દિવાનગી ભાગ ૧૨

  સમીરા એ અચકાતા કહ્યું," ઘરે થી ફોન હતો."
સાહિલ એ કહ્યું," ઓહહ, પણ એમાં તું આટલી ગભરાઈ કેમ ગઈ ?"
   સમીરા એ કપાળ પર આવેલો પસીનો લુછતા કહૃાું," ના, બસ એમ જ"
  સાહિલ એ હસતા કહ્યું," આજે તો હું તને મારા હાથે થી આઈસ્ક્રીમ ખવડાવીશ." એમ કહીને સાહિલ આઈસ્ક્રીમ ના કપ માંથી સમીરા ને આઈસ્ક્રીમ ખવડાવવા લાગ્યો.
    અચાનક સમીરા નું ધ્યાન સાહિલ ની આંગળીઓ પર ગયું. તે બોલી," તારી વીંટી ક્યાં ગઈ ? તું તો હમેશા તે વીંટી પહેરી રાખે છે ને!! તારો લકી ચામૅ છે ને "
    સાહિલ એ કહ્યું," મારો લકી ચામૅ તો તું છે. તું મારી લાઈફ માં આવી ગઈ પછી મને કોઈ ની જરૂરત નથી."
    સમીરા ને સાહિલ ની આંખો માં કંઈક અલગ જ ચમક દેખાઈ રહી હતી. સમીરા નો ફોન હજી તેના હાથ માં હતો. તે નર્વસનેસ માં ફોન ની સામે થોડી થોડી વારે જોઈ રહી હતી.
      સાહિલ એ અચાનક તેના હાથ માંથી ફોન લઈ લીધો ને કહ્યું," આજે આપણા વરચે કોઈ નહીં આવે." તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો.
  સમીરા એ કહ્યું," પણ મમ્મી પપ્પા મારી ચિંતા કરશે." સમીરા એ ફોન લેવા હાથ લાંબો કર્યો. સમીરા નુ માથું ફરી રહ્યુ હતું. તેને ચક્કર આવી રહૃાા હતા. સાહિલ એ સમીરા  નો હાથ પકડી લીધો ને પોતાની તરફ ખેંચતા કહ્યું," હું છું ને તારી સાથે પછી કંઈ ચિંતા નથી."
    સાહિલ સમીરા નો હાથ પકડી ને ઉભો થઈ ગયો. તે બોલ્યો," આજે તને હું અલગ જગ્યાએ જ લઈ જઈશ. જ્યાં આપણા બે સિવાય કોઈ નહીં હોય."
   સમીરા એ હાથ છોડાવતા કહૃાું," ના, મને ઘરે જાવું છું" તેનો અવાજ લથડાઈ રહૃાો હતો. તે પડવા જઈ રહી હતી.
   સાહિલ એ હાથ કસીને પકડી રાખ્યો ને કહૃાું," આજે તને મારી સાથે જ જવાનું છે." તેણે સખ્ત અવાજે કહ્યું.
  સમીરા એ કહ્યું," તે આઈસ્ક્રીમ માં શું..?"  તે વાક્ય પુરું કર્યા સિવાય
સાહિલ ના હાથ માં જ બેભાન થઈને ઢળી પડી.
    સાહિલ એ સમીરા ના ગાલ પર હાથ ફેરવતા કહ્યું," સોરી સોના, મેં તારી ફોન પર ની વાત સાંભળી લીધી હતી. એટલે જ મારે આઈસ્ક્રીમ માં બેહોશી ની દવા નાખવી પડી.હવે તું મારા થી દુર નહીં જઈ શકે."
  
