Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 10


પંકજ અને આશા Coffee Bar માં પ્રેમાલાપ કરીને ઘરે જવા માટે Coffee Bar માંથી બહાર નીકળે છે, પણ બંને એ વાત થી અજાણ હોય છે આજ થી બંને ને એકબીજાની જુદાઈ માં જીવવું પડશે. હાલ પૂરતા તો બંને ના ચહેરા પર પ્રેમરૂપી ખુશી છવાયેલી હોય છે. ગમે તેવા સમય પર અને અને ગમે તેવા હાલ પર એકબીજાનો સાથ આપવો એવી કસમો ખાઈ ને બેઠેલા આ પ્રેમીપંખીડાં બહુ જલદી વિરહ ની વેદના માં ઝૂરવા ના હતા.

પંકજ અને આશા બંને બાઈક પર બેસીને ઘર તરફ જવા રવાના થઈ જાય છે. બાઈક પર આશા પંકજ ને એવી રીતે ચીપકી ને બેઠી હતી કે રસ્તા પર ના કેટલાય લોકો આવું Love-Couple જોઈને બળી રહ્યા હતા. પંકજ આશા ને એના ગામના બસ સ્ટેશને ઉતારીને By-By કહીને પોતાના કામ તરફ નીકળી જાય છે.

પ્રેમની ગલીઓ ભલે ને હોય કાંટાળી,

અમે એના પર પણ ચાલી બતાવીશું...

દુશમનો લાખ ભલે ને હોય અમારા પ્રેમના,

અમે પ્રેમકહાની સાર્થક કરીને બતાવીશું...

પંકજ અને આશા ને ઘણી મુશ્કેલીઓ માંથી હવે પસાર થવાનું છે, પ્રેમ ના દુશમનો ના લીધે એમની પ્રેમકહાની સાર્થક પણ થવાની હતી પણ એ બંને ના મિલન ના લીધે નહિ પણ બંને ની જુદાઈ ના લીધે.

આશા આજની થયેલી મુલાકાત થી હરખભેર ઘરમાં પ્રવેશે છે પણ આશા ના માતા પિતા એની રાહ જોઈને જ બેઠા હોય છે, જેવી આશા ઘરની અંદર આવે છે એવા જ આશા ના મમ્મી આશા નો હાથ પકડીને આશા ના ગાલ પર બે તમાચા લગાવી દે છે અને કહે છે કે કોલેજ માં ભણવાના નામ પર તું શું રંગરેલીયા કરી રહી છે એનું ભાન છે તને? તે તો અમારા ઘરની આબરૂ કાઢી દીધી, કોઈને મોંઢું બતાવા લાયક ના રાખ્યા. ગુસ્સામાં આવી આશા ની મમ્મી એ આશા ને કેટલુંય સંભળાવી દીધું. આવું બધું સાંભળી આશા રડવા લાગી અને રુમમાં જઈ રૂમ બંદ કરીને ફરીથી રડવા લાગી.

આ બાબત થી અજાણ પંકજ પોતાના કામ માં લાગી ગયો હતો. પંકજ ને મન એમ હશે કે આશા ઘરે Fresh થઈને પોતાને Call કરશે એમ સમજીને પોતાના કામ માં ધ્યાન આપી રહ્યો હતો, પોતાનું કામ પતાવીને પંકજ પોતાના ઘરે આવી જાય છે પણ આશા નો કોઈ Call કે Msg આવ્યો નહીં તો પંકજ થોડો ઉદાસ થઇ જાય છે અને આશા ના Call ની રાહ જોઈ રહે છે પણ રાત ના અગિયાર વાગી જાય છે તો પણ આશા નો Call આવ્યો નહીં એટલે પંકજ સામેથી Call કરે છે પણ આશા નો Phone તો Swich Off આવે છે, પંકજ કોઈ દિવસ આશા ને સામેથી Call નહોતો કરતો. કેમ કે આશા ની Privacy નું અને આશા ની Family ને ખબર ના પડે એનું ધ્યાન રાખવું પડતું હતું. પણ હવે પંકજ ની રાહ જોવાની સીમા હવે સહનશક્તિ ની હદ બતાવી રહી હતી. બેચેન હૈયે અને ઉદાસીન ચહેરે પંકજ સુવા જાય છે.

પંકજ વિચારી રહ્યો હોય છે કે કાલે સવારે આશા એને મળવા આવે ત્યારે એ આશા ને પૂછશે કે એનો Phone કેમ Swich Off આવી રહ્યો હતો. એક તરફ પંકજ ને ગુસ્સો પણ આવી રહ્યો હતો કે આશા એ એને Call કેમ ના કર્યો અને બીજી તરફ પંકજ ને આશા ની ચિંતા પણ થઇ રહી હતી કે એવો તો શું Problem હશે કે એને મને Call ના કર્યો. રાતભર Call પર કલાકો સુધી વાત કરવી એતો દરેક Love Couple ની આદત છે, એવી જ રીતે પંકજ અને આશા નું પણ એવું જ હતું. એક દિવસ પણ વાત ના થાય ને તો આ પ્રેમી પંખીડા ની હાલત જોવા જેવી થઇ જાય.

જયારે સાચો પ્રેમ થઇ જાય ને ત્યારે માણસ ખરેખર પાગલ બની જાય છે, એવો જ હાલ કંઈક પંકજ નો પણ હોય છે, આજે નીંદ પંકજ ની આંખો થી કોષો દૂર હતી. કેમેય કરીને પંકજ ને ઊંઘ નહોતી આવી રહી. બસ એક જ વિચાર પંકજ ને વારંવાર સતાવી રહ્યો હોય છે.

પંકજ પોતાની જાત ને જ સાંત્વના આપે છે કે કાલે સવારે તો આશાને પૂછી લેવું જ છે કે એવું શું કારણ હતું કે એને મને Call ના કર્યો પણ આ બધું તો ઠીક હતું પણ પંકજ થી પણ વધારે ખરાબ હાલત તો આશા ની હતી.


*****

આશા કયા હાલ માં હતી? શું પંકજ અને આશા ફરી મળશે બંને જીવનસાથી બનશે કે જુદા થઇ જશે? આખરે કયુ દર્દ મળશે? આ પ્રેમીઓના પ્રેમ નો શું અંત આવશે? એ વધુ આવતા અંકે.

તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
જમીનદાર : પ્રેમ અને દુષ્મની
બસ એક તારા માટે

તમારું રેટિંગ ના આપવું અથવા ઓછું રેટિંગ આપવું એ મારા લખાણમાં ભૂલ છે એ તરફ આંગળી ચીંધે છે તો તમે Personaly મને મારી ભૂલ નીચે આપેલ Number પર કહી શકો છો.
તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ
8849633855