રાધાપ્રેમી રુક્મણી ભાગ-17 Purvi Jignesh Shah Miss Mira દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધાપ્રેમી રુક્મણી ભાગ-17

દ્વારકાધીશ, શ્રી કૃષ્ણ, કનૈયાલાલ, નંદકિશોર, નંદનંદન, બાળકિશોર, ગોપસખા, વાસુદેવ, યદુકુળદિપક, બાલકૃષ્ણ, ગિરિરાજધરણ, મેવાડનરેશ, ડાકોર નો ઠાકોર, વૃજેશ્વર, ગોપાલ, ગોવાળ, ગૌબ્રહામણ પ્રતિપાલ,રાધા પ્રેમી, યશોદાનંદન, દેવકીનંદન, દ્રૌપદી સખા, અર્જુન સખા, પાર્થ સારથી, સુદર્શનચક્રધારી, ગિરિગોવર્ધનધારી, કાલીયદમનહારી, વૃજવાસી, બંસીધર, વ્હાલાં માધવ નાં ગૌલોકગમન પછી, કૃષ્ણાવતાર ની એમની બધી જ લીલાઓ પૃથ્વી પર  થી પુરી થઈ  હતી. એમનો, કાર્ય સમય ધરતી પર એકસો પચ્ચીસ વર્ષ નો હતો. જે, અહીં સમાપ્ત થયો હતો. જરા નું તીર વાગ્યા પછી, અર્જુન અનેં ગાંધારીનેં મળી એમણે, વૃજ તરફ પ્રયાણ કર્યુ, અનેં ત્યાં થી રાધાજી નેં લઈ સજોડે, ગૌલોકગમન કર્યું.

આમ, રાધાપ્રેમી રુક્મણી નો આ અધ્યાય અહીં સમાપ્ત થાય છે. આમ, તો માધવ ની લીલા ઓ એમનાં આયુષ્ય નાં અંક કરતાં વધું છે. પણ, એક, સામાન્ય મનુષ્ય તરીકે કોઈપણ, વ્યક્તિ  તેનાં સમ્પૂર્ણ વર્ણન માટે અસમર્થ છે. કંઈ પણ, લખાય માધવ વિશે, એ એક, કોશીશ માત્ર છે.

રાધાપ્રેમી રુક્મણી ની આ રચના ની તમામ શ્રેણી અહીં સમાપ્ત થાય છે.

માધવ નાં જીવન સાથે જોડાયેલી બે નવી કથા ઓે,

1. યાદવાસ્થળી અનેં
2. બંસરીપ્રેમી રાધા

આ બંને રચનાઓ ની રસપ્રદ શ્રેણી લઈ ટૂંક સમય માં હાજર થઈશ, ત્યાં સુધી મારી આ પ્રસ્તુત શ્રેણીઓ નેં વાંચો, વાગોળો અનેં જીવન નેં માધવ  થકી મહેંકાવો.

સમય નાં પંખી ની પાંખોનો ફફડાટ અનેં તેનામાં સમગ્ર વિશ્વનેં માપી લેવાનો થનગનાટ રોકવાનું સમગ્ર સૃષ્ટી નાં એક પણ, જીવ માટે ખરેખર અઘરું નહીં પરંતુ, અસંભવ છે. સમય નાં પંખીની ઉડાન ભરવા ની દિશા નક્કી કરવા નો વિચારમાત્ર પણ, મૂર્ખતા છે.

આજ, સમય ની સાથે રહી, નેં એનેં માન આપી ને, મારી નવી રચના માટે, મુઠ્ઠીભર સમય યાચું છું વ્હાલાં મારાં વાચકમિત્રો!!!

આપ સૌ નાં સહકાર થી આ રચના નેં જે માન અનેં સન્માન મળ્યું તે આગળ પણ, ઇચ્છું છું.

આ સાથે, આવતાં અઠવાડિયે મળીએ, મારી નવી માધવમય રચનાઓ નાં ખજાના નેં વાંચવા!!!!

ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, અનેં હસતાં રહો.

