દિવાનગી ભાગ ૪ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિવાનગી ભાગ ૪

  સમીરા પ્રતીક ને પોતાની સામે જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. સમીરા ના વાળ વિખરાયેલા હતા. તેનું શર્ટ પસીના ના લીધે તેના શરીર થી ચીપકી ગયું હતું. સમીરા જોર જોર થી હાંફી રહી હતી. તેની આંખો માં ભય ડોકાઈ રહૃાો હતો.
         પ્રતીક તેની આવી હાલત જોઈને ચિંતા સાથે બોલ્યો," તું ઠીક તો છે ને? શું થયું ?"
   સમીરા એ પાછળ ફરીને જોયું પણ કોઈ નહોતું. તેણે પ્રતીક નો હાથ જોર થી પકડી લીધો ને કહ્યું," પહેલા અહીં થી જઈએ. પછી હું તને બધી વાત કરું છું."
      પ્રતીક એ કહ્યું," મારી ગાડી અહીં આગળ જ છે."
સમીરા એ કહ્યું," તું અહીં શું કરતો હતો ?"
   પ્રતીક એ કહ્યું," હું અહીં મારી ઓફિસ ના કામે આવ્યો હતો. કામ પતાવી હું પાછો જઈ રહ્યો હતો ત્યાં મારી ગાડી માં પંચર પડી ગયું. હું ટાયર બદલાવી ને જવાની તૈયારી માં હતો ત્યાં મેં તને જોઈ . તને આવી રીતે દોડતી ને ગભરાયેલી હાલત માં જોઈને હું ઉભો રહી ગયો."
    સમીરા એ કહ્યું," થેન્કયુ " બંને પ્રતીક ની ગાડી માં બેઠા.
સમીરા ગાડી માં બેસતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પ્રતીક એ સમીરા ના ખભા પર હાથ મુકયો ને આશ્વાસન આપ્યો. ત્યાં સમીરા પ્રતીક ને ભેટી પડીને રડવા લાગી. પ્રતીક સમીરા ના આવી રીતે ભેટવાથી થોડો ચોંકી ગયો પણ પછી તેણે સમીરા ની પીઠ પર હાથ ફેરવીને તેને સાંત્વના આપી. પણ બંને ને ખબર નહોતી કે આ દશ્ય દુર ઉભેલ વ્યક્તિ કેમેરા માં કેદ કરી રહી હતી.
        થોડીવાર પછી સમીરા પ્રતીક થી અલગ થઈ ને તે ક્ષોભ સાથે બોલી," સોરી "
    પ્રતીક એ કહ્યું," ઈટસ ઓકે. તારો હજી પણ મારા પર  હક છે." પ્રતીક એ સમીરા ની આંખો માં જોતા કહ્યું.
   સમીરા તેની આંખો માં જોતી રહી. પછી તેણે પોતાની નજર ફેરવી લીધી.
    પ્રતીક એ કહ્યું," સમીરા, શું થયું હતું? તું કેમ આટલી ગભરાયેલી હતી ?"
     સમીરા એ ધીમે ધીમે તેને ઓફીસ થી નીકળ્યા પછી જે ઘટનાઓ બની તેની વાત કરી.
    પ્રતીક  એ કહ્યું," તારે પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ."
સમીરા એ કહ્યું," હા, હું કાલે પોલીસ સ્ટેશન જઈશ."
   પ્રતીક એ કહ્યું," અત્યારે રાત બહુ થઈ ગઈ છે હું તને ઘરે મુકી જાઉં."
સમીરા એ કહ્યું," ઓકે."
          પ્રતીક એ ગાડી સ્ટાર્ટ કરી. સમીરા એ પોતાના ઘર નું સરનામું કહી દીધું. પ્રતીક એ ગાડી સમીરા ના ઘર તરફ લઈ લીધી. રસ્તામાં બંને ચુપ હતા. પ્રતીક થોડી થોડી વારે આંખો ના ખૂણા થી સમીરા તરફ જોઈ લેતો. સમીરા ૩ વર્ષ પ્રતીક ને આ રીતે મળીને નવાઈ પામી હતી. સમીરા અને પ્રતીક એકબીજા ને ખુબ ચાહતા હતા. સમીરા ને યાદ આવવા લાગી તેની અને પ્રતીક ની પહેલી મુલાકાત..
         *******************
      ત્યારે  સમીરા સેકન્ડ યરમાં ભણતી હતી. સમીરા ની કોલેજ ઘર થી બહુ દુર હતી. તે બસ માં આવ-જા કરતી હતી. તે અને શાલિની સાથે જ બસ માં આવતા અને જતા હતા. આજે શાલિની બીમાર હતી. એટલે તે કોલેજ નહોતી આવી. સમીરા ને કોલેજ થી નીકળતા મોડું થઈ ગયું એટલે તે એક બસ ચુકી ગઈ ને બીજી બસ કલાક રહીને આવવાની હતી.
        બસ સ્ટોપ પર એક છોકરો પોતાની કોલેજ બેગ સાથે બીજી તરફ મોઢું કરીને બેઠો હતો. પણ સમીરા નું ધ્યાન તેના પર ન હતું. તે બસ ચુકી જવાને લીધે થોડી ગુસ્સે થઈ હતી. શાલિની આવી ન હોવાથી તેને એક કલાક કાઢવો પણ અધરો પડવાનો હતો. સાંજ ના પાંચ વાગ્યા હતા. ઉનાળા ના દિવસો હોવાથી વાતાવરણ માં ભયંકર ઉકળાટ હતો.
             બ્લેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સ માં પાતળી સમીરા ના શરીર ના વળાંકો સ્પષ્ટ દેખાય રહૃાા હતા. તે એક પગ ને બીજા પગ પર ચઢાવીને એક હાથ ને પોતાના કપાળ પર રાખીને બેઠી હતી. તેના વાળ ત્યારે લાંબા હતા. તે એક પોની ટેલ માં બાંધેલા હતા. તે પોની એક બાજુ થી આગળ રાખેલી હતી. સુરજ ના સોનેરી કિરણો સમીરા પર પડી રહૃાા હતા. સમીરા કોઈ શિલ્પકાર ની કૃતિ જેવી લાગી રહી હતી. સમીરા પોતાના વિચારો માં ખોવાયેલી બેઠી હતી.
         પહેલો છોકરો કયાર નો તેને જોઈ રહ્યો હતો. તે પણ બ્લેક ટી-શર્ટ માં સજ્જ, લાંબો, ઉંચો અને દેખાવે હેન્ડસમ લાગી રહૃાો હતો. સમીરા ને જોઈને તેના દિલ માં ઝણઝણાટી થઈ. તેણે આમ તો ઘણી સુંદર છોકરીઓ જોઈ હતી પણ સમીરા ને જોતા તેને કશું અલગ જ ફીલ થયું.
       સમીરા તો પોતાના જ વિચારો માં હતી. ત્યાં પહેલો છોકરો સમીરા નું ધ્યાન પોતાના તરફ ખેંચતા બોલ્યો," એક્સ કયુઝ મી, ઈઝ ધીસ યોર હેન્કી ?" તેણે એક રૂમાલ સમીરા ને આપતા કહ્યું.
   સમીરા એ એક પળ તે છોકરા સામે જોયું. તેની કાળી આંખો માં ગજબ નું ઉંડાણ હતું. સમીરા એ તરત હસીને કહ્યું," ટ્રાય સમથીગ ન્યુ. ઘીસ ઈઝ ઓલ્ડ મેથેડ ઓફ સ્ટાટિગ કન્વરસેશન"
       પહેલા છોકરા એ હસીને કહૃાું," ઓકે, તો હું એમ કહું તો કે તમે અને હું અહીં એકલા બેસીને બોર થઈએ એના કરતાં બાજુ માં એક કાફે છે ત્યાં જઈને એક કપ કોફી પી લઈએ. ત્યાં સુધી માં તો બસ પણ આવી જશે."
      સમીરા એ ગુસ્સા ના ભાવ સાથે કહ્યું," તમે વધારે પડતાં જ ફાસ્ટ જઈ રહ્યા છો. હું તમને ઓળખતી પણ નથી."
     પહેલા છોકરા એ હાથ લંબાવતા કહ્યું," માયસેલ્ફ  પ્રતીક.  જે જે કોલેજમાં માસ્ટસૅ ના ફસ્ટૅ યરમાં ભણું છું."
     સમીરા શંકાશીલ નજરે પ્રતીક સામે જોઈ રહી. પણ પછી તેને પ્રતીક ની આંખો માં જોઈને વિશ્વાસ કરવાનુ મન થયું. તેણે હાથ મિલાવતા કહ્યું," હું સમીરા છું.‌ તમે જે કોલેજમાં ભણો છો ત્યાં જ બી.સી.એ ના સેકન્ડ યરમાં ભણું છું."
      પ્રતીક એ કહ્યું," આપણે એક જ કોલેજમાં ભણીએ છીએ તો પણ ક્યારેય એકબીજા ને જોયા ન હતા. આપણી મુલાકાત આ બસ સ્ટોપ પર થવાની લખેલી હશે."
     સમીરા બોલી," યુ બિલ્વ ઈન ડેસ્ટીની ?"
પ્રતીક બોલ્યો," હા, હું માનું છું કે અમુક વસ્તુઓ માનવી ના વશ માં નથી હોતી. માનવી એ મહેનત કરવી જોઈએ પણ અમુક બાબતો નસીબ પર જ છોડવી જોઈએ."
     સમીરા એ કહ્યું," ઈન્ટરેસટિગ"
પ્રતીક એ કહ્યું," સો એમ આઈ."
    સમીરા અને પ્રતીક હસી પડ્યા. બંને જણા એકબીજા સાથે વાતો કરવામાં એવા મસગુલ હતા કે ક્યારે બસ આવી તે પણ ખબર ન પડી. આ મુલાકાત ફેસબુક અને વોટ્સએપ ચેટ થી અને રોજબરોજની મુલાકાતો થી પ્રેમ માં પરિણમી.
                ******************
        પ્રતીક એ સમીરા ના ચહેરા આગળ ચપટી વગાડીને સમીરા વતૅમાન માં પાછી આવી. પ્રતીક એ કહ્યું," ક્યાં ખોવાઈ ગઈ હતી? "
   સમીરા બોલી," બસ એમ જ. "
   પ્રતીક એ કહ્યું," અહીં થી કંઈ  તરફ તારુ ઘર આવે છે?"
સમીરા એ રસ્તો બતાવ્યો ને પ્રતીક એ ગાડી તે તરફ વાળી. સમીરા નું ઘર આવી ગયું.
    સમીરા એ કહ્યું," થેન્કયુ."
પ્રતીક એ કહ્યું," ઈટસ ઓકે.તુ ઠીક તો છો ને ?"
  સમીરા એ કહ્યું," હા, તું આવે છે ઘરે ? કોફી પી ને જજે "
પ્રતીક એ કહ્યું," તારા હસબન્ડ ને કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને ?"
સમીરા એ કહ્યું," હું મારા હસબન્ડ થી અલગ રહું છું. અમારા ડીવોસૅ થવાના છે."
    આ સાંભળી પ્રતીક ને નવાઈ લાગી. તે બોલ્યો," આઈ એમ સોરી. મને ખબર ન હતી."
   સમીરા એ કહ્યું," હમ્મ..તારી ફેમિલી માં કોણ છે? વાઈફ અને છોકરાઓ?"
   પ્રતીક એ કહ્યું," મેં લગ્ન નથી કર્યા." તેણે સમીરા ની આંખો માં જોતા કહ્યું.
   સમીરા ને પ્રતીક ની આંખો માં દર્દ  દેખાયું. તે વધારે સમય સુધી તે નજરો નો સામનો ન કરી શકી. તેણે નજર ફેરવી લીધી.
  પ્રતીક એ કહ્યું," રાત બહુ થઈ ગઈ છે. હું જાવ છું.તુ તારું ધ્યાન રાખજે. આ મારુ કાડૅ છે. કંઈ કામ પડે તો મને કહેજે." પ્રતીક એ ખિસ્સા માંથી કાર્ડ કાઢીને સમીરા ને આપ્યું.
   સમીરા એ કાર્ડ લઈને કહ્યું," બાય" તે  ગાડી માંથી નીચે ઉતરી ગઈ. સમીરા પોતાના ઘર તરફ જવા લાગી. પ્રતીક તેને ગાડી માંથી જતા જોઈ રહ્યો હતો . અચાનક સમીરા એ પાછળ ફરીને જોયું ને બંને ની નજર ટકરાઈ ને બીજી પળે સમીરા એ નજર ફેરવી લીધી ને ઘર ખોલીને અંદર જતી રહી. પ્રતીક એ ગાડી સ્ટાર્ટ કરીને જવા દીધી.
                  ******************
        આખી રાત સમીરા એ જાગતા જ વીતાવી હતી. તેના મન માં ઘણા સવાલો હતા. સમીરા ને ખાતરી હતી કે તે બાઈક વિનીત ની હતી. આ બધું વિનીત કરી રહ્યો હતો ?  તે શું કામ આ કરી રહૃાો હતો?  તે બધા સવાલો ના જવાબ તેને વિનીત પાસે થી જ મળે એમ હતા. તેણે મન માં નક્કી કર્યું કે તે  કાલે વિનીત ને મળવા જશે.
         તેની આંખો સામે રહી રહી ને પ્રતીક નો ચહેરો આવી રહ્યો હતો. તેનો ભુતકાળ વારંવાર તેની સામે આવી રહૃાો હતો. પડખા ફેરવી ફેરવીને તેણે આખી રાત વિતાવી.
         સવાર ના સમીરા ઓફિસ પહોંચી તો તેના ડેસ્કટોપ પર એક સફેદ રંગ નો કવર પડ્યો હતો. સમીરા એ હળવે થી તે કવર ખોલ્યો તો તેના હોંશ ઉડી ગયા. તે કવર માં ફોટા હતા. તે પ્રતીક ને ભેટીને રડી રહી હતી તેના વિવિધ એંગ્લ થી લીધેલા ફોટા તેમાં હતાં.
        સમીરા હજી આ આધાત થી બહાર આવે ત્યાં તેના ફોન ની રીંગ વાગવા લાગી. તેણે ફોન જોયો તો સાહિલ નો નામ ફ્લેશ થઈ રહ્યો હતો. સમીરા એ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો તે સાથે તેના કાને સાહિલ નો બરાડા પાડતો અવાજ પડ્યો.
   " કાલ આખી રાત તે તારા આશિક સાથે ખુબ મજા કરી."
સમીરા એ ગુસ્સે થઈને કહ્યું," સાહિલ, જુબાન સંભાળી ને બોલ "
     સાહિલ એ ગુસ્સામાં કહ્યું," મને તને મળવું છે. તારા ઓફિસ ની બહાર જ ઉભો છું. તું બહાર આવે છે કે હું અંદર આવું ?"
    સમીરા થોડી મુંઝાઈ ગઈ. તેણે કહ્યું," હું બહાર આવું છું." તેણે ફોન મુકી દીધો.
    સમીરા એ તે ફોટા પોતાના પર્સમાં મુક્યા ને કપાળ પર આવેલો પરસેવો લુછી નાખ્યો ને તે ઓફિસ ની બહાર આવી.
     સાહિલ  ઓફિસ ની પાર્કિંગ માં ધુવાફુવા થતો ઉભો હતો.બીજુ કોઈ ત્યાં ન હતું. સમીરા જેવી તેની પાસે ગઈ તેણે સમીરા ના મોં પર તેના અને પ્રતીક ના ફોટા ફેંક્યા. સમીરા એકદમ હેબતાઈ ગઈ. તેણે તે ફોટા હાથ માં પકડી લીધા.સાહિલ એ સમીરા નો ખભો પકડ્યો ને જોર થી દબાવતા કહ્યું," કોણ છે આ ? કેટલા સમય થી આ ચાલે છે ?"
   સમીરા ને પીડા થવા લાગી. તેની આંખો માં આંસુ આવી ગયાં. તેણે પોતાને છોડાવાની કોશિશ કરી. ત્યાં ઓફિસ ના બીજા કમૅચારીઓ પણ પોતાના વ્હીકલ પાકૅ કરવા આવી રહૃાા હતા. તેમને જોઈને સાહિલ એ સમીરા નો ખભો છોડી દીધો. તે બધા સાહિલ અને સમીરા સામે વિચિત્ર નજર થી જોઈ રહ્યા હતા.
         તેણે સમીરા ને કહ્યું," ચાલ મારી સાથે." તે સમીરા નો હાથ પકડવા જતો હતો.
     ત્યાં કોઈ એ મોટા અવાજે કહ્યું," સમીરા ક્યાંય નહીં જાય ."

        **************

       કોણ હશે આ ફોટા પાડવાવાળુ ? વિનીત કોણ છે? આ બધું જાણીશું આગળના ભાગમાં. તમારા પ્રતિભાવો આપતા રહેજો...