સમીરા કાગળ વાંચીને ચોંકી ગઈ. તે વિચારવા લાગી કે "આ કાગળ કોણે રાખ્યું હશે.પહેલો બાઈકવાળો વ્યક્તિ તો નહીં હોય ને?? "
તેને અચાનક વિચાર આવ્યો કે સાહિલ તો નહીં રાખી ગયો હોય ને. તે આજે મળવા માગતો હતો ને તે મળવા નહોતી ગઈ. તે કાગળ પર ના અક્ષરો લાલ રંગ થી પ્રિન્ટ કરેલા હતા. લખેલા નહોતા.
તેને સાહિલ પર શક ગયો ને ગુસ્સો આવ્યો. તેણે ફોન હાથ માં લીધો ને તે સાહિલ ને ફોન લગાવવા જતી હતી. ત્યાં સમીરા ના ફોન પર તેના પપ્પા શ્રીકાંતભાઈ નો ફોન આવ્યો. સમીરા એ પોતાને સ્વસ્થ કરીને પછી ફોન ઉપાડી લીધો.
શ્રીકાંતભાઈ નો પ્રેમભર્યો અવાજ આવ્યો," હેલ્લો, બેટા. કેમ છે તું?"
સમીરા તેના પપ્પા નો અવાજ સાંભળી થોડી લાગણીશીલ થઈ ગઈ . તે બોલી," હા, પપ્પા. હું બરાબર છું. તમે કેમ છો? મમ્મી ની તબિયત કેવી છે?"
સમીરા ના મમ્મી રમાબહેન ને પ્રેશર અને હૃદય ની બીમારી હતી. તેમનું પ્રેશર અવારનવાર વધી જતું હતું.
" હવે રમા ને સારું છે. તું અહીં કયારે આવે છે? ત્યાં તારે એકલા રહેવાની શી જરૂર છે? મને તારી બહુ ચિંતા રહે છે." શ્રીકાંતભાઈ એ લાગણીભર્યા અવાજે કહ્યું.
" પપ્પા, મને પણ તમારા બધા ની યાદ આવે છે. પણ હું જેવી ઘરે આવીશ એવી મમ્મી પાછી મને સાહિલ પાસે જવાનું કહેશે. મમ્મી નથી ઇરછતી કે હું સાહિલ થી ડીવોસૅ લઉં. તે બાબતે અમારા બે વરચે રોજ ઝધડા થશે. હું હવે તે વ્યક્તિ સાથે એક મિનિટ પણ રહી શકું એમ નથી." સમીરા એ રડમસ અવાજે કહ્યું.
" હું તને સમજુ છું ,બેટા. મને માફ કરજે કે મેં જ તને સાહિલ જોડે મેરેજ કરવા ફોસૅ કર્યો. તારી મમ્મી ને સાહિલ બહુ ગમતો હતો. તેનુ ફેમિલી પણ સારું હતું. એટલે જ મને અને તારા મમ્મી ને લાગ્યું કે તું ત્યાં ખુશ રહીશ. પણ સાહિલ ના ગુસ્સા વાળા ને પસેસિવ નેચર નો ખ્યાલ પછી આવ્યો. આઈ એમ સોરી,બેટા" શ્રીકાંત ભાઈ એ પસ્તાવા સાથે કહ્યું.
" ના, પપ્પા. તમે અફસોસ ન કરો.જે થવાનું હતું તે થયું. હવે હું નવેસર થી મારી જિંદગી ની શરૂઆત કરીશ. આવતા અઠવાડિયે તો મારા ડીવોસૅ પણ થઈ જશે." સમીરા બોલી.
" હું આવતા અઠવાડિયે આવુ છું." શ્રીકાંત ભાઈ એ કહ્યું.
" હા, તો બહુ સારું રહેશે. મનીષ કેમ છે? તેનુ સ્ટડી કેવું ચાલે છે?" સમીરા એ પુછ્યું. મનીષ સમીરા નો નાનો ભાઈ હતો.
" તે બરાબર છે.હમણા જ તેના ફ્રેન્ડ સાથે બહાર ગયો." સમીરા ના પપ્પા એ કહ્યું.
"મમ્મી ને ફોન આપો ને, પપ્પા" સમીરા એ કહ્યું.
" તે આરામ કરે છે.હુ પછી વાત કરાવીશ." શ્રીકાંત ભાઈ એ અચકાતા કહ્યું.
" જુઠું ન બોલો, પપ્પા. તેણે વાત કરવાની જ ના પાડી દીધી હશે." સમીરા એ રડતા કહૃાું.
" બેટા, થોડો ટાઈમ આપ. બધું બરાબર થઈ જશે." શ્રીકાંત ભાઈ એ આશ્વાસન આપતાં કહ્યું.
" હા, પપ્પા. તમે આરામ કરો. જય શ્રી કૃષ્ણ" સમીરા એ કહ્યું.
" જયશ્રી કૃષ્ણ, બેટા" શ્રીકાંત ભાઈ એ કહ્યું.
સમીરા ની આંખો ભીની થઈ ગઈ. તેને ઘર ની યાદ આવવા લાગી. તેના સાહિલ થી અલગ થવાના નિર્ણય થી તેના મમ્મી રમાબહેન નારાજ હતા. રમાબહેન જુનવાણી વિચારો ના હતા. તે માનતા હતા કે એકવાર છોકરી ના લગ્ન થાય તો તેણે પોતાનું સાસરું અને પતિ ગમે તેવા હોય તોય નિભાવવા જ જોઈએ. સમીરા ના પપ્પા આધુનિક વિચારો વાળા હતા. સમીરા નું પહેલે થી જ તેના પપ્પા જોડે બહુ બનતું હતું.
જ્યારે પણ સમીરા નો સાહિલ સાથે ઝધડો થતો કે સાહિલ સમીરા પર હાથ ઉપાડતો તે બધી વાત તેના પપ્પા ને કરતી. તેણે જ્યારે સાહિલ થી અલગ થવાનો નિર્ણય કર્યો ત્યારે પહેલા તેણે પોતાના પપ્પા ને આ નિર્ણય જણાવ્યો હતો. તેના પપ્પા એ તેને ખુબ સપોર્ટ કર્યો હતો.
અહીં એકલા રહેવાનો નિર્ણય તેનો પોતાનો હતો.તેના મમ્મી આ ડિવોર્સ થી નારાજ હતા. તે સમીરા ને ઘણી વાર સમજાવી ચુક્યા પણ સમીરા એ તેમની વાત ન માની એટલે હવે તે સમીરા જોડે વાત નહોતા કરતા. સમીરા પોતાની સ્વતંત્ર જિંદગી જીવવા ઈચ્છતી હતી. તે મેરેજ પછી પણ જોબ કરતી હતી.
આ જોબ કરતા તેને દોઢ વર્ષ થઈ ગયા ને તેનો પગાર પણ સારો હતો. એટલે જ તે અહીં જ રહેવા માગતી હતી. તેણે પહેલો કાગળ બેડરૂમ માં રહેલા ટેબલ પર વાળી નેરાખી દીધો. રાત બહુ થઈ ગઈ હતી . એટલે સમીરા એ સવારે જ સાહિલ ને ફોન કરવાનું વિચાર્યું.
તેણે પીન્ક કલર નો લુઝ ટી-શર્ટ અને નીચે વ્હાઈટ પાયજામો પહેરી લીધો. સમીરા નું ઘર એક હોલ, કીચન અને બેડરૂમ વાળું નાનું પણ સુંદર હતું. એકલી રહેતી સમીરા માટે કાફી હતું. તેના બેડરૂમ માં એક બાલ્કની હતી. જે સમીરા ની સૌથી ફેવરિટ જગ્યા હતી. ત્રણ મહિના થી સમીરા અહીં રહેતી હતી. હવે તેને અહીં ગમવા લાગ્યું હતું.
આજુબાજુ ના પાડોશી પણ ચંચુપાત કે પંચાત કરે એવા ન હતા. સમીરા એ મેઈન ડોર બરાબર બંધ કર્યો. ને બેડરૂમ ની બારી અને બાલ્કની નો દરવાજો પણ બરાબર બંધ કરી દીધો. દિવસભર ની દોડધામ અને વિચારો ને લીધે સમીરા પથારી માં પડતા વેંત સુઈ ગઈ.
અડધી રાત થવા આવી હતી. સમીરા એ તેના કીચન નો પાછળ નો દરવાજો ભુલ માં ખુલ્લો રાખી દીધો હતો. રાત્રે અચાનક એક માણસ બાઈક લઈને સમીરા ના ઘર પાસે આવ્યો. તેણે પોતાની બાઈક ને ઘર થી થોડે દુર પાર્ક કરી. અડધી રાત નો સમય હોવાથી રસ્તો એકદમ સુમસામ હતો. કુતરાઓ ના ભસવાનો અવાજ કાંઈક થી થોડી થોડી વારે આવી રહૃાો હતો. સ્ટ્રીટ લાઈટ ના ઝાંખા પ્રકાશ સિવાય એકદમ અંધારું હતું.
તે વ્યક્તિ સમીરા ના ઘર ની પાછળ ના ભાગ માં ગઈ. તેણે પ્રથમ બેડરૂમ ની બારી ને તપાસી પણ તે બંધ હતી. તે કીચન તરફ આગળ ગયો. તેણે કીચન ની બારી તપાસી તે પણ બંધ હતી. તેણે પાછળ નો દરવાજો ખોલ્યો તો તે એક ધક્કા સાથે ખુલી ગયો. તે વ્યક્તિ ઘર ની અંદર દાખલ થઈ ગયો. તેણે ભુરા રંગનો શર્ટ અને કાળા રંગ ની પેન્ટ પહેરી હતી.
તે કીચન માંથી હોલ માં આવી ગયો. હોલ માં એક નાનો લેમ્પ ચાલુ હતો. તે હોલ માંથી સમીરા ના બેડરૂમ માં આવ્યો. નાઈટ લેમ્પના પ્રકાશ માં પલંગ પર સુતેલી સમીરા ખુબ સુંદર દેખાઈ રહી હતી. તે ઘીમે ઘીમે સમીરા તરફ આગળ વધ્યો ને તેના પલંગ પાસે પહોંચી તેને જોવા લાગ્યો. તેણે પોતાનો હાથ લંબાવ્યો ને તે સમીરા ના ગાલ પર હાથ મુકવા જતો હતો. ત્યાં સમીરા ની આંખો ખુલી ગઈ.
તે સામે વાળી વ્યક્તિ ને જોઈને ચોંકી ગઈ. તે બેઠી થઈને બૂમ પડતા બોલી," સાહિલ, તું ? અહીં શું કરે છે?"
તે વ્યક્તિ સાહિલ હતી. તેણે કહ્યું," ધીમે થી બોલ. હું તને મળવા આવ્યો છું."
સમીરા પલંગ પર થી ઉઠી ગઈને તેણે બેડરૂમ ની લાઈટ ચાલુ કરી દીધી. તે ગુસ્સામાં સાહિલ સામે જોતા બોલી," આવી રીતે અડધી રાતે કોઈ ના ઘરે મળવા જવાય!! તું અહીં આવ્યો કેવી રીતે?"
સાહિલ એ કહ્યું," તું હજી પણ મારી પત્ની છો. તને મળવા હું ગમે ત્યારે આવી શકું છું. તે કીચન નો દરવાજો ખુલ્લો મુકી દીધો હતો.હુ ત્યાંથી આવ્યો."
સમીરા એ અકળાઈને કહ્યું," હું થોડા દિવસો પછી તારી પત્ની નહીં રહું. હવે થી મને મળવાની કોશિશ ન કરીશ. અત્યારે અહીં થી જતો રહે."
સાહિલ એ સમીરાનો હાથ પકડી લેતા કહ્યું," ના, હું મારી વાત કહ્યા વગર નહીં જાઉં. હું તને ચાહું છું. પ્લીઝ, તું પાછી આવી જા."
સમીરા એ ઝાટકા થી પોતાનો હાથ છોડાવી લીધો ને કહ્યું," ના, હું નહીં આવું. આપણા બંને નો કોઈ મેળ નથી. તું હવે અહીં થી જા."
આ સાંભળી ને સાહિલ ગુસ્સે આવ્યો. તે ટેબલ પર રાખેલ નાઈટ લેમ્પ ઉપાડીને પછાડવા જતો હતો. ત્યાં તેનું ધ્યાન ટેબલ પર રાખેલ કાગળ પર પડ્યું. તેણે તે ઉપાડીને વાંચ્યું તો તેનો ગુસ્સો વધી ગયો.
તેણે ગુસ્સામાં સમીરા નું ગળું પકડી લીધુ ને તેને દબાવતા બોલ્યો," આ જ તારો આશિક છે ને જેના માટે તું મને છોડી રહી છે."
સમીરા પોતાને છોડાવા પ્રયત્ન કરવા લાગી. તેનો શ્વાસ રુંધાય રહૃાો હતો. સાહિલ એ ધક્કો મારીને તેને છોડી દીધી. સમીરા ફર્શ પર પડી ગઈ. તેને ખાંસી આવવા લાગીને તેની આંખો માંથી પાણી નીકળવા લાગ્યા. સાહિલ સમીરા ની હાલત જોઈને ગભરાઈ ગયો.
તે બોલ્યો," સોરી જાનુ,તું ઠીક તો છો ને?" એમ કહી તે સમીરા તરફ આવતો હતો. ત્યાં સમીરા એ તેને હાથ થી અટકાવતા ઘીમા અવાજે કહ્યું," દુર રહેજે મારા થી."
સાહિલ ત્યાં જ ઉભો રહી ગયો. સમીરા ઘીમે ઘીમે ઉભી થઈ ને બેડ પાસે પડેલી પાણી ની બોટલ લઈને પાણી પીવા લાગી. થોડીવાર પછી તેને થોડું ઠીક થતાં તે બોલી," અહીં થી જતો રહે, સાહિલ. નહીં તો હું બુમો પાડી ને બધા ને ભેગા કરીશ."
સાહિલ એ રડમસ અવાજે કહ્યું," સોરી જાનુ, હું તને ચાહું છું. પ્લીઝ મને સમજવાની કોશિશ કર"
સમીરા એ કહ્યું," તારો પ્રેમ મેં જોઈ લીધો છે. હવે જા અહીં થી. હવે બીજીવાર અહીં આવ્યો છો તો હું પોલીસ કમ્પ્લેન કરીશ."
સાહિલ એ રડી પડતા કહ્યું," પ્લીઝ, મને એક તક તો આપ."
સમીરા બોલી," ના નહીં આપું. જા અહીંથી." તેણે બે હાથ જોડતા કહ્યું.
સાહિલ નિરાશ વદને કીચન ના પાછળ ના દરવાજે થી જતો રહ્યો. તેના ગયા પછી સમીરા એ ઘર ના બધા બારી ને દરવાજા બરાબર બંધ કરી દીધા. તે બેડરૂમ માં આવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
બીજે દિવસે સવારે સમીરા ની આંખો મોડેથી ખુલી. તે જલ્દી થી તૈયાર થઈને ઓફિસ માટે જવા નીકળી. રાત ની ઘટનાઓ રહી રહીને તેના મન માં આવી રહી હતી. સમીરા તે બધું ભુલવાનો પ્રયત્ન કરી રહી હતી. તે જેવી ઓફિસ પહોંચી ને તેના માટે એક સરપ્રાઈઝ ત્યાં રાહ જોઈ રહી હતી.
સમીરા પોતાના ડેસ્ક પર જઈને બેઠી તો ત્યાં એક કાગળ પડેલો હતો. સમીરા એ ધ્રુજતા હાથે કાગળ ખોલીને વાંચ્યો તો તેને નવાઈ લાગી. તે કાગળ પણ ગઈ કાલ રાત જેવો જ હતો. તેમાં તેવા જ લાલ અક્ષરો માં લખાણ પ્રિન્ટ કરેલું હતું. તેમાં લખેલું હતું.
" ગુડ મોર્નિંગ માય સોના. વી વિલ મીટ ટુડે."