   સાહિલ એ સમીરા ને ઉંચકી લીધી ને રડવા લાગ્યો. ગાર્ડન માં આવેલા બધા ભેગા થઈ ગયા. ને એક જણા એ પુછ્યું ," શું થયું ?"
   સાહિલ એ કહ્યું," મારી વાઈફ અચાનક બેહોશ થઈ ગઈ."
" જલ્દી હોસ્પિટલમાં લઈ જાઓ." કોઈક એ કહ્યું.
     " હા" સાહિલ સમીરા ને લઈને પોતાની ગાડી પાસે આવ્યો. ને બે ત્રણ જણા ની મદદ થી સમીરા ને પાછળ ની સીટ પર સુવડાવી ને પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો ને તેણે સ્પીડ માં ગાડી જવા દીધી.
        જેવો સાહિલ ગયો તેની જ થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર જશવંતસિંહ ગાડી માં આવી પહોંચ્યા. તેની સાથે એક કોન્સ્ટેબલ અને પ્રતીક પણ હતો. તે થોડી વાર માટે મોડા પડ્યા નહિં તો સાહિલ ને પકડી શકત. તેઓ કયાર ના સમીરા ને ફોન લગાડી રહૃાા હતા પણ તે સ્વીચ  ઓફ આવી રહૃાો હતો. સાહિલ નો ફોન પણ સ્વીચ ઓફ હતો.તેમણે આખા ગાર્ડન  માં તપાસ કરી પણ સમીરા અને સાહિલ ન દેખાયા . પછી તેમણે સમીરા નો ફોટો બતાવીને એક જણા ને પુછ્યું. ત્યારે તેણે કહ્યું," આ બહેન બેભાન થઈ ગયા હતા . તેમના હસબન્ડ તેમને હોસ્પિટલમાં લઈ ગયા."
    ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ ગુસ્સામાં કહ્યું," સાહિલ એ સમીરા ને કીડનેપ કરી લીધી." તે પ્રતીક સામે જોઈ રહૃાા.
            **************************
     પ્રતીક અને ઇન્સ્પેક્ટર જશવંતસિંહ સમીરા ના ઘરે પહોંચ્યા. સમીરા ના મમ્મી પપ્પા ચિંતા માં હતા. કારણકે  અંધારું થવા આવ્યું હતું પણ સમીરા ઘરે આવી નહોતી. સાહિલ અને સમીરા નો ફોન પણ સ્વીચ ઓફ હતો.
         ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ સમીરા ના ઘર ની ડોરબેલ વગાડી. રમાબહેન સમીરા આવી હશે એમ માનીને દોડતા દરવાજો ખોલવા ગયા. ત્યાં તે સામે પ્રતીક, ઇન્સ્પેક્ટર જશવંતસિંહ ને મનીષ ને ઉભેલો જોઈને નવાઈ પામ્યા. તે બોલ્યા," મનીષ, તું આ લોકો સાથે ? તું અહીં કયારે આવ્યો ? તારી આ હાલત કેવી રીતે થઈ ?"
    મનીષ ની હાલત ખરાબ હતી. તેના કપડા મેલા હતા. વાળ વિખરાયેલા હતા. ચહેરો ગભરાયેલો હતો. તે બોલ્યો," મમ્મી, અંદર જઈને હું તને બધી વાત કરું." ત્રણેય જણા અંદર આવીને હોલ માં બેઠા.
     શ્રીકાંત ભાઈ પણ આ ત્રણેય ને સાથે જોઈને નવાઈ પામ્યા. મનીષ ની આવી હાલત જોઈને તેમને ચિંતા થઈ. રમાબહેન એ ત્રણેય ને પાણી પીવડાવ્યું. રમાબહેન અને શ્રીકાંત ભાઈ શું થયું તે જાણવા વ્યાકુળ હતા.
     ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ પોતાના પહાડી અવાજ માં કહ્યું," તમે લોકો ને જાણીને નવાઈ લાગશે પણ તમારા દીકરા મનીષ નો કીડનેપ થયો હતો."
   રમાબહેન એ આધાત થી કહ્યું," શું ? પણ હું તો દરરોજ તેની જોડે ફોન પર વાત કરતી હતી."
    " હું તમને બધી વાત જણાવું છું. પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મનીષ નો કિડનેપ તમારા જમાઈ સાહિલ એ કર્યો હતો."
    સમીરા ના મમ્મી પપ્પા આધાત થી આ સાંભળી રહૃાા.
   " જુઓ, હવે ધીરજ થી મારી વાત સાંભળો. પ્રતીક એ ગુનો કબૂલી લીધો પણ તે છતાં મારું મન હજી માનતું ન હતું. એક રાત્રે હું શાલિની ના ઘર એ તપાસ કરવા ગયો ત્યાં મને ઘર ની પાછળ આ વસ્તુ મળી." એમ કહીને ઇન્સ્પેક્ટર એ એક નાનકડી પ્લાસ્ટિક ની થેલી ખિસ્સા માંથી કાઢી જેમાં વીંટી હતી.
     રમાબહેન એ કહ્યું," આ તો સાહિલ ની વીંટી છે. તે કાયમ પોતાના હાથ માં પહેરી રાખે છે."
   " હા, મેં પણ આ વીંટી તેના હાથ માં જોઈ હતી જ્યારે તેના પર હુમલો થયો ત્યારે તેની પુછતાછ કરતી વખતે જોઈ હતી. એટલે જ મને સાહિલ પર શક ગયો. મને થયું કે પ્રતીક આ વિશે જાણે છે. એટલે મેં પ્રતીક ને કહ્યું ," આ વીંટી અને શાલિની ના હાથમાંથી મળેલો શર્ટ નો ટુકડો કોઈ બીજી વ્યક્તિ તરફ ઈશારો કરે છે. પ્રતીક, તું મને સાચું કહે તો જ હું તારી મદદ કરી શકીશ." પ્રતીક પર દબાણ કરવાથી તેણે બધું સાચું કીધું. આગળ ની વાત પ્રતીક પોતે કહેશે." આમ કહીને ઇન્સ્પેક્ટર એ પ્રતીક સામે જોયું.
    પ્રતીક એ કહ્યું," શાલિની નું મર્ડર થયું તે જ દિવસે તેનો મારા પર ફોન આવ્યો હતો . તે ખુબ ગભરાયેલી હતી. તેણે કહ્યું કે ," તું ક્યાં છે ?" મેં કહ્યું કે ," હું અહીં આ જ શહેરમાં છું. " તેણે કહ્યું ," તું જલ્દી ઘરે આવ."
  હું તેના ઘર થી ખુબ જ નજીક હતો. પાંચ મિનિટ ની અંદર હું તેના ઘરે પહોંચી ગયો. તેણે ગભરાતા ગભરાતા દરવાજો ખોલ્યો. મારા પુછવા પર તેણે મને બધી વાત કરી. તેણે કહ્યું," આજે હું ઓફિસ રિક્ષા માં જઈ રહી હતી ત્યાં રસ્તામાં રિક્ષા બગડી ગઈ. રિક્ષા વાળા એ બીજી રિક્ષા કરી લેવાનુ કહી દીધું. હું ચાલતા ચાલતા આગળ ગઈ કે જેથી મને કંઈ મળી જાય.પણ મને કોઈ રિક્ષા ન મળી. ત્યાં એક ગલી હતી. જ્યાં જુના પુરાણા મકાનો હતાં જે વર્ષો થી બંધ પડ્યા હતા. મેં તે ગલી આગળ સાહિલ ની ગાડી જોઈ . મને ખુબ નવાઈ લાગી. હું દુર એક ઝાડ ની પાછળ ઉભી હતી. થોડીવાર પછી સાહિલ ,એક બીજો વ્યક્તિ ગાડી માંથી બહાર નીકળ્યા ને તેમણે ગાડી ની પાછળ ની સીટ માંથી એક વ્યક્તિ ને બહાર કાઢ્યો. તે બેભાન હાલતમાં હતો.તે સમીરા નો ભાઈ મનીષ હતો. મને ખુબ આધાત લાગ્યો કે સાહિલ મનીષ ને કેમ આવી રીતે પકડી  લાવ્યો હતો. તે બંને મનીષ ને ઘસડીને અંદર ગલી માં આવેલા જુના મકાનમાં લઈ ગયા. હું ધીમે ધીમે તેમની પાછળ ગઈ. તેમણે મનીષ ને ખુરશી પર બાંધી દીધો. "
      
    " મને કશુંક ખરાબ થવાનો અંદાજો આવી ગયો. હું તે મકાન ની બારી માંથી અંદર જોઈ રહી હતી ત્યાં મારા ફોન ની રીંગ વાગી. મેં તરત જ ફોન કટ કરીને સ્વીચ ઓફ કરી દીધો પણ સાહિલ અને પહેલો વ્યક્તિ સમજી ગયા કે કોઈ ત્રીજી વ્યક્તિ અહીં હાજર છે. તે બંને બહાર આવી ગયા. હું જેમ બને તેમ જલ્દી ત્યાંથી ભાગી નીકળી પણ મને ભાગતા સાહિલ એ જોઈ લીધી . મને તે પકડવા જતો હતો ત્યાં હું એક ગાડી થી ટકરાઈ ગઈ. આ જોઈ સાહિલ ત્યાં થી જતો રહ્યો. તે ગાડી વાળા ની મદદ થી હું અહીં ઘરે આવી. મને બહુ ડર લાગે છે." આટલું કહીને શાલિની અટકી ગઈ. મેં શાલિની ને આશ્વાસન આપ્યું. અમે બંને સમીરા ની રાહ જોઈ રહ્યા હતા . હું ફ્રેશ થવા બાથરૂમ માં ગયો. શાલિની એના બેડરૂમમાં હતી. તે એક ઓળખીતા ઇન્સ્પેક્ટર ના નંબર શોધી રહી હતા. ત્યાં બેડરૂમ ની પાછળ આવેલ બારી માંથી સાહિલ ઘર માં ઘુસી આવ્યો.
        " મને ફક્ત શાલિની ની ચીસ સંભળાઈ ને હું તરત બાથરૂમ માંથી બહાર આવ્યો જેવો હું બેડરૂમ માં ગયો તેવો ત્યાં નું દશ્ય જોઈને ચોંકી ગયો. શાલિની  ની લાશ ખુન થી લથપથ પલંગ માં પડી હતી ને સાહિલ ક્રુરતા થી તેના પેટ માં ખુપાવેલી છરી કાઢી રહૃાો હતો. મને જોઈને તે હસ્યો ને કહ્યું, "ઓહોહો, તું પણ અહીં છે. સરસ." મને તેના પર ગુસ્સો આવ્યો ને મેં તેને મારી લીધું. તેના હાથ માંથી છરી પડી ગઈ. અમારા વરચે હાથાપાઈ થઈ ગઈ. હું તેને હોલ માં લઈ આવ્યો ને ત્યાં પણ અમારા વરચે ખુબ લડાઈ થઈ. બધો સામાન વેરવિખેર થઈ ગયો."
        " અંતે સાહિલ એ મને ધમકી આપી કે હું તે કહે તેમ નહીં કરું તો તે મનીષ ને મારી નાખશે. તેણે વીડિયો કોલીગ માં મનીષ ને બતાવ્યો. ત્યાં સમીરા ની સ્કુટી નો અવાજ આવ્યો. તેણે મને ગુનો કબુલી લેવાનું કહ્યું ને તે પાછળ ના દરવાજે થી નીકળી ગયો. મેં તે છરી ને રૂમાલ થી સાફ કરીને હાથ માં પકડી લીધી."
           આ સાંભળી ને બધા સ્તબ્ધ ગયા.
શ્રીકાંત ભાઈ એ દુઃખી અવાજે કહ્યું," જોયું રમા, તું જે સાહિલ ના ગુણગાન ગાતી હતી તે કેવો નીકળ્યો ?"
     રમાબહેન એ રડતા રડતા કહ્યું," મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ . મેં ખોટા વ્યક્તિ નો વિશ્વાસ કર્યો. મનીષ બેટા, તું ઠીક તો છે ને ?"
     મનીષ એ કહ્યું," હા મમ્મી, હું ઠીક છું."
