Diwangi part 6 books and stories free download online pdf in Gujarati

દિવાનગી ભાગ ૬

   સમીરા લગ્ન ના એક મહિના માં સાહિલ ના સ્વભાવ થી પરિચિત થઈ ગઈ. સાહિલ ને સમીરા માટે પાગલપન જેવો પ્રેમ હતો. સાહિલ ઘરે હોય ત્યારે સમીરા ને હમેશાં પોતાની આસપાસ જ ઇરછતો હતો. સમીરા ને સતત એનુ જ ધ્યાન રાખવાનું. ત્યારે સમીરા ના કોઈ ફ્રેન્ડ કે ફેમિલી માંથી પણ કોઈ નો ફોન આવે તો પણ સાહિલ ને ગમતું ન હતું.
           સાહિલ સમીરા નું ધ્યાન પણ એટલું જ રાખતો હતો.શરૂઆત માં સમીરા આ બધી બાબતો ને સાહિલ નો પ્રેમ સમજીને મન ને મનાવતી પણ સાહિલ તો સમીરા ની જિંદગી પણ કંટ્રોલ કરવા માંગતો હતો. તે સતત સમીરા નો ફોન ચેક કરતો તેને પર વારંવાર શંકા કરતો. સમીરા તેને સમજાવતી કે દરેક સંબંધ નો પાયો વિશ્વાસ છે પણ સાહિલ ને કંઈ સમજાતું નહીં. તે પોતાની અસલામતી થી પીડાતો હતો. તેને એક જ ડર હંમેશા રહેતો કે સમીરા કોઈ બીજા જોડે જતી ન રહે.
          સમીરા ને સાહિલ સમજાતો નહોતો. બધા ની સામે પ્રેમ અને લાગણી થી વર્તતો સાહિલ જો તેની કોઈ એક વાત કે જીદ સમીરા ન માને તો એટલો હિંસક અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતો ને પોતાના ગુસ્સામાં સમીરા ને મારી પણ લેતો હતો. પછી તે જ સાહિલ રડતા રડતા માફી પણ માંગતો. સમીરા સમજી નહોતી શકતી કે કયો સાહિલ સાચો ?
      સમીરા ને સાહિલ માટે લાગણી હતી પણ સાહિલ ના પસેસિવ નેચર અને ગુસ્સા થી તે કંટાળી ગઈ હતી. સાહિલ એ એક સોના નું પિંજરું સમીરા માટે બનાવ્યું હતું. જેમાં બધા સુખ અને સવલત ના સાધનો હતા સિવાય કે મુક્ત મને શ્વાસ લેવાની આઝાદી. સમીરા નું મન
સાહિલ ના આ સોના ના પિંજરા માં ગુંગળાઈ રહૃાું હતું. તેને થતું કે તે આ બંધન તોડી નાખે પણ તે જાણતી હતી કે તેના મમ્મી પપ્પા ને બહુ દુઃખ થશે. જેમ તેમ કરતાં સાહિલ અને સમીરા ના લગ્ન ને એક વર્ષ થઈ ગયું.
      આજે સાહિલ બહુ ખુશ હતો. તેમના લગ્ન ને એક વર્ષ પુરું થયું હતું. મોડી રાત્રે સાહિલ અને સમીરા ડીનર અને લોંગ ડ્રાઈવ કરીને ઘરે પાછા આવ્યા. સાહિલ આજે ખુબ જ સારા મુડ માં હતો. બ્લેક રંગ ની પારદર્શક સાડી માં સમીરા બેહદ ખૂબસૂરત લાગી રહી હતી. સાહિલ અને સમીરા બેડરૂમ માં ગયા. સમીરા એ સાહિલ નો હાથ પકડ્યો ને કહ્યું," સાહિલ, હું તારી પાસે થી કંઈક માગું તો તું મને આપીશ?"
   સાહિલ એ સમીરા ના ગાલ પર હાથ મુકીને કહ્યું," હા, જાન. તું બોલ તને શું જોઈએ છે? "
  સમીરા એ કહ્યું," તું મને વચન આપે છે કે મારી ઈચ્છા પુરી કરીશ?"
સાહિલ એ શંકા સાથે કહ્યું," એવી તે કેવી ઈચ્છા છે કે તેમાં વચન ની જરૂર પડે ?"
     સમીરા એ કહ્યું," તું એક વચન પણ મને ન આપી શકે!!" સમીરા એ સાહિલ ની આંખો માં જોતા કહ્યું.
સાહિલ એ હસતા કહ્યું," બસ પ્રોમિસ આપું છું. હવે તો બોલ."
    સમીરા એ કહ્યું," મને જોબ કરવાની ઈચ્છા છે. "
સાહિલ એ હસતા કહ્યું," અરે પાગલ, હું તો આટલું કમાઉં છું પછી તને જોબ કરવાની શી જરૂર છે!!"
   સમીરા એ કહ્યું," હું તો આખો દિવસ ઘર માં એકલા બેઠા બોર થઈ જાઉં છું. જોબ કરીશ તો મારો સમય પણ પસાર થશે ને મને નવું શીખવા પણ મળશે."
    સાહિલ થોડી વાર વિચાર માં ખોવાઈ ગયો ને પછી તેણે સમીરા સામે જોયું . સમીરા આતુરતા થી તેની સામે જોઈ રહી હતી. સાહિલ એ કહ્યું," તને એક શરતે જોબ કરવા દઉં."
     સમીરા એ ઉત્સુકતા થી કહ્યું," કંઈ શરત ?"
સાહિલ એ કહ્યું," હું આવું તેની પહેલાં તારા ઘરે આવી જવાનું અને મારા ગયા પછી જ તારે કામ પર જવાનું. હું ઘરે હોવ ત્યારે તું મારી આસપાસ જ જોઈએ."
    સમીરા એ ખુશ થતા કહ્યું," મંજુર છે." તેણે સાહિલ ના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. સાહિલ ને નવાઈ લાગી. આજે પહેલી વાર સમીરા એ સામે થી તેને પ્રેમ કરવાની પહેલ કરી હતી. તે રાત્રે સમીરા એ મન મુકીને સાહિલ પર પ્રેમ  વરસાવ્યો.
          સમીરા ને નોકરી મળી ગઈ. તેના મન ને ઉડવા માટે આકાશ મળી ગયું. સમીરા ઘર અને જોબ વરચે બેલેન્સ રાખવાની પુરી કોશિશ કરતી .
પણ સાહિલ નો સ્વભાવ સુધર્યો ન હતો. તે ગમે ત્યારે સમીરા ની ઓફીસે અચાનક પહોંચી જતો. તેના ફોન રોજ ચેક કરતો. તેના ઓફિસ માં કોણ કોણ છે ને તે કોની સાથે વાતો કરે છે તે બધું દયાન રાખતો. બહાર ના લોકો ને સાહિલ એક કેરીગ અને પ્રેમાળ પતિ લાગતો પણ એક સમીરા જ જાણતી હતી કે આ પ્રેમાળ પતિ પાછળ એક અસલામત અને શંકાશીલ પતિ છુપાયેલો હતો.
              સમીરા ને જોબ મળી તેના પહેલા દિવસ થી વિનીત તેના પ્રત્યે આકષૉયો હતો. વિનીત એ જ સમીરા ને કામ સમજાવાની જવાબદારી આપવામાં આવી હતી. ધીરે ધીરે વિનીત સમીરા ની સુંદરતા અને નિખાલસતા થી તેના તરફ આકર્ષિત થઈ રહૃાો હતો. સમીરા એક અંતર તેનાથી બનાવેલો રાખતી પણ વિનીત સમીરા સાથે કોઈ ના કોઈ બહાને વાત કરી લેતો.
          એકવાર સમીરા ને ઓફિસ માં લેટ થઈ ગયું હતું. ત્યારે સાહિલ પણ તેના બિઝનેસ ના કામે શહેર ની બહાર ગયો હતો. રાત્રે મોડે થી આવવાનો હતો. સમીરા ઘરે કેવી રીતે જવું તે માટે મુંઝાયેલી હતી. તેને કોઈ રિક્ષા પણ મળી રહી ન હતી. ત્યાં વિનીત તેની બાઈક પર સવાર થઈને આવી ગયો.
     વિનીત એ કહ્યું," સમીરા, હું તને ઘરે ડ્રોપ કરી દઉં"
સમીરા એ કહ્યું," ના, હું જતી રહીશ."
   વિનીત એ કહ્યું," મોડું ઘણું થઈ ગયું છે. હું તમને છોડી દઉં. અત્યારે કંઈ બીજું મળશે પણ નહીં."
    સમીરા એ કમને હા પાડી. સમીરા સંકોચ સાથે વિનીત ની પાછળ બેઠી. વિનીત એ બાઈક જવા દીધી. વિનીત એ સમીરા ના ઘર પાસે બાઈક ઉભી રાખી ને તે જ સમયે સાહિલ પોતાની ગાડી માં ત્યાં પહોંચી આવ્યો. વિનીત એ બાઈક ઉભી રાખવા બ્રેક મારી ને સમીરા નું બેલેન્સ ન રહેતા તેણે વિનીત નો ખભો પકડી લીધો . સાહિલ તે જ સમયે ગાડી માંથી બહાર આવ્યો . તેણે આ દશ્ય જોયું ને તે ગુસ્સા થી લાલ થઈ ગયો.
       સમીરા બાઈક પર થી નીચે ઉતરી ને તેનું ધ્યાન સાહિલ પર ગયું. તેણે સાહિલ ને બોલાવતા કહ્યું," સાહિલ, આ વિનીત છે. મારી ઓફિસ માં જ કામ કરે છે. આજે મોડું થઈ ગયું હોવાથી તે મને મોકવા આવ્યો હતો. વિનીત, આ મારા હસબન્ડ સાહિલ છે."
    વિનીત એ સાહિલ તરફ હાથ લંબાવ્યો. સાહિલ એ ચહેરા પર પરાણે સ્મિત રાખીને તેની સાથે હાથ મિલાવ્યો.
     સાહિલ એ સમીરા ના ખભા પર હાથ રાખીને કહ્યું," તે વિનીત વિશે ક્યારેય કહ્યું નથી." એમ કહી તે સમીરા ના ખભા ને જોર થી દબાવા લાગ્યો. સમીરા ને દર્દ થવા લાગ્યું. વિનીત ને સાહિલ ના હાવભાવ અને વર્તન વિચિત્ર લાગ્યા.
    તેણે કહ્યું,"હવે હું જઈશ."
સાહિલ એ કહ્યું," બાય" ને વિનીત એ બાઈક સ્ટાર્ટ કરીને તે જતો રહ્યો.
  વિનીત ના ગયા પછી સાહિલ સમીરા નો હાથ ખેંચીને ઘર માં લઈ ગયો. તે રાત્રે બંને વરચે ખુબ મોટો ઝધડો થયો. સમીરા સાહિલ ને સમજાવી સમજાવીને થાકી ગઈ કે વિનીત ફક્ત એની સાથે કામ કરે છે. બીજું બંને વરચે કશું નથી. પણ સાહિલ કોઈ વાત માનાવા તૈયાર ન હતો. અંતે સમીરા એ કહ્યું કે તે વિનીત થી દુર રહેશે ત્યારે સાહિલ ને નિરાંત થઈ.
          સમીરા એ વિનીત થી એક અંતર બનાવી લીધું. વિનીત સમીરા ના વર્તન થી ખુબ પરેશાન હતો. થોડા સમય તો બધું શાંત રહૃાું. પણ એક દિવસ સમીરા ની તબિયત સવાર થી ખરાબ હતી. તેણે ઓફિસ માં ફોન કરીને રજા લઈ લીધી હતી. તે સમયે વરસાદ ની સીઝન ચાલી રહી હતી.
        બપોર થી આકાશ માં વાદળો ધેરાયેલા હતા.અંધારુ થઈ ગયું હતું. અંતે સાંજે ગાજવીજ સાથે વરસાદ તોડી પડ્યો. સમીરા એ સાહિલ ને ઘરે જલ્દી આવી જવાનું કહી દીધું હતું. પણ સાહિલ ની ગાડી ટ્રાફિક જામ માં અટવાઈ ગઈ હતી. સમીરા અને સાહિલ નું ઘર શહેર થી થોડે દૂર હતું ને હજી આજુબાજુ કોઈ રહેવા પણ આવ્યું ન હતું.
          વરસાદ રોકાવાનો નામ ન હતો લેતો ને વીજળી ની ગાજવીજ થઈ રહી હતી. સમીરા ને થોડો ડર લાગી રહ્યો હતો. તેમાં અચાનક લાઈટ જતી રહી. સમીરા એ પોતાના ફોન ની ફ્લેશ લાઈટ ચાલુ કરી ને મીણબત્તી શોધીને તેને ચાલુ કરી. તે હોલ માં આવીને ત્યાં તેણે મીણબત્તી ને સળગાવીને રાખી દીધી.
         બહાર તો બહુ વરસાદ હતો ને ખુબ જ અંધારું હતું. ત્યાં અચાનક બારીઓ તેજ પવન ના લીધે પછડાવા લાગી. સમીરા થોડી ડરી ગઈ ને તેણે બારીઓ બંધ કરી દીધી. ત્યાં તેના ઘર ની ડોરબેલ વાગી ઉઠી. સમીરા ને થયું કે સાહિલ આવ્યો હશે. તેણે હાથ માં મીણબત્તી લીધી ને ઘર નો દરવાજો ખોલ્યો. સામે ઉભેલા વ્યક્તિ ને જોઈને તે ચોંકી ગઈ.

  

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED