દિવાનગી ભાગ ૯ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિવાનગી ભાગ ૯

   પ્રતીક ડધાયેલી હાલતમાં જ ચાકુ સાથે ઉભો હતો. સમીરા ને સમજાયું નહીં કે તે શું કરે. પછી તેણે તરત પોલીસ ને ફોન કર્યો ને શાલિની ના ખુન ની વાત જણાવી.પ્રતીક એ તે ચાકુ નો ફર્શ પર ધા કર્યો ને તે પોતે જમીન પર બેસી ગયો.
      સમીરા ની આંખો માંથી આંસુ વહી રહૃાા હતા. પ્રતીક બાધા ની જેમ શાલિની ની લાશ ને જ જોઈ રહ્યો હતો. સમીરા એ રડતા રડતા કહ્યું," પ્રતીક આ બધું શું થયું ?"
   પ્રતીક એ કોઈ જવાબ ન આપ્યો. સમીરા એ કેટલી વાર તેને રડતા રડતા પુછ્યું પણ પ્રતીક ચુપ રહૃાો. ત્યાં ઇન્સ્પેક્ટર જશવંતસિંહ પોતાની ટીમ સાથે પહોંચી આવ્યા. સમીરા ને તે હજી પુછપરછ કરે તે પહેલાં પ્રતીક એ તેમને કહ્યું," મેં શાલિની નું ખુન કર્યું છે."
      સમીરા સ્તબ્ધ થઈને પ્રતીક સામે જોઈ રહી . ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ પ્રતીક ના હાથ માં હાથકડી પહેરાવી તેની ધરપકડ કરી. શાલિની ની લાશ ના અલગ અલગ એંગ્લ થી ફોટા પાડવામાં આવ્યા. તેની બોડી ને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવી. ખુન નો હથિયાર તે ચાકુ ને એક અલગ બેગ માં સીલ કરવામાં આવ્યું. ફોરેન્સિક ની ટીમ આવી ગઈ ને તેમણે પોતાની રીતે તપાસ ચાલુ કરી દીધી. સમીરા તો આધાત ના લીધે કંઈ સમજવા વિચારવા ની સ્થિતિ માં જ ન હતી.
               *********************
     શાલિની ના ખુન અને પ્રતીક ની ધરપકડ ના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. શાલિની નો પતિ અને તેના કુટુંબ ના આવી ગયા હતા. તેમની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ હતી. પ્રતીક એ ગુનો કબૂલ કરી લીધો હતો પણ તેણે શું કામ શાલિની નું મર્ડર કર્યું તે બાબતે ચુપ રહૃાો હતો.
          તે ચાકુ પરથી ખાલી પ્રતીક ના ફીગર પ્રિન્ટ મળી આવ્યા હતા. સમીરા એ પણ પોતાના બયાન માં કબુલ કર્યું કે તેણે શાલિની ની લાશ પાસે પ્રતીક ને ચાકુ સાથે ઉભેલો જોયો હતો. બધા પુરાવાઓ પ્રતીક ને જ ખુની સાબિત કરતા હતા. પ્રતીક એ ખુદ ગુનો કબૂલ કરી લીધો હતો. પણ સમીરા નું મન પ્રતીક ને ખુની માનવા તૈયાર ન હતું.
        બીજે દિવસે શાલિની ની પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગઈ. તેમાં પણ એ જ આવી રહૃાું કે કોઈ ધારદાર છરી થી જ શાલિની ના પેટ પર પ્રહાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી.તેના શરીર પર અમુક જગ્યાએ ખરોચ ના નિશાન હતા જેનાથી સાબિત થઈ રહ્યું હતું કે તેના મૃત્યુ પહેલાં કોઈ સાથે હાથાપાઈ થઈ હતી. તેના એક હાથ ની બંધ મુઠ્ઠીમાંથી એક બ્લુ રંગ નો કાપડ નો ટુકડો મળી આવ્યો હતો.
           પ્રતીક એ તે દિવસે આછા પીળા રંગ નો શર્ટ અને કાળા રંગ નું પેન્ટ પહેર્યું હતું.તો આ બ્લુ રંગ નો કાપડ નો ટુકડો કેવી રીતે શાલિની ના હાથ માં આવ્યો તે એક સવાલ હતો. શાલિની ના શરીર ને પોસ્ટમોર્ટમ પછી તેના પરિવાર ને સોંપી દેવામાં આવ્યું. શાલિની ના દેહ નું વિધિવત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું.
