સગપણના સાથી Umakant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સગપણના સાથી

FAMILY RELATIONSHIP

સગપણ ના સાથી

વાત ફક્ત લાગણીની જ છે. વયસ્ક વ્યક્તિઓની દશા ન કહેવાય કે ન સહેવાય જેવી હોય છે.તેમની પાસે પૈસા ટકા, માલ મિલકત, સારો સંસાર વગેરે બધું જ હોવા છતાં, તેને પોતાના વિજાતિય સંગાથી વગર એકલતા લાગે છે. જીવનભરનો સથવારો ચાલ્યો જાય જીવનને વહેતું રાખવા સ્વજનો ઘરડાઘરનો વિકલ્પો સૂચવે પણ સાથ આપવા માટે એમને પણ સમય ક્યાં છે? પાંચ વિધુરનો સાથ મળે તો યે ત્યાં પણ ડખાડખ, પોતાના વિજાતિય સંગાથીને તોલે તો ન જ આવે. આ અંગે “અખંડ આનંદ” જાન્યુઆરી ૨૦૧૯ ના અંકમાં સરલા બહેન સુતરિયાની વાર્તા “એક પગલું જીવન તરફ” વાંચી, તેમણે સુચવેલા વેવાઈ અને વેવાણના લગ્નના ઉકેલ અંગે પ્રશ્ન થયો કોઈ પણ સમાજ કે જાતીમા, આપણા કે પરદેશમાં પણ આ સંબંધ નિષેધ અને અમાન્ય છે.

નોંધ:- આ ઉપરથી નવા વિચાર રૂપે વાર્તા રૂપે રજુ કરી વાચકોના અભિપ્રાય જાણવા ચાહુ છું.વાર્તા કાલ્પનિક છે. ફોટાઓ કોમ્પ્યુટરમાંથી લીધા છે, વાર્તાની સાથે તેઓને કોઈ સંબધ નથી.

સુખી દાંપત્ય.

"સગપણના સાથી " (Live in Family relationship)

પાનાચંદશેઠ નગર શેઠ ,ગામનું મોટું નામ એક દીકરો પારિતોષ માત્ર દસ વર્ષની ઉંમરે માતા કેન્સરમાં સ્વર્ગવાસી થયા.પારિતોષ નાનો હોવાથી ગામ લોકોએ તથા જ્ઞાતિજનોએ શેઠને બીજા લગ્ન કરવા ઘણા સમજાવ્યા. શેઠ નો તેઓને ફક્ત એકજ જવાબ. "પારિતોષ એટલે પારિતોષિક; ઇનામ; બક્ષિસ. મારો દિકરો એ ઈશ્વરની બક્ષિસ છે, મારે એને જીવની જેમ સાચવવાનો છે. જીવકોર શેઠાણીને મેં મરતી વખતે વચન આપ્યું છે, તેના સુખ આડે હું બીજા લગ્ન નહિં કરૂં. શા માટે મારે બીજા લગ્ન કરવા ? નોકર, ચાકર રસોઈ કરવા વાળી બાઈ વગેરે બધું જ હાજર છે, પારિતોષને કોઈ જાતની મુશ્કેલી નહી પડવા દઉ. તેની મા તથા બાપ બંન્નેની જવાબદારી ઉપાડવા જેવો હું સક્ષમ છું. આખરે જ્ઞાતિજનો તથા ગામલોકોએ વાત બાજુએ મુકી.

ભારત સ્વતંત્ર તો થયું, પણ સ્વતંત્રતા પચાવી શક્યું નહિ. ગાંધીજી સરદાર અને નહેરૂની પ્રયોગ -શીલતા અમલમાં આવે તે પહેલાં તેઓએ સ્વર્ગની વાટ પકડી.બીજી હરોળના રાજકિય નેતાઓની અણઆવડત અને અર્ધદગ્ધ નેતાગીરીને લીધે, સત્તાની લૂંટાલુંટ ચાલી. લાંચ રૂશ્વત અને ગદ્દારી વધી ગઈ.બેરોજગારી દિવસે દિવસે વધતી ચાલી. ભણેલો યુવા વર્ગ નોકરી શોધવા પરદેશ ભણી વળ્યો.અમેરિકા અને દૂરપૂર્વના તથા આરબ રાજ્યોનાં ઉંચા પગાર ધોરણો જોઈ લોકોએ આંધળી દોટ મુકી.

પારિતોષે અભ્યાસ પુરો કર્યો. મિત્રો ટપો ટપ વિદેશ ઉપડી જતા જોઈ તેનું મન પણ વિદેશ જવા તલપાપડ થવા લાગ્યું. તેણે તેના પિતાને અમેરિકા વધુ અભ્યાસ અર્થે જવાની વાત વાત કરી. શેઠનતો કાંઇ વાંધો જ ન હતો. શેઠની મંજુરી મળતા જ તે અમેરિકા ઉપડી ગયો. શેઠની ઉંમર થવાથી અને પારિતોષનો અભ્યાસ પુરો થવાથી તે પાછો આવી પેઢીનું કામકાજ સંભાળવા લાગ્યો.પરદેશ ભણીને આવેલો હોવાથી પેઢીનું કામકાજ આધુનિક ઢબે કરવા લાગ્યો. પેઢીની શાખાઓ મોટા મોટા શહેરોમાં ખોલી ધંધાના વિકાસ અર્થે તે અવાર નવાર મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ચેનાઈ વગેરે શહેરોમાં આવજા કરવા લાગ્યો.

અમરચંદ દોશી, પાનાચંદ શેઠને ત્યાં મુનીમ.પૈસાની લેવડદેવડનું સઘળું કામકાજ તેઓ કરે. બહુ જ પ્રામાણિક અને વિશ્વાસુ, શેઠના તેમના ઉપર ચાર હાથ. ઉઘરાણી કરી પાછા ફરતા મોટર એક્સીડન્ટ્માં ગુજરી ગયા, પાછળ વિધવા પત્ની સુલોચના અને પુત્રી પ્રતિક્ષા મુકતા ગયા. પ્રતિક્ષા નમણી ચતુર સ્વરૂપવાન અને હોંશિયાર. M B A કરી પાનાચંદ શેઠની પેઢીમાં એકાઉન્ટસનું કામ સંભાળે. શેઠને તેમના ઘરના અન્ય કામમાં પણ મદદ કરે.

પારિતોષ માટે હવે પાનાચંદ કન્યાની તપાસમાં લાગ્યા. તેને માટે યોગ્ય કન્યાની તપાસમાં રાત દિવસ જીવ બાળે. લક્ષ્મી અને સરસ્વતીને બંન્નેને બને નહિ. છોકરો ભણેલો છે ત્યારે સામે આર્થિક સ્થિતી નબળી હોય; આર્થિક સ્થિતી સારી હોય તો ભણતર ન હોય. દિવસે દિવસે પારિતોષ સાથે પોતાની ઉંમર પણ વધવા લાગી આખરે પ્રતિક્ષા ઉપર નજર ઠરી.પ્રતિક્ષાના વાણી વર્તન અને ઘર તથા ઑફીસના કામકાજથી તેઓ સારી રીતે માહિતગાર હતા. શેઠને તો સાપે છછુંદર ગળ્યા જેવું થયું. જો તેઓ પ્રતિક્ષાને કે તેની મા ને આ બાબત પૂછે તો તેમને ખોટું લાગે કે તેમને ત્યાં નોકરી કરે છે ઍટલે તેનો ગેરલાભ ઉઠાવે છે.

શેઠને મુંઝવણમાં જોઈ પારિતોષે પુછ્યું પપ્પા કેમ શું વાત છે ? કંઈ પ્રોબ્લેમ છે ? કેમ આટલા ગંભીર છો ?

ત્યારે થોડી વાર રહી, તેમણે ગંભીર મુખમુદ્રા કરી જણાવ્યું કે તારા લગ્ન અંગે હું વિચારૂં છું.

