અમદાવાદ બંદરનો સ્વપ્નદૃષ્ટા Umakant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમદાવાદ બંદરનો સ્વપ્નદૃષ્ટા

અમદાવાદ બંદરનો સ્વપ્નદૃષ્ટા.

દીવાન બહાદુર શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતા.

ગુજરાતનાવીસરાએલા નરરત્નો.

ગુજરાતની ધરતીએ અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે. તેઓ તેમના જીવન દરમ્યાન તેમના કાર્યની સુવાસ મુકી જાય છે. સમયનો વહેતો વાયુ તે સુવાસ ચારેકોર પ્રસરાવી વર્તમાન અને ભવિષ્યને વિસારી ભૂતકાળની ગર્તામાં ભંડારી દે છે. આવાવિસરાયેલ એક દિવંગત મહાપુરુષની Oમી સંવત્સરી (મૃત્યુ તિથી) ૨૦-૦૩-૨૦૧૯ ગઈ.

આ સ્વાશ્રયી અને પ્રતાપી મહાપુરુષ ની થોડી જીવન ઝરમર .

આપને "અગમ નિગમ" અને ચર્ચાસ્પદ "સરી જતી રેતી" નવલકથા રચી ગુજરાતી સાહિત્યમાં ખળભળાટ મચાવી પદાર્પણ કરનાર સ્વ. શ્રી યશોધર મહેતા યાદ હશે જ તેઓશ્રીના પિતા અને સંગીત રસિયાઓને સંગીતનું ઘેલું લગાડી, ભારતભરના માનવંતા અને જાણીતા પંડિતો અને ઉસ્તાદોનેઆમંત્રી અમદાવાદને આંગણે રજુ કરનાર "સપ્તક" ના પ્રણેતા સ્વ. નંદનભાઈના દાદાજી તે સ્વ.નર્મદાશંકર દેવશંકર મહેતા. આટલી ટુંક યાદ બાદ જરા વિશેષ.

તેઓનો જન્મ સાક્ષરભૂમિ નડિયાદમાં સને ૧૮૭૧. પિતા મહેતા દેવશંકર નભુલાલ મામલતદાર અને માતા રૂક્ષમણીબા ગૃહિણી. તેમના પિતાશ્રી દેવશંકર ચીખલી તાલુકાના મામલતદાર હતા. મામલતદાર તરીકે અવારનવાર બદલીઑ થાય અને ગામે ગામફરવું પડતું હોવાથી મોસાળમાં બાલ્યાવસ્થા સાથે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નડિયાદ ખાતે. નડિયાદ એટલે વિદ્યાનગરી અને વળી સાક્ષરોની જન્મભૂમિ મોસાળ પક્ષે સ્વ "મસ્ત કવિ બાલ" શ્રી બાલાશંકર ઉલ્હાસરામ કંથારીઆના અન્નજળનાં પ્રભાવથી ઉચ્ચ સંસ્કાર અને વિદ્વત્તાના બીજ રોપાયા.

ઉચ્ચ શિક્ષણ ૧૮૮૯ - ૧૮૯૩ ગુજરાત કોલેજ અમદાવાદ અને ૧૮૯૪ વડોદરા. B.A. સંકૃત તથા અંગ્રેજી વીથ ઑનર્સ. સંકૃત ઉપર સારો કાબૂ હોવાથી B.A.મા સંસ્કૃતમાં પ્રથમ નંબર આવવાથી શ્રી ભાઉદાજી રૂ।- ૨૦૦ તથા સુજ્ઞ ગોકળજી ઝાલાવેદાંત પ્રાઈઝ બે વખત રૂ ૨૫૦૦/ ૨૫૦૦ હરીફાઈના નિબંધમાં અને ભાષાંતરમાં મેળવેલા હતા.વડોદરા વસવાટ દરમ્યાન શ્રીમન્ન નૃસિંહચાર્યજીના સંપર્કમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો.

નડિયાદમાં મામા .કવિ સ્વ. શ્રી બાલાશંકર ઉલ્હાસરામ કંથારીઆ (મસ્ત કવિબાલ)ના સહવાસથી સાક્ષર રત્ન શ્રી મણીભાઈ નથુભાઈનો સંપર્ક થવાથી સાહિત્ય પ્રતિ પ્રેમ ઉદ્દભવ્યો. પરિણામે ૧૦૦ ઉપરાંત નિબંધો, લેખો ,ભાષાંતરો લખવા માંડ્યા. તેઓના લેખો તે સમયના વિદ્વદ સામયિકો (મહાકાળ, સદુપયોગ શ્રેણી વગેરેમા છપાએલા છે. તત્વ ચિંતકોએ તથા સુજ્ઞ વાચકોને તે સાહિત્ય, વડોદરા કારેલીબાગ ખાતે આવેલા શ્રી નૃહસિંહાચાર્યના આશ્રમમાંથી ઉપલબ્ધ થશે)

વહીવટી કુશળતા અને કાર્ય દક્ષતા(Administrative Power and capacity):-

(૧) B.A.માં પાસ થઈ વડોદરા કોલેજમા ૧૮૯૫ ફેલો તરીકે સ્વ. પ્રો. આનંદશંકર ધ્રુવ સાથે જોડાએલા. થોડો સમય રહી

(૨) ૧૮૯૬માં "ગ્રે પ્રોબેશનર" તરીકે રેવન્યુ ખાતામાં નિમણૂક.

(3) "'હાયર લોયર " પરીક્ષાઓ 'ઑનર્સ' સાથે પાસ કરી, જેથી નામદાર સરકારે તેઓશ્રીને પંચમહાલ જિલ્લામાં ' પ્લેગ એન્ડ ફેમીન' ખાતામાં નીમ્યા.

(૪) ૧૯૦૧ -૧૯૧૦ કાલોલ, જલાલપોર, બોરસદ,પ્રાંતીજ, દશક્રોઇ તથા ઉત્તર વિભાગના સઘળા જિલ્લાઓમાં મામલતદાર તરીકે નિયુક્તિ.

(૫) મામલતદાર તરીકે રાજા પ્રજાની કરેલી સુંદર સેવાથી સંતોષ પામી ૧૯૧૦માં ડેપ્યુટી કલેક્ટરના ઉચ્ચ હોદ્દા પર નિમણૂક.

(૬) ફસ્ટ્રગ્રેડ ડેપ્યુટી કલેક્ટરની જવાબદારી, .૧૯૨૬મા ડેપ્યુટી કલેક્ટરની જગાએથી રીટાયર થયા.

(૭) જાહેર સેવાની તીવ્ર ધગશ હોવાથી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ફોરિન સર્વિસમાં જોડાયા.

(૮) ત્યારબાદ સરકાર અને પ્રજાની માગણીને માન આપી બાંદ્રા મ્યુનિસિપાલિટીમાં યોગ્ય સુધારા કર્યા,

(૯) જેથી સરકારે તેમને ડેપ્યુટી કમિશ્નરની જગ્યાએ નીમ્યા.

(૧૦) માનવંતા હોદ્દાથી નિવૃત થતા એમ. વિશ્વેસરૈયાની પસંદગીથી બોમ્બે મ્યુનિસિપાલિટીમાં કરકસર કરવાના કામે સ્પેશીઅલ પસંદગી કરેલી અને ત્યાં ઝીણી નજરથી કામ કરી મ્યુનીસિપાલીટીને સાડાપાંચ લાખનો કાયમી બચાવ કરી આપેલો.

રત્નો રસ્તે રઝળતા નથી હોતા.મુંબઈથી રીટાયર થતા જ તુરત બોમ્બે સીટી ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટમાં ચીફ ઑફીસર તરીકે માગણી થતા ત્યાં રહ્યા, મુંબઈથી રીટાયર થઈ અમદાવાદ આવતા સને ૧૯૩૦માં અમદાવાદ મ્યુની.માં સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન તરીકે પસંદગી પામ્યા. સને ૧૯૩૧ના આરંભમાં મ્યુની. કમીશ્નર મિ. દલાલ રજા પર જવાથી એક રીટાયર થયેલા ઑફીસર તરીકે ફરી સરકારે તેઓશ્રીને અમદાવાદના કમીશ્નર તરીકે રોક્યા.

અમદાવાદ મ્યુનીસિપાલિટીમાં ઘણા સુધારા કર્યા.

(૧) જકાત વેરામાં સુધારો કરીમુંબાઈ ઈલાકામાં ટર્મિનલ ટેક્સ, દાખલ કરી ૮,૯૫,૦૦૦ (આઠ લાખ પંચાણુ હજાર) ની આવક મ્યુની. ને કરી આપી.

(૨) મ્યુનિસિપાલિટી અને સરકાર વચ્ચે વોટર વર્કસનું જે કામખોરંભે પડ્યું હતું, તેનો નવો પ્રોજેક્ટ કરાવી ખર્ચમા ૫૦% જેટલી રકમ સરકાર પાસેથી લઈ પુરુ કરાવ્યું.

(૩) શહેરમાં કસાઈ ખાંટ (સ્લોટર હાઉસ) હોવાથી જૈન તથા હિન્દુઅને ઈતર શાકાહારી પ્રજાની(નોન માંસાહારી, શાકાહારી પ્રજાની) લાગણી દુભાતી હતી, તે દૂર કરી જમાલપુર દરવાજા બહાર નવું સ્લોટર હાઉસ શરૂ કરાવ્યું.

(૪) નવી મીટ માર્કેટ બનાવી મીટ ઢાંકીને લઇ જવાની વ્યવસ્થા કરી હિન્દુ અને ઈતર શાકાહારી પ્રજાની (નોન માંસાહારી) લાગણી ના દુભાય તેવી વ્યવસ્થા કરી.

(૫) શહેરની ગીચ વસતીને લીધે મધ્યમવર્ગના લોકોને હવા ઉજાસવાળા મકાન રહેવા મળે તે આશયથી નગર રચનાનું કામ શરૂ કરાવ્યું.

(૬) કાકરિયા સ્કીમ,એલિસબ્રિજ સ્કીમ, સીટી વોલ ઈમ્પ્રુવમેન્ટ સ્કીમ વગેરે તૈયાર કરી અમલમાં મુકી.

(૭) જેનું સુંદર પરિણામ કાકરિયા, એલિસબ્રિજ તરફ સેંકડો બંગલાઓ અને ચાલીઓ, ફ્લેટ્સ બંધાયા તેનો યશ શ્રી મહેતા સાહેબને ફાળે જાય છે.

(૮) તેઓશ્રીની કાર્યદક્ષતાથી પ્રભાવિત અન્ય મ્યુનીસિપાલિટીઓ તેમની સ્કીમોનું અનુકરણ કરવા લાગી.

(૯) મુંબાઈ કોર્પોરેશનમાં પણ કેટલીક અગત્યની સ્કીમો ઘડવા તેઓશ્રીને મોટા પગારે ખાસ બોલાવ્યા. ત્યાનું કામ પુરુ થતા

(૧૦) સર એમ. વિશ્વેસરૈયાના પ્રોગ્રામનું અધૂરું કામ પુરુ કરાવ્યું.

(૧૧) ત્યાંથી રીટાયર થતા ૧-૧૨-૧૯૩૧ થી ખંભાત સ્ટેટમાં ઘણા ઊંચા પગારે દીવાન તરીકે નિમાયા.

(૧૨) ખંભાતનો સમુદ્ર નદીઓના કાંપથી પુરાતો જતો હતો, તે અંગે તેનો કાંપ દૂર કરી ( ડ્રેજીંગ) કરી સાબરમતી નદીનું મુખ પહોળું કરી સ્ટીમરો અને મોટા જહાજો અમદાવાદ સુધી આવે અને અમદાવાદ એક સુંદર બંદર તરીકે વિકાસ પામે. આ સ્કીમ અમલમાં આવે તે દરમ્યાન તેઓને "પેરાલીસીસનો એટેક આવવાથી રીટાયર થઈ અમદાવાદ આવી ગયા. તેમની આ સ્કીમ અધુરી રહી તેનો તેમને અંત સુધી વસવસો રહ્યો.

(૧૨) નામદાર સરકારે તેઓશ્રીની સેવાની કદરમાં 'દીવાન બહાદુર' નો ખિતાબ સને ૧૯૩૧ના જુન માસમાં એનાયત કર્યો હતો.

ખંભાત સ્ટેટના દીવાનપદેથી રીટાયર થઈ છલ્લો નિવૃત શાંત સમય અમદાવાદ ખાતેના શાહીબાગમાં આવેલા " શિવ સદન"મા ઈશ્વર સ્મરણ કરતા લકવાની બીમારીથી ૨૦-૦૩-૧૯૩૯ ફાગણ વદ ૧૪ સોમવારે નશ્વર દેહ ત્યજી સ્વર્ગવાસી થયા.

પ્રભુ દિવંગતના આત્માને પરમ શાંતિ આપો.