Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 6

     પ્રેમ માં શું શું થાય છે?
એતો એક આશીક જાણે છે અને ભગવાન જ જાણે છે..
પણ આ પ્રેમ કહાની માં ના જાણે શું થશે?
કેમ કે આ બંને હવે તો પહેલાં થી પણ વધારે પ્રેમમાં દિવાના થઈ ગયા લાગે છે. એવી જ કંઈક હરકતો આ બંને કરી રહ્યા હોય છે.

    નયનરમ્ય અને આહલાદક નો અહેસાસ કરાવતા અને રંગબેરંગી ફૂલો વાળા ગાર્ડન માં આશા ને પંકજ નામના લવબર્ડ્સ એકબીજાને Tightly Hug કરીને પોતાના પ્રેમ માં એકરંગ બનીને પ્રેમ નો આસ્વાદ માણી રહ્યા હતા. હાલ તો બંનેના ચહેરાની તાજગી ગાર્ડન ના ફૂલોને પણ ઈર્ષા ઉપજાવે એવી હતી. ફક્ત સાત દિવસ ના સમય પછી જ બંને મળ્યા હતા તો પણ જાણે વર્ષો ના વિયોગમાં તડપી રહ્યા હોય એમ એકબીજાને આખા ચહેરા પર Kiss કરે જતા હતા.

    આશા અને પંકજ આવી હરકતો કરવામાં એટલા તો મશગૂલ થઈ ગયા હોય છે કે ત્યાં ગાર્ડન માં બીજા લોકો પણ ઉપસ્થિત છે એવું ભૂલી જાય છે. પ્રેમ આંધળો હોય છે એનું ઉદાહરણ બનીને સાક્ષી પૂરી રહ્યા હોય એમ એકબીજાની બાહોમાં આંધળા બનીને લપાઈ ગયા હતા.બે શરીર ને એક આત્મા હોય એવું આ બંને ને જોઈને પ્રતીત થઈ રહ્યું હતું.

   ઇશ્ક ની શેતરંજી માં આ બંને સવાર થઈને મહોબ્બત ના આકાશમાં ઉડી રહ્યા હતા ને આ પ્રીત ભરેલ ઉડાન એમને કયાં દર્દભર્યા મુકામ અને યાદભર્યા સૂકા રણમાં ઉતારવાની હતી એનાથી હાલ તો બંને અજાણ હતા.

      બંને ના શરીર એકબીજાને એટલા અડેલા હોય છે કે એકબીજાનો શ્વાસ પણ બંને ને પ્રેમ ના નશાની તલપ કરાવી રહ્યો હતો. પણ સમયનો અભાવ કહો કે ત્યાં નો માહોલ કે પોતાની શરમ એ બધું યાદ આવી ગયું હોય એમ આ બંને સજાગ થઈને પોતાની બાહોમાંથી અળગા થઈ જાય છે અને થોડા સ્વસ્થ થાય છે, બંને એ એકબીજાના શરીર ની અનુભવેલી ગરમી હવે બંને ને પોતાના શરીરો ને મિલાવા પ્રેરી રહી હતી. બંને એટલી અતિશયોક્તિ માં આવી ગયા હતા કે આટલી વાર એકબીજાની બાહોમાં રહીને અઢળક Kiss નું રસપાન કર્યા પછી બંને ના હોર્મોન એક્ટીવ થઈ જાય છે ને બંને ફિજિકલ રિલેશન કરવા તત્પર થઈ જાય છે અને આંખોના ઈશારાઓથી એકબીજાને હા પણ કરી દે છે.

    પંકજ આશાને એના હાથોમાં ઉંચકી લે છે ને આશાને ઉદ્દેશીને કહે છે,.....

            "તુમ આંખો સે તીર ચલાતી હો,
            તીર અંદાજી ખૂબ જાણતી હો,
            નિશાના સીધે દિલ પર લગાતી હો,
            ઐસી અદા સે તું મુજે અપના બનાતી હો,
            દિખતી નાજુક ફૂલ જેસી હો,
            પર યે ફૂલ બડા હી ભારી હેં..."

    પંકજ ની આવી Flirt કરતી શાયરી બોલવાથી આશા મીઠા ગુસ્સા સાથે એનો ચહેરો શરમ થી લાલ થઈ જાય છે.અને બંને દ્વારા કરવામાં આવી રહેલી પ્રેમચેષ્ઠાનો ભરપૂર આનંદ માણીને પોતપોતાના ઘર તરફ જવા નીકળે છે. પંકજ આશાને ગાર્ડનમાંથી બાઈક બેસાડીને બસસ્ટેશન ઉતારી એ એના ઘર બાજુ નીકળી જાય છે ને આશા બસ પકડીને ઘરે પહોંચે છે, અને રાત પડતાં બંને પોતાની પથારી માં સૂતાં Chat માં ગાર્ડન ની પળોને યાદ કરીને બીજા દિવસે Hotel માં જવાનુ નક્કી કરે છે. Chat પૂરું થતાં બંને તકિયાને પોતાનો Partner સમજીને પોતાની બાહોમાં લઈને બીજા દિવસ ની સવાર માટે ફરીથી મુલાકાત માં સાથ માણવા નો એક અજીબ અહેસાસ સાથે બંને સુઇ જાય છે.

             દિલ થી દિલ મળ્યા છે તો,
             હવે પ્રેમનો એકાકાર કરી દઈશું..
             જીસ્મ થી જીસ્મ મળશે તો,
             હવે એક જાન બની રહી લઈશું..
             દુનિયા અમને જુદા કરશે તો,
             મોતને પણ વહાલું કરી લઈશું..
             કોઈ પૂછે સાચો પ્રેમ શું છે તો,
             એવો શુદ્ધ પ્રેમનો પુરાવો આપી દઈશું..

    હવે હાલ ના સમયમાં આ True Love ની સાક્ષી પૂરતું અનેરું Couple દિલથી દિલ તો લગાવી ચૂક્યું હતું અને હવે શરીર થી શરીર લગાવીને પ્રેમની પરિપૂર્ણતા કરવા જઈ રહ્યું હતું. બીજા દિવસ ની સવાર થતાં બંને સરસ રીતે તૈયાર થઈને બંને એ નક્કી કરેલ સમય અને સ્થાન પર પહોંચવા ઘરેથી નીકળી જાય છે.

     નિયત કરેલ સમયે મહેસાણા પહોંચી જાય છે ને બંને એકબીજાને Smoothly Hug કરીને Dim Lip Kiss કરે છે અને થોડો Breck Fast કરીને બાઈક પર બેસીને Hotel તરફ જવા નીકળે છે. Hotel પહોંચ્યા પછી Reception પર જઈ Room Book કરીને જે જરૂરી Formality પૂરી કરીને Hotel ના Room માં જાય છે. Room માં જઈ થોડીવાર પ્રેમની ઉત્તેજના અપાવે એવી વાતો કરે છે ને બંને Hug કરીને Feeling ભરેલ Kiss ના વરસાદ થી એકબીજાના ચહેરાને ભીંજવા હોડ લગાવી હોય એમ બંને એકબીજા પર વરસી પડે છે. 


                               *****

શું આ બંને નો પ્રેમપ્રણય થશે? આ પ્રેમપ્રણય પછી એમનો પ્રેમ અકબંધ રહેશે કે નવી તકલીફ લઈને આવશે? આખરે કયુ દર્દ મળશે?બંને જીવનસાથી બનશે કે જુદા થઇ જશે? આ પ્રેમીઓના પ્રેમ નો શું અંત આવશે? વધુ આવતા અંકે.

તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
જમીનદાર : પ્રેમ અને દુશ્મની
બસ એક તારા માટે

    તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ 
8849633855