મુહૂર્ત જોવાની કોઈ જરૂર ખરી ? લેખક શ્રી રોહિત શાહ.
'અનુભૂતિ' ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ લેખના આધારે
(૧)"ચાલો હું તો તદ્દન નાસ્તિક માણસ છું! પણ તમે આસ્તિક છો ને! તમને તો તમારા તો તમારા ભાગ્ય પર અને તમારા ભગવાન પર ભરોસો છે ને!તમે તો માનો છો ને કે જેણે અમાસ બનાવી છે તેણે જ પુનમ બનાવી છે,જેણે રાત બનાવી છે એણે જ દિવસ બનાવ્યો છે? તો શું આ બધું બનાવનારી એ પરમ દિવ્ય શક્તિ કરતાં પણ મુહૂર્તો જોનારા લોકોને મહાન જ્ઞાની વિશ્વસનિય સમજો છો?"
(૧) આસ્તિક નાસ્તિકનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. પુનમ અમાસ; દિવસ રાત;ઋતુઓ વગેરે વૈજ્ઞાનિક/ ભૌગોલિક પ્રક્રિયા છે. આપના મંતવ્ય પ્રમાણે તે પરમદિવ્ય શક્તિ એ બનાવી છે, મનુષ્યે તે પ્રક્રિયાનો અભ્યાસ કરી તેનું નામાભિદાન જ કર્યું.
(૨)"તો હવે મારી વાત જરા ધ્યાનથી સાંભળો. સમય માણસે નથી બનાવ્યો માણસે તો સમયનાં માત્ર ચોસલાં પાડીને ચોઘડિયાં બનાવ્યાં છે. લાભ-શુભ અને કાળ-રોગ વગેરે ચોઘડિયાં બનાવીને કેટલાક ઢોંગી અને ધંધાદારી લોકોએ પોતાનો કારોબાર ચલાવવા માટે અજ્ઞાની માણસોના મનમાં ભય જગાડ્યો છે. એ લોકોએ કુદરતના કામમાં અથવા કહો કે ઈશ્વરના કામમાં ડિસ્ટર્બન્સ ઊભું કરીને પોતાના કરતાં પણ સુપિરિયર છે, એવું પુરવાર કરવા પ્રયત્ન કર્યો છે. જો આપણે એવા ઢોંગી અને સ્વાર્થી ધંધાદારી લોકોની વાત માનવાની મુર્ખામી ન કરીએ તો એ લોકોનું કંઈ ચાલે નહિ, પરન્તુ એ માટે આપણે આપણા મનમાંથી ખોટા ભય અને વાહિયાત વહેમ કાઢવાની સજ્જતા રાખવી પડે. મુહૂર્ત જેવી વાહિયાત ભ્રાંતિ બીજી કોઈ નથી. જો આપણી નીયત ચોખ્ખી હોય તો કોઈ મુહૂર્ત ખરાબ નથી અને જો આપણી નીયત ખરાબ હોય તો કોઈ મુહૂર્ત સારૂં નથી. હું તો સ્પષ્ટ કહું છું કે મુહૂર્ત જોવાની ચિંતા કર્યા વગર નીયતને ચોખ્ખી રાખવાનું ચિંતન કરવું જોઈએ. સૌથી શુભ મુહૂર્તમાં કરેલું કામ પણ નિષ્ફળ ગયાનાં હજારો ઉદાહરણો છે! એ જ રીતે ખરાબમાં ખરાબ મુહૂર્તમાં કરેલાં કામ પણ સફળ થયાનાંય હજારો ઉદાહરણો છે. હવે જો તમારે જો સામે ચાલીને જ મૂરખ બનવું હોય તો તમને છેતરનારા અને તમને ડગલે ને પગલે રડાવનારા લોકોની ફોજ સામે ખડી છે !"
(૨) આપે આગળ કહ્યું તેમ સમય માણસે નથી બનાવ્યો માણસે તો સમયનાં માત્ર ચોસલાં પાડીને ચોઘડિયાં બનાવ્યાં છે. તે જ માણસોએ સવારે સુરજ ઉગવાથી ઉજાસ થયો તેને દિવસ (સુર્યોદય) અને અંધકાર થવાથી રાત (સુર્યાસ્ત) નું નામ આપ્યું. અમુક સમયે કામ કરવાથી સારી રીતે તે કાર્ય પુરૂ થયું તેને લાભ કે શુભ અમુક સમયે કાર્ય કરવાથી તે કામ પુરૂ ન થયું કે તેમાં કોઈ વિઘ્ન આવ્યું તેથી તેને અશુભ કે કાળ નામાભિદાન કર્યું. આ પણ માણસની જ રચેલી પ્રક્રિયા છે. આ કોઈ ઢોંગી કે સ્વાથી ધંધાદારી લોકોની વાહિયાત વાત નથી. આની પાછળ પણ ઉપરોક્ત વૈજ્ઞાનિક/ભૌગોલિક કારણ છે.
(૩) સૌથી શુભ મુહૂર્તમાં કરેલું કામ પણ નિષ્ફળ ગયાનાં હજારો ઉદાહરણો છે! એ જ રીતે ખરાબમાં ખરાબ મુહૂર્તમાં કરેલાં કામ પણ સફળ થયાનાંય હજારો ઉદાહરણો છે.
(૩) સૌથી શુભ મુહૂર્તમાં કરેલું કામ પણ નિષ્ફળ ગયાનાં હજારો ઉદાહરણો છે! એ જ રીતે ખરાબમાં ખરાબ મુહૂર્તમાં કરેલાં કામ પણ સફળ થયાનાંય હજારો ઉદાહરણો છે.
(૩) જરૂર છે. ભગવાન શ્રી રામને ચૌદ વર્ષ વનવાસ, ( ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?") વશીષ્ઠ ૠષી શું જ્યોતિષ નહોતા જાણતા? ભગવાન શ્રી કૃષ્ણ રાજા હોવા છતાં વૃક્ષ નીચે સુતા સુતા દેહ ત્યાગ કરવો પડ્યો તે આપણે સૌ જાણીએ છીએ. કેમ ? તેઓ તો ભગવાન હતા તોય કેમ આમ થયું?
ભલે આજે આપણે તેમને ભગવાન તરીકે પુજીએ છીએ; પરન્તુ તેઓ ભગવાન તરીકે જનમ્યા નહોતા. યાદ કરો શ્રી શંકરાચાર્યનું નિર્વાણાષ્ટક
"અહં નિર્વિકલ્પો નિરાકારરૂપો
વિભુત્વાઞ્ચ સર્વત્ર સર્વેદ્રિયાણામ |
ન ચાસઙ્ગતં નૈવ મુક્તિર્ન
મેયશ્ચિદાનન્દરૂપઃ શિવોઽહં શિવોઽહમ "
ભગવાનનું / ઈશ્વરનું કોઈ રૂપ નથી કે તેનો કોઈ વિકલ્પ નથી. રામ અને કૃષ્ણ તેમનો મનુષ્ય વતાર હતો. તેથી તેઓ મનુષ્ય તરીકે જનમ્યા હતા, મનુષ્ય અવતાર રૂપે જન્મ હોવાથી તેમણે જે દૈવી કર્મો કર્યા તેથી તેઓ પૃથ્વીલોકમાં દેવ તરીકે પૂજાયા. આજથી બે પાંચ હજાર વર્ષ પછી પૂજ્ય ગાંધીજી પણ ભગવાન તરીકે પૂજાય તો નવાઈ પામવા જેવું નથી.. મનુષ્ય તેના કર્મોથી પૂજાય છે. મનુષ્ય તરીકે જન્મ લીધો હોવાથી મૃત્યુ પણ મનુષ્ય રૂપે જ થાય તે સ્વાભાવિક છે, આથી તેઓ મનુષ્ય રૂપે જ મૃત્યુ પામ્યા. જ્યોતિષ એ એક શાસ્ત્ર છે. ગપ્પાબાજી નથી. જન્મકુંડળ વ્યક્તિના જન્મ તારીખ, વાર, જન્મ સમય, જન્મ સ્થળ વગેરે પર આધારીત છે.
જ્યોતિષ શાસ્ત્ર એ એક ગહન વિષય છે, અને તે જન્મ તારીખ, સમય અને સ્થળ પર સુક્ષમાતિક્ષુક્ષ્મ ગણતરી પર આધારિત છે તે આપણે સૌ જાણીએ છીએ. આપણી પાસે તારીખ વાર તો ચોક્કસ હોય છે પણ સમયની ચોકસાઈ નથી હોતી. હાલમાં તો પ્રસૃતિ ગૃહમાં / દવાખાનામાં પ્રસૃતિ થાય છે. દવાખાનામાં કોઈ ઘડિયાળ એક સરખો સમય બતાવતી નથી. 'વોલક્લોક' ડો, તથા નર્સની ઘડિયાળો સંતાકુકડી રમતી હોય છે. (જુદો જુદો સમય બતાવે છે.) તે જણાવે તે સમયને આપણે સાચો માનીએ છીએ.
બીજી વાત, જન્મ સ્થળ, જન્મ જે સ્થળે થયો હોય તે સ્થળના અક્ષાંશ રેખાંશની માહિતી ન હોય એટલે તે સ્થળની આજુબાજુના ગામ કે શહેરના અક્ષાંસ રેખાંશ ગણતરીમાં લઈ ગાડું ગબડાવતા હોય છે.
હવે જરા ગંભીર વાત. જ્યોતિષશાસ્ત્ર એ (astrophysics) નો એક ‘ઍસ્ટ્રોફીઝિક્સ’ ભાગ છે. અને ઍસ્ટ્રોફીઝિક્સ (astrophysics) 'ટાઈમ એન્ડ સ્પેઈસ' (Time & space) પર આધારિત છે. તેની ગણત્રી સુક્માતિસુક્ષ્મ છે ( જે હું સમજી શક્યો નથી આથી હું આપને વિગતે સમજાવી શકવા અશક્તિમાન છું તો ક્ષમા કરશો)
ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી સૂર્ય વગેરે જેના ઉપર આ શાસ્ત્ર આધારિત છે તે બધા જ ચલાયમાન છે, સ્થીર નથી, દરેકની ગતિ પણ ભીન્ન ભીન્ન છે. પળે પળે તે બદલાતી રહેતી હોય છે. દરેક ગ્રહમાંથી પૃથ્વી પર cosmic rays અને માનવ જાત પર પડતા હોય છે. જે મનુષના જીવનને અસરકર્તા હોય છે. (જો કે આ બાબત વૈજ્ઞાનિક રીતે સાબીત થઈ નથી, ફક્ત માન્યતા જ છે. તેઓની ગતિબધ્ધતા અને માનવ તથા અન્ય જીવોની ગતિ (synchronize) સિંક્રનાઇઝ ક્યારે અને કેવી રીતે કયી સ્થિતિમાં થાય છે, તે અટપટુ ગણીત છે.) તે ગણત્રી આ શાસ્ત્રમાં લઈને ભવિષ્ય કથન કરવામાં આવે છે. આપણા ઋષિમુનિયોએ આ પધ્ધતિ કેવી રીતે વિકસાવી તે શોધનો વિષય છે. આજ પધ્ધતિથી આજના આપણા સ્પેસ વૈજ્ઞાનિકો આગળ વધી ચંદ્ર અને મંગળ સુધી પહોંચ્યા છે તે નિર્વિવાદ છે.
તારીખ, સમય, સ્થળ વગેરે માહિતી મેળવી તે આપણે જ્યોતિષીને આપીએ છીએ. આ આધારે તે જન્મકુંડળી બનાવી ભવિષ્યકથન કરે છે; આ ગણત્રીના આધારે આપ આપણા પ્લાન ઘડી તેના પર મોટી મહેલાતો ઉભી કરીએ છીએ. હવે જ્યાં પાયાના જ ઠેકાણા ના હોય ત્યા તે ઈમારત તુટી પડે એટલે આપણે કોંટ્રાક્ટર કે કડિયા,મજુર કે સીમેન્ટ ચૂનાનો વાંક કાઢિયે તેવી જ; રીતે આપણે જ્યોતિષીનો કે જ્યોતિષ - શાસ્ત્રનો વાંક કાઢીએ તે કેટલું વ્યાજબી છે? ટુંકમાં કહું તો દોષ જોષી કે જ્યોતિષશાસ્ત્રનો નથી પણ આપણી મનોદશાનો છે. આપણી માનસિક નબળાઈનો છે. નાની નાની બાબતોમાં આપણે જોષીની પાસે દોડી જઈએ છીએ. માણસ માંદો પડે ત્યારે તેને ડૉ. ને કન્સલ્ટ કરવાને બદલે જોષીની પાસે દોડી જઈ તેની દશા મહાદશાની પૂછપરછ કરશે. મારા જેવો ચાર ચોપડી ભણેલો બ્રાહ્મણ અષ્ટમપષ્ટમ સમજાવી દાન દક્ષિણા લઈ વિદાય કરશે. જો દરદીને ફેર ન જાણાય તો ફરીથી તે જોષીની પાસે જશે, જોષી તેને મંત્રતંત્ર, દોરાધાગા, જાપ વીંટીના નંગ વગેરેના ચક્કરમાં ફસાવી પોતાની તીજોરી તરબતર કરશે. આ આપણી માનસિક નબળાઈ નથી તો શું? ક્યાં ક્યારે અને કેવી રીતે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરવો તે આપણે વિસરી ગયા છીએ અને તેનો દોષ આપણે જ્યોતિષશાસ્ત્રને આપીએ છીએ.
સમાપ્ત