રાધાપ્રેમી રુક્મણી ભાગ -16 Purvi Jignesh Shah Miss Mira દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધાપ્રેમી રુક્મણી ભાગ -16

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :-

અંતિમ વાર્તાલાપની વાત માં દ્વારિકાધીશે શું રહસ્ય છુપાવ્યું છે?

જેનાંથી રુક્મણી ખુશ હોવા છતાં દુ:ખી છે?

હવે આગળ :

પોતે રાધારાણી નું જ અસ્તિત્વ છે, એ જાણી નેં રુક્મણી ખુબ જ ખુશ હતાં. પણ, અચાનક થી અંતિમ વાર્તાલાપની નાં દ્વારિકાધીશ નાં શબ્દો એમનાં કાને અથડાયાં. ખુશી ની તંદ્રા તુટી અનેં ચિંતા માં પડ્યાં ત્યારે જ દ્વારિકાધીશે એમનેં પાસે બેસાડ્યા અને કહ્યું, મારી આ છેલ્લી વાત સાંભળતા જાવ દેવી. માનવ અવતાર નો દેહોત્સર્ગ નક્કી જ છે તેમ મારો પણ, આ સમય હવે, આવી ગયો છે. મારાં આયોજિત કાર્યો ની સૂચી હવે, સમાપ્ત થઈ ગઈ છે.અને,ગાંધારી નાં શ્રાપ નેં અનુલક્ષીને હવે, મારો દેહોત્સર્ગ નજીક છે.

ત્યારે મારી એક અંતિમ ઇચ્છા સમજો કે મારું અંતિમ કાર્ય જે તમારે કરવાનું છે. તમારે, મારાં ગૌલોકગમન નાં થોડાં સમય પછી તરત જ નારાયણ ની સેવા માં સિધાવવા નું છે. જતાં જતાં રસ્તા માં ગિરનાર પર્વત આવશે, એની તળેટી માં તમારાં ગળા માં આરોપાયેલી રાધાભાવ ની બે તુલસીમાળા, તમારે ગિરનાર પર્વત ની તળેટી માં પધરાવવા ની છે.જે,સ્થળ દ્વાપરયુગ થી કળિયુગ અને હંમેશા માટે" તુલસીશ્યામ" તરીકે ઓળખાશે, જે, તમારાં અનેં રાધા નાં સાક્ષીભાવ અને મિત્રતા નું પ્રતિક ગણાશે. દ્વારિકા ની યાત્રાએ જનાર તમામ ભાવિકભક્તો પાછાં વળતાં આ સ્થળે દર્શને જશે, અને તમારાં બંને નાં મહાભાવ નેં યાદ કરી સતસત નમન કરશે. જેનાં થી જગત નેં નવો સંદેશો મળશે.

તેમની આ વાત સાંભળી રુક્મણી એભાવુક થઈ દ્વારિકાધીશ નાં ચરણ માં નમન કર્યા. અનેં સ્વામી ને દુધ આપી સુઈ જવા જણાવ્યું. શયનકક્ષ માં આજે, મનુષ્ય અવતાર ની છેલ્લી રાત્રી અનેં બંને લીલા નાં જીવો છેલ્લીવાર સજોડે, જાણે, "રાધામાધવરુક્મણીયાદવ" નું પરમ અલૌકિક અવર્ણનીય અવિરત વહેતું ઝરણું જે અરબીસાગર નેં જઈ નેં મળ્યું.

બીજા દિવસ ની સોનેરી સવાર તેનાં સુવર્ણ કિરણો જાણે સોનાની દ્વારિકા ને વધારે જગમગાવી રહ્યાં હતાં. પણ, દ્વારિકા નો સૂરજ તો આજે ઉગવા છતાં પણ, ધોળે દિવસે જાણે આથમતો દેખાતો હતો.

દ્વારિકાધીશ તેમની આ સોનાની દ્વારિકા ને છોડી નેં છેલ્લાં પ્રણામ કરી નેં નીકળે છે,ત્યારે ફક્ત રુક્મણી નેં જ આ વાત ની જાણ કરે છે. બાકી, રાજમહેલ માં બધા જ અજાણ છે આ ઘટના થી.... ત્યારે રુક્મણી દ્વારકાધીશ ની સાથે જ દેહોત્સર્ગ માટે જવા તૈયાર થાય છે. પણ, દ્વારિકાધીશ નાં સમજાવવા થી સમજી પણ, જાય છે. એમનો સમય હજી દ્વારિકા ની ધરતી પર બાકી છે. અને, પરિવાર ની જવાબદારી પણ, અર્જુન અહીં આવે ત્યાં સુધી એમનાં પર જ છે.

ભારે હૈયે, દ્વારિકાધીશ સાગરતટે હિરણકપિલા નદી નાં સંગમસ્થાન તરફ ચાલવાનું શરું કરે છે.અનેં ચાલ્યા જ કરે છે.

એમનાં દેહોત્સર્ગ ની વિધિનિર્મિત ઘડી અનેં કારણ નું નિર્માણ પણ, એમણે, પહેલા થી જ કરી દીધું હતું.

યાદવાસ્થળી (આ કથા નો પૂરેપૂરો વિધિવત ભાગ હું મારી નવી રચના માં રજૂ કરીશ) .પછી, વધેલાં મૂસળ(લોખંડ નાં એક પ્રકારનાં હાનિકારક ટુકડા નું નામ) નેં યાદવો એ દરિયા માં ફેંક્યું. જે, દરિયા ની એક માછલી નાં પેટ માં જઈ નેં અટક્યું. એ માછલી એક માછીમારે પકડી. એનું પેટ ચાલતાં નીકળેલાં મુસળનાં ટુકડાં ને માછીમારે એક જરા નામનાં પારધી નેં ભેટ માં આપ્યું. એમાં થી "જરા" નામનાં પારધી એ તીર બનાવ્યું અને, એ તીર નાં વાગવાથી  શ્રી કૃષ્ણ નો દેહોત્સર્ગ નિશ્ચિત થયો.

આ તમામ આયોજન વિધાતા નાં સંલગ્ન થી થઈ ગયું હતું. હિરણકપિલા નદી નાં સંગમ પાસે, ચાલતાં ચાલતાં થાકેલાં દ્વારિકાધીશ એક પીપળા નાં વૃક્ષ નીચે આરામ કરવા બેઠાં. ડાબા પગ નાં ગોઠણ નેં વાળી જમણા પગ નેં એની પર ટેકવી એ આરામ કરતાં હતાં. અનેં લગભગ સવાર ની વેળા થવા સુધીનો સમય થઈ જવા આવ્યો હતો. ત્યારે અચાનક અરબી સમુદ્રમાં થી આવેલાં સુસવાટા ભેર પવન ની સાથે શ્રી કૃષ્ણ ને કાંઈ અનોખો અહેસાસ થયો. એમનાં પગ નાં તળિયે એક જલદ ઘા નો અનુભવ થયો, અનેં વહેલી સવાર નાં અંધારા માં જમણા પગ નાં તળિયે એક તીર આવી નેં વાગ્યું. એમાંથી રક્ત ની ધારા છૂટી. અનેં દ્વારકાધીશ નેં જોતાં જ રહ્યાં. ના તીર ને કાઢ્યું કે નાં એ ઘા પર કાંઈ કર્યુ. બસ, નિહાળતાં રહ્યા એને, અનેં એમની આંખો ભારે થવા લાગી અનેં બંધ થવા લાગી.

ત્યારે ગાંધારીએ બોલેલા શ્રાપિત વાક્યો એમની સ્મૃતિ માં ગોળગોળ ફરવા લાગ્યાં. મહાભારતનાં યુધ્ધ માં કૌરવો નાં વિનાશ પછી દુઃખી મા ગાંધારીએ શ્રી કૃષ્ણ નેં શ્રાપ આપ્યો હતો, કે, જેવી રીતે તમેં મારાં કુરુવંશ નો વિનાશ કર્યો છે એવી જ રીતે તમારાં હાથે જ તમારાં યદુકુળવંશ નો અનેં તમારો વિનાશ થશે. એમનાં આ વાક્યો ને સાર્થક કરવા "યાદવાસ્થળી" ની લીલા એમણેં કરી અનેં સર્વ યાદવો નેં માર્યા અનેં હવે એમનો વારો હતો.

જરા પારધી એ ઉપર નીચે ગોઠવાયેલા પગ નેં હરણ અનેં તળિયા નેં હરણ ની આંખો માની અંધારા માં તીર છોડ્યું હતું. નજીક આવી નેં માથા માં મોરપીંછ અને  પીળા પીતાંબર નેં જોઈ ઓળખી ગયો "જરા" દ્વારિકાધીશને!!!!! અનેં આક્રંદ કરવા લાગ્યો.

ત્યારે, આ બધું તો વિધાતા નાં લેખ છે, અનેં તું તો માત્ર નિમિત્ત માત્ર છે. આમ, સમજાવી શ્રી કૃષ્ણ એ જરા નેં શાંત કર્યો. અનેં એમની પાસે બેસાડ્યો. જ્યાં સુધી અર્જુન અહીં નાં પહોંચે ત્યાં સુધી મારાં મૃતદેહ નું ધ્યાન રાખવા જણાવ્યું.

આંખો નો ભાર વધી રહ્યો હતો, અનેં શરીર પર આવી રહ્યો હતો. રક્ત ની ધારાઓ મંદ પડી હતી. આંખો હવે, મીંચાઈ ગઈ હતી.પણ,આંખ સામે એક, સ્મૃતિ વારંવાર જાણે, ડોકિયા કરી રહી છે. મથુરાગમન વખતે જ્યારે વિદાયવેળા આખું વૃજ રડી રહ્યું હતું, ત્યારે, રાધિકા પણ, મારાં પગ પર માથું મુકી ખુબજ રડતાં હતાં. અનેં એમનાં આંસુ મારાં જમણા પગ નાં તળિયે આવી થીજી ગયાં હતાં. ત્યાં જ આ પાર્થિવ દેહ નું રક્ત થીજી ગયું હતું.

વૃજેશ્વર, મુરલીમનોહર, નંદનંદન, દ્વારિકાધીશ, શ્યામસુંદર નાં મુખ માંથી "રાધે રાધે"નો અલૌકિક જાપ અવિરત ચાલું જ હતો.

અને,સર્વેશ્વર નો દેહ બહ્માંડ માં વિલીન થઈ ગયો, અનેં એમની કૃષ્ણાવતાર ની અવતારલીલા એમણે આ પૃથ્વી પર થી સંકેલી લીધી અને, ગૌલોકગમનમાટે પ્રયાણ કર્યું.

અર્જુન ને દ્વારિકાધીશે જવાબદારી આપી હતી કે મારાં ને રુક્મણી નાં ગયાં પછી, સમગ્ર પરિવાર નેં હસ્તિનાપુર લઈ જવો. કેમકે, અરબી સમુદ્રનાં વિનાશક પ્રચંડ મોજા આખી દ્વારિકા નેં દરિયા માં લઈ નેં ડૂબશે, અનેં આખી સોનાનીદ્વારકા દરિયામાં ડૂબી જશે. પછી, મારાં દેહ ની અંતિમક્રિયા કરજે.

અર્જુન નાં આ બધાં કાર્યો ની સમાપ્તિ પછી, ગૌલોક ની સફરે શ્યામસુંદર ચાલી નિકળ્યા. પણ, વાયદા પ્રમાણે એમણે, માનુની સાથે લઇને ગૌલોક માં જવાનું હતું. એટલે, એમણે, ઉદ્ધવ નેં રાધાપાસે સંદેશો લઈ નેં મોકલ્યાં કે, કૃષ્ણ વૃંદાવન માં યમુનાતટે, બંસીબટે, પેલાં કદમ્બ નાં વૃક્ષ ની નીચે તમારી રાહ જોઈ નેં ઉભા રહેવાનાં છે,તમનેં લેવાં મનેં અહીં મોકલ્યો છે.

ત્યારે સ્વભાવગત માનુની બોલ્યાં, "તમેં કૃષ્ણાઅવતાર ની મારી પ્રતિજ્ઞા થી શું અજાણ  છો? કે, હું સામે ચાલી નેં શ્યામ નેં મળવા આટલાં વર્ષો માં ક્યારેય ક્યાંય પણ, ગઈ છું ખરી? એમનેં મનેં મળવું હોય તો અહીં આવે, હું તો આ બેઠી અહીં. એમ કહી,, નિકુંજ નાં એક વૃક્ષ ની નીચે સમાધી લગાવી એ તો બેસી  ગયા, નાં હાલે કે ચાલે, બસ, કૃષ્ણ નામ નું રટણ જ ચાલે. મથુરા શું દ્વારિકા માં પણ હું સામે ચાલી ને ક્યારેય એમનેં મળવા ગઈ નથી. મારે એમ કરવું જ હોત તો મનેં કોણ રોકનાર હતું? મર્યાદાધર્મ નું આજીવન પાલન કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. હું પોતે લાગણીશીલ બની ને એનો ભંગ કેવી રીતે કરું? કુરુક્ષેત્ર ની મારી મુલાકાત પણ, એમની રાણીઓ નાં આગ્રહ થી થઈ હતી, તે પણ, એ શરતે હું આવી હતી કે, માધવ અમારી વચ્ચે ઉપસ્થિત નાં રહે, અને, કુરુક્ષેત્ર માં દિવસ દરમ્યાન મનેં એકાંત માં મળવા નો પ્રયત્ન પણ, નાં કરે.

જીવનભર આ જે મર્યાદાધર્મ નું પાલન કરવા કેટકેટલું સહન કર્યું, તેનાં પર પાણી ફરી જાય એવું મનમોહન ઇચ્છે છે? આ રાધા મરી જશે પણ, આ પ્રેમ નિકુંજ છોડી ને ક્યાંય શ્યામ નેં મળવા નહીં જાય. !!!!!!ઓધવજી નેં બરસાના તેડવા નાં જવું પડે એટલે, એ। પ્રેમનિકુંજ સુધી તો પહોંચી ગયા છે,પણ, હવે, એક પગલું પણ, આગળ નહીં માંડે.

અનેં ધ્યાનસ્થ માનુની એ અચાનક કમર માં ખોસેલી કાના એ આપેલી કાના ની વાંસળી કાઢી અનેં આટલાં વર્ષો માં કાના ના વિરહ માં વાંસળી નાં તમામ સૂર શીખી ગયા. અને સૂર એમનાં કમળસમાન અધરોષ્ઠ પર બિરાજમાન વાંસળી માંથી રેલ્વે લાગ્યા. ત્યારે ઉધ્ધવજી આંખ બંધ કરી એ સૂર નેં માણવા લાગ્યાં. ધ્યાનમગ્ન થઈ ગયાં. શ્યામસુંદરે ત્યારે અવાજ આપી એમની તંદ્રા તોડી, અને આંખ ખોલી જ્યાં જુએ છે, ત્યાં, રાધામાધવ નું યુગલસ્વરુપ ગાઢ આલિંગન માં મુરલી વગાડતું એમનેં દેખાયું, અને, ધન્યતા અનુભવતા ઓધવજી જાણે, ધ્યાનમગ્ન થઈ ગયાં.

અનેં રાધામાધવ નું અલૌકિક સ્વરૂપ સૃષ્ટી માં વિલીન થઈ ગયું.

રાધા રુક્મણી નાં મિલન ની છે આ કથા

રુક્મણી નાં   બલિદાનો ની પણ છે આ વ્યથા

રાધા વિરહ નું વર્ણન છે આ કથા

શ્યામસુંદર નાં આયોજન નું સંબોધન છે આ કથા

રાધા નાં પ્રેમ નું પ્રતિબિંબ છે આ કથા

રુક્મણી નાં પ્રેમ નો પ્રસંગ છે આ કથા

દ્વારિકા મધ્યે વિદ્યમાન થઈ છે આ કથા

અનેં અરબી સમુદ્રમાં ધરબાઈ ગઈ છે આ કથા

રોહીણીમા અનેં દેવકીમા  ની ધીરજ નું પ્રમાણ છે આ કથા

વૃજવાસી ઓ નાં મિલન નો મહાઉત્સવ છે આ કથા

નારદમુની નાં ઘણાં અહેસાન છે આ કથા

રાધિકા ની પ્રતિજ્ઞા નું અલૌકિક ઉદાહરણ છે આ કથા

રુક્મણીજી ધીરજ નાં ધ્યાન છે આ કથા

રુક્મણી નાં પ્રેમ નેં દંડવત પ્રણામ છે આ કથા

રાધા ની સહેલી બનવાનું રુક્મણીનાં સ્વમાન છે આ કથા

મીરાં નાં કળિયુગ માં અવતાર નું એલાન છે આ કથા

મીસ. મીરાં ની માધવ સુધી પહોંચવા ની અથાક મહેનત છે આ કથા

માધવમય નવીનરચનાઓ "યાદવાસ્થળી" અનેં "વ્હાલાં ની વાંસળી ને રાધાનાં સૂર "

આ નવી રચના  ઓ લઈ નેં આ મીસ. મીરાં મારાં વ્હાલાં વાચકો નેં જલદી મળશે.

ત્યાં સુધી આ કથા ને વાંચો, વિચારો, જીવનમાં ઉતારો અનેં સૌનેં વંચાવો.

એજ પ્રાર્થના સાથે,

સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, અને હસતાં રહો.

માધવ ની કથા ઓ લખવા માનવ દૃષ્ટિએ હું અસમર્થ છું. મારાં આ પ્રયત્ન માં મનેં સાથ આપવા બદલ મારાં પ્રિય વાચકો ની હું ખુબ ખુબ આભારી છું. અનેં મારી ભૂલચૂક માટે, માફી યાચું છું.

જલદી મળી એમારી નવી બે "માધવ કથા" સાથે ...!!!!!

મીસ. મીરાં.....

જય શ્રી કૃષ્ણ......