ઇન્સ્પેક્ટર એ કહ્યું," પ્રતીક એ બધી વાત કરી ત્યાર પછી મેં કાલુ ને માર્યો ને તેની પાસે થી સત્ય  બોલાવ્યું ને તેણે જ મનીષ ને ક્યાં રાખવામાં આવ્યો છે તે કહૃાું. મનીષ ને તે જ જુના મકાનમાં બે માણસો ની દેખરેખ નીચે રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ તમે લોકો ફોન કરતાં ત્યારે મનીષ જોડે તમારી વાત કરવામાં આવતી જેથી તમે લોકો ને બધું નોર્મલ લાગે. આજે જ હું મારી ટીમ અને પ્રતીક સાથે જઈને તેને છોડાવી લાવ્યા."
     "પણ એક આશ્વર્ય ની વાત એ છે કે સમીરા ને ડરાવવા માટે કાલુ ને રૂપિયા આપનાર વ્યક્તિ કોઈ બીજું હતું."
      " કોણ હતું તે ?" શ્રીકાંત ભાઈ એ પુછ્યું
" તે વ્યક્તિ આ હતી." ઇન્સ્પેક્ટર એ એક ફોટો બધા ને બતાવ્યો . રમાબહેન અને શ્રીકાંત ભાઈ ફોટો જોઈને ચોંકી ગયા.
     " વિનીત " રમાબહેન એ કહ્યું.
" હા, વિનીત." ઇન્સ્પેક્ટર એ કહ્યું.
        " પણ સમીરા ક્યાં છે ? તે હજી ઘરે નથી આવી. " શ્રીકાંત ભાઈ એ ચિંતા થી કહ્યું.
    રમાબહેન અને શ્રીકાંત ભાઈ ઇન્સ્પેક્ટર અને પ્રતીક સામે જોઈ રહૃાા
  **************************
       સમીરા એ આંખો ખોલી ત્યારે તે એક કમરામાં કેદ હતી. તેને ખુરશી પર બેસાડીને બાંધવામાં આવી હતી. તેના હાથ અને પગ બાંધેલા હતા. સમીરા નું ગળું સુકાઈ રહૃાું હતું ને માથું હજી પણ ભારે હતું.
       તેણે કમરામાં ચારે તરફ નજર ફેરવી તો તેણે એક વ્યક્તિ ને બીજી ખુરશી પર બાંધેલો જોયો. તેની પીઠ જ સમીરા ને દેખાઈ રહી હતી.
સમીરા એ ધીમા અવાજે કહ્યું," કોણ છે ? પ્લીઝ મારી મદદ કરો."
   ત્યા સામે થી અવાજ આવ્યો," સમીરા, તું અહીં કેવી રીતે આવી ?"
આ અવાજ સાંભળી ને સમીરા ચોંકી ઉઠી ને બોલી," વિનીત ...?"
        તે સાથે હસવાનો અવાજ આવવા લાગ્યો ને સાહિલ રૂમ માં દાખલ થયો . તે  હસીને બોલ્યો," હા સમીરા, આ ખેલ ની શરૂઆત વિનીત એ કરી હતી અને અંત હું કરીશ."
    સમીરા સાહિલ સામે એકીટશે જોઈ રહી.
         ************************

***

રેટ કરો અને રિવ્યુ આપો

Dr.Mohini Pandya

Dr.Mohini Pandya 11 માસ પહેલા

Mansi Vyas

Mansi Vyas 11 માસ પહેલા

Shaba Shaikh

Shaba Shaikh 11 માસ પહેલા

Snehal Tilva

Snehal Tilva 11 માસ પહેલા

nimisha zala

nimisha zala 12 માસ પહેલા