ઓ હો હો ! એમાં શું મોટો પ્રશ્ન છે? કોઈના તરફથી ઓફર આવી છે ? મને જણાવો તો હું તેનો જવાબ આપું.

ઓફર તો ઘણી છે, પણ મને કોઈ યોગ્ય લાગતું નથી, મારું મન માનતું નથી. તારા ખ્યાલમાં કોઈ પાત્ર હોય તો મને જણાવ તો તે અંગે હું વિચાર કરું.

કહું કે ના કહું, જરા અવઢવમાં, રહી તેણે કહ્યું પપ્પા એક વાત કહું ?

હા બોલને બેટા ! પપ્પા પ્રતિક્ષા અંગે તમારો શો અભિપ્રાય છે? તે પેઢીનું કામકાજ સંભાળે છે, એજન્ટો સાથે સારી રીતે 'ડીલ' કરે છે તેને અંગે કોઈ ફરિયાદ નથી. છોકરી હોંશિયાર અને વિવેકી છે, વળી આપણી જ્ઞાતિની જ છે. . વળી તે જો લગ્ન કરીને જાય તો આપણે નવા એકાઉન્ટન્ટને એપોઈન્ટ કરવો પડે અને તેને ટ્રેઈન કરવો પડે, તેના કરતાં પ્રતિક્ષા શું ખોટી ? દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી !

શેઠ તો તેનો જવાબ સાંભળી થોડી વાર તો તેની સામું જોઈ જ રહ્યા!

પારિતોષ પણ જરા છોભીલો પડી તેમની સામે જોઈ રહ્યો.

બંન્ને એકબીજા સામું જોઈ હસ્યા.

મારો પણ આજ વિચાર છે. શેઠે મૌન તોડ્યું. પણ જો આપણે પ્રતિક્ષાને કે તેની મા ને આ બાબત પુછીએ તો તેમને ખોટું લાગે કે તેમને ત્યાં નોકરી કરે છે ઍટલે તેનો ગેરલાભ ઉઠાવે છે.

અરે પપ્પા હું જ પ્રતિક્ષાને પુછી જોઈશ. તમે ગભરાશો નહિ. હા ના કરતાં મને કમને એકમતી થઈ. પ્રતિક્ષાને પુછી તેનો અભિપ્રાય લેવામાં આવ્યો.પ્રતિક્ષાએ સંમતી સુચક સ્મીત કર્યું.

શેઠ જરા ગુમાની. દિકરાનું માગું લઈને જવામાં તેમને નાનમ લાગે. આખરે જ્ઞાતિના ગોરને લઈ શેઠ પ્રતિક્ષાને ઘેર કંકુ અને સાકરનો પડો લઈ પ્રસ્તાવ (વધામણી ખાવા) ગયા..

પ્રતિક્ષાના મા સુલોચના બહેન, તો સામાન્ય મધ્યમ વર્ગના.તેઓ તો આભા જ બની ગયા. હા કહેવી કે ના ? મુંઝાયા. તેઓ પણ મુત્સદ્દી હતા જો ના પાડે તો નગર શેઠને અપમાન લાગે અને હા પાડે તો નગર શેઠની શેહમાં આવી ગયા એમ લાગે. તેમણે ઠાવકાઈથી જવાબ આપ્યો. જુઓ શેઠ તમે સારા પ્રસંગે આવ્યા છો તેથી ના કે હા નથી કહેતી પણ પ્રતિક્ષા તેની ઑફીસેથી આવશે એટલે તેને પુછીને જણાવીશ.

*********

પ્રતિક્ષા ઑફીસેથી આવી ફાઈલ તથા પર્સ મુકી ફ્રેશ થઈ સોફા પર બેઠી. તેના મમ્મી, સુલોચના બહેન,ચ્હા તથા નાસ્તાની ડીશ લઈ રોજના ક્રમ મુજબ તેની સામે બેઠા. પ્રશ્ન તો બંન્નેના મનમાં એક જ રમતો હતો, પણ શરૂઆત કેમ કરવી તે અંગે મુંઝવણમાં હતાં. આખરે તેની સુલોચના બહેને મૌન તોડ્યું. પ્રતિક્ષા આજે પાનાચંદ શેઠ ઘરે આવ્યા હતા,

પ્રતિક્ષાઃ એમ ! કેમ કાંઈ ખાસ કામ હતું ? ઑફીસમાં તો હું હતી, નકામી તસ્દી શા માટે લીધી ?

સુલોચનાઃ જો સાંભળ, વાત જ એવી હતી કે તેમણે જાતે જ આવવાનું પસંદ કર્યું.

પ્રતિક્ષાઃ મનમાં તો સમજી ગઈ પણ મ્હોં પર આશ્ચર્ય લાવી પુછ્યું.

સુલોચનાઃ તેની સામે જોઈ જણાવ્યું, તેમના પારિતોષ અંગે તારૂં માંગુ લઈને આવ્યા હતા.

પ્રતિક્ષાઃ એમ ! પણ, તેં શો જવાબ આપ્યો ?

સુલોચનાઃ પ્રતિક્ષા આવશે એટલે તેને પુછીને જણાવીશ. બોલ હવે હું જવાબ આપું ?

પ્રતિક્ષાઃ તને શું લાગે છે ?

સુલોચનાઃ મને તો ઠીક લાગે છે. પૈસે ટકે જાણીતું અને ખાનદાન કુટુંબ છે, છોકરો ભણેલો અને વિવેકી છે. વળી સામે ચાલીને માંગુ આવ્યું છે તો ના પાડવી ઠીક નહિ.

પ્રતિક્ષાઃ સારૂં તને ઠીક લાગતું હોય તો મને વાંધો નથી.

રંગે ચંગે વાત પતી ગઈ. લગ્ન પ્રસંગ ધામધૂમથી સંપન્ન થયો. સુલોચના બહેન ઘરમાં એકલા થઈ ગયા. ઘરમાં ગોઠે નહી એટલે હવેલીએ કરવા દર્શન જાય અને શ્રીજીની સેવામાં મન પરોવે. શ્રીજી બાવા અને પ્રતિક્ષાના દર્શન વગર તેમનો દિવસ ઉગે નહિ. મંગળા દર્શન કરી હવેલીથી પાછા ફરતા એક આંટો પ્રતિક્ષાના ઘરે જય શ્રી કૃષ્ણ કરતા જાય, બંટા ગોળીનો પ્રસાદ પ્રતિક્ષા અને શેઠને આપી હવેલીથી સાંભળી આવેલી વાતો કરે અને છુટા પડે, લગભગ આ રોજનો ક્રમ જેવું થઈ ગયું.

રોજના ક્રમ પ્રમાણે સુલોચના બહેન આજે પ્રતિક્ષાને ઘેર ગયા ત્યારે ઘરના નોકરોએ જણાવ્યું કે શેઠને દવાખાને લઈ ગયા છે.

નાના શેઠ ક્યાં છે ?

તેઓ તો કોલકતા ગયા છે.

પ્રતિક્ષાએ S O S* સમાચાર પારિતોષને આપ્યા.

(*S O S = Save Our Self (Emergency message તાત્કાલિક)

સુલોચના બહેન નોકરને લઈને હૉસ્પીટલે પહોંચી ગયા. શેઠને સાધારણ ચક્કર જેવું લાગવાથી તુરત દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ડૉ.તપાસી હાઈ બ્લડ પ્રેશરનું નિદાન કરી યોગ્ય દવાઓ આપી. રજા આપી. સુલોચના બહેને પ્રતિક્ષાને સાંત્વના આપી, શ્રીજી બાવા બધું ઠીક કરી દેશે.

બે દિવસ પછી પારિતોષ ઘરે આવ્યો ત્યારે પ્રતિક્ષાએ વિગતે વાત કરી.

બીજી બાજુ સુલોચના બહેનને પ્રતિક્ષાની ચિંતામાં અને હાઈ ડાયાબીટિસને લીધે તબિયત નરમ થઈ. ડૉ. ની સલાહ અનુસાર તેઓને એકલા રાખી શકાય નહિ.પોતાની નજીકનું સગું કોઈ મળે નહિ.પારિતોષ અને પ્રતિક્ષા બંન્ને મુંઝાયા.૨૪ કલાકના માણસ મળી રહે પણ ભાડુતી માણસ તે ભાડુતી. ઘરના માણસ જેવી દેખરેખ રાખી શકે નહિ.

પ્રતિક્ષા આપણે તે બંન્નેને ઘરડાઘરમાં મુકીએ તો કેમ ? ત્યાં ૨૪ કલાક માણસો અને ડો. ની સેવા, રહેવા જમવા અને તેમની ઉંમરના વયસ્ક માણસોની પણ કમ્પની મળી રહે.

પ્રતિક્ષાએ ગુસ્સામાં કહ્યું પારિતોષ તારું મગજ તો ઠેકાણે છેને ? તારૂં ચસ્કીતો નથી ગયું ને ? આપણે બંન્ને અહિં હાજર હોવા છતાં તેમને ઘરડા ઘરમાં ? No way, I Don't agree with you. If necessary, I will leave my job. મારા મા બાપ માટે હું એટલો ભોગ જરૂરથી આપીશ.

પ્રશ્નની ગંભીરતા બાબતમાં બંન્નેના મન ઉંચા થઈ ગયા.

ચાર દિવસના અબોલા પછી સંધીની, વાટાઘાટોના ચિન્હો જણાવા લાગ્યા.

પારિતોષ,, મારા મમ્મીને હું અહી લાવીને રાખું તો કેમ ? તને કાંઈ વાંધો છે ?

પ્રતિક્ષા, મને શો વાંધો હોય ? તારી મામી એ મારી મમ્મી. અંગ્રેજીમાં "Mother in Law " અને "Father in Law"શબ્દો છે ને ? એટલે તેઓ આપણા કાયદેસરના મા-બાપ તો છે જ ને ! મા-બાપ સાથે રહે તો શું વાંધો ?

પણ, આપણો સમાજ શું કહેશે ?

આપણે સમાજને જોવાનો છે કે આપણા મા-બાપને ? વૃધ્ધાવસ્થામાં માણસને એક બીજાની હુંફ જોઈએ છે,એકલા એકલા તે મુંઝાય છે. વાતચીત કરવા કોઈ સમવયસ્ક જોઈએ છે. યુવાન વ્યક્તિને તેમની વાતોમાં રસ નથી પડતો તેમને તેમની વાતો બકવાસ,લવારો લાગે છે. જ્યારે કૃષ્ણ સુદામાની વાતો જેમ "તને સાંભરે રે અને મને કેમ વિસરે રે" સંવાદ સમવયસ્ક તેમની વાતો ધીરજથી સાંભળે છે.

સારૂ હું મમ્મીને વાત કરીશ.તમે પપ્પાને વાત કરજો.

*****

બે દિવસ દર્શન કરવા જવાયું નહી તેથી સુલોચના બહેનનો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો હતો.પ્રતિક્ષા ખબર કાઢવા આવી અને તેમને દર્શન કરવા લઈ ગઈ.તેમને જરા ઠીક લાગ્યું. મમ્મી તારી તબિયત ઠીક નથી તો થોડા દહાડા મારે ત્યાં આવીને રહે.

ના, દિકરીને ત્યાં તે વળી કોઈ રહેતું હશે ? લોક શું કહે ?આ મારી શ્રીજીની સેવા રહી જાય.

મમ્મી એ બધી જુના જમાનાની વાતો મુક બાજુ પર, હવે તો લોકો ચંદ્ર ઉપર જઈને પાછા આવ્યા.અને શ્રીજીની સેવા આપણે સાથે લઈ લેશું.

*****

શેઠને ઠીક થવાથી, પારિતોષ તેમને હવાફેર માટે 'હોલી ડે રીસોર્ટ' લઈ ગયો. ત્યાં એકાંત મળવાથી તેણે વાતની શરૂઆત કરી.

પપ્પા સુલોચના બહેનની તબિયત સારી રહેતી નથી, અને ઘેર તેઓ એકલા રહે છે,રાતવરત તેમને કંઈ થઈ જાય તો શું? હું વિચારૂં છું કે તેમને આપણી સાથે આપણા ઘેર રાખીએ તો કેમ ?

સારું, મને શો વાંધો હોય ? હવે થોડા દિવસ પછી પ્રતિક્ષાને ડીલીવરીનો સમય આવશે, ત્યારે કોઈ સ્ત્રી સાથે હોય તો સારૂં.

પપ્પા મારું કહેવું એમ છે કે તે કાયમ અહિં રહે તો શું?

હવેલીમાં ઘણી જગા છે.તેમને ફાવતું હોય તો તેમને સ્વતંત્ર રૂમ આપીશું ! શેઠ વાતનો મર્મ સમજ્યા નહોતા.

વાત ગુંચવાઈ જતી હતી, હવે તો સ્પષ્ટતા કરે જ છુટકો. કરી.

પારિતોષે કહ્યુંઃપપ્પા તમે એકલા છો અને તેઓ પણ એકલા છે તો તમે બંન્ને સાથે રહો તો શું વાંધો ? તમારા બંન્ને નો સમય જાય અને સાજે માંદે એકબીજાને મદદ રૂપ થઈ શકો.

શેઠને વાતનો સાધારણ અણસાર આવ્યો, પારિતોષ તારી વાત તો બરોબર છે, પણ સમાજમાં તે સારૂં લાગે નહિં.

પપ્પા સમાજ સમાજ કરી ક્યાં સુધી રહેશો ? આ તમે માંદા પડ્યા ત્યરે ક્યો સમાજ તમારી પડખે આવ્યો હતો ? સુલોચના બહેન હતા તો પ્રતિક્ષાને થોડી રાહત થઈ. સારૂં

****

અઠવાડિયા પછી પારિતોષ અને શેઠ ઘેર આવ્યા. પ્રતિક્ષા અને સુલોચના બહેન તો ઘેર જ હતા. રાત્રે જમી પરવારી સૌ પોતપોતાની રૂમમાં ગયાં.

પારિતોષ તેં પપ્પાને વાત કરી ?તેઓ નો શું વિચાર છે ?

તેમણે સ્પષ્ટ જવાબ નથી આપ્યો, પણ મારૂં અનુમાન છે કે તે માની જશે. સારૂં મમ્મીનો શો વિચાર છે ? તેમનો પણ આવો જ વિચાર છે.

ઘરનું વાતાવરણ ગમગીન, બોઝિલ હતું. ચારે જણ મનમાં મુંઝાતા હતા.પપ્પા મમ્મી આ એક નવો વિચાર - Concept-છે.યુરોપ અને અમેરિકાના લોકો (Live in Relationship"ના સંબંધથી સાથે રહે જ છે. જો કે આ સંબંધને અને આ બંન્ને જુદા છે. આ સંબંધને આપણે "સગપણના સાથી " (Live in Family relationship) કહી શકાય.

ગરમાગરમ ચર્ચા બાદ આખરે સમાધાનનો સૂર નીકળ્યો. દીકરીને બાપની અને દીકરાને માની હુંફ,મળી. Father and Mother in laws turns to be a real parents. કાયદાના મા-બાપ વાસ્તવિક મા-બાપ થઈ સુખી કુટુંબનો આનંદ પામ્યા.

कुर्यात सदा मंगलम्‍

સમાપ્ત.

લેખકઃ- ઉમાકાન્ત વિ.મહેતા.

>mehtaumakant@yahoo.com<

****