સમય ની આ અનુભૂતિ નેં શબ્દદેહ આપવાની મારી આશા એ જ મારો નિર્મળ પ્રયાસ અનેં આપ સૌ નો મુજ પર અતૂટ વિશ્વાસ.....

મીસ. મીરાં....

જય શ્રી કૃષ્ણ.....

"રાધાપ્રેમી રુક્મણીની પ્રથમ આવૃત્તિ વેળાએ મારાં બે શબ્દ" 

  વાચકો નું સમર્થન લેખકના વિચારોનું અર્થઘટન સાથે જ્યારે લેખક નેં મળે છે ત્યારે, તેનાં માટે એ મહામૂલી પુરસ્કાર છે. એની મહેનતની સફળતા વાચકોનાં સ્નેહભર્યા,ભીંજવી દેતા સમર્થનથી વધારે કાંઈજ નાં હોઈ શકે. વાચકમિત્રો, આ તબક્કે આપનો સ્નેહ અને પ્યાર મારી પ્રથમ આવૃત્તિ પર સમર્થનનાં સંભારણાંરુપે મળે, જેથી આ જ શ્રેણીનાં અન્ય પુસ્તકો નજીકનાં ભવિષ્યમાં આપ સૌની સમક્ષ મૂકવાની તક મનેં મળે, તેનાં માટે હું વચનબદ્ધ છું. અનેં આપ સૌની હ્રદયપુર્વક આભારી છું.

                          વીણેલાં મોતી

                      "સખી"(સખી-સખા) 

દ્રોપદી:હે ગોવિંદ મારાં પ્રિય સખા તારું તુજ ને જ સમર્પિત કરું છું.

પછી, મારું કાંઈ નહી રહે ખબર છે મનેં. પણ,, મારું તો કાંઈ હતું જ ક્યાં? સુખ પણ તારું આપેલું ને દુ:ખ પણ!!! છતાંયે સમર્પણ માં આટલો વિષાદ કેમ? સુખ મેં મારાં માટે ક્યારેય માંગ્યું નથી અનેં દુ:ખનેં મેં સ્વાર્થ માટે ત્યજ્યું નથી. આતો વ્હાલાં સખા તારી માયા છે.છતાં ,ત્યજવામાં મનુષ્ય મહાનતા કેમ દર્શાવે છે અનેં મેળવવામાં અભિમાન કેમ? 

ગોવિંદ:પ્રિય સખી પાંડવો  નેં મારી માયા સમજી સંભાળનાર તું જ વ્હાલી આ સમજી શકે, બાકી સૌનેં તો આ મારી લીલા જ લાગે. 

સખા ગોવિંદ સાથે આટલાં હકથી આવી ચર્ચા સખી દ્રૌપદી જ કરી શકે. આ હક્ક ગોવિંદે રાધા, રુક્મણી, મીરાં કે ગોપી કોઈનેય ક્યારેય નથી આપ્યો .

કારણકે સખી દ્રૌપદી નાં મનનો ઉદ્વેગ,વીરાંગનાનું હ્રદય, જીવન આખું યુધ્ધ સમાન વારંવાર લડવું, પાછું હારવું, છતાં પણ પાછું ઉભું થવું, જેનું જીવન જ એક યુધ્ધ નું મેદાન હોય એ વીરાંગના જ ગોવિંદની સખી હોઈ શકે અનેં આવી સ્ત્રી જ્યારે જીવનથી થાકી ગોવિંદનેં સર્વ કાંઈ સમર્પિત કરવા ચાહે તો એ શું આપી શકે સખા ગોવિંદ ને? એની તકલીફો અનેં દુ:ખ!!!

શું સખા ગોવિંદ સખી નું આ સમર્પણ સ્વીકારવા પોતે ઈશ્વર હોવા છતાં શક્તિમાન છે ખરાં?? 

એવી છે આ સખી અનેં સખા ની એકમેક પ્રત્યેની શ્રદ્ધા.

             લેખક:
                           મીસ. મીરાં
                            પૂર્વી જીજ્ઞેશ શાહ