Dardbharyo Prem - 5 books and stories free download online pdf in Gujarati

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 5

     આશા એ રાતે જ પંકજ ને Msg કરીને બીજા દિવસે મળવાનું કહી દીધું હોવાથી પંકજ તો કેટલીય ખુશી થી સવારે જ તૈયાર થઈને મહેસાણા પહોંચી પણ જાય છે, અને આશા પણ તૈયાર થઈને પંકજને મળવા મહેસાણા પોતાના ગામના બસસ્ટેશન પર આવીને ઉભી હોય છે અને Call કરીને પંકજને એ મળવા માટે ઘરે થી નીકળી ગઈ છે એવું જણાવી દે છે.

    મહેસાણા ની મોઢેરા ચોકડી પાસે આવેલી મુરલી ફાસ્ટ હાઉસ જેમાં કોલેજ ના તરુણ અવસ્થા એ પહોંચેલા અને દિલમાંથી પ્રેમ નો ફુવારો ઉછળે એવા પ્રેમ સ્ફુરતાં Couples પોતાનો અડ્ડો જમાવીને અહીંયા જ પ્રેમગોષ્ઠી કરવા બેસતાં. કોલેજ ના Couples ની આ પ્રેમાલાપ કરવા માટેની Favorite જગ્યા હતી. પંકજ પોતાનું બાઈક લઈને અહીંયા ઉભો રહ્યો.

   પંકજ પણ એનું બાઈક અહીંયા ડબલ સ્ટેન્ડ કરીને ઉપર બેસીને સિગરેટ ની શત મારતાં આશા ના આવવાની રાહ જોઈ રહ્યો હતો, પણ પંકજ માટે એક એક મિનીટ હવે પસાર કરવી મુશ્કેલ થઇ રહી હતી. ના જાણે કેમ એનું હૃદય પણ આજે વધારે ધબકી રહ્યું હતું.એના રોમ રોમ પુલકિત થઇ ગયા હોય એમ એક અજીબ પ્રકાર ની ખુશી થી દિલ બેચેન થઇ રહ્યું હતું, સાચેજ... મારું તો એવું જ માનવું છે કે સાચા પ્રેમ માં આટલી અધીરાઈ થવી જરૂરી જ છે, નહીં તો સાચા પ્રેમ નું બીજું તો શું પ્રમાણ હોઈ શકે.

     આશા એના ગામના બસ સ્ટેશન થી બસ માં બેસીને મહેસાણા આવે છે, આશા પંકજ ને Call કરીને કહે છે કે હું મહેસાણા પહોંચી ગઈ છું. પંકજ જ્યાં ઉભો હતો ત્યાંથી આશા 2 કિલોમીટર દૂર બસ માંથી ઉતરે છે અને આશા એવું ચાહતી હતી કે પંકજ એને બાઈક લઈને કોઈ એકાંત મળી રહે એવી જગ્યા એ લઇ જાય અને પોતાની ભૂલ ની માફી પણ માંગી લે, અત્યારે બંને વચ્ચે નો જે 2 કિલોમીટર ના રસ્તાનો ફાસલો હતો એના પર લાલ જાજમ બિછાવીને અને ઉપર વિવિધ ફૂલ ની પાંખડીઓ પથરાવે અને બેન્ડ બાજા બોલાવીને એનું એક Dream Princess ની જેમ ધૂમધામથી સ્વાગત કરે, આવી રીતે પંકજ ના મનમાં વિચારો આવી રહ્યા હતા પણ એવું પંકજ કરી નહોતો શકવાનો. કેમ કે પંકજ હજુ College Student જ હતો. પણ આજકાલ ના યુવાનોના મનમાં પોતાના પ્રિય પાત્ર માટે આવું બધું કરવાના નિષ્કામ વિચારો તો આવતા રહેતા હોય છે.

    પંકજ સામેથી જ બાઈક લઈને આશા ને લેવા જાય છે અને આશા જ્યાં ઉભી હોય છે ત્યાં જઈને પંકજ ઉભો રહે છે, બંને એકબીજા નો ચહેરો જોઈ બહુ ખુશ છે એવું દર્શાવા સામસામે Lightly Smile આપે છે. પંકજ આશાને આંખો થી ઈશારો કરી બાઈક પર બેસી જવાનુ કહે છે અને આશા બાઈક પર બેસી જાય છે પછી પંકજ બાઈક Drive કરીને મુરલી ફાસ્ટ હાઉસ ની બદલે એક ગાર્ડન તરફ જાય છે, પંકજ મનોમન એવું વિચારતો હતો કે ત્યાં ફાસ્ટ હાઉસ કરતાં Naturally વાતાવરણ અને શાંત માહોલ વાળા ગાર્ડન માં વાત કરીશું તો સારુ રહેશે. એટલે પંકજ બાઈક લઈને ગાર્ડન બાજુ નીકળે છે અને એ લોકો ગાર્ડન પહોંચી જાય છે, બાઈક પરથી બંને ઉતરીને એકબીજાના Hand Bonding કરીને ગાર્ડન માં જઈને બેસે છે.

     પંકજ અને આશા સામસામે બેસીને આંખો માં આંખો નાખીને જોઈ રહ્યા હતા. બંને એ જે ભૂલ કરી હતી એની માફી માંગવા અને આ Relation ને આગળ વધારવા અને લાગણીઓને વ્યક્ત કરવા મુલાકાત માટે આ મિલાપ થયો હતો પણ હાલ તો આ બંને નજરોથી નયનમિલાપ કરી રહ્યા હતા. એક પણ ના મોંઢા માંથી શબ્દ નહોતો નીકળી રહ્યો પણ આંખો મિલાવીને નજર ની ભાષા થી કેટલીય વાતો કરી લે છે અને એકબીજા માટે નિશ્વાર્થ પ્રેમ ની લાગણી છે એવું સમજી પણ લે છે.

   પંકજ કંઈક બોલવા જ જતો હતો ત્યાં આશા એનો હાથ પંકજ ના મોંઢા પર રાખી દે છે ને કહે છે કે તું શું કહેવા માંગે છે એ હું સમજી ગઈ, તારે કાંઈ કહેવાની જરૂર નથી અને હું તને એટલું જ કહેવા માંગુ છું કે "તું એવું ના વિચાર કે પ્રેમ માં ફક્ત તને જ બધું થાય છે, તારી નજીક આવતા જ મારા પણ ધબકારા વધી જાય છે." આશા આવું કહીને પંકજ ને Tightly Hug કરી લે છે અને પંકજ ના હોઠ પર પોતાના હોઠ મૂકી દે છે અને આ Kiss દરમિયાન બંને આગળ જે પણ થયું હતું એ ભૂલીને એકબીજાની બાહો માં દિલ માં ઉભરી રહેલી લાગણીઓમાં તણાઈ જાય છે ને પ્રેમ માં ઓતપ્રોત થઇ જાય છે.

                                *****

  હવે આ મુલાકાત પછી આશા પંકજ ની ઈચ્છા ને માની જશે? આખરે કયુ દર્દ મળશે?બંને જીવનસાથી બનશે કે જુદા થઇ જશે? આ પ્રેમીઓના પ્રેમ નો શું અંત આવશે? વધુ આવતા અંકે

તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
જમીનદાર : પ્રેમ અને દુશ્મની
બસ એક તારા માટે

    તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ 
8849633855

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED