દિવાનગી ભાગ ૧૧ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિવાનગી ભાગ ૧૧

    સમીરા નવાઈ થી તે વ્યક્તિ સામે જોઈ રહીને પછી બોલી," હું તો આ વ્યક્તિ ને નથી ઓળખતી."
    ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ કહ્યું," આ વ્યક્તિ નું નામ કાલુ છે. તે નાની મોટી ચોરી ચપાટી કરતો હોય છે. બે -ત્રણ વખત પકડાઈ પણ ગયો છે. અમે વિનીત ને શોધી રહ્યા હતા. તમે જે બાઈક નો નંબર આપ્યો તેની તપાસ કરી રહૃાા હતા. વિનીત એ તે બાઈક આ શહેર છોડતા પહેલા રમેશ મહેતા નામ ના વ્યક્તિ ને વહેંચી હતી. તેની પાસે થી કાલુ એ ખરીદી. કાલુ જ કહેશે કે તેણે આ બધું શું કામ કર્યું ?"
     દુબળો પાતળો ને ઉંચો કાળું ચહેરા પર થી ભોળો લાગતો પણ તેની આંખો માં લુચ્ચાઈ છલકાતી હતી. ઇન્સ્પેક્ટર જશવંતસિંહ ઉભા થયા ને કાલુ પાસે આવીને દંડો જમીન પર પછડાતા બોલ્યા," બોલ ,તુ આ બધું શું કામ કરતો હતો ?"
   કાલુ બે હાથ જોડીને કરગરતા બોલ્યો," સાહેબ , મારો કોઈ વાંક નથી. હું તો તેના કહેવા પ્રમાણે બધું કરતો હતો."
   ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ કાલુ ના ચહેરા પર થપ્પડ મારતા કહ્યું," કોના કહેવા પર ? બધી વાત જલ્દી બોલાવા લાગ"
     કાલુ એ કહ્યું," સાહેબ, બધી વાત કહું છું. એક દિવસ મને મળવા એક વ્યક્તિ આવ્યો હતો. તેણે મને કહ્યું કે તને જલ્દી માલામાલ થવું છે?" મેં કહ્યું," હા સાહેબ, પણ હું ખુન ખરાબા ના ચક્કર માં નહીં પડું. " તેણે કહ્યું કે ," ફક્ત એક યુવતી ને તને ડરાવવાની છે." આ સાંભળી ને હું તૈયાર થઈ ગયો. તેણે પહેલું કામ મને તે બાઈક ખરીદવાનું સોંપ્યું. તેણે મને રૂપિયા આપ્યા ને તે બાઈક ખરીદી લાવવાનું કહ્યું. પહેલા તો રમેશ એ તે બાઈક વહેંચવાનો સાફ ઈન્કાર કરી દીધો પણ પછી વધારે રૂપિયા ની લાલચ માં તેણે બાઈક વહેંચી દીધી."

     " પછી મને તે વ્યક્તિ એ મેડમ નો પીછો કરવાનું કામ સોંપ્યું. મને તે કાગળો આપ્યા જે હું તેમના ઘરે રાખી આવતો હતો. તેમની ઓફિસમાં એક  પ્યુન ને મેં પૈસા ની લાલચ આપીને ફોડ્યો હતો તે મેડમ ના ડેસ્ક પર કાગળો રાખી દેતો હતો. મને મેડમ ના ઘર , ઓફિસ નો એડ્રેસ અને તેમના જવા આવવાનો સમય તે શખ્સ કહી દીધો હતો. મારે ફક્ત મેડમ ને ડરાવાના હતા. બે દિવસ પહેલા તો તેણે મને પુરા રૂપિયા દઈને શહેર છોડીને જવાનું કહૃાું હતું. હું પહેલી બાઈક ને વહેંચવાના ચક્કર માં રહૃાો તેમાં ફસાઈ ગયો."  કાલુ એ રડતા રડતા કહ્યું.
    " સાહિલ પર હુમલો તે કર્યો હતો ?"ઇન્સ્પેક્ટર એ કડકાઈથી પુછ્યું
   " હા, સાહેબ." કાલુ જોર જોર થી રડવા લાગ્યો.
  " રડવાનુ નાટક ન કરીશ. તે તે વ્યક્તિ નો ચહેરો બરાબર જોયો છે ?"
        ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ કડકાઈથી પુછ્યું.
" હા, સાહેબ. મને તેનો ચહેરો બરાબર યાદ છે." કાલુ એ કહ્યું.
   
  ઇન્સ્પેક્ટર જશવંતસિંહ વિનીત નો પાસપોર્ટ સાઈઝ નો ફોટો તેની ઓફિસમાંથી લઈ આવ્યા હતા. તેમણે તે ફોટો બતાવતા કહ્યું," આ છે તે વ્યક્તિ?"
       કાલુ એ તે ફોટો ધ્યાન થી જોયો. સમીરા અને ઇન્સ્પેક્ટર સાહેબ કાલુ ના જવાબ ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહૃાા.
       કાલુ એ કહ્યું," ના, સાહેબ. આ તે નથી."
સમીરા અને ઇન્સ્પેક્ટર જશવંતસિંહ નિરાશ થયા. ત્યાં ઇન્સ્પેક્ટર જશવંતસિંહ ના મગજ માં ઝબકારો થયો ને તેણે બીજા કોન્સ્ટેબલ ને બોલાવીને કહ્યું," પ્રતીક ને અહીં લઈ આવ."
    સમીરા એ આધાત થી કહ્યું," નહીં સર, પ્રતીક આવું ન કરી શકે."
ઇન્સ્પેક્ટર એ કહ્યું," તે ખુન કરી શકે તો ગમે તે કરી શકે."
   " પ્લીઝ, સર. પ્રતીક એ આ ખુન નથી કર્યું."
" તે ખુદ કબુલ કરે છે."
          સમીરા પાસે કોઈ જવાબ ન હતો. તે ચુપ થઈ ગઈ. થોડીવાર રહીને કોન્સ્ટેબલ પ્રતીક ને લઈને આવ્યો. પ્રતીક ની આંખો ઉડી ઉતરી ગઈ હતી. ચહેરો એકદમ નિસ્તેજ થઈ ગયો હતો. તેણે સમીરા તરફ જોયું પણ નહીં.
        ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ કહ્યું," બોલ કાલુ, આ છે તે વ્યક્તિ?" તેમણે પ્રતીક તરફ ઈશારો કરતા પુછ્યું.
     કાલુ થોડીવાર પ્રતીક સામે જોઈ રહ્યો. તેની અને પ્રતીક ની આંખો એક ક્ષણ માટે મળી ને તેણે તરત કહ્યું," હા, તે વ્યક્તિ આ જ છે."
    સમીરા એ ગુસ્સામાં કહ્યું," આ વ્યક્તિ ખોટું બોલે છે. પ્રતીક આવું કરી જ ન શકે."
     ઇન્સ્પેક્ટર એ કહ્યું," તમારી પાસે પ્રતીક ની બેગુનાહી નો કોઈ સબૂત છે ?"
   સમીરા એ કહ્યું," ના સર. પણ આ વ્યક્તિ ખોટું બોલે છે." તે પ્રતીક પાસે ગઈને બોલી," તું કહેને સાચું શું છે. તું શું કામ ચુપ છે?" તેણે પ્રતીક ના શર્ટ ના કોલર પકડી લીધા ને પુછ્યું.
    પ્રતીક એ પોતાના કોલર છોડાવતા કહૃાું," આ વ્યક્તિ સાચું કહે છે.મે જ આ બધું કરાવ્યું હતું ને શાલિની નું ખુન પણ મેં જ કર્યું હતું." તેણે સમીરા ની આંખો માં જોતા કહ્યું.

  સમીરા એક પળ માટે બાધા ની જેમ પ્રતીક સામે જોઈ રહી પછી બોલી," તું જુઠું બોલે છે."
    પ્રતીક એ ગુસ્સામાં કહ્યું," આ સાચું છે."
સમીરા રડી પડીને બોલી," પણ શું કામ ?"
   પ્રતીક એ કહ્યું," તારી સાથે બદલો લેવા માટે. આપણી છેલ્લી મુલાકાત વખતે જે રીતે તારા મમ્મી એ મારું અપમાન કર્યું હતું.તે પણ મારો પક્ષ નહોતો લીધો તે મને હજી પણ યાદ છે. મને તારા થી બદલો લેવો હતો. મને જ્યારે ખબર પડી તું ડિવોર્સ લે છે ત્યારે મેં આ પ્લાન બનાવ્યો. મને ખબર પડી કે વિનીત ના લીધે આ ડીવોસૅ થઈ રહૃાા છે એટલે મેં કાલુ પાસે થી તેની બાઈક ખરીદાવી હતી. કાલુ ને મેં આ પ્લાન માં સામેલ કર્યો. હુ ઈચ્છતો હતો કે તું એમ સમજે કે આ બધું વિનીત કરાવે છે. રાત્રે હું જાણી જોઈને ત્યાં ઉભો હતો. તે ફોટા પણ કાલુ એ પાડયા હતા ને તને અને સાહિલ ને મોકલાવ્યા હતા. હુ ઈચ્છતો હતો કે સાહિલ તને નફરત કરે ને તારા થી દુર થઈ જાય ને તારી બદનામી પણ થાય. સાહિલ ને સબક શીખવાડવા મેં તેના પર હુમલો કરાવ્યો હતો. હું  ઈચ્છતો હતો કે તું ફરીથી મને અપનાવી લે. મારી થઈ જાય. એક વાર તને ભોગવીને હું તને છોડી દેવાનો હતો."
       પ્રતીક એ આ વાક્ય  હજી પુરું જ કર્યું હતું કે તે સાથે તેના ગાલ પર એક થપ્પડ સમીરા એ મારી દીધી. થોડીવાર તો એકદમ શાંતિ છવાઈ ગઈ.
     પછી પ્રતીક એ કહ્યું," હજી પુરી સચ્ચાઈ જાણી લે. તારી બેસ્ટ ફ્રેન્ડ શાલિની મારી અને કાલુ ની વાત સાંભળી ગઈ હતી. તે તને કશું જણાવે તે પહેલાં મેં તેનુ મર્ડર કરી દીધું પણ અફસોસ તું ત્યાં પહોંચી ગઈ. "

   સમીરા એ ગુસ્સામાં તેની સામે જોયું . તેની આંખો માંથી આંસુ વહી રહૃાા હતા. તે બોલી," આઈ હેટ યુ." તે પોલીસ સ્ટેશન ની બહાર નીકળી ગઈ.
       બધા એક પળ સ્તબ્ધ થઈ ગયા પછી ઇન્સ્પેક્ટર એ કહ્યું કે આ બંને ને લોકઅપ માં બંધ કરી દો.
         કાલુ અને પ્રતીક ને લોકઅપ માં લઈ જવામાં આવ્યા ‌. ઇન્સ્પેક્ટર જશવંતસિંહ ખુરશી પર બેસીને ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા.
             **********************
       સમીરા ઘરે આવીને પોતાના રૂમમાં જતી રહી ને તેણે દરવાજો બંધ કરી દીધો. તેને પ્રતીક ના શબ્દો દિલ માં ચુભી રહૃાા હતા. તેને યાદ આવી ગઈ તે ઘટના જેના લીધે તે બંને અલગ થયા હતા.
         પ્રતીક નું ભણવાનું પુરું થઈ ગયા પછી તે એક કંપની માં જોડાયો હતો. શરુઆત નો પગાર બહુ ન હતો પણ તેમ છતાં પ્રતીક પુરી મહેનત થી કામ કરી રહૃાો હતો. તે કંપની માં પ્રતીક નો એક સિનિયર ગોપાલ હતો. તે ઘણા રૂપિયા ની ફેરબદલી કરીને પોતાના ખિસ્સા ભરી રહૃાો હતો. એકવાર પ્રતીક આ વાત જાણી ગયો ને તેણે ગોપાલ ને ધમકી આપી કે તે આ વાત ની કંપની ના મેનેજર ને ફરિયાદ કરશે. પણ ગોપાલ બહુ ચાલાક હતો.
          તેણે પ્રતીક હજી કોઈ ફરિયાદ કરે તેની પહેલાં પ્રતીક પર જ ચોરી નો આરોપ મુકી દીધો. પ્રતીક ના ખાતાં માં મોટી રકમ જમા કરાવી દીધી. કંપની ના માલિક પ્રતીક ને જ ગુનેગાર માનવા લાગ્યા ને તેને નોકરી માંથી છુટો કરી દીધો. તેના પર કેસ કરવાની પણ તૈયારી કરી રહ્યા હતા.
         આ વાત ની જાણ સમીરા ના ઘરે થઈ ત્યારે  સમીરા ને વિશ્વાસ જ ન આવ્યો. સમીરા ના મમ્મી ને ખુબ ગુસ્સો આવ્યો હતો. તે સીધા પ્રતીક ના ઘરે પહોંચી ગયા. ત્યારે પ્રતીક અને તેના કાકી જ ઘરે હતા.
    રમાબહેન ને તેના કાકી એ આવકાર આપ્યો પણ રમાબહેન એ ઉભા જ રહીને કહ્યું," હુ અહીં એટલું જણાવવા આવી છું કે પ્રતીક મારી દીકરી થી દુર રહે. હું કોઈ ચોર ને મારી દીકરી નહીં આપું."
    પ્રતીક ના કાકી એ ગુસ્સામાં કહ્યું," પ્રતીક ચોર નથી. તે બહુ જલ્દી સાબિત થઈ જશે."
    રમાબહેન એ કહ્યું," તમે તો એમ જ બોલશો. પણ પ્રતીક પર તો કેસ થવાનો છે અને તેની નોકરી માંથી પણ કાઢી મુકવામાં આવ્યો છે."
    પ્રતીક ના કાકી એ શાંતિ થી કહ્યું," કોઈ ગેરસમજ થઈ છે. અમારો પ્રતીક આવું ન કરી શકે."
   રમાબહેન એ કહ્યું," મને કંઈ નથી સાંભળવું . હું ચોરી કરવાવાળા પરિવાર માં મારી છોકરી ન સોંપી શકું."
    પ્રતીક ને આ સાંભળી ને ગુસ્સો આવ્યો તે બોલ્યો," બસ આંટી, હવે તમે લિમિટ ક્રોસ કરી રહ્યા છો."
      ત્યાં જ સમીરા હાંફતા હાંફતા ત્યાં પહોંચી આવી. દરવાજો ખુલ્લો જ હતો. તેને જેવી ખબર પડી કે તેના મમ્મી પ્રતીક ના ઘરે ગયા છે તે તરત ઝડપથી  આવી ગઈ. તેણે પ્રતીક ની વાત સાંભળી ને તે તરત જ ગુસ્સા માં બોલી," પ્રતીક, તું આવી રીતે મારી મમ્મી જોડે વાત કરે છે?"
    પ્રતીક બોલ્યો," સમીરા, તારા મમ્મી એ મારા કાકી ને મને કેટલું સંભળાવ્યું તે તું પુછી જો."
    રમાબહેન એ રડવાનુ ચાલુ કરી દીધું. સમીરા ગુંચવાઈ ગઈ તેને આખી વાત ની જાણ ન હતી.
    રમાબહેન એ કહ્યું," હું તો મારી દીકરી ના ભવિષ્ય માટે કહી રહી હતી."
   સમીરા એ પ્રતીક ના કાકી સામે જોતા કહ્યું," આન્ટી, સોરી. મારા મમ્મી કંઈ આડુંઅવળું બોલ્યા હોય તો."
      ત્યાં સમીરા ના મમ્મી રમાબહેન ને ચક્કર આવવા લાગ્યા ને તે ફશૅ પર પડી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમનું પ્રેશર વધી ગયું હતું. સમીરા એ ત્યારે જ પ્રતીક થી અલગ થવાનો નિર્ણય લઈ લીધો. આમ પણ બંને કુટુંબ વરચે કડવાશ આવી ગઈ હતી.
          પ્રતીક અને સમીરા તે ઘટના પછી અલગ પડી ગયા. પ્રતીક ત્યાર પછી નિદોર્ષ સાબિત પણ થયો ને તેનો સિનિયર પકડાઈ ગયો પણ હવે તેનુ મન આ શહેર થી ઉઠી ગયું હતું. સમીરા ના મમ્મી તેને હજી પણ સ્વીકારવા તૈયાર ન હતા. આથી પ્રતીક એ તેના કાકા કાકી સાથે શહેર છોડી દીધું ને બંને કાયમ માટે અલગ થઈ ગયા.
         સમીરા તે ઘટના યાદ કરીને રડી પડી. પ્રતીક એ બદલો લેવા આ કામ કર્યું તે જાણીને તે અંદર થી તુટી ગઈ હતી.
              ************************
       ઇન્સ્પેક્ટર જશવંતસિંહ હજી પણ ગુંચવાયેલા હતા. પ્રતીક એ બધું કબુલ કર્યું હોવા છતાં તેમનું મન હજી પણ માનતું ન હતું. શાલિની ના હાથ માંથી મળેલો પહેલો કાપડ નો ટુકડો કોનો હશે તે પણ નહોતું સમજાતું.
           રાત્રે તે ડ્યુટી પુરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં શાલિની નું ઘર આવ્યો. તેને સીલ કરી દેવામાં આવ્યું હતું. અચાનક તેમને શું સુઝયુ કે તેમણે બાઈક શાલિની ના ઘર પાસે ઉભી રાખી. આખુ ઘર તો તેમણે પહેલા પણ જોઈ લીધું હતું. તે ઘર તરફ જોઈ રહૃાા હતા ત્યાં તેમનુ ધ્યાન ગયું કે તે ઘર ની પાછળ એક રસ્તો હતો. જે ત્યારે ઉતાવળમાં જોવાનો રહી ગયો હતો.
      તે કોઈ આંતરિક પ્રેરણા થી   શાલિની ના ઘર ની પાછળ ગયા. ત્યાં ઝાડી ઝાંખરા ને કચરો હતો. તે તરફ ખુબ અંધારું હતું. તેમણે મોબાઇલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરીને ચારેતરફ નિરીક્ષણ કરવા લાગ્યા. ત્યાં અચાનક એક વસ્તુ તેમને ઝાડીમાં અટવાયેલી દેખાય . જે જોઈને તેમની આંખો ચમકી. આ વસ્તુ આ આખા કેસ ની દિશા ઉલટાવી નાખવાની હતી.