તે વિનીત હતો.
સમીરા દરવાજો બંધ કરવા જતી હતી ત્યાં વિનીત એ કહ્યું," પ્લીઝ, મને તારી સાથે વાત કરવી છે."
સમીરા એ કહ્યું," મને વાત નથી કરવી. તુ પ્લીઝ અહીંથી જા."
વિનીત એ કહ્યું," પ્લીઝ, પાંચ મિનિટ આપ. હું મારી વાત કરીને અહીંથી જતો રહીશ."
સમીરા એ કહ્યું," જલ્દી બોલ."
વિનીત એ કહ્યું," અંદર પણ નહીં આવવા દે."
સમીરા એ કહ્યું," જે વાત કરવી હોય તે બહાર ઉભા જ કર"
વિનીત આખો વરસાદ માં પલળી ગયો હતો. તેણે કહ્યું," પ્લીઝ, મને અંદર તો આવવા દે." તે ઠંડી થી કાંપી રહ્યો હતો.
સમીરા એ કહ્યું," ઠીક છે પણ પાંચ મિનિટ થી વધારે નહીં"
વિનીત ઘર ની અંદર આવ્યો . સમીરા એ તેને ટુવાલ આપ્યો ને તે હોલ માં સોફા પર બેસીને ટુવાલ થી શરીર લુછવા લાગ્યો. તે થોડી થોડી વારે સમીરા સામે જોઈ રહ્યો હતો.
સમીરા એ કહ્યું," તું શું કામ અહીં આવ્યો છો?"
વિનીત સોફા પર થી ઉભો થઈ ગયો ને સમીરા તરફ આવવા લાગ્યો. મીણબત્તી ના પ્રકાશ માં વિનીત ની આંખો વિચિત્ર રીતે ચમકી રહી હતી. સમીરા એ એક અલગ પ્રકાર ની ચમક વિનીત ની આંખો માં જોઈ. તે થોડી ડરી ગઈ.
વિનીત સમીરા ની એકદમ નજીક આવી ગયો ને તેણે સમીરા નો હાથ અચાનક પકડી લીધો ને કહ્યું," સમીરા, આઈ લવ યુ. મારી સાથે ચાલ. સાહિલ ને છોડી દે. હું તને ખુશ રાખીશ. "
સમીરા એ પોતાનો હાથ છોડાવતા કહૃાું," સાહિલ મારો પતિ છે.હુ તેની સાથે ખુશ છું. તું હવે અહીંથી જા."
વિનીત નીચે ફર્શ પર બેસી ગયો ને રડવા લાગ્યો . તેણે કહ્યું," હું તને ખુબ ખુશ રાખીશ. મારો પ્રેમ સાચો છે. તું મારા પ્રેમ ને ઠુકરાવ નહીં." તે પાગલ ની જેમ રડવા લાગ્યો. સમીરા ખુબ જ ગભરાઈ ગઈ. તેને સમજાયું નહીં કે તે શું કરે. ત્યાં તેનું ધ્યાન પાસે પડેલા ટેબલ પર રાખેલા મોબાઇલ પર ગયું.
વિનીત નું ધ્યાન ચુકવી તે ફોન લેવા હાથ લંબાવવા ગઈ ત્યાં વિનીત એ તેનો હાથ પકડી લીધો. વિનીત ઉભો થયો ને તેની આંખો માં જુનુન ઉતરી આવ્યું હતું. તેની આંખો લાલ થઈ ગઈ હતી.
તે ગુસ્સામાં સમીરા તરફ જોતા બોલ્યો," તું સાહિલ ને ફોન કરવા માંગે છે. શું છે તે સાહિલ માં? તે તો હંમેશા તારા પર શક કરે છે. હું તને ખુશ રાખીશ. આજે હું તને મારી બનાવીને રહીશ." આમ કહી તેણે સમીરા ને પોતાની તરફ ખેંચી.
સમીરા પોતાને છોડાવાની કોશિશ કરવા લાગી. બંને વરચે નહિવત અંતર હતું. ત્યાં જ એક વીજળી નો કડાકો થયો ને લાઈટ આવી ગઈ ને સાહિલ પણ ઘર માં દાખલ થઈ ગયો. ઘર નો દરવાજો ખુલ્લો હોવાથી તે સીધો અંદર આવી ગયો. તે સામે નું દશ્ય જોઈને ચોંકી ગયો.
સમીરા વિનીત ની બાહોમાં હતી. વિનીત તેને ભેટીને ઉભો હતો. સમીરા એ વિનીત ને ધક્કો માર્યો ને સાહિલ સામે જોયું.
સાહિલ ગુસ્સામાં હતો. તે બોલ્યો," બેશરમ , મારી પીઠ પાછળ તુ આ બધી હરકતો કરે છે."
સમીરા એ કહ્યું," સાહિલ, તું મને ગલત સમજે છે. "
સાહિલ એ કહ્યું," બસ, મને કશું નથી સાંભળવું. પહેલા હું આ વિનીત ને ઠેકાણે પાડીશ .પછી તારી સાથે વાત કરીશ."
તે વિનીત તરફ ધસી આવ્યો. તેના ગાલ પર જોર થી લાફો મારી લીધો. વિનીત એ પાગલ ની જેમ હસતાં કહ્યું," સમીરા મારી છે.હુ તેને લઈને જ જઈશ." આ સાંભળી ને સાહિલ ને ખુબ ગુસ્સો આવી ગયો. તે વિનીત ને મારવા લાગ્યો ને વિનીત પાગલ ની જેમ હસવા લાગ્યો.
સાહિલ એ વિનીત ને મારીને ઘર ની બહાર કાઢી મુકયો. વિનીત એ દઢતા થી કહ્યું," અત્યારે તો હું જાવ છું.પણ જલ્દી સમીરા ને લેવા પાછો આવીશ." આમ કહીને તે જતો રહ્યો.
હવે સાહિલ નો ગુસ્સો સમીરા પર ઉતરી પડ્યો. સમીરા એ કહ્યું કે," એક વાર મારી વાત સાંભળી લે." પણ સાહિલ કંઈ સાંભળવા તૈયાર ન હતો.
તેણે કહ્યું," હું તને ઓછો પડું છું કે બહાર ના પુરુષો ની તને જરુર પડે છે."
સમીરા એ ગુસ્સામાં કહ્યું," સાહિલ, હવે તું હદ પાર કરે છે."
સાહિલ એ સમીરા નો હાથ પકડી ને મરોડતા કહ્યું," હદ તો હવે પાર થશે. આજે તને હું એવી સજા કરીશ કે બીજી વાર તું કોઈ તરફ આંખ ઉઠાવીને નહીં જોઈ શકે." તે હાથ પકડીને સમીરા ને બેડરૂમ માં લઈ ગયો. તેણે બેડરૂમ નો દરવાજો બંધ કરી દીધો.
સમીરા એ સાહિલ ની આંખો માં જુનુન જોયું. તેણે કહ્યું," પ્લીઝ, સાહિલ મારી વાત સાંભળ."
સાહિલ કોઈ વાત સાંભળવા તૈયાર ન હતો. તેણે સમીરા ને એક થપ્પડ મારી દીધી . તે રાત્રે બેડરૂમ ની દીવાલો સમીરા ની ચીસો થી ગુંજી ઉઠી. સાહિલ સમીરા ને પોતાના બેલ્ટ થી બેરહમીથી મારતો રહ્યો. સાહિલ પોતાનો ગુસ્સો ઉતારીને બેડ પર જઈને સુઈ ગયો પણ સમીરા આખી રાત કળશતી રહી ને જાગતી રહી. તેણે નક્કી કરી લીધું કે આવા વ્યક્તિ સાથે પુરી જિંદગી નહીં વીતી શકે. તેણે સવાર ના પહેલા કિરણ સાથે સાહિલ નું ઘર છોડી દીધું.
*******************
આ વાત કહેતા સમીરા ની આંખો માં આંસુ આવી ગયાં. તેણે કહ્યું," તે રાત મારી જિંદગી ની સૌથી ખરાબ રાત હતી. હું જેમ તેમ કરીને પપ્પા પાસે પહોંચી ને મેં નક્કી કરી લીધું કે હું ડીવોસૅ લઈશ. પપ્પા પણ મારી સાથે હતા. બીજે દિવસે સાહિલ મારા પપ્પા ના ઘરે આવ્યો ને પગે પડીને માફી પણ માંગી. પણ હું હવે તે વ્યક્તિ સાથે જીવી શકું એમ ન હતી. "
શાલિની એ સમીરા ના ખભા પર હાથ રાખતા કહ્યું," તે ખુબ જ સહન કર્યું. હિંમત નથી હારી. તે ખુબ જ સારી વાત છે. પછી વિનીત નું શું થયું ?"
સમીરા એ કહ્યું," તે તો જોબ છોડીને જતો રહ્યો ત્યારપછી તે દેખાયો જ નથી. આજે સાંજ તું, હું અને પ્રતીક વિનીત ના ઘરે જઈશું. મને લાગે છે કે આ બધું તે જ કરી રહૃાો છે."
શાલિની એ કહ્યું," ઓકે"
લંચ કરીને સમીરા પાછી પોતાના ડેસ્ક પર આવી તો ફરી ત્યાં એક કાગળ પડ્યો હતો. સમીરા એ ગુસ્સામાં તે કાગળ ખોલ્યો તો તેમાં લાલ અક્ષરો માં ટાઈપ કરેલું હતું.
" હજી તો ખેલ ની શરૂઆત છે .સોના..
આગળ હજી ઘણી સરપ્રાઈઝ તને મળશે."
સમીરા એ કાગળ ને ગળી વાળીને પર્સ માં મુકી દીધો ને મન માં નક્કી કર્યું કે તે આ વ્યક્તિ ને શોધીને રહેશે.
સાંજે સમીરા , પ્રતીક ને શાલિની વિનીત ના ઘરે ગયા પણ ત્યાં તાળું મારેલું હતું. સમીરા પાડોશી ને પુછ્યું તો ખબર પડી કે વિનીત તો છેલ્લા ચાર મહિનાથી આ શહેર છોડીને જતો રહ્યો હતો.
પ્રતીક એ કહ્યું," આપણે પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવી જોઈએ."
સમીરા એ કહ્યું,"હા આ જ યોગ્ય રહેશે. આપણે કાલે પોલીસ સ્ટેશન જઈશું."
સમીરા એ પ્રતીક સામે જોઈને કહ્યું," તું હવે મારા લીધે બહુ હેરાન ન થઈશ.હુ બાકીનું સંભાળી લઈશ."
પ્રતીક એ કહ્યું," આમ પણ મારે કામ ના લીધે અહીં આવવાનું જ છે. હું એકાદ બે દિવસ અહીં જ રોકાઈ જઈશ."
સમીરા પ્રતીક ની સામે જોઈ રહી. બંને એકબીજા ની સામે જોઈ રહૃાા. થોડીવાર રહીને શાલિની બોલી," સમીરા, હવે જઈશું."
પ્રતીક એ કહ્યું," કોઈ પ્રોબ્લેમ હોય તો મને તરત ફોન કરજે."
સમીરા બોલી," ઓકે" બન્ને જણા સમીરા ની સ્કુટી પર જતા રહ્યા.
રસ્તામાં શાલિની બોલી," તું હજી પણ પ્રતીક ને ચાહે છે?"
સમીરા એકદમ ચોંકી ગઈ . તે બોલી," હવે આ બધી વાતો નો કોઈ અર્થ નથી."
શાલિની બોલી," પ્રતીક ની આંખો માં હજી પણ તારા માટે પ્રેમ દેખાય છે."
સમીરા ચુપ રહી . કંઈ ન બોલી. શાલિની નું ઘર આવતા તેણે સ્કુટી ઉભી રાખી . શાલિની એ કહ્યું," સોના, કોઈ ઉતાવળ નથી પણ પ્રતીક ની બાબત માં વિચાર જરૂર કરજે."
સમીરા એ કહ્યું," શાલિની, મારી લાઈફ હમણાં બહુ ગુંચવાયેલી છે.હુ મારી પ્રોબ્લેમ માં પ્રતીક ને હેરાન કરવા માંગતી નથી. "
શાલિની એ કહ્યું," સમય સાથે બધુ બરાબર થઈ જશે."
સમીરા એ કહ્યું," આઈ હોપ સો." સમીરા એ સ્કુટી ઘર તરફ લઈ લીધી.
************************
સમીરા પોતાના પલંગ પર મીઠી ઉંધ માણી રહી હતી. તેના ચહેરા પર એક આછું સ્મિત હતું. ત્યાં અચાનક તેના બેડરૂમ નો દરવાજો ખુલ્યો. એક વ્યક્તિ દબાતા પગલે અંદર દાખલ થઈ ગયો. તેના હાથ માં ધારદાર ચાકુ હતું. તે સમીરા ના પલંગ પાસે આવ્યો ને તેણે સમીરા ની સામે જોઈને એક સ્મિત કર્યુ. તેણે તે ચાકુ સમીરા ના પેટ માં હલાવી દીધું. સમીરા લોહી ના ખાબોચિયાં માં તરફડી રહી હતી.
સમીરા ચીસ સાથે જાગી ગઈ. તેણે પોતાના પેટ પર હાથ ફેરવ્યો તો કંઈ જ નહોતું. તે એક સપનું હતું. સમીરા આખી પરસેવા થી નાહી ગઈ હતી. તેણે ઘડિયાળ માં જોયું તો ૧૧:૩૦ વાગી રહ્યા હતા. તેણે ટેબલ પર પડેલી બોટલ માંથી પાણી પીધું. ત્યાં તેના ફોન ની રીંગ વાગી.
સમીરા થોડી ચોંકી ગઈ ને તેણે ફોન હાથ માં લીધો. સાહિલ ના મમ્મી નો ફોન આવી રહ્યો હતો. સમીરા ને ખુબ નવાઈ લાગી. તેણે ફોન રીસીવ કર્યો તો સામે થી સાહિલ ના મમ્મી રડતા રડતા બોલી રહૃાા હતા કે ," સાહિલ પર કોઈ એ હુમલો કર્યો છે. તે અત્યારે હોસ્પિટલમાં છે."
સમીરા આધાત થી સાંભળી રહી.