Featured Books
શ્રેણી
શેયર કરો

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 4

      આશા અને પંકજ ની વચ્ચે એક અઠવાડિયા સુધી અબોલા રહે છે, બંને પોતપોતાની જગ્યા એ ખુદ ને દોષી માની રહ્યા હોય છે, એમાંય પણ સાચા પ્રેમમાં દિલમાં ઉઠી રહેલી ઉર્મિઓ મનગમતા પાત્ર ને મળવા વિવશ કરી જ દે. જેવી રીતે સ્વાદ વિનાનું ખાવાનું ભાવતું નથી તે રીતે જીવન માં પ્રેમ વિના બધું બેકાર લાગે છે, એવી રીતે આ પણ બંને ને મળવા તલપાપડ થઇ રહ્યા હતા.

   બંને એકબીજાની સામે પોતાની ભૂલ ની માફી માંગી લેવા માંગે છે. હાલ ના થતાં પ્રેમ માં તો Break Up અને Petch Up થવું એતો Normal થઇ ગયું છે, પણ આ બંને નો પ્રેમ દિલ થી દિલ નો, શ્વાસ થી શ્વાસ નો, આત્મા થી આત્મા નો હતો, અને આવો પ્રેમ જીંદગીભર મીઠી યાદ બનીને દિલ માં હંમેશા વસી જાય છે.

    જેટલા મેઘધનુષનાં રંગ છે એટલા જ પ્રકારનો પ્રેમ હોય છે મતલબ બધાની પ્રેમ કરવાની રીત અલગ હોય છે એમ જ આ બંને ની પણ પ્રેમ કરવાની રીત પણ અલગ જ હતી. કદાચ બંને એકબીજા માટે કેટલા મહત્વ ના છે અને એકબીજા વગર રહેવું કેટલું મુશ્કેલ છે એવો અહેસાસ પણ કરાવવા માંગતાં હોય એવું એમના Relation પરથી લાગતું હતું. આમ પણ Couples આવી રીતે પોતાના પસંદીદા પાત્રોને એવું મહેસુસ કરાવતા જ રહેતા હોય છે.

   પણ અહીંયા એમના પ્રેમનો અંત નહોતો થવાનો પણ આ એમના પ્રેમ ની નવી શરૂઆત થવા જઈ રહી હતી, પણ આ પ્રેમ એમને કયા મોડ પર લઇ જવાનો હતો એનાથી આ બંને અજાણ હતા.આ પ્રેમ બંનેના જીવનની હંમેશા માટે દર્દભરી યાદ બની જવાની હતી. બંનેનું જીવન બદલાઈ જવાનુ હતું, એતો હવે આ બંને નો આવનારો સમય જ નક્કી કરવાનો હતો. અને એ આપણે આ કહાની માં જોઈ જ લઈશું.

   આશા ને હવે આ પંકજ જોડે અબોલા રાખવી અને દુરી બનાવવી એ પ્રેમ અને એમના Relation ના હિત માં નથી એવું લાગી રહ્યું હતું અને પંકજ ને મારા પરથી લાગણી ઉઠી જાય એવી બીક થી આશા પણ હવે આ Relation ને આગળ વધારવા મનોમન નક્કી કરી લે છે.

    સાતમા દિવસે રાતે આશા પંકજ ને Message કરીને બીજા દિવસે મળવાનું કહે છે, આશાનો આવો Message આવ્યો એ જોઈ પંકજ ખૂબ ખુશ થઇ જાય છે. કોઈ બાળક રમકડું મેળવવા જીદ કરતું હોય અને એ બાળક ને એ રમકડું મળી જાય પછી એ બાળક જેટલું ખુશ થઇ જાય એમ પંકજ ના ચહેરા પર પણ એવી ખુશી વર્તાઈ રહી હતી.

    હવે બંને પોતાની પથારી માં પડ્યા આ કાળી રાત જેમ બંને એમ જલદી વીતી જાય એવું ચાહી રહ્યા હતા અને ક્યારે સવાર પડે એની બેસબરી થી રાહ જોઈ રહ્યા હતા, પણ કેમેય કરીને એમના માટે આ રાત બહુ મોટી હોય એમ વિતાવવી કઠીન પડી રહી હતી. એક એક ક્ષણ હવે કાઢવી એમના માટે અઘરી પડી રહી હતી. હવે આવું તો બંને ને થવાનું જ હતું કેમ કે એક અઠવાડિયા પછી બંને મળવાના હતા અને એની ખુશી પારાવાર બંનેના ચહેરા અને એમની આંખો પર પ્રત્યક્ષ થઇ રહી હતી. રાત પોતાના મધ્યાહ્ન પર હતી છતાં પણ એક ની પણ આંખ માં ઊંઘ આવાની નામ નહોતી લેતી.આમ પણ ખુશી ના દિવસે સુવા પણ કોણ માંગે છે.

    આશા અને પંકજ પથારી માં સૂતાં સૂતાં કાલે શું કપડાં પહેરી ને જઈશ, શું વાત કરીશ, આવતી કાલ ની સવાર ની મુલાકાત માં શું કરીશું, ક્યાં જઈશું, એવી રીતે ના વિચાર કરી રહ્યા હતા. બસ હવે સવાર ક્યારે થાય અને અમે બંને એકબીજાને મળીયે એની આતુરતાપૂર્વક સવાર પડવાની રાહ જોતા બંને સુઈ જાય છે.

    બીજા દિવસે સવાર થતાં જ પંખીઓ ના મીઠા કલરવ સાથે આ પંકજ અને આશા નામના લવબર્ડ્સ પણ પોતાના Partner સાથે પ્રેમની લાગણી નું ચણ ચણવા જાગી જાય છે અને બને એમ વહેલા તૈયાર થઈને જલદી એકબીજાને મળીયે એવા નિશ્ચય થી પોતાને સુંદર લગાડવા માટે તૈયાર કરવામાં લાગી જાય છે.

    પંકજ Green Blue કલરનું Cotton Trouser અને Parrot Green કલરનો Shirt પહેરીને Inshirt કરી લેધર નો Belt પહેરે છે અને પોતાના વાળને હાથ વડે set કરે છે, પંકજ આમાં એક Handsome છોકરો લાગી રહ્યો હતો અને આ તરફ આશા પણ Black Jeans અને Light Pink Tshirt પહેરે છે. આંખો પર Eye Liner લગાવે છે અને હોઠ પર Light Pink Lipstik કરે છે અને Matching માં Eiring અને Breslet પહેરે છે, સાદગી માં જ હંમેશા રહેવા વાળી આશા આજે વધારે સજી-ધજી રહી હતી અને એનો સીધો મતલબ એજ હતો કે પોતાના પ્રિય પાત્ર ને પોતાની તરફ થોડો વધારે આકર્ષિત કરી શકે.

    પંકજ પોતાનું બાઈક લઈને મહેસાણા પહોંચી જાય છે કેમ કે રોજ આ લોકો ત્યાં જ મળતા હોય છે અને આશા પણ પોતાના ગામના સ્ટેશન પર આવીને હું નીકળી ગઈ છું એવું પંકજ ને Call કરીને કહી દે છે.

                                 *****
   
   આખરે આ મુલાકાત માં બંને પોતાની લાગણીઓને કેવી રીતે વ્યક્ત કરશે? આખરે કયુ દર્દ મળશે?બંને જીવનસાથી બનશે કે જુદા થઇ જશે? આ પ્રેમીઓના પ્રેમ નો શું અંત આવશે? વધુ આવતા અંકે

તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
જમીનદાર : પ્રેમ અને દુશ્મની
બસ એક તારા માટે

    તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ 
8849633855