          શાલિની ના પતિ અમર ની હાલત ખુબ ખરાબ હતી. શાલિની ના કુટુંબીજનો શાલિની ના અપમૃત્યુ થી ખુબ આધાત માં હતા. સમીરા ની હાલત પણ ખરાબ હતી.શાલિની તેની ખુબ જ નજીક હતી. તે પોતાની અંગત માં અંગત વાતો પણ શાલિની સાથે શેર કરતી હતી. સમીરા ને એવું લાગી રહ્યું કે તેના શરીર નો ખુબ મહત્વનો ભાગ તેનાથી અલગ થઈ ગયો હતો. આમ પણ સારા મિત્રો મળવા ખુબ જ મુશ્કેલ હોય છે. શાલિની એ સારા ખરાબ દરેક વખતે સમીરા ને ખુબ જ સપોર્ટ કર્યો હતો.
            બીજી તરફ સમીરા નું દિલ પ્રતીક ને દોષી માનવા તૈયાર ન હતું. આ બધું તેના મન માં ચાલી રહૃાું હતું. શાલિની ના અંતિમ સંસ્કાર પછી તે પોતાના ઘરે આવી ને સુઈ ગઈ. તે સાંજે ઉઠી ત્યારે તેનું માથું ભારે હતું. સમીરા ના મમ્મી પપ્પા હમણાં તેની સાથે રહેતા હતા.
        સાંજે ચા પીતાં પીતાં સમીરા ના મમ્મી રમાબહેન બોલ્યા," મને તો આ પ્રતીક પહેલે થી નહોતો ગમતો. જોયું તે કેવો નીકળ્યો!!"
    સમીરા એ કહ્યું," મમ્મી, પ્લીઝ. આ બધી વાતો હમણાં ન કરીશ."
રમાબહેન એ કહ્યું," હું તારી ભલાઈ માટે કહું છું. તું સાહિલ સાથે ડિવોર્સ ન લે . તેના જેવો સારો છોકરો નહીં મળે."
   સમીરા ના પપ્પા શ્રીકાંત ભાઈ બોલ્યા," રમા ,હજી તે શાલિની ના મૃત્યુ થી આધાત માં છે. હમણાં આ બધી વાતો ન કરીશ."
   રમાબહેન બોલ્યા," હું તેની માં છું. તેને આવી રીતે નથી જોઈ શકતી. તે પ્રતીક ફરી તેના જીવનમાં આવી ગયો ને બધું ખરાબ થવા લાગ્યુ."
    સમીરા એ કહ્યું," મમ્મી, પ્લીઝ. પ્રતીક ને આ બધામાં ન લાવ."
રમાબહેન એ ગુસ્સામાં કહ્યું," હજી પણ તું પ્રતીક ની માળા જપે છે. તે વ્યક્તિ ખુની છે. તેના માટે થઈને તું સાહિલ જેવા સારા છોકરા ને તરછોડે છે."
     સમીરા એ કહ્યું," હું સાહિલ ને પ્રતીક માટે થઈને નથી છોડતી. તેનો અને મારો કોઈ મેળ નથી. હું ક્યારેય તેની સાથે ખુશ નહીં રહી શકું. અને બીજી વાત પ્રતીક ખુની નથી ને તે હું સાબિત કરીને રહીશ." આમ કહી સમીરા ગુસ્સામાં તેના રુમમાં જતી રહી.
      રમાબહેન બોલ્યા," જોયું તમારી દીકરી કેવું બોલે છે!! તે ખુની પ્રતીક પાછળ પોતાની જિંદગી બરબાદ કરશે."
     શ્રીકાંત ભાઈ એ કહ્યું," રમા, હમણાં શાંતિ રાખ. હું તેની સાથે વાત કરીશ."
      રમાબહેન મોં બગાડીને અંદર રસોડામાં જતા રહ્યા. થોડીવાર રહીને સમીરા તૈયાર થઈને પોતાના રૂમમાંથી બહાર આવી. તેણે તેના પપ્પા ને કહ્યું," પપ્પા, હું થોડી વારમાં આવું છું."
   " બેટા, મને તારી ચિંતા થાય છે." શ્રીકાંત ભાઈ એ કહ્યું.
" પપ્પા, તમને મારા પર વિશ્વાસ છે ને?"
     " હા, બેટા. એકવાર હું મારી રીતે તારી જિંદગી નો નિર્ણય લઈ ચુકયો છો ને જેનું પરિણામ તું ભોગવી રહી છો. હવે હું ઈચ્છું છું કે તું જ તારી જિંદગી નો નિર્ણય લે. મને તારા પર પુરો વિશ્વાસ છે."
    " થેંક્યું પપ્પા" સમીરા શ્રીકાંત ભાઈ ને ભેટી પડી. બંને ની આંખો માં આંસુ હતા. થોડીવાર રહીને સમીરા શ્રીકાંત ભાઈ થી અલગ થઈને થોડીવાર માં આવું છું કહી બહાર નીકળી ગઈ.
       રમાબહેન રસોડામાંથી આ બધું જોઈ રહ્યા ને ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યા કે સમીરા ને સાચો રસ્તો બતાવે.
                   *****************
        સમીરા ઘરે થી નીકળી ને ગાર્ડન માં બેઠી . તે અવારનવાર શાલિની સાથે આ ગાર્ડન માં આવતી. શાલિની ની યાદ સાથે તેની આંખો માં આંસુ આવી ગયાં. ગાર્ડન માં નાના બાળકો રમી રહ્યા હતા. દિવસ ભર નો થાકેલો સુરજ અસ્ત થવાની તૈયારીમાં હતો. ઠંડો પવન વહી રહ્યો હતો.
        સમીરા પોતાના વિચારો માં ખોવયેલી હતી. તેને એક તરફ શાલિની ની યાદ આવી રહી હતી ને બીજી તરફ તેને પોતાનો ભુતકાળ નજર સામે આવી રહૃાો હતો. તે અને પ્રતીક એકબીજા ને ખુબ ચાહતા હતા. શાલિની પણ પ્રતીક ને મળી હતી ને તેની અને પ્રતીક ની પણ સારી દોસ્તી થઈ ગઈ હતી. ત્રણેય અવારનવાર બહાર ફરવા સાથે જતા હતા.
         પ્રતીક ના મમ્મી-પપ્પા ન હતા .તે તેના કાકા કાકી પાસે રહીને જ ઉછેરાયો હતો. તેની આર્થિક સ્થિતિ સમીરા ના જેટલી સધ્ધર ન હતી. વળી તેની અને પ્રતીક ની જ્ઞાતિ પણ અલગ હતી. સમીરા એ જ્યારે ઘરે પ્રતીક વિશે વાત કરી ત્યારે સમીરા ના મમ્મી એ ખુબ વિરોધ કર્યો . સમીરા ના મમ્મી નહોતા ઈચ્છતા કે તેમની છોકરી બીજી જ્ઞાતિમાં જાય. વળી પ્રતીક ની સાધારણ સ્થિતિ પણ તેમને મંજુર ન હતી.
         સમીરા ના પપ્પા ને પ્રતીક પસંદ હતો. સમીરા અને પ્રતીક એ રાહ જોવાનું નક્કી કર્યું. તે બંને ને લાગ્યું કે સમય જતાં સમીરા ના મમ્મી પીગળી જશે. પણ એક ઘટના એવી બની કે બંને કાયમ માટે જુદા થઈ ગયા.
       સમીરા ના ફોન ની રીંગ વાગતા તે વિચારોમાંથી બહાર આવી. તેણે ફોન જોયો તો કોઈ અજાણ્યો નંબર હતો.તેણે ફોન રિસીવ કર્યો. તો સામે થી જશવંતસિંહ નો પહાડી અવાજ આવ્યો," મિસ સમીરા, ઇન્સ્પેક્ટર જશવંતસિંહ બોલું છું."
    સમીરા એ નવાઈ થી કહ્યું," જી,"
"તમે અત્યારે જ પોલીસ સ્ટેશન આવી જાવ. મને ખુબ જ અગત્ય ની વાત કરવી છે."
    " ઓકે સર" સમીરા એ ફોન મુકી દીધો. તેને આશ્વર્ય થયું ને તે સાથે થોડી ગભરાહટ પણ થઈ. તે સ્કુટી લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ.
     ઇન્સ્પેક્ટર જશવંતસિંહ ખુરશી પર બેઠા હતા. તેણે સમીરા ને  ખુરશી પર બેસવા કહ્યું.
   તે બોલ્યા," તમારો બાઈક પર પીછો કરનાર વ્યક્તિ પકડાઈ ગયો છો."
સમીરા એ કહ્યું," વિનીત પકડાઈ ગયો ? ક્યાં છે તે ?"
    ઇન્સ્પેક્ટર એ કોન્સ્ટેબલ ને ઈશારો કર્યો ને તે ત્યાં થી જતો રહ્યો ને થોડી જ વારમાં તે એક વ્યક્તિ ને લઈને આવ્યો.
     તે વ્યક્તિ ને કોન્સ્ટેબલ સમીરા ની પાછળ ઉભા હતા.
ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ કહ્યું," તમારો ગુનેગાર તમારી પાછળ જ છે."
  સમીરા એ ધડકતા દિલે પાછળ ફરીને જોયું ને તે ચોંકી ગઈ.

*****************************