થીક્સ Steetlom દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થીક્સ

બેટા મુર્ષ જરા આ દિવાલ નો શેડ બદલી નાખ ને.....

જી ડેડિઃ જેમ્સ ક્રુપા કરી અને શેડ બદલી નાખ આજે કોઈ કુદરતી દ્રશ્ય નુ કોઈ ચિત્ર રાખ જેથી મનમા શાંત નો અનુભવ થાઇ.

ઓકે સર આ જંગલ વચ્ચે આ ઘર નુ દ્ર્શ્ય બરોબર છે? જોત જોતા મા આખા ઘર નુ દ્રશ્ય લીલા વ્રુક્ષો થી છવાઇ ગયુ.

મુર્ષઃ હાશ..... મજા આવી ગઇ. આભર જેમ્સ !

હુ દિલગીર છુ સર ...... આટલુ બોલી અને જેમ્સ પાછુ બીજા આજ્ઞા ની રાહ જોવા લાગ્યુ.

હવે તો ઘર પણ ખુબજ આધુનીક હતા. ચારેય બાજુ દિવાલ મા જ સ્કિન લાગી હતી. જ્યારે મન થાઇ ત્યારે મન ગમતુ ચિત્ર આપાઇ જતુ. બધુ જ ઓટોમેટિક હતુ.

બેન્ટલ એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમણે જ આ દુનિયા ને અનેક ટેક્નોલોજી આપી હતી. જે જે માનવી ની ક્લપના ઓ પચાસ વર્ષ પહેલા હતી તે બધી જ તેમણે અત્યારે હકિકત મા બદલી નાખી હતી. ઉડતી ગાડિ થી લઇ અને મહાસાગર ના પાણી ના દબાણ સહન કરી શકે તેવા ઘર બનવ્યા હતા. અને તેમની ખુબજ મોટી શોધ હોઇ તો તે હતી તેમની ટાઇમ ક્રુલ મશીન.

આ એક એવુ મશીન હતુ કે જેની મદદ વડે ભુતકાળ માથી કોઇ પણ વ્યક્તિ ને સજીવન કરી સકાઇ પણ વાત એમ હતી કે તેના માટે પ્રુથ્વિ પરનુ સોથી મોઘુ ઇંધન સ્તોઇન થી જ ચાલતુ હતુ. અને આ માત્ર ૮ કિલો જ ઊપલબ્ધ હતુ સમગ્ર ધરતી ઉપર

આજે પણ બેન્ટલ બસ એક છબી ને જોઇ અને પોતાના જીવન ની અમુક યાદો તાજી કરી અને મસળેલી સીગરેટ ની એ બરણી જોઇ રડિ પડે છે. ત્યાર બાદ પોતાની પ્રયોગશાળા મા આવે છે અને પોતાના કામ મા મશગુલ થઇ જાઇ છે.

વાત કરી એ આ બેન્ટલ ની તો તેમને બે દિકરા છે. મુર્ષ અને જેમ્સ. તેમા મુર્ષ એ માનવ છે. જ્યારે જેમ્સ એક મશીન છે. જે આખા જ ઘર અને લગભગ બધે જ(આખી દુનિયા મા) હાજર છે. અને માધવી તેમની પત્ની હતી. આ દાયકા મા આખી દુનિયા ના સોથી મહાન સર્જક પણ હતા અને સોથી ધનવાન વ્યક્તિ પણ હતા. તેઓ માધવી ને ખુબજ ચાહતા હોઇ છે.

હવે આ દુનીયા પહેલા જેવી રહી નથી. દુનીયામા મા માણસાઇ નુ મહત્વ નથી રહ્યુ. માણસ તે પોતાના સ્વાર્થ ખાતર કઇ પણ કરવા માટે તૈયાર થઇ જાઇ છે. આ આખી દુનીયા મા હવે માત્ર પૈસા નુ જ મહત્વ હોઇ છે. બધા લોકો પોતાની ધરતી ને પણ હવે ખુબજ પ્રદુષિત કરી નાખી છે. હવે મણસ તે આવકાશ મા ઘર બનાવા માંડ્યા છે. હવે આ ધરતી ઊપર કચરા નુ જ રાજ હોઇ છે. જ્યા જુઓ ત્યા બસ કચરા ના જ ઢગલા જોવા મળે છે.

મોબાઇલ અને બધી જ મનોરંજન ની વસ્તુઓ માણસો ને ચારેય બાજુ થી ઘેરી લે છે. અને હવે આ માનવો પોતાનો આ અંત જાણવા છ્તા પણ તેની આ મોબાઇલ ની આદતો છોડિ શકતો નથી.

હવે બેન્ટલ ને પણ અફસોસ થાઇ છે કેપોતે જ નવી નવી શોધો કરી અને લોકો ને વિકાસ કરવા મા મદદ કરી અને લોકો એ આ ઊન્તિનો આવો મતલબ લઇ લીધો હતો. કે પોતના જ ગ્રહ ને વિનાશ ના આરે મુકિ દિધો હતો.

જેમ્સઃ સર ધ્યાન ક્રુપા કરી અને ધ્યાન આપો આ ફાઇલ હવે કોઇ કામની નથી આથી એને બંદ કરી દઊ

બેન્ટલઃહા હા જેમ્સ આટલુ બોલી અને પછા તેઓ કોઇ યાદ મા ખોવાઇ જાઇ છે

જેમ્સઃ સર કઇ યાદો મા ખોયાઇ ગયા છો હુ કોઇ આપની મદદ કરી સકુ?

બેન્ટલઃ અરે જેમ્સ જો ને હુ વીચારતો હતો કે શુ મારી આ શોધો નુ શુ કામ જો હવે તેનાથી જ આપણી ધરતી આ વીનાશ ના આરે હોઇ?

હવે બેન્ટલ ને ૨૦૩૦ ની એક ઘટના યાદ આવે છે જ્યારે તેમાના જ એક મિત્ર તે ઓ ને આ શોધો ન કરવા માટે સલાહ આપતા કહે છે. કે જો બેન્ટલ આ દુનિયા ખરેખર આવિ ખુવજ આધુનિક સોધો ને લાયક જ નથી. જેમ કે આપણા પુર્વજો એ મોબાઇલ માત્ર આપણી સુવીધા માટે બનાવ્યો હતો. પણ આ માનવો એ તેનો ઊપયોગ પોતાના સ્વાર્થ અને ભોગ વિલાસ માટે કરી અને આપણી આ ભાવી પેઢી ને હવે વિચાર શુ છે એજ ખબર નથી. તેઓ હવે માત્ર મોબાઇલ ના વ્યસની બની ગયા છે અને યંત્રવત કામ કરી રહ્યા છે જો આપણી આ ખોજ પણ લોકો આવી રીતે લેશે તો આ દુનીયા નુ ભવિષ્ય શુ હશે? તે વીચાર તા જ મને ધ્રજારી આવી જાઇ છે.

અને હવે તેમને લાગે છે કે ખરેખર જો આજે જો ઓપરેશન ટોગ થઇ ગયુ હોતો આ ભવિષ્ય કંઇક જુદુ જ હોત ટોગ એક વ્યક્તિ થીક્સ નુ એક ખાનગી ઓપરેશન હોઇ છે. કે જેમા આદુનિયા ના બધાજ ઉપગ્રહોને નષ્ટ કરી દેવાના હોઇ છે. અને તે બધી જ તકનીકો ને કે જેના થી મોબાઇલ માત્ર એક-બીજા સાથે વાત જ કરી શકાઇ બીજુ કાઇ નહી.

પણ આ ટોગ ઓપરેશન ના વ્યક્તિ ઓ ને આખી દુનીયા તે સમયે આંતકવાદિ ઓ માને છે અને આ ઓપરેશન થાઇ તે પહેલા જ આખી દુનીયા માથી લગભગ ૫૦૦૦ થી વધારે લોકો ને પકડવા મા આવ્યા હોઇ છે અને તેમના લીડર થીક્સ ને દુનિયા ની સોથી ખતરનાક સજા આપવામા આવે છે. શરીની ચામડિ કાઢિ અને મરવા માટે છોડિ દેવામા આવે છે. ત્યારે તેનુ ૪ દિવસમા ખુબજ ભયાનક રીતે મોત થાઇ છે. અને આ ટોગ ઓપરેશન માટે ની સધનો તેની સાથે ખતમ થઇ જાઇ છે.

હવે બેન્ટલ જેમ્સ ને કહે છે કે તારી પાસે આનો કોઇ છે ઉપાય? અને પોતાની નીરાશા ઓ મા ખોવાઇ જાઇ છે.

આ દરમીયાન જેમ્સ બધિ જ ફાઇલ જોવા માંડે છે અને તેમા તેને ટાઇમ ક્રુલ મશીન ઓપરેશન ટોગ થીક્સ ની ફાઇલ ચેક કરી અને

બેન્ટલ ને કહે છેઃ સર અનો ઉપય છે જો આપણે ઓપરેશન ટોગ નાસાધ નો નો ઉપયૌગ કરી અને આ વધરા ની માનવો ને વ્યસન બાવવા વાળી તકનીક ને નાશ કરી દઇએ તો આ બધુજ સારૂ થઇ જશે.

અને અચાનક જ બેન્ટલ ખુબજ આંનદિત થઇ જાઇ છે અને બને તેટલી વહેલા ટાઇમ ક્રુલ મશન ને ચાલુ કરવા માટે કહે છે. અને તેમાતે તેઓ લગભગ પોતાની બધી જ મિલકત થી સ્તોઇન ખરીદવા માટે નિકળિ જાઇ છે અને

કહે છે કેઃ જો જેમ્સ હુ આવુ તે પહેલા તુ આ મશીન ને તૈયાર રાખજે આપણે આજે જ ઓપરેશન ટોગ માટે ના સાધનો ની જાણકારી થીક્સ પાસે થી મેળવી પડશ.

આટલુ કહિ અને તેઓ તેમના ટેલીપોટ ના મશીના પાશે જાઇ છે (આજે તેઓ ખુબજ આંનદિત હોઇ છે. હવે આ દુનિયા પહેલા જેવી થઇ જશે.) અને તેને સ્તોઇન ના માલિક દેશ નુ સ્થળ નાખી અને ત્યા પહો ચી જાય છે માત્ર ૪૫ સેંકન્ડ મા ૮૦૦૦કિમી ની મુસાફરી. અને ત્યા જઇ અને બધા જ લિગલ ર્ફોમ ભરી દે છે અને પાછા પોતાની લેબ મા આવી અને જેમ્સ ને તે ઇંધણ આપી અને ટાઇમ ક્રુલ ચાલુ કરવા કહે છે.

જેમ્સ પણ તૈયાર જ હોઇ છે ચાલુ કરે છે અને તે થીક્સ ની માહિતી આ મશીના મા નાખે છે. અને હવે આ મશીન બેન્ટલ જીવન મા બિજી વાર ચાલુ કરવા જઇ રહ્યા હતા. એક ઉંડો શ્ર્વાશ લઇ અને તેઓ ફરી વાર તેને ચાલુ કરે છે અને જોતજોતા મા જ થીક્સ ભાઇ ત્યા હજર થઇ જાઇ છે

હવે બેન્ટલ તેમની માફિ માગે છે. અને આ દુનિયા ની આધુનીક તાથી તેમને અવગત કરાવે છે અને તેમને ટોગ ઓપરેઅશન ના સધનો નુ સ્થાન જણાવવા માટે કહે છે.

હવે થીક્સ પણ આ બધુ જાણી અને તેઓ ને તેની જાણકારી આપે છે અને ત્યાર બાદ બેન્ટલ જેમ્સ ને તત્કાલીક આ બધા સધનો લઇ આવવ જણાવે છે હવે આ પરીવર્તન તેઓ જલદી થી લવવા માંગતા હતા.

હવે જેમ્સ પણ જરાઇ વિલંબ કર્યા વગર આ સધનો લઇ આઅવે છે અને તૈયાર કરે છે. તેના ઉપયોગ માટે

જેમ્સઃ સર હવે આ પુરીરીતે તૈયાર છે કલાવવા માટે હવે બેન્ટલ અને થીક્સ પણ ત્યા આવી જાય છે અને તે ઓ થીક્સ ને માન આપી અને કહે છે કે આ અધુરૂ કામ તમારા હાથે જ પુરૂ કરો

મત્ર ૫ મીનીટ મા બધાઅ જ મોબાઇલ ના બાકિ ના ફિર્ચસ નકામા થઇ જાય છે અને બધા ને આ ર્પુથ્વિ ના ખરાબ હાલત ના ફોટા તેમની સ્ક્રિન ઊપર દેખાય છે અને પોતાની ભુલ સમજાય છે

અને બધાજ હવે આ ધરતી ને પહેલા જેવી કરવા ના કામ મા જોડાઇ જાઇ છે.

હવે બેન્ટલે આનો પહેલો ઉપયોગ ક્યા કર્યો હતો?

શુ આ ધરતી પાછી પોતાના વતાવરણ ને મેળવી શકે છે?

તે બીજા ભાગ મા ........................