Featured Books
શ્રેણી
શેયર કરો

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત -ભાગ - 9

મને દિલદાર બનવા કરતાં દિલબર બનવું સારું લાગશે,

મને આશિક બનવા કરતાં પાગલ બનવું સારું લાગશે,

હું પ્રેમી નહીં પણ પ્રેમજોગી બની જવું એ સારું લાગશે,

હું "મારો નહીં" પણ "હું તારો" બની જવું એ સારું લાગશે.


પંકજ હવે કંઈપણ કાળે તમામ ખુશીઓ આશા ના પગ નીચે લાવી દેવા માંગતો હતો, પણ એવુ પણ હતું કે પંકજ હવે આશાને મેળવી પણ લેવા માંગતો હતો, પંકજ આશા સાથે એનું બાકીનું જીવન જીવી લેવા માંગતો હતો.
એવું કહેવાય છે ને કે જયારે નદી નું પાણી રોકવા નદી પર સેતુ બાંધવામાં આવે અને એ સેતુ પરથી પાણી વહેવા લાગે અને એ પાણી કોઈ હોનારત લાવે એમજ હદ વગરનો પ્રેમ કોઈ મોટી મુસીબત લાવે જ. એવી જ કંઈક મુસીબત પંકજ ની Life માં આવવાની હતી.

પંકજ આશાને કેટલીયે Costly વસ્તુઓ આપતો રહેતો, પંકજ આવી બધી વસ્તુઓ પોતાની Pocket money માંથી નીકાળી નથી શકતો, તો પંકજ હવે કોલેજ જવાના બદલે નાના મોટા કામ કરવા લાગ્યો. આવા કામ થી પણ એને સારા પૈસા ના મળતાં, હવે પંકજ ખરાબ કહી શકાય એવા બે નંબરના ધંધાઓના નાના કામ કરવા લાગ્યો. ટૂંક માં કહું તો કઠલાબાજી કરવા લાગી ગયો હતો. આવા કામ કરતાં પંકજ ને બધા લોકો 'પાગલ પ્રેમી' અને કોઈ તો Domis પણ કહેવા લાગ્યા હતા. આવા કામ કરવા એ પંકજ ની જરૂરિયાત નહોતી કે ના કોઈ શોખ, બસ આતો પ્રેમમાં પાગલપંતી ની હદ વટાવી ચૂકેલો એક સાચો આશિક હતો.

પંકજ દિવાનગી ની હદ વટાવી ચુક્યો હોય છે એટલે જ કદાચ પોતાની Study ને બાજુ માં મૂકી ને આશા ને ખુશ રાખવા આવા બધા કામ કરવા લાગી ગયો હતો.

દિલ લગાવ્યું છે તો મારો પ્રેમ બતાવી દઈશ,

પ્રેમની રાહ માં લાગણીઓ પાથરી દઈશ,

ભલે ને હું ખુદ ફના થઇ જવું પણ,

આ દુનિયા ને સાચા પ્રેમ ની કહાની આપી દઈશ.

સાચેજ માં આ એક કહાની જ બનીને રહી જવાની હતી, પંકજ અને આશા ની જિંદગી ની એક દુઃખદ કહાની, પાણી ના જેવી પારદર્શક અને હવા જેવી શુદ્ધ એવી આ પ્રેમકહાની નો શું ખરાબ અંત આવ્યો હતો? પણ હવે આગળ જોઈએ કે એવું તો શું થયું હતું આ પ્રેમ કહાની માં કે આ ફક્ત એક કહાની જ બનીને જ રહી જવાની હતી.

પંકજ અને આશા હવે પરિવાર ની બીક અને પરિવાર ની શરમ ની પરવા કર્યા વગર શહેર માં આકાશમાં આઝાદ ઉડી રહેલા પંખીઓની જેમ ફરી રહ્યા હતા, કોઈપણ જગ્યાએ બંને હાથમાં હાથ નાખીને ફરતા રહેતા. આખો દિવસ પંકજ એ પોતાનું ભણતર સાઈડ માં મૂકી બે નંબરના કામ કરતો રહેતો અને બાકીનો સમય આશા જોડે Time Spend કરતો. આ પંકજ નું દિવસભર નું શિડ્યૂલ બની ગયું હતું. પ્રેમ નામનું વળગણ એક હોશિયાર અને સંસ્કારી છોકરાને બરબાદી તરફ લઇ જઈ રહ્યું હતું.

આ Lovestory માં હું વારંવાર પંકજ ની બરબાદી નું કેમ કહ્યા કરું છું તો, હું તમને જણાવી દઉં કે આ બંને પ્રેમીપંખીડાઓની પ્રેમકહાની માં સૌથી વધારે બેઇજ્જતી અને નુકસાન પંકજ ને જ મળ્યું હતું.

પંકજ અને આશા એક Coffee Bar માં પ્રેમાલાપ કરવા બેઠા હતા, ત્યાં આશાના Uncle નો છોકરો આ લોકોને બેઠેલા જોઈ જાય છે પણ આ વાત થી અજાણ આશા અને પંકજ પોતાના પ્રેમમાં ગળાડૂબ થઈને બેઠા હોય છે, એ છોકરો આ બંને ના મિલન ની અને પ્રેમ-સંબંધ ની વાત આશાના માતા-પિતા ને કરે છે અને એજ સમયે આશાના માતા-પિતા ગુસ્સામાં લાલચોળ થઇ જાય છે અને આશાને આ પંકજથી દૂર કરવાનો ફેસલો કરે છે, જયારે આશા ઘરે આવે એની રાહ જોઈને આશાના માતા પિતા એને સમજાવી ધમકાવીને આ બધું બંધ કરી દે એવું વિચારી દે છે. કેમ કે આશા ના માતા પિતા ને પંકજ ના ખરાબ કામની જાણ હોય છે.

આ બાજુ આ વાત થી અજાણ પંકજ અને આશા Coffee Bar માં Coffee ની સાથે પોતાના પ્રેમનો આસ્વાદ માણી રહ્યા હતા. બંને એટલા મશગૂલ થઇ ગયા હતા કે Cofee Bar ના લોકોની રંજોશરમ પણ ભૂલી ગયા હતા. પણ આ પ્રેમ બહુ જલદી થી તબદીલ થવાનો છે પ્રેમ ના દુશમનો ના લીધે જુદાઈ ની નફરત માં.


*****


આશાના ઘરે જાણ થવાથી આગળ હવે બંને મળી શકશે? આશા અને પંકજ નફરત અને જુદાઈ માં ફસાઈ જશે? બંને જીવનસાથી બનશે કે જુદા થઇ જશે? આખરે કયુ દર્દ મળશે? આ પ્રેમીઓના પ્રેમ નો શું અંત આવશે? એ વધુ આવતા અંકે.


તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..

જમીનદાર : પ્રેમ અને દુશ્મની

બસ એક તારા માટે

તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ
8849633855