રાધાપ્રેમી રુક્મણી ભાગ -11 Purvi Jignesh Shah Miss Mira દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધાપ્રેમી રુક્મણી ભાગ -11

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :-

બલિદાનો પછી, પણ, રાધા નો પોતાનાં પર અટલ વિશ્વાસ!!

આ બધું સાંભળ્યા પછી, રુક્મણી ને રાધા પ્રેમ નો થયો અલૌકિક અહેસાસ!!

હવે, આગળ :

રાધાવર્ણન રોહીણીમા નાં મુખે થી સાંભળી ને, રુક્મણી એકદમ ભાવુક તો થઈ જ ગયા હતાં.

નારદમુની નાં વચનામૃત પછી જાણે,
એ રાધારાણી, એ ગોવાલણ ની વધુ નજીક જાણે પહોંચી ગયા.

એમનો, ગર્વ કે, એમનાં જેટલો પ્રેમ આ સમગ્ર સૃષ્ટી માં દ્વારકાધીશ નેં કોઈ કરી જ નાં શકે, એ ચકનાચૂર થઈ ગયો.

હૈયે ઉઠેલા વિવાદ નાં પૂર શમી ગયાં.

શંકા નાં વાદળો આંસુ બની દ્વારકા નગરી પર વરસી ગયા.

સોનાની દ્વારકા નાં આજે, જાણે, ભાગ્ય ખૂલી ગયા.

વહેલી પરોઢ નાં સૂરજ નેં સોનેરી કિરણો જાણે, આજે, સદી ગયા.

દરિયા નાં તોફાની મોજા જાણે, કૂદી કૂદી ને રાજમહેલ નેં નમી રહ્યા.

અનેં અલ્લડતા ની એમની અનેરી અદા માં જાણે, કહી રહ્યા,

મથુરા માં વાગી મોરલી!!
ગોકુળ માં કેમ રહેવાય?
ડાકોર નાં રાયરણછોડ રે!!
સોનાનાં હિંડોળે દ્વારિકા માં દિવા બળે!!!

મથુરા માં દેવકી મા નું વ્હાલ!!
ગોકુળ માં ટહુંક્યા મોર??
નંદકિશોર રે!!
સોનાની આ દ્વારિકા માં આનંદ નાં દિવા બળે!!!

રોહીણીમા  એ આજે, બપોર નાં ભોજન પછી, એમનાં કક્ષ માં સૌનેં સામે થી તેડાવ્યા. લાલા નાં રાધારાણી સાથે નાં લગ્ન માં મ્હાલવા.

બપોર નાં ભોજન પછી, સૌ આજ્ઞા પ્રમાણે, રોહિણી મા નાં કક્ષ માં એકત્રિત થઈ ગયાં. લાલા નાં લગ્ન ની વાત આગળ વધી.

કહેવાય છે,કે,
ભોળિયા એ કાળિયા એ સાચે જ યમુના કિનારે, એ સાચા મોતી ની ખેતી કરી!!!ઊગેલા મોતી ગાડાં ભરી ભરી નેં રાધારાણી નેં ઘેર બરસાના મોકલ્યા. આશ્ચર્યચકિત રાધારાણી ની મા ની આંખો અનેં  ચહેરા નાં હાવભાવ જોઈ નેં સહું વિચાર માં પડી ગયાં. એમણે, જેને કાળિયો, ગોવાળિયો, ભોળીયો કહ્યું હતું, એ તો, સર્વેશ્વર નીકળ્યો. આ સૃષ્ટિ નો સર્જનહાર નીકળ્યો .માફી માંગતા એ લાલા નાં ચરણે પડ્યા. અને, રાધારાણી માટે, એ જ કાળિયા નો હાથ માંગ્યો.

આમ, લાલા એ નક્કી કરેલી યોજના પાર પડી. રાધારાણી ની મા નાં અભિમાન ઉતાર્યા. ઉત્સાહ માં યશોદા મા ઉત્સવ ની તૈયારી કરવા લાગ્યા.

અનેં બીજી યોજના મુજબ, મથુરા થી લાલા નેં મામા કંસ નું તેડું આવ્યું. ઉત્સવ નો ઉત્સાહ શમી ગયો. લાલા નેં જવું પડશે, આ વાત થી બે વ્યક્તિ સૌથી વધુ દુઃખી હતી. એક મા યશોદા અનેં બીજી રાધારાણી.

લગ્ન રહ્યા એકબાજુ  અનેં લાલો ચાલ્યો વૃજ છોડી.

આખું વૃજ આંસુડે ભીનું છે.

યમુનાજી નાં નીર થંભ્યા છે.

ગાવલડી નાં ધણ લડ્યા  છે.

વનરાજી ત્યાં ઝુકી ગઈ છે,લાલા નાં અંતિમ ચરણસ્પર્શ જાણે, ઝંખી રહી છે.

ગોપીજન ગોકુળ નાં પાદરે જાણે, ફસડાઈ પડ્યાં છે.

ગોવાળિયા ઓ વ્હાલાં નો મારગ રોકી રહ્યાં છે.

મોરલા નાં નૃત્ય જાણે મોળા પડ્યાં છે.

મોરલી કાના ની હવે, છૂટી ગઈ છે.

રાધારાણી નાં હાથ માં જઈ નેં બેઠી છે.

વૃજ ના વાયરા જાણે, વિષાદે ચઢ્યા છે.

મા યશોદા નાં આંસુ ક્યાં શમ્યા છે??

નંદબાબા નાં જાણે, શ્વાસ રોકાયા છે!!!!

વિદાય ની વેળા વ્હાલાં સૌનેં મળ્યા છે.

વિદાય ની આ વેળા એ જ્યારે લાલો સૌનેં મળ્યો ત્યાં માનુની નેં ન જોયાં. એ, તો, વૃજ ની એ વનરાજી માં માન કરી નેં બેઠાં છે.એક એક આંસુડે  સવાલ કરી બેઠાં છે.

કાનો એમની અંતિમ વિદાય લેવા જાય છે,ત્યારે રાધારાણી ખુબ રડે છે. ત્યારે કાનો વાયદો કરે છે,હવે, આજીવન માં આપણું મળવું અશક્ય છે. પણ, ગૌલોકેશ્વરી ગૌલોક માં આપણેં સાથે જ જઈશું. અને, જતાં પહેલાં આપણે, ગાંધર્વવિવાહ પણ, કરીશું. ત્યાં સુધી વૃજ માં મારી રાહ જુઓ.

લાલા એ રાધારાણી નેં બે જવાબદારી આપી, એક તો વાંસળી અનેં બીજું વૃજ. અનેં એક, વાયદો પણ, લીધો. એમનાં ગયાં પછી ક્યારેય નાં રડવાનો.

વાંસળી નેં રાધારાણી એ હંમેશાં એમનાં અંગે લગાડી ને રાખી. હોઠે પણ, લગાડી ને રાખી, અનેં લાલા ની યાદો નેં એમાં જ સમાવી ને રાખી. વાંસળી નાં તમામ સૂર નો અભ્યાસ કરી, કાના નેં પોતાનાં માં અનેં વૃજ માં આજીવન જીવંત અનેં દ્શયમાન રાખ્યો.

અનેં કાના નાં ગયા પછી એ જરા પણ, રડ્યાં નથી, કેમકે, રડવા થી ભીંજાયેલી આંખો માં ગમે ત્યારે અચાનક થી આવેલો મારો વ્હાલો મનેં ઝાંખો દેખાશે.

અેકસોપચ્ચીસ વર્ષ નાં જીવન પછી, ગૌલોકવાસી થયેલો લાલો રાધા ની ત્યારે પણ, સંગાથે હતો. વૃજ ની એ સુંદર અનેં ઘટાદાર વનરાજી માં વાયદા અનુસાર એમનો ગાંધર્વ વિવાહ થયો, જેનાં એકમાત્ર કર્તાહર્તા અનેં પ્રેક્ષક માત્ર મહર્ષિ નારદ હતાં.

રાધામાધવ નીગૌલોકગમન ની આ તમામ પળો નાં એ એકમાત્ર દર્શક હતાં.

રોહીણીમા ની જવાબદારી કદાચ અહીંયા પૂરી થઈ ગઈ હતી. એ સ્વભાવે મજબૂત હોવા છતાં, લાલા માટે ખુબ લાગણીશીલ હતા. એટલે, એ હવે, ઢીલાં પડી ગયા હતાં. અવાજ માં એક અજાણ્યો ડૂમો હતો. એમનેં જોઈ નેં સૌ કોઈ શાંત હતા. રુક્મણી એ સૌનેં જળ આપ્યું. કદાચ હવે, એ કાંઈ બોલવાની પરિસ્થિતિ માં નહોતાં. છતાં પણ, રુક્મણી એ હિંમત કરી રાધા-મિલન નો પ્રસ્તાવ એમની સમક્ષ મૂકી જ દીધો. બધી રાણીઓ એ એમનેં સાથ આપ્યો.

ત્યારે, રોહિણી મા બોલ્યા, સર્વે કાંઈ કર્તાહર્તા તમારો પતિદેવ દ્વારકાધીશ છે. મારાં લાલા ની જવાબદારી તો અહીં પૂરી થાય છે. તમેં આ પ્રસ્તાવ એની પાસે જઈ નેં રાખો. એ બહું દયાળુ અનેં કર્તવ્યનિષ્ઠ છે. તમારો પ્રસ્તાવ સ્વીકારશે પણ, અનેં એનાં માટે, આયોજન પણ કરશે. હું હવે, થોડો આરામ કરીશ.

બધી રાણીઓ નાં મન માં હવે, કંઈક નવી ગડમથલ ચાલી. પોતાનાં પતિદેવ નેં એની જ પ્રેમિકા નેં પોતાનાં મળાવવા નો પ્રસ્તાવ એક પત્ની કેવી રીતે મૂકી શકે? અને, જવાબદારી રુક્મણી પર જ આવી. કેમકે, દ્વારકાધીશ વધુ સમય રાજકાર્યો પછી રુક્મણી સાથે જ ગાળતાં. અને, રુક્મણી વિવેકી, બુધ્ધિશાળી અનેં કાર્યકુશળ હતી. એમણે, જવાબદારી લઈ તો લીધી, પણ, હવે, પતિ સમક્ષ પ્રસ્તાવ મૂકવાની નવી મથામણ. નટખટ નંદકિશોર તો આ બધી વાતો થી વાકેફ જ હતા. અને, એમનું આયોજન પણ, હતું આ માટે .પણ, એ તો વિશ્વેશ્વર છે. થોડીક વિનંતી તો કરવી જ રહી.

રાત્રીભોજન માં થી પરવારી રુક્મણી જ્યારે પોતાનાં કક્ષ માં આવી તો, દ્વારકાધીશ નેં ન જોવાથી વ્યાકુળ થઈ  ગઈ. પણ, ત્યાં જ કોઈક નાં ગણગણાટ નો ધીમો અવાજ આવતો હતો. અવાજ ની દિશા માં રુક્મણી આગળ વધ્યા. રાજમહેલ નાં સુંદર ઉપવન માં, ખીલેલી ચાંદની નાં દુધાળા પ્રકાશ માં, ફૂલો ની મીઠી સુગંધ ને શ્વાસ માં ભરી, ઠંડા વા'તા વાયરા ની વાંસળી થી દ્વારકાધીશ કોઈ  મીઠી ધૂન જાણે, ગણગણાવી રહ્યા હતાં.અનેં કુદરત નાં મધમીઠાં આલિંગન માં જાણે, પોતાનાં પ્રિય નેં માણી રહ્યા હતાં. અનેં પોતાનાં પ્રિય એવાં સુવર્ણ ઝૂલે ઝૂલી રહ્યાં હતાં. છતાં પણ, ફૂલો નાં એ ઝૂલા ને જે વૃજ માં રાધા સંગ માણ્યો હતો, એને, જાણે, એ યાચી રહ્યા હતાં.

આ, અલૌકિક ક્ષણ નો લાભ ઉઠાવી રુક્મણી પ્રસ્તાવ મુકવા માટે, પતિદેવ તરફ આગળ વધી. ઝૂલા પાછળ અચાનક થી પહોંચી, દ્વારકાધીશ નાં ગળા માં પોતાનાં હાથ ની માળા બનાવી જાણે, વીંટળાઈ ગયાં. આ સુમધુર વાતાવરણ ની સંગાથે એમણેં, પ્રિયતમ નેં બાહુપાશ માં ભરી લીધા. અને, રાધા-મિલન નો પ્રસ્તાવ રજૂ કરી દીધો. અલૌકિક ક્ષણો નેં માણતાં રુક્મણી જાણેં ઘણાં દિવસે, અનેરાં આનંદ માં છે. મન નો વિષાદ, ઈર્ષા, વલોપાત સર્વકાંઈ રાધાવર્ણન માં વહી ગયું. અને, એક, નવી લાગણીસભર સંવેદના દ્રવીભૂત થવા લાગી. અને, દ્વારકાધીશ સમક્ષ પ્રગટ પણ, થવા લાગી. આંખો નાં પાંપણ માં વૃજનેં માણતા, અનેં રાધા ને વિચારતા દ્વારકાધીશ એ ગોવાલણ  ની વિશાળ આંખો માં ડુબી ગયાં હતાં.

અચાનક થી થયેલાં આલિંગન થી એમની તંદ્રા તુટી. રુક્મણી
ને જોઈ ને એ થોડાં આભા બની ગયા. રુક્મણી નેં તો પત્ની તરીકે કાંઈક વાત મનાવવા ની હતી, પતિ પાસે, એટલે એમનાં મસ્કા તો ચાલું જ હતાં. દ્વારકાધીશ સઘળું કળી ગયા. પણ, નટખટ નંદકિશોર એમ, વાત નેં સીધી પતાવી ખરાં? રુક્મણી નાં આલિંગન  માં જ એમણે, પૂછ્યું, આજે, દ્વારકા નાં પટરાણી ને આ દ્વારકા નાં રાજા નું એવું તો શું કામ પડ્યું કે, આટલો પ્રેમ ઉભરાય છે? રુક્મણી મન માં બબડ્યાં , પ્રેમ તો અમેં જ તમનેં કર્યો, બાકી, તમેં તો બાળપણ માં જ અમારાં પ્રેમ નું સ્થાન કોઈ નેં આપી બેઠાં છો. દ્વારકાધીશ જાણવા છતાં અજાણ્યા થઈ પુછવા લાગ્યા, કાંઈ કહ્યું હમણાં તમે?

આલિંગન ની અટારી એ ટહુંક્યા પ્રીત નાં મોર,

દ્વારકાધીશ અનેં રુક્મણી બંને નું હૈયું કરે કલશોર!!

રાધારાણી ની ભક્તિ માં બેવ થયા મધહોશ??

રાધા-મિલન ની જાણે, બંને નાં મનડે કરી ટકોર!!

રહેવાય પણ, નહીં અનેં કહેવાય પણ નહીં..

કેવી પ્રીતદશા છે ચારેકોર??

વિષાદ છે,વલોપાત છે, રૂદિયા માં અનોખી પ્યાસ છે!!

અત્ર તત્ર સર્વત્ર જાણે,,,,

રાધારાણીનો અલૌકિક અહેસાસછે!!??

મળાવવા નાં એમનેં જાણેં સૃષ્ટી માં પણ, એંધાણ  છે !!

સુંદરતા, અનેં ઐશ્વર્ય નાં નિઃસ્વાર્થ મિલન નો અણસાર છે??

બંને નાં હોઠ પર એક જ વાત હતી, રાધા-મિલન ની. પણ, પ્રસ્તુત કરવા માં બંને ની ગરિમા નો વિદ્રોહ થવા નાં પૂરેપૂરા અણસાર હતાં. પણ, કોઈકે તો બોલવું જ રહ્યું..

રુક્મણી એ ગૌલોકેશ્વરી, રાધારાણી નેં જીવન માં એકવાર મળી ધન્ય થવાનો સીધેસીધો પ્રસ્તાવ દ્વારકાધીશ સમક્ષ આખરે મૂકી જ દીધો..

અનેં જાણેં દ્વારકાધીશ એની જ રાહ માં બેઠાં હોય તેમ, પ્રસ્તાવ નેં તરત જ મંજૂરી આપી દીધી. બંને પક્ષે આનંદ ની લાગણી છવાઈ ગઈ. જાણે, અપાર આનંદ ની એક મીઠી લહેરખી બંને નાં અંગેઅંગ માં થી સોંસરવી પાર ઉતરી ગઈ.

એ ક્ષણ ની આતુરતા થી રાહ જોતાં બંને શયનકક્ષ માં જઈ નિંદા નેં જાણે ઘણાં દિવસે ખરા અર્થમાં મળ્યાં.

બીજા દિવસ ની શરુઆત થી આ પ્રસ્તાવના પર જોરશોર થી કામ શરું થયું.

કૃષ્ણાઅવતાર માં એકપછીએક  સંહાર, હત્યા, વિનાશ જે સર્વકાંઈ પોતાનાં લીધે જ થયાં, અનેં જે, કૃષ્ણાઅવતાર નાં આયોજન નો એક મુખ્ય ભાગ હતો, એનાં થી દ્વારકાધીશ અવિરત વિષાદ માં રહેતા હતાં.

વૃજ માં કરેલી રાક્ષસો ની હત્યા?????

કાલીયદમન????

મથુરા માં મામા કંસ નો સંહાર????

હસ્તિનાપુર માં કૌરવો નો સંહાર????

યાદવાસ્થળી માં સમગ્ર યદુકુળવંશ નો સંહાર?????

આટલી બધી પોતાનાં  હાથે થયેલી હત્યા ઓ પછી, એક સુંદર નવગ્રહશાંતીયજ્ઞ નાં આયોજન ની દ્વારિકા માં જરુર હતી. જેમાં સમગ્ર આર્યાવર્ત નાં મહાન રાજાઓ સહિત, મહા તપસ્વી ૠષિગણ નેં પણ, આમંત્રિત કરવાનું આયોજન કરાયું. જેમાં સમગ્ વૃજ નેં તેડાવવા નો નિર્ણય  કરાયો. અનેં આમંત્રણ માટે, ઓધવજી નેં ગોકુળ મોકલવા માં આવ્યા. સમગ્ર વૃજ વૃદ્ધાવસ્થા ની આરે હતું. પણ, આજીવન માં લાલા નેં ફરી મળાશે,એ પ્રસ્તાવ થી જાણે, જુવાન બની દોડવા લાગ્યું.

સર્વ ની મંજૂરી મળી ગઈ. સૌનેં દ્વારિકા તેડી જવા માટે મોટાં મોટાં રથ અનેં જાજરમાન બળદગાડાઓ ની વ્યવસ્થા થઈ. દ્વારિકા નાં દરિયાકિનારે આ યજ્ઞ નું બહું મોટાં પાયે આયોજન થયું. ગાડાં ભરી ભરી નેં ભાવિક ભક્તો દ્વારિકા નગરી માં આવવા લાગ્યા. ૠષિગણ, સંતસમુદાયો માટે રહેવા ની અનેં સર્વ નાં રહેઠાણ સાથે ભોજન ની સુંદર વ્યવસ્થા થવા લાગી.રાજમહેલ નાં તમામ સભ્યો નેં અલગ અલગ કાર્યો સોંપાયા.

બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ, જે આ યજ્ઞ નાં અનાયાસે મુખ્ય મહેમાન હતાં, એ માનુની એ ત્યાં દ્વારિકા માં આવવા ની ચોખ્ખા શબ્દો માં ના પાડી દીધી. યશોદા મા નાં સમજાવ્યા પછી, થોડીવાર માટે એ આવવા તૈયાર થયા હતાં.

લાલો વૃજ માં એમનેં છોડી નેં ગયો પછી, હવેં આટલાં વર્ષો પછી, વૃદ્ધાવસ્થા નાં ઉંબરે આવી એમનેં મારી યાદ આવી, આમ, વિચારતાં રાધે, કાના નેં આજીવન માં ફરી ક્યારેય નહીં મળે, અનેં એમનાં વગર વિરહ માં પણ, આ જીવન વિતાવી શકે છે એ વાયદા નેં યાદ કરી દ્વારિકા જવા તૈયાર  નહોતાં  પણ, પછી એમનેં માનવું જ પડ્યું. અનેં દ્વારિકા માં આવવું જ પડ્યું.

આ, બધાં શુભ સમાચાર રાજમહેલ માં વાયુવેગે પ્રસરી ગયા અને, ઘણાં લાંબા સમય પછી, દ્વારિકા માં ખુશી ઓ ની શુભ ઘડી આવી ગઈ છે. આમંત્રણ અપાઈ ગયા છે. અને રાધારાણી નાં આગમન ની અસીમ આશા ઓ નાં તોરણ દ્વારિકા નગરી માં દરેકે દરેક માર્ગ પર બંધાઈ રહ્યા છે. આખી, સોનાની દ્વારિકા દુલ્હન ની જેમ, સજાવાઈ છે.

રુક્મણી તો જાણે, પોતાનાં કક્ષ માં આનંદ માં ઝૂમી રહ્યાં હતાં. દ્વારકાધીશ નો મનોમન આભાર માની રહ્યાં હતાં. જે રાધારાણી નેં આટલાં દિવસો થી અનુભવ્યા છે, એમની સાથે મુલાકાત થશે, એ વિચારે જ એમનું હૈયું હિલોળે ચડ્યું હતું.

રોહીણીમા નેં નંદજશોદા નેં મળવા ની ઉતાવળ  હતી. ઘણો જ આનંદમય સમય કાના નાં સાંન્નિધ્ય માં એમની સાથે પસાર થયો હતો.

દેવકી મા અને વસુદેવ નેં પણ, નંદબાબા ને યશોદા મૈયા નેં મળવા ની ખુબ આતુરતા હતી. કેમકે, એમણે, તો લાલા નેં જન્મ આપ્યો હતો, પણ, ઉછેરનાર તો મા યશોદા જ ને? યશોદા મૈયા નાં નસીબ પર, એમનેં આશ્ચર્ય હતું. અનેં એમનાં નસીબ પર પ્રશ્નાર્થ. જન્મ આપવા છતાં હું એ ઈશ્વર નેં ઉછેરી  નાં શકી, મારી સાથે, રહેવા છતાં મારો કહી નાં શકી. અને, એ મૈયા યશોદા જેમનાં જે હાથે સર્વેશ્વરે કોળિયા ભર્યા એ જ હાથે માર પણ, ખાધો અનેં એ જ ખોળા માં  સમગ્ર સૃષ્ટી નું સુખ માણ્યું, એ સૃષ્ટી નાં સર્જનહારે!!!!

રાધા મિલન નો અવસર આવ્યો.

દ્વારિકા માં ઉત્સવ લાવ્યો.

નવગ્રહશાંતીયજ્ઞ ની દ્વારકાધીશ ની ઈચ્છા થઈ  ફળીભૂત.

વૃજવાસી ઓ અનેં દ્વારકાવાસી ઓ તણો, સમન્વય અદ્ભુત.

યોગેશ્વર શ્રી કૃષ્ણ માટે હ્દયેશ્વરી છે, અંગભૂત.

કૃષ્ણાઅવતાર માં સૃષ્ટી પર, યજ્ઞમય લીલા આવિર્ભુત.

રાધા રુક્મણી મિલન ની યોજના થઈ દ્વવીભૂત.

માનુની રાધારાણી નાં પગલાં દ્વારિકા માં થયાં છે, સંપુટ.

વૃજવાસી ઓ ની પણ, કાનામીલન ની ઈચ્છા થશે ફળીભૂત.

સમન્વય યાદવવંશ ને વૃજવાસીઓ નો અલૌકિક અનુભૂત.

દ્વારકાધીશ નેં રાધા-મિલન ની પ્રતીક્ષા આખરે થશે સંપન્ન?

કે પછી, ફરી થી વિરહ માં જ??

કાનો ભીડ માં પણ રાધા થી રહેશે દૂર?

અનેં પ્રણય ની પરાકાષ્ઠા પર આવશે ફરી વિરહ નાં એ તોફાની પૂર????

આ બધાં આયોજનો વચ્ચે  એક સમાચાર હસ્તિનાપુર થી આવ્યા, કે,યુધ્ધ પછી, શાંતી અર્થે,  પાંડવો એ પણ, ત્યાં,કુરુક્ષેત્રમાં , "શાશ્વત શાંતિ મહાયજ્ઞ" નું આયોજન કર્યું છે. એમાં, સમગ્ર યાદવકુળ આમંત્રિત છે.

મહાભારત નાં યુદ્ધ પછી, કુરુક્ષેત્ર ની યુધ્ધભૂમી પર થયેલાં તમામ મૃત્યુ પછી, મૃતાત્મા નેં શાંતી આપવા આ યજ્ઞ નું આયોજન યુધિષ્ઠિર દ્વારા કરાયું હતું.

તેથી, દ્વારિકા નાં  "નવગ્રહ શાંતીયજ્ઞ " ની સમાપ્તિ પછી, વૃજવાસીઓ નેં દ્વારિકા થી સીધું કુરુક્ષેત્ર માં જવાનું જ આયોજન કરવા માં આવ્યું.

એટલે, આ બધાં અચાનક થી થયેલાં ઝડપી આયોજન માં રાધારાણી નું રુક્મણીમિલન હવે, કુરુક્ષેત્ર નાં યજ્ઞ પ્રસંગે જ થશે, એવું દ્વારકાધીશે નક્કી કર્યુ.

અને, દ્વારિકા નાં નવગ્રહ શાંતીયજ્ઞ નું સુખરૂપ સમાપન પણ, થઈ ગયું.

આનંદિત ૠષિગણ આશિષ વરસાવતાં અનેં પ્રભાસપાટણ, પીંડતારક ક્ષેત્રે જાત્રા કરી ને, કુરુક્ષેત્ર માં પહોંચ્યાં.

આ, નવાં આયોજન ની જાણ, ત્વરીત રીતે, રાજમહેલ માં કરી દેવાઈ. અને, સહું કોઈ રાધા મિલન ની નવી આશાએ, કુરુક્ષેત્રમાં જવા નીકળ્યાં.

નવી આશાઓ અનેં નવાં સપના!!!!

દ્વારિકાધીશ નાં ખરેખર શું હશે મનમાં????

પોતાની પ્રિયા થી ક્યાં સુધી રહેશે છાનાં-છપનાં????

કે, પછી, મન માં હશે હજી કોઈ નવી યોજના????

વાંચો, વિચારો નેં જણાવો.

ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અનેં હસતાં રહો.

મીસ.મીરાં.....

જય શ્રી કૃષ્ણ.....