Hamari jab yaad aaye books and stories free download online pdf in Gujarati

હમારી જબ યાદ આયે ......૧ - ગણેશ ચતુર્થી

हमारी जब याद आये तो दो आंसु बहा लेना.......1


ગણેશ ચતુર્થી ઉત્સવ

ગણેશ ચતુર્થી ઉત્સવ

“કભી સુખ હૈ કભી દુખ હૈ ઈસી કાં નામ દુનિયા હૈ!”

(સત્ય ઘટના આધારિત નવલીકા...પ્રસંગ (દુર્ઘટના ૧૮-૦૯-૧૯૯૪ અનંત ચતુર્દશી)

પણ પ્રસંગને વાર્તારૂપ આપવા માટે શબ્દોના સાથિયા પૂરવામાં આવ્યા છે તો ક્ષમા ચાહુ છું.)

ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. મનસુખ લાલના બાપ -દાદાઓએ આ સિધ્ધાંતનું યથાતથ પાલન કરી પોતાના વતનથી દૂર સસ્તી મળતી જમીન લઈ ખેતીમાં મન પરોવ્યું. સારે માઠે પ્રસંગે તેઓ અવારનવાર વતનમાં આવી વ્યવહાર જાળવી રાખતાં.દિવસે દિવસે ખેતીનું વધતું કામકાજ અને ખેતમજૂરોની વકરતી જતી દાંડાઈથી કંટાળી વતનની અવરજવર મંદ પડવા માંડી. અને આખરે નહિવત જેવી જ રહી.વતનની માયા મુકી ખેતી સાથે જ જીવન જોડી દીધું.ખેતી વાડી સાથે કુટુંબ કબીલો પણ વિસ્તરતો ગયો.મનસુખ લાલનો જન્મ અને ઉછેર પણ અહિં જ થયો. મનસુખ લાલને તેના પિતા દસ વર્ષનો મુકી સ્વર્ગે સીધાવ્યા. સંયુક્ત કુટુંબ અને ખાનદાની એટલે કાકાઓએ મનસુખ લાલની જવાબદારી નિભાવી.ગામની ગામઠી શાળામાંથી એસ.એસ.સી. પાસ કરી.

મનસુખ, હવે શો વિચાર છે ? આગળ ભણવું છે કે પછી ખેતીમાં લાગી જવું છે ? કાકાએ પૂછ્યું

વધુ અભ્યાસ અર્થે તો શહેરમાં જવું પડે,અને આર્થિક સધ્ધરતા પણ નહિં. મિત્રોની જોડે મસલત કરી.મિત્રોની સલાહ કે ખેતીમાં મજુરી કરતાં નોકરી સારી, આઠ કલાક કામ રવીવારે અને વાર તહેવારે રજા. મહિનો થાય કે બેઠો પગાર હાથમાં આવે; અને ખેતીમાં તો ચોવીસ કલાક મજૂરી અને રજાનું તો નામ નહિં અને પૈસા ... એ તો બાર મહિને અનાજ પાકે ત્યારે હાથમાં આવે; જો વરસાદ પાણી સારા હોય તો હાથમાં આવે નહિ તો આભ સામે તાકીને જોવાનું અને દેવાના ડુંગર કરવાના.

મિત્રોની સલાહ ગળે ઉતરી અને મિત્રોનો નિર્ણય કાકાને જણાવ્યો.

ગામથી પાંચ સાત માઈલ મોટું કારખાનું. કાકાએ સીપારસ લગાવી અને નોકરીએ જવા માટે સાયકલની ખરીદી પણ થઈ. ઘંટડીના રણકાર સાથે સરર સરર કરતા મનસુખ લાલ નોકરીએ જોડાઈ ગયા. કમ્પનીએ રહેવા માટે મઝાનું ક્વાર્ટર આપ્યું. માતા અને નાના ભાઈને લઈને મનસુખ લાલ કાકાનો સંગ છોડી સ્વતંત્ર થયા, જીવનની જવાબદારી સંભાળી લીધી

ઘડિયાળનાં ચક્કર ફરતાં રહ્યા, કેલેન્ડરનાં પાનાં બદલાતા રહ્યાં .દિવસો,મહિનાઓ અને વર્ષો વિત્યાં. કાકાની છત્રછાયા માંથી આજે પંચાવન વર્ષે બહાર નીકળી નીલી છત્રી વાળાનો સહારો લઈ છપ્પનનો સુર્યોદય નિહાળ્યો. છપ્પનનો આંક મનસુખ લાલના જીવનમાં અપશુકન લઈને આવ્યો. છપ્પને છપ્પનિયાની યાદ તાજી કરાવી.

આંખોમાંથી ઉભરાતાં આનંદના આંસુ, છાતીમાંથી ઉઠતી વ્હાલની હેલી, જાણે ઊભરાઈ રહેલી જીંદગી સપનાઓની સીમાનેય વળોટી ગયેલી જીંદગી. જીવનની વાસ્તવિકતા સામે ડોકિયા કરતી સામે આવી. કમ્પનીમાં કામ કરતા સહ કર્મચારીઓ અને કેટલાક મિત્રો ભણી કરીને ઉંચા હોદ્દાઓ પર હતા. મારી જીંદગી તો હવે પુરી થવા આવી. હું તો ભણી શક્યો નહિં મારા કરમે; છોકરાંઓનું હવે કઈ વિચારવું રહ્યું. છોકરાંઓને તો મારે ભણાવવા જ છે.આમ મનમાં વસવસો રહ્યા કરે. ગામમાં ઘર છે પણ શહેરમાં હોય તો છોકરાઓને ભણતરમાં સુવિધા રહે. સ્કૂલ કોલેજમાં જવા આવવાનું સરળ રહે.

ખેતીની થોડી ઘણી આવક, ઘરખર્ચની થોડી બચત, અને કમ્પનીની લોન લઈ મકાનનું બાંધકામ શરૂ કર્યું. રજાને દિવસે એકાદ આંટો મારી મકાનનું કામકાજ ક્યાં સુધી આવ્યું તેની દેખરેખ રાખે. મકાનનું કામ પુરૂ થાવાને આરે, છેલ્લું નાનું મોટું કામ બાકી વિજ્યા દસમીને દિવસે કુંભ સ્થાપન કરવાનું નક્કી કર્યું.

ઘરમાં આનંદનું વાતાવરણ.આજે ગણેશ ચતુર્થીનો દિવસ.વચ્ચે શ્રાધના પંદર દિવસ. વિઘ્નહર્તા મંગલમૂર્તિનો જન્મ દિવસ એટલે ગણેશ ચતુર્થી.ભારતીય હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થીનો દિવસ. આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ મનવામાં આવે છે. આ દિવસથી અનંત ચૌદસ સુધી, એટલે કે દસ દિવસ ગણેશોત્સવ તરીકે આખા ભારત વર્ષમાં મનાવવામાં આવે છે.

ગજાનનના સંદર્ભે અનેક કથાઓ પણ પ્રચલિત છે. ગણેશનું અનોખું પ્રતિકાત્મક સ્વરૂપ જ દિવ્ય સંદેશ આપનારૂં છે ગણેશના પ્રાદુર્ભાવની ઘડીને બહુ હર્ષોલ્લાસ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવે છે.શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તે ગણેશોત્સવનો આપણા ભારતના જુદા જુદા રાજ્યોમાં તે જુદી જુદી ભાષામાં અને રાજ્યોમાં તે જુદા જુદા નામે ઓળખાય છે..આ તહેવારને સંસ્કૃત,તામિલ,અને કન્નડ ભાષામાં ' વિનાયક ચતુર્થી ' કે 'વિનાયક ચવિથી', કોંકણીમાં' વિનાયક ચવી ; અને નેપાળીમાં 'વિનાયક ચથા' તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતી ભાષામાં આપણે 'ગણેશ ચોથ' કે 'ગણપતિ ચોથ ' તરીકે ઉજવીએ છીએ છે. આ તહેવાર સુદ ચોથ થી ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્રીય એકતાનો મહાન ઉદ્દેશ પણ જોડાયેલો હોવાથી તે આખા દેશમાં જુદાજુદા નામે પ્રચલીત છે.એ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય પર્વ જેટલું જ મહાત્મ્ય ગણેશ ચતુર્થીનું છે, તેથી રાષ્ટ્રનાયક તરીકે પણ તેની આરાધના કરવામાં આવે છે.

લોકમાન્ય તિલકે લોકોમાં જનજગૃતિ લાવવા માટે આ ધાર્મિક ઉત્સવને દેશભક્તિનું રૂપ આપી સાર્વજનિક બનાવ્યો.તિલકે ગણેશ ચતુર્થીને સામુહિક ભાગીદારી અને બૌદ્ધિક પ્રવચન, કવિતા પઠન, નાટકો, સંગીત જલસા, અને લોક નૃત્ય ના સ્વરૂપમાં સંડોવણી દ્વારા પ્રોત્સાહન આપ્યું,ને બધા જાતિ અને સમુદાયોને એકત્ર કર્યા.દિવસે દિવસે આ ઉત્સવ ધાર્મિકતામાંથી દેશભક્તિ અને હવે તો દેશભક્તિમાંથી તે એક મનોરંજન કાર્યક્રમમાં ફેરવાઈ ગયો છે.પૂજન અર્ચન ગૌણ ગણી સાંસકૃતિક કાર્યક્રમોએ મનોરંજનનું સ્થાન ગ્રહણ કર્યું. લાઉડસ્પીકરો પર ઘોંઘાટિયા ફીલ્મી ગીતો, નાચગાન થવા લાગ્યા છે.

ગણેશસ્થાપન અને તેના વિસર્જનને તેની સ્થાપનાથી ઘરમાં શાંતિ આવે, તણાવ દૂર થાય, પર્યાવરણની રક્ષા માટે માટીની મૂર્તિ બનાવવી વગેરે માન્યતાઓ સામાન્ય છે. આ હકીકત માનવાનો ઈન્‍કાર કરતા રહીએ એ કેવું? એક બાજુ આપણે આપણી જાતને વિકાસશીલ, પ્રગતિલશીલ, સુધારાવાદી, પર્યાવરણપ્રેમી ગણાવતા રહીએ, અને બીજી બાજુ પર્યાવરણની હાની, માટીની મૂર્તિઓને બદલે પ્લાસ્ટર ઓફ પેરીસની અને તેને રસાયણિક ઝેરી રંગોથી રંગી આકર્ષક બનાવવા અને તે દ્વારા તળાવ, નદી કે સમુદ્રમાં વિસર્જન કરી જળનું, અને ફટાકડા ફોડી વાયુના પ્રદુષણમાં વધારો કરવા જેવી સામાન્ય બાબતો ઉપરાંત,ઉત્સવની આડમાં તોફાની, માથાભારે તત્ત્વોને દાદાગીરી કરવાનો આ દિવસોમાં જાહેર પરવાનો મળી જાય છે.સાર્વજનિક ઉત્સવને નામે ફંડ ફાળા ઉઘરાવી અને તેનો બેન્ડ વાજા, દારૂ અને જુગારમાં ઉપયોગ કરી જાહેર શાંતિનો ભંગ કરવો. શાંતિ ઈચ્છતા વિદ્યાર્થી તથા આજાર વૃધ્ધ બિમાર માણસોને ઘોંઘાટથી ત્રાસદાયક વાતાવરણનું સર્જન કરવું.જે રીતે આ ઉજવણીનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે અને વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા તેની મહત્તા દર્શાવવાની હરીફાઈ ચાલી રહી છે એ જોતાં નાગરિકો સામે ચાલીને આ કઠણાઈનો અંત લાવે એમ લાગતું નથી. તેમનું આ દુ:ખ ખુદ વિઘ્નહર્તા પણ હરી શકે એમ નથી

આજે અંનત ચતુર્થીનો દિવસ. ગણપતિ વિસર્જનનો શુભ દિવસ. દસ દિવસના પૂજન અર્ચન પછી ગણપતિ દાદાને વિધિ પૂર્વક વિદાયનો પ્રસંગ, ‘ ગણપતિ બાપ્પા મોર્યા પૂડચા વર્ષિ લૌકર યા ' ના ગગન ભેદી નારાઓ અને બેન્ડ વાજાઓ સાથે શેરીએ શેરીએથી અને મહોલ્લે મોહલ્લેથી લોકો બાપાની મૂર્તિઓ લઈને નીકળે અને લોકો બાપાના દર્શન કરવા ટોળે વળે. રસ્તાઓ કીડિયારાની જેમ ઉભરાય, ટ્રાફીક જામ થાય. વાહન વ્યવહાર થોભી જાય.અબીલ ગુલાલની છોળો ઉડે. યુવાનો બેકાબૂ,મસ્તીમાં મસ્ત અને દારૂના નશામા ચૂર.

દેવા હો દેવા,ગણપતિ દેવા,મંગલમ્ ગણેશમ્

વિઘ્નવિનાશક જન સુખ દાયક મંગલમ્ ગણેશમ્

તૂ હી આદિ, તૂ હી હૈ અંત.

દેવા મહિમા તેરી હૈ અનંત.

દેવા હો દેવા,ગણપતિ દેવા,મંગલમ્ ગણેશમ્

આ પ્રમાણે શ્રી ગણપતિની પૂજા કરી મનસુખ લાલ પુત્ર મહેન્દ્રને લઈને મકાનનું કામ જોવા સ્કુટર લઈ નીકળ્યા. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. રસ્તે ટ્રાફીક જામ..રસ્તાનીબંન્ને બાજુએથી ટ્રક, ટ્રેકટર, સ્કૂટર, સાયકલ ,એસ ટી ની બસ, જીપ. વગેરે જાતજાતના વાહનોની અવરજવર.સૌને ભીડમાંથી માર્ગ કરી આગળ વધવું ધીરજ અને ટ્રાફીક સેન્સનો અભાવ. બાજુએ રોકાઈ જવા સિવાય કોઈ ઉપાય નહિં.

સ્કૂટર પાર્ક કરી ભીડ ઓછી થવાની રાહ જોઈ બાજુએ ઉભા રહ્યા. એકબાજુથી એસ.ટી ભોં ભોં કરતી આવી અને સામેથી જીપ. સામસામે આવી ગયા. નશામાં ચકચૂર યુવાનો જીપ ઉપરનો કાબૂ ગુમાવી બેઠા. એસ.ટીને સાઈડ આપવા જતાં લોક ટોળા ઉપર જીપ ફરી વળી. નાસભાગ અને હાહાકાર થઈ ગયો. એસ.ટી તો માર્ગ કરી પસાર થઈ ગઈ; પણ જીપ રસ્તાની બાજુએ ઉંધી પડી ગઈ.લોક ટોળાએ જીપને ઉચકીને ઉભી કરી..કાદવથી ખરડાએલી હાલતમા કોઈ વ્યક્તિને જોઈ. તેને બેઠી કરી ખરડાએલું મોં અને શરીર સાફ કરી જોતાં એક ચીસ લોકોમાં ઉઠી.અરે ! આ તો મનસુખ લાલ ! સ્કૂટર એક બાજુ તેમનો દિકરો બીજી બાજુ બેભાન અવસ્થામાં. પોલીસ આવી, ભીડને વીખેરી અને એમ્બ્યુલન્સને બોલાવી ઘાયલોને હોસ્પીટલમાં રવાના કર્યા. હૉસ્પીટલમાં ડૉ. મનસુખ લાલને મૃત જાહેર કર્યા અને દિકરાની સારવાર શરૂ કરી. આનંદ અને ઉત્સહનો દિવસ શોક અને ગમગીનીમાં છવાઈ ગયો.

અને શ્રી મનસુખ લાલ સૌને અલવિદા કરી ગયા. (૧૪-૦૯-૧૯૯૪)

કૌન દેતા હૈ ઉમ્રભર કા સાથ અય દોસ્ત

લોગ તો જનાજે મેં ભી કાંધ બદલતે હૈ !

-------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED