું જરા અસમંજસ માં અને જરા ચિંતા માં હતો કે શ્રુતિ ને તે શું શહેર છોડી ને ચાલ્યા ગયા હશે? કેમ? શું થયું હશે? આ બધા સવાલ ની વચ્ચે ચાલતા ચાલતા હું ઘરે પહોચ્યો.” શ્રુતિ ના ઘરે ગયો હતો?” મામી એ પૂછ્યું. તે મનોમન જાણતા હતા કે મને તે ગમે છે તેમ. “હા, પણ ત્યાં તો કોઈક બીજું જ રહે છે મામી ! શું શ્રુતિ ને તેમને શહેર છોડી દીધું? કેમ શું થયું હતું મામી?” મેં કહ્યું. “અરે...નિરાંત રાખ દીકરા, કાઈ નથી થયું અને તે લોકો ક્યાય નથી ગયા. ફક્ત તેવો બીજા મકાન માં શિફ્ટ થયા છે. અહી નજીક જ છે. આપડે સાંજે જઈશું.” ઓહ! મારા જીવ માં જીવ આવ્યો. હવે હું સાંજ પડવાની રાહ જોતો હતો. મામી,”મામા ક્યારે આવશે? હજી કેમ ના આવ્યા? રોજ આટલા મોળા આવે છે ?” મેં મારા સવાલો નો તોપમારો ચાલુ કર્યો. મામી સમજી ગયા કે આ ભાઈ ને શ્રુતિ પાસે જવાની ઉતાવળ છે. “અરે,,રસ્તા માં જ છે ખુદ ને હવે થોડો રોકી લે આટલા વર્ષ કેમના કાઢ્યા?” મામી થોડું મલકાઈ ને હસ્યા. મામા આવ્યા અને અમે તેના ઘરે બેસવા ગયા. હજી હું તેના ઘર ની બહાર જ ઉભો હતો ને મારા શ્વાસ થંભી ગયા. આટલો વિશાળ બંગલો? “આ સાચે શ્રુતિ નું ઘર છે ? મામી? હા, તેના પપ્પા એ છેલ્લા પાંચેક વર્ષ માં ખુબ સારો વિકાસ કર્યો. અહી મોરબી માં પણ બે ત્રણ ફકટરી બનાવી છે .તેનું ઘર જોતા મને થયું કે હવે શ્રુતિ ને હું શું ખાખ યાદ હોઈશ. મોટા માણસો ના મિત્રો પણ મોટા હોઈ ને સાહેબ.

અમે તેના ઘર માં પ્રવેશ કર્યો. હું તો હજી તેના ઘર ને જ જોતો હતો. મારા ઘર ની છત જેવડું તો તેના ઘર નું જુમ્મર હતું .ઘર માં પ્રવેશ તાજ આવે એક વિશાળ મંદિર, અને પછી આવે હોલ. અમે હોલ માં જઇ ને બેઠા તેના સોફા પર બેસતા ની સાથે જ હું તો અંદર બેસી ગયો. બાપરે...આટલા સોફ્ટ સોફા આવું ભી હોઈ. ”આવો..આવો.. બહુ દિવસે ભૂલા પડ્યા હો..મહેશભાઈ તેવો સ્વર મારા કાને પડ્યો.” હું સમજી ગયો કે આ શ્રુતિ ના પપ્પા છે. તેણે જોઇને હું બે ઘડી સ્તબ્ધ થઇ ગયો. એક દમ અલગ જ હતા જયારે મેં તેને બાળપણ માં જોયા હતા ત્યારથી. થોડી વાર માં તેની મમ્મી આવ્યા. ”આને ઓળખ્યો કે નહિ?” મારા મામા એ શ્રુતિ ના પપ્પા ને પૂછ્યું. ”અહ્હ્...આતો મંથન લાગે છે. અરે..બહુ મોટો થઇ ગયો બેટા.. બહુ વર્ષે દેખાયો. vacation માં આવાનું બંધ કરી દીધું હતું કે શું? પછી મેં તેને મારા પપ્પા ની નોકરી ની વાત કરી. હું હજી આમતેમ શ્રુતિ ને જ ગોત તો હતો. પછી બહુ વાર થઇ અને શ્રુતિ આસપાસ ક્યાય ના દેખાતા મેં મારી મામી ને કોણી મારી એટલે તે સમજી ગયા કે આ શ્રુતિ વિષે પૂછે છે. ”શ્રુતિ ઘરે નથી કે શું? દેખાતી નથી? મામી એ પૂછ્યું”. ”અરે...તે અને સત્યમ ઉપર ચેસ રમે છે. ”આ શબ્દો સાંભળતા જ મારા મન માં ખુશી પણ થઇ અને ગુસ્સો પણ આવ્યો. ખુશી એમ થઇ કે તે ચેસ નથી ભૂલી એટલે મને નહિ ભૂલી હોઈ અને દુખ એટલે થયું કે સત્યમ ની સાથે રમે છે. “શ્રુતિ..ઓ..શ્રુતિ જરા નીચે આઈતો જો તો ખરી તને મળવા કોણ આવ્યું છે?” શ્રુતિ ની મમ્મી એ બૂમ પાડી. ”કોણ છે મમ્મી, આવું 2 મિનીટ માં” તેનો અવાજ પેહલા થી પણ મીઠો લાગતો હતો. હવે મારા થી તેને જોયા વિના રેહ્વાઈ તેમ ના હતું. બસ તે 2 મિનીટ મને વર્ષો જેવી લાગતી હતી. તે આવે તે પેહલા મેં મારા વાળ સરખા કર્યા , શર્ટ જે પેન્ટ ની બહાર રખડતો હતો તેને થોડો વ્યવસ્થિત કર્યો. એક તરફ મામી આ બધું જોઈ ને હસી રહ્યા હતા . મારી બંને આંખો સીડી તરફ હતી. અને મારું હૃદય ધડકે છેકે નહિ મને તેનું ભી ભાન ના હતું. જોતજોતા માં પગલા નો અવાજ મારા કાને પડ્યો. સીડી આગળ ની દીવાલ માંથી મને પગ માં ઝાંઝર ,લાલ કલર ની ચૂડીદાર લેગીસ વાળો પગ દેખાયો. હું સમજી ગયો કે આ તે જ છે. કેમકે તેને પેહલે થી જ લાલ રંગ ખુબ પ્રિય,બાળપણ માં ઘણીવાર તો તેમ કેહતી કે મારે ચેસ ના કુકડા લાલ રંગ ના જોઈ છે પપ્પા,મને લાવી આપો,આવી તો ઘેલી હતી મારી શ્રુતિ. હું બેબાકળો બની ને એક ટશે તેને જોવા માટે તરસી રહ્યો હતો. ત્યાં અચાનક તેનો ચેહરો મને દેખાઈ તે પેહલા શ્રુતિ ની મમ્મી એ મારો હાથ જાલીને મને રસોડા માં લઇ ગયા.”અરે..માસી શું થયું? આમ કઈ બાજુ?” મેં કહ્યું.’શ્હ..શ્હ..આપડે શ્રુતિ ને surprise આપવી છે” માસી એ કહ્યું. “તું અહી ઉભો રે શ્રુતિ બહાર આવે પછી તું પાછળ થી આવજે.”અરે...માસી ને ક્યાં ખબર છે કે શ્રુતિ ને જોવી તે તેના માટે નહિ પણ મારા માટે મોટી surprise છે.”અરે..અંકલ આંટી બહુ દિવસે આવ્યા લ્યો ને આ દીકરી યાદ જ નોતી આવતી કે શું?” શ્રુતિ બોલી રહી હતી. અને હું અહી સંતાઈ ને બેઠો હતો. “જા , “શ્રુતિ રસોડા માંથી અંકલ આંટી માટે સરબત બનાવી લાવ “માસી બોલ્યા. હા,મમ્મી હમણાં અંકલ માટે મેંગો અને આંટી માટે સ્ટ્રોબેરી હમણાં લઇ ને આવું મને યાદ છે તેમને આ પસંદ છે. અને તેને રસોડા તરફ કદમ માંડ્યા. મારું દિલ ધકધક થતું હતું કે હવે તો ક્યાં જશે. મળશે જ ને મને પણ આ રીતે મુલાકાત થશે તે ધાર્યું ના હતું. ”અરે...આવો આવો અંકલ ...આવો આવો આંટી...વર્ષો પછી..અંકલ તમે સાવ સુકાઈ કેમ ગયા?આંટી જમવા નથી આપતા કે શું?” શ્રુતિ મારી તરફ આવતી હતી ને આવો એક અવાજ મારા કાને પડ્યો. કોણ હતું આ? મેં જરા નજર કરી ને જોયું તો સત્યમ. સત્યમ ને ત્યાં જોઇને શ્રુતિ પણ પછી ફરી ગયી અને ત્યાં બેસી ગઈ .અને સત્યમ એ મસ્તી નો તેવો માહોલ બનાવ્યો કે બધા ભૂલી જ ગયા કે હું અહિયાં રસોડા માં બેઠો છું. મને મનમાં ને મનમાં જ સત્યમ થી નફરત થવા લાગી. પછી હું ધોયેલા મૂળા ની જેમ જાતેજ રસોડા માંથી બહાર નીકળ્યો અને હોલ તરફ ચાલવા લાગ્યો. મને હોલ તરફ ચાલતા આવતો માસી જોઈ ગયા. ”અરે...મને માફ કરજે મારા દીકરા આ સત્યમ ની વાતોમાં હું ભૂલી જ ગઈ કે તું ત્યાં ઉભો છે. ”તે સાંભળ તા જ શ્રુતિ એ મોઢું ફેરવ્યું. તે જ બાળપણ જેવું આંખો માં તેજ ,મીઠો સ્વર ,બધું તેવું જ હતું પેહલા જેવું જ .બસ પેહલા જે શ્રુતિ હતી તે બોઈકટ વાળ રાખતી અને આ શ્રુતિ ના વાળ તેના કમર સુધી પહોચતા હતા,તે શ્રુતિ ચાર ફૂટ પાંચ ઇંચ ની અને થોડી ગોલુંમોલું ટાઇપ હતી,અને આ શ્રુતિ પાંચ ફૂટ અને ૫ ઇંચ ઉંચી અને એકદમ જીરો ફિગર. તેની સામે તો હું સાવ બુળબક લાગતો હતો. તેને જોયા પછી તો થયું કે આના કરતા આપડે સંતાયેલા સારા હતા.”ઓળખે છે?આને કોણ છે? માસી એ શ્રુતિ ને પૂછ્યું. શ્રુતિ ના ચેહરા પર સાફ જણાતું હતું કે તે મને નથી ઓળખી . બે મિનીટ સુધી તે કઈ ના બોલી .બધા તેના મુખ માંથી નીકળતા શબ્દો ની રાહ જોઈ રહ્યા હતા. ”મંથન...સાચું?” અરે તું તો સાવ બદલાઈ ગયો છે યાર! હાવ આર યુ?શ્રુતિ એ કહ્યું. “ બસ તારા હાથી જેવો બધી બાજુ ફરું છું. ”મેં કહ્યું. “ હા..હા..તું હજી હતો તેવો જ છે મસ્તીખોર હા. .પણ મારું ચેસ હવે સુધરી ગયું છે હા તે પેલા જેવું નથી રહ્યું હો” તેને હસતા હસતા કહ્યું. હું તેમ બોલવા જ જતો હતો કે “શીખવાડ્યું કોને મેં? “ ત્યાં શ્રુતિ બોલી કે “થન્ક્સ ટુ સત્યમ મારું ચેસ સુધર્યું અને આજે સ્કૂલ champion છું હા.” તેને થોડું વિનિંગ એટીત્યુડમાં કીધું. મને મનોમન નિરાશા થઇ. ”હાઈ,હાવ આર યુ બ્રો?” સત્યમ બોલ્યો અને મારી સામે હાથ લંબાવ્યો”. મેં હાથ મિલાવાનું ટાળ્યું અને ફક્ત જય શ્રી કૃષ્ણ કહી ને વાત પતાવી. આ બધું શ્રુતિ જોઈ રહી હતી. ત્યાર બાદ અમે ત્યાંથી નીકળી ગયા. અને આખા રસ્તા દરમિયાન મારા દિમાગ માં એક જ વાત ચાલતી હતી કે કેમ? તેને તેમ કહ્યું કે સત્યમ ના લીધે તેને ચેસ આવડી તેમ તેને કહ્યું. શું તે આપડી બાળપણ ની વાતો ભૂલી ગઈ? આવા બધા સવાલો આખી રાત મારા મગજ માં ચાલતા રહ્યા .અને મને સવારે મોડી મોડી ઊંઘ આવી. રવિવાર નો એ દિવસ સવારના ૯ વાગ્યા હશે,હું ઉઠી ને નાસ્તા ના ટેબલ પર બેઠો હતો ,અને મનમાં વિચાર ચાલતા હતા કે “લોકો કેવા પોલા હોઈ છે,પોતાના બાળપણ માંથી બીજાને તો ઠીક પણ ખુદ ની યાદોને પણ ભૂલી જાય છે .ખોટા લોકો, જુઠા લોકો.”માસી મંથન ક્યા છે ?” કોઈક નો હળવાશ પડતો અવાજ મારા કાને પડ્યો. પણ મારા વિચારો ના ચક્કર માં મેં તેની તરફ ધ્યાન દેવાનું ટાળિયું. ”કોણ છે ?અરે મને દેખાતું નથી મારી આંખ સામે આ કોને હાથ રાખ્યા છે?” જરાક ગેસ કરતો મામી બોલ્યા. તેના હાથ ની કરચલીયો ને તો હું ત્યારનો ઓળખતો હતો જયારે બાળપણ માં ઘર ઘર રમતી વખતે તે મારા માથા પર હાથ ફેરવતી ત્યારનો .હું સમજી ગયો હતો કે તે શ્રુતિ છે. ”બીજું કોણ હોઈ મામી!” મેં જાણી જોઈ ને ખોટો જવાબ આપ્યો .”અરે! પાગલ હું છું, શ્રુતિ. ચલ, તને લેવા આવી છું. ”તેને કહ્યું.” કઈ બાજુ જવું છે તમારા બંને ને ?” મામી એ પૂછ્યું. “આંટી વાત જ ના કરો.આપડા મોરબી માં મસ્ત નું નાટક આવ્યું છે,તે જોવા જાવું છે, શિવાજી ના જીવન ચરિત્ર પર છે”. ”કોણ કોણ જઇ રહ્યા છો?” આંટી એ પૂછ્યું. ”હું ,સત્યમ અને જો મંથન આવે તો અમે ત્રણ”.સત્યમ નું નામ સાંભળ તા જ મારું લોહી ઉકળી ગયું. મને લાગવા લાગ્યું કે શ્રુતિ માટે હું કઈ છુજ નહિ બસ ફક્ત સત્યમ જ બધું છે.”ના મારે નથી આવું,તું જ તે સત્યમ ની સાથે” મારા થી ગુસ્સા માં કેહવાય ગયું. ”મારા જવાબ થી તે થોડી અચંભિત થઇ ગઈ. પછી તેને બહુ ફોર્સ કર્યો એટલે મેં તેની સાથે જવાનું નક્કી કર્યું. સાંજે પાંચ વાગ્યા નો શો હતો. હું શો ની બાહર ઉભો હતો. દૂર દૂર સુધી તે બંને માંથી એક પણ દેખાતા ના હતા .”હાઉ..”ઈએ...બી ગયો ..તું બી ગયો...”શ્રુતિ બોલી . “અરે.. રેહવાદે.. બાળપણ માં તું ભૂત ની વાત થી ડરતી હતી હું નહિ, અને આટલી વાર હોઈ શો ચાલુ થવાની તૈયારી થઇ ગઈ ચલ “ મેં કહ્યું .અરે પણ હજી સત્યમ ને તો આવા દે. ”ફોન કર તારા તે લંપટ ને ક્યાં છે હજી” મેં કહ્યું.” ટ્રીંગ… ટ્રીગ… ટ્રીગ… ટ્રીગ… રીંગ જતી હતી પણ ફોન ઉપાડતો ના હતો. લગભગ ૨૦ ફોન કર્યા શ્રુતિ એ પણ એક પણ ફોન પીક નોતો કર્યો સત્યમ એ. “લો..આ છે તને ચેસ સીખવાડ વા વાળો” જેને ટાઇમ ની ભી કદર નથી.”હ્હ્હ… કાહેકા દોસ્ત” મેં કહ્યું.

શ્રુતિ ના ચેહરા પર અચાનક ચિંતા ના વાદળા છવાઈ ગયા હતા. શો ચાલુ થઇ ગયો હતો અને હજી સુધી તે આવ્યો ના હતો . અને શ્રુતિ તેના વિના આવવા તૈયાર ના હતી .પછી મારી સહનશક્તિ નીં સીમા તૂટી.”શું લાગે છે તે સત્યમ તારેં માટે,તેને તારી કદર હોત તો અત્યાર સુધી માં આવી ગયો હોત. નહિ તો ફોન તો ઉપાડી જ લીધો હોત .આખો દિવસ સત્યમ સત્યમ કરતી હોઈ છે. તેવો તો શું જાદુ કરી દીધો છે, સત્યમ એ તારા પર ,સાચું કે તું તેને ચાહતી તો નથી ને?”મારા થી ગુસ્સા માં બોલાઈ ગયું.”બસ! હવે વધુ આગળ કઈ બોલતો નહિ મંથન,તને શું ખબર સત્યમ એ મારા માટે કેટલું કર્યું છે. તું તો પાંચ વર્ષ પેલા જતો રહ્યો હતો અને પછી તે પાછળ ફરી ને જોયું જ નહિ, ના તે જાણવાની કોશિશ કરી કે હું કેમ છું, શું કરું છું,કઈ હાલત માં છું. મેં સતત તને યાદ કર્યો,તારી રાહ જોયી કે તું આવીશ પણ તું એક તોફાન જેમ આવે અને જતું રે તેમ મારા જીવન માં આવ્યો અને બધું લઇ ને જતો રહ્યો. ત્યારે તું નહિ તે સત્યમ મારી પડખે હતો. અને તને તકલીફ શું છે તેનાથી તેને તારું શું બગાડ્યું છે. પેલા દિવસે ઘરે ભી તે તેની સાથે હાથ ના મિલાવ્યો, તેની સાથે આવવાની ભી તે પેલા ના પાડી દીધી. તો ભી તે બિચારા એ સામે થી કીધું કે મંથન ને કે તે ભી આવશે,નહીતર તારા ગઈ કાલ ના વર્તન પછી હું તને લવાત ભી નહિ.” આટલું બોલી તે ત્યાંથી ચાલવા લાગી.”શ્રુતિ...શ્રુતિ...ઉભીરે વાત શું છે તે તો કે ..હું તેની પાછળ બુમો પાડતો પાડતો ભાગી રહ્યો હતો. પણ રડતી રડતી ડુસકા ભરતી ભરતી તે ચાલી ગઈ..તે ચાલી ગઈ ....

રડમસ આંખે દર્દીલા અવાજે

ઝટપટ ચાલે ,લાખ ઉચાટે

સબ્દો તણા તીર સાંભળી

તે ચાલી જાને હલ્દીઘાટે

તે ચાલી જાણે હલ્દીઘાટે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED