adhinayak political thriller scene 33 books and stories free download online pdf in Gujarati

અધિનાયક પોલિટીકલ થ્રીલર દ્રશ્ય 33

દ્રશ્ય: - 33

- “કાકા, એક રતિભાર જેટલું પણ દિવ્યલોક ભવન ન બદલાયું, એ જ ભવ્યતા અને એ જ રંગરુપ.શ્રીમાન મહેતા દિવ્યરાજકાકા અને અધિવેશ સાથે કારમાંથી ઉતર્યા અને દિવ્યલોકને જોઇને બોલી ઉઠ્યા, ત્રણેય દિવ્યલોકના મુંખ્ય મહેલ તરફ ચાલતા ગયા. વિચારે ચડેલો અધિવેશ ધીમે-ધીમે ડગલાં માંડી રહ્યો હતો. જોકે, કાકા-દિકરો યાદો ઉખેળવામાં વ્યસ્ત હતા. દયાનંદભાઇ તેમની પરીવાર સાથે મોડેથી આવ્યા.

 માણસ ન બદલે ત્યાં સુધી વસ્તુ તો ક્યારેય રંગ બદલવાની જ નથી, આ દિવ્યલોક ભવન દરરોજ આવતા લોકોને કારણે-તેમના વિશ્વાસને કારણે અણનમ છે, દેવરાજના ગયાં પછી તો મેં રાજકારણમાથી નિવૃતિ જ લઇ લીધી, પણ દેવિકાની ઇચ્છા હતી કે દિવ્ય દરબાર યથાવત્ રાખો, હું લોકોની ફરીયાદ સાંભળીને મારી યથાશક્તિએ નિકાલ કરવા પ્રયત્ન કરુ છું.

 “દેવિકાબહેન તો દેવરાજની સાચા અર્થમાં અર્ધાગંના છે, દેવરાજે ઊભી કરેલી કેડીએ ચાલવું ખુબ મુશ્કેલ છે. શ્રીમાન મહેતાએ જવાબ આપ્યો, બન્ને સભાખંડમાં આવ્યા અને અધિવેશ બહાર જ ઊભો રહી ગયો, તે ઉંડા વિચારોમાં ખોવાયેલો હતો. આ બાજુ દેવિકાબહેન માઁ-દીકરીને યુવિકા સાથે દિવ્યલોક ભવન ફેરવી રહી હતી, છેલ્લે ત્રણેય રસોડે ગયાં, જુની યાદો તાજા કરતાં હતાં, તેમના આવતાં પહેલાં જ નોકરોએ ભોજન બનાવવાનું શરૂ કરી દિધું હતું, દયાનંદની પરીવાર હવે આવી ગયો હતો. સૌ સભાખંડમાં ગોઠવાયાં. અવનિ યુવિકા સાથે સૌને પાણી આપવા આવી ત્યારે તેણીએ અધિને ન જોતા વિચારમાં પડી ગઈ. યુવિકાને હમણાં આવું કહીને બહાર ગઇ. બહાર આવીને જોયું કે અધિવેશ બગીચામાં બેઠો હતો, અવનિ તેની પાસે ગઇ.

અધિ, અહીં શું બેઠો છે? ચાલ, સૌ તારી રાહ જોઇ રહ્યા છે.અવનિ નજીક આવીને અધિવેશ પાસે નમીને બોલી. અધિવેશે તેણી તરફ જોયુ. ઊભો થઇને અવનિની નજીક આવ્યો. અવની જોયું કે અધિવેશ ચિંતિત લાગતો હતો. અવનિ તેની ચિતાં પામી ગઇ હોય તેમ તેના ગાલ પર હાથ મુક્યો, સાંજની વાત પેલા પત્રની વાત લઈને ચિંતિત છે ને?

 “અવનિ, હું અત્યારે નવિનકાકાને ઘરે જવા ઇચ્છું છું..

પણ, એકવાર સાગાને કોલ કરી લઈએ તો.”

સાગરીકાને કોલ કર્યો, ત્યારે સાગરભાઈએ ઉપાડ્યો અને કહ્યું કે તેણી લાઈવ ટેલીકાસ્ટમાં એન્કરીંગ કરી રહી છે, અવનિ, મારો જીવ ગભરાય છે, મોટાભાઇનો પતો નથી મળી રહ્યો અને આ પત્ર..”

અરે તો તેમાં ચિંતા શેની ચાલ આપણે જઈએ.

 આટલી જલ્દી તે નક્કી કરી લીધું, મને તો ડર લાગતો હતો, ખરેખર તું અદ્ભુત છે.અધિવેશ આશ્ચર્ય પામ્યો.

સારા કામમાં અને હિમ્મતવાળામાં કામમાં ક્યારેય ઢીલ ન કરવી જોઇએ, એમ પપ્પા હંમેશા કહે છેઅવનિ હસી, અવનિએ હાથ પકડ્યો, હું પણ તારી જેમ હાથ છોડવાવાળાઓમાંની નથી.અવનિએ એક સ્મિત સાથે જવાબ આપ્યો, અધિવેશના ચહેરા પર એક સ્મિત આવી ગયું. ત્યાં ડો. યુવિકા આવી.

વાહ, શું હાથ પકડ્યો છે.” ડો. યુવિકા હસતા-હસતા બોલી, “લાગે છે તમે બહાર જઇ રહ્યા છો?”

અધિવેશને ભગાડવા ઇચ્છું છું.અવનિ હસતી બોલી, સાથે ડો. યુવિકા જોર-જોરથી હસવા લાગી, અધિવેશ આ છોકરીઓની મજાક ન સમજી શક્યો, અરે, યુવિકા, અમે કેક લેવા જઇએ છીએ. ઘણા વર્ષો પછી પરીવાર મળ્યો છે તો ઉજવણી તો બને કે નહી?” અવનિએ ત્વરિત બહાનો બનાવી લીધો, અધિવેશ તો જોઇ રહ્યો. જોકે અવનિએ અધિવેશનો હાથ ન છોડ્યો.

 અરે, હોમ મેડ કેક તો હું ચપટી વગાડતી બનાવી લઇશ, તમે થોડીવાર બેસો.

“...તો અમે બીજી વસ્તું લઇ આવીએ, બરાબરને અધિ?” અવનિ કોઇપણ રીતે બહાર જવા મક્કમ હતી, તેણીએ અધિને સામે જોઇને બોલી.

હા, હા, યુવિકા, તું અમને લિસ્ટ બનાવી આપ, અમે લઇ આવીએ.

ઓકે,” અદબ વાળીને ઊભેલી યુવિકા બન્નેની બહાર જવાની ઉતાવળને પારખી ગઈ, તમને બહાર જવાની ઉતાવળ છે. હું મેસેજ કરી દઉ તે સ્વીટમાર્ટમાંથી તમે લઇ આવો.

આભાર, યુવિકા,” બન્ને હાથ છોડ્યા વગર ઝડપી પગલે પાર્કિંગમાં જઈને બાઈક પર નિકળી ગયાં.

કંઇક તો છે, જે આ બન્ને સંતાડવા માંગે છે.યુવિકાને અંતે શંકા ગઇ જ.

####

- “આપણો ધર્મ વિશ્વમાં સૌથી પ્રાચીન ધર્મ હોવા છતાં આજે પણ પશ્ચિમી દેશોમાં આપણાં ધર્મનું મહત્વ એટલું પહોંચ્યું નથી જેટલું પહોચવું જોઇએ, સૌથી આધુનિક વિચારો ધરાવતો આપણો ધર્મ સંકુચિતતાના ભરડા સંપડાઇ ગયો છે, આપણી પરંપરાઓને અંધશ્રધ્ધાનું નામ આપીને બદનામ કરાય છે અને કેટલાંક લોકો આ બદનામીનો લાભ લઇને પરંપરાઓના રક્ષક તરીકેનું મહોરુ પહેરીને સામાન્ય લોકોને ભોળવીને પોતાની વાસનાઓને અને ઇચ્છાઓને પોષે છે. આવા જ એક પાંખડી સાધું જે સાધુ કહેવાને લાયક નથી, તેવા પાંખડીને ખુંલ્લો કરવાનો સમય આવી ગયો છે. આજે અમે તમને ધર્મના મહોરાં પહેરીને આચરાતા અધર્મને રૂબરૂ કરાવીંશું,

- ધર્મવિશ્વમા સમ્માનીય અને પુજનીય સંત સ્વામી સત્યાનંદની લોકોમાં છાપ ધાર્મિક સંત, દાન-સખાવત અને લોકોપયોગી ઉત્સવ કરનારા તરીકે પ્રખ્યાત છે, દરરોજ એક હજાર આઠ દિવાઓથી મહાપુજા કરે છે. દરરોજ હજ્જારો ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આશ્રમમાં હજારો સેવકો સ્વામી સત્યાંનદની અને આશ્રમમાં આવતા ભક્તોની સેવામાં કાર્યરત રહે છે. આ જ સ્વામી સત્યાનંદનું અર્ધસત્ય છે. સિક્કાની બીજી બાજુ તો ભયકંર છે, જ્યારે તમે આ કપટી અને વાસનાંધને ઓળખશો તો તમને ધર્મથી વિશ્વાસ ઉડી જશે.

- વર્ષોથી આ સત્યાનંદ સ્વામી દારુ તથા કૈફી દ્રવ્યોની હેરાફેરી કરે છે. રાજકારણીઓ-મોટા ઉદ્યોગપતિઓના સ્વામી સત્યાનંદ પર ચાર હાથ છે એમ કહેવું જરાયે ખોટું નથી. સરકારમાં બેઠેલા રાજકારણીઓ તો આ સ્વામીની સિરપાવ કરે છે. અત્યાર સુધી એકપણ સરકારી એજન્સી એક વખત પણ આશ્રમમાં તપાસ કરવા ગઈ નથી કે નથી કોઇ તેમની વિરૂધ ફરીયાદ થઈ. આટલું ઓછું હોય તેમ આશ્રમ સાથે સંકરાયેલા કોઈ પણ ગુનામાં પોલીસ આશ્રમને અને આશ્રમવાસીઓને નિર્દોષ સાબિત કરવા રાતદિવસ એક કરી દે છે. આજે તમને આશ્રમમાં થતાં ગેરકાયદાકિય ધંધો વિશે અમે અવગત કરાવીંશું, આશ્રમનો સેવક અગાઉ કોઈ ગુનામાં ભાગતો ફરતો હોય તો પણ તેની તપાસ કરવામાં આવતી નથી.

સૌથી વધુ ગંભીર વાત તો એ છે કે સત્યાનંદ આશ્રમમાં ખુલ્લેઆમ માનવ તસ્કરી થઈ રહી છે. આશ્રમમાં યુવતિઓની તસ્કરી થઈ રહી છે. અનેક નિર્દોષ યુવતિઓને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી રહી છે.  જી, હા. આશ્રમમાં દેહવ્યાપાર થાય છે. મોટા શહેરોમાં યુવતિઓને વેચવામાં આવે છે. અમારી પાસે અનેક યુવતિઓની આપવિતી જણાવતી જુબાની છે. યુવતિઓની તસ્કરીની મોડસ ઓપરેન્ડી પણ હમેંશા એકસરખી જ હોય છે. સત્યાનંદ આશ્રમમાં વિધી કરવાને બ્હાને યુવતિઓનું જાતિય શોષણ કરે છે, સૌથી પહેલાં સાંજના સમયે આરતીના સમયે કોઇ એક યુવતિને શોધવામાં આવે છે. ત્યારબાદ તેના વિશે સઘળી માહિતી એકઠી કરીને તેણીના પરીવારને ભોળવાય છે, જેમકે કોઇ ગરીબ પરીવારની દીકરીને એમ કહેવામાં આવે છે કે તમારી દીકરી તમારા ભાગ્ય બદલવા આવી છે, તેણીનું ભાગ્ય હાલ સુપુપ્ત અવસ્થામાં હોવાથી તેણીના ભાગ્યને જાગૃત કરવા માટે તેણીને આશ્રમમાં રાખવી પડશે, તેણી પર કોઇ ફલાણી-ઢીકણી વિધી કરવી પડશે.ત્યારબાદ યુવતિને તેના પરીવારથી અલગ કરીને આશ્રમમાં કામ કરાવાય છે, વિશ્વાસમાં લેવાય છે. જેવી યુવતિ વિશ્વાસમાં આવે કે સૌથી પહેલા સ્વામી સત્યાનંદ પોતે ઇશ્વરીય અંશ છે અને તેની સાથે સંબંધ બાધવાથી યુવતિ બધા પાપોથી મુક્ત થઈ જશે તેવા નીચ વિચારોમાં ભોળવીને વારંવાર બળાત્કાર કરે છે. ગ્રાહકને શોધીને યુવતિને વેચવમાં આવે છે. આશ્રમના અન્ય પુરુષ સેવકોને પણ ભોગવવામાં આવે છે. સેવકો આશ્રમની સેવિકાઓ સાથે શારિરીક સંબંધ ન બાંધે એ માટે સેવકોની નસબંધી પણ કરવામાં આવે છે. જે યુવતિ વિરોધ કરે અથવા જાહેરમાં કહેવાની ફિરાકમાં હોય તો તેણી પર પાશવી જુલ્મો ગુજારવવામાં આવે છે. વિકૃતિ કહેવાતી વિધીઓ દ્વારા તેણીની હત્યા કરીને નદીમાં મગરમચ્છોને ખવડાવી દેવાય છે. ક્યારેક સ્વામી સત્યાંનદ પણ એ માસ ખાય છે. જી, હા, અત્યારે મારા દ્વારા કહેવામાં આવતો દરેક શબ્દ અક્ષરંશ સાચો છે. મારી વાતનો પુરાવો આશ્રમમાની સેવિકા જ આપશે.પ્રાઈમ ટાઈમ શોમાં પહેલીવાર એન્કર બનેલી સાગરીકા આકરી ફટકાબાઝી કરતી સ્વામી સત્યાનંદની કરતુતો એક પછી એક સાબિતીઓ સાથે જાહેર કરી રહી હતી. કેમેરો સામે હોવા છતાં જરાપણ બનાવટ કર્યા વગર રૌદ્ર સ્વરુપમાં સાગરીકા જાણે સ્વામી સત્યાનંદને સરેઆમ ફટકા મારી રહી હતી. દર્શકો માત્ર સ્તબ્ધ જ નહીં પણ સ્વામી સત્યાનંદની કરતૂર ધુત્કારવા લાગ્યા. એટલુ જ નહીં કેટલાક ભક્તો તો સચ્ચાઇની ખરાઇ કરવા માટે ખબર ગુજરાત સમાચાર પર કોલ- મેસેજીસના મારા કરવા લાગ્યા, સોશીયલ મિડીયામાં સાગરીકા ટોપ ટ્રેન્ડ બની ગઈ. સોશીયલ મિડીયામાં સાગરીકાની તરફેણમાં એક પછી એક પોસ્ટોનો મારો ચલાવવામાં આવ્યો. આજે સત્યાનંદ પાસે સત્યની ખરાઈ કરવાનો સમય હોય તેમ કેટલાકં તો આશ્રમ દોડતા ગયાં, જોકે સત્યાનંદ આશ્રમના દરવાજા જે ભક્તો માટે કાયમને માટે ખુલ્લા હતા એ આજે સ્વામી સત્યાનંદના કહેવાથી પહેલીવાર બંધ કરાવ્યાં. જેના કારણે લોકોનો રોષ ભંભુકી ઉઠ્યો, કારણકે જે સત્ય અત્યાર સુધી દબાવી રાખવામાં આવ્યું હતું એ આજે સાગારીકાના રીપોર્ટને કારણે સ્પ્રિંગની માફક ઉછળી પડ્યું, અધુરામાં પુરુ આશ્રમમાં કોઇને અંદર આવવા દેવાની મનાઇ કરવામાં આવતાં લોકોએ આશ્રમમાં હલ્લો બોલાવી દીધો. કારણ સ્પષ્ટ હતું, સાગારીકાના રીપોર્ટે લોકોના આશ્રમ અને સ્વામી સત્યાનંદ પ્રત્યેના વિશ્વાસ પર કુઠારા ઘા કર્યો હતો, સ્વામી સત્યાનંદે જ આશ્રમના દરવાજા બંધ કરાવીને સાગારીકાના રીપોર્ટ પર મહોર મારી એવો ભકતો અનુભવવા લાગ્યું.  જ્યારે જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે સ્વામીની બોલતી બંધ થઈ ગઈ. જોકે, સ્વામી સત્યાનંદને નિર્વસ્ત્ર તો સાગરીકાએ પ્રાઈમ ટાઈમ શોના બીજા ભાગમાં કર્યો.

આ તો હજુ પાયાના ખુલાસાઓ છે આજે હું તમને એવા સત્ય સાથે અવગત કરાવીશ જેનો સાક્ષાત્કાર તમને આઘાત પહોચાડશે, નહીં, માત્ર આઘાત જ નહીં પહોંચાડે પણ તમારી ધાર્મિક ભાવનાઓ અસ્તવ્યસ્ત કરી દેશે. આ સત્ય સ્વામી સત્યાનંદના પાખંડ ઉઘાડો પાડશે. આજ સુધી સ્વામી સત્યાનંદે હિન્દુ સંતના નામે અઢળક નામના મેળવી છે. પોતે દાવો કરે છે કે તેઓ કાશી વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતમાં સ્નાતક થયા છે, અનેક ધાર્મિક ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો છે, અનેકવાર દેશ-વિદેશથી પ્રકાંડ પંડિતોને બોલાવીને પોતાના જ્ઞાનનું શક્તિ પ્રદર્શન કર્યું છે. પણ સત્ય તો એ છે કે સ્વામી સત્યાનંદ હિન્દુ છે જ નહીં, જી, હા, તમે બરાબર સાંભળી રહ્યા છો. મારી વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો તો આ જુઓ,” સાગરીકા ખુલાસો કરવા સાથે ટીવી સ્ક્રીન પર એક પોસ્ટર દેખાવા લાગ્યું, જે સાગરે તેણીને પોલીસ દ્વારા અપાતી વોન્ટેડલિસ્ટમાં આપ્યો હતો. એ poster હમીર મીરનવાઝનો હતો, જુઓ, આ પોસ્ટર. આ પોસ્ટર 1994-95 ના સમયના મોસ્ટ વોન્ટેડ હમીર મીરનવાઝનો છે જે સાબરકાંઠામાં પોતાના જ પરીવારની હત્યા કરીને નાસતો-ફરતો હતો, તે દારુ અને કૈફી દ્રવ્યોનો આદતી અને વાહક હતો. મુખ્યમંત્રી પુરૂષોત્તમ રાવળના સાળા કેવિન બ્રોડે આ મીરનવાઝની કોમી રમખાણોમાં ખુબ મદદ લીધી હતી, કોમી રમખાણોના સમયમાં વપરાયેલા હથિયારો આ મીરનવાઝ દ્વારા જ પહોંચાડવામાં આવ્યા હતા, બન્ને કોમને ઉશ્કેરણી કરાવીને નકસંહાર કરાવનારને આ મીર નવાઝ જ્યારે પોલીસથી બચી શકે તેમ ન હતો ત્યારે આ મીર નવાઝે પોતાનો મેકઓવર કરીને, નામ બદલીને, સેવકોનું ટોળું ઊભું કરીને જુના કોબામાં કેવિન બ્રોડની મદદથી એક જમીન પચાવી પાડીને આશ્રમ ઊભુ કર્યું અને પોતે સ્વામી સત્યાનંદ નામે નવી ગુનાખોરી શરૂ કરી. લોકોમાં સહાનુભુતિ મેળવવા માટે કોમી રમખાણોના પિડીતોને પોતાના આશ્રમમાં આશ્રય આપતો હતો, તેણે કોમી રમખાણોના પીડીતોને મદદ કરવા બદલ ખુબ નામના મેળવી હતી, સાથે-સાથે આ જ સ્વામી સત્યાનંદે કોમી રમખાણોને પેટ્રોલ મળી રહે તે માટે હથિયારોની અને માણસોની પણ હેરફેર કરવામાં પણ કેવિન બ્રોડની મદદ કરતો હતો. જેની સાબિતી છે સ્વામી સત્યાનંદનું ધ્યાનગૃહ, જ્યાં સ્વામી સત્યાનંદે અનેક રહસ્યો સંતાડી રાખ્યા છે. જેની જનતા રેડ પાડવામાં આવે તો અનેક સત્યો બહાર આવી શકે તેમ છે.સમાચાર સ્ટુડીયોમાં સોપો પડી ગયો, સાગરીકા કેમેરા સામે અનુભવીની માફક અસ્લખીત બોલ્યે જઇ રહી હતી, ત્યાં શ્રીમાન પટેલ આવી પહોંચ્યા સ્ટુડીયોની બહાર જ ઊભા હતા, સાગર એ જોઈને ખુશાલભાઈ પાસે પહોંચી ગયા અને દરવાજો ખોલ્યો. ખુશાલભાઈ સ્ટુડીયોના દરવાજા પાસે જ ઊભા રહીને સાગરીકાને સાંભળતા રહ્યા. સાગરને એ આશ્ચર્ય હતું કે ખુશાલભાઈ જે સ્વામી સત્યાનંદના ભક્ત હતા તે જરાપણ ગુસ્સે થયા વગર સાગરીકાને સાંભળવા ઊભા રહી ગયા. સાગર તેમની પાછળ ઊભો રહ્યો. સાગા તેનું રિપોર્ટીંગ પુરુ કરવાને આરે આવી હતી.

આજે માત્ર આ સાધુનું પાખંડ ઉઘાડું પાડ્યું નથી, પણ ભક્તિના ઓથ નીચે પોતાની જાહોજહાલી ભોગવતા અને સાંસારીક ભોગ માણતા વાસનાંધ શૈતાનોનો ઓળખી જવા માટે તમને જાગૃત કરવા આ રીપોર્ટ બતાવવામાં આવ્યો છે. આપ સૌને હાકલ કરવામાં આવે છે કે આવા ધર્મના નામે ધતિગ કરતા શૈતાનોને લોકશાહીનો પરચો બતાવી દ્યો. બતાવી દ્યો કે ભોળા અભણ ભક્તોને દર વખતે ધુતતા આ શેતાનોનો વધ કરવાનો સમય આવી ગયો છે.જેવું સાગાએ રિપોર્ટીંગ પુરુ કર્યું કે સૌથી પહેલી તાળી સૌથી છેલ્લેથી સંભળાય, તે અન્ય કોઇની નહીં કે પણ ખુદ ખુશાલભાઇ દ્વારા તાળી પાડવાની શરૂઆત થઇ, ત્યારબાદ અન્ય તાળીઓ પાડીને સાગાને વધાવવા લાગ્યાં, ખુશાલભાઇ તાળી પાડતા સાગા પાસે આવ્યા, સાગા દોડતી ખુશાલભાઇ પાસે આવીને ઉભી રહી ગઇ, ખુશાલભાઇ તેણીના માથે હાથ મુક્યો.

વેલ ડન મારા દીકરી. આજે મને તારો બાપ હોવાનો ગર્વ છે. આજે મને ખરેખર વિશ્વાસ બેસી ગયો કે મારો વારસો યોગ્ય હાથોમાં છે, હવે હું નિરાંતે નિવૃત થઇ શકીશ, બેટાં.

તમે અને નિવૃત થશો? આ ફાંદ લઈને નિવૃતિના બીજા દિવસે ઓફીસે આવી જવાના છોસાગર બોલી ઉઠ્યો. ખુશાલભાઇએ તેને પણ ગળે લગાડ્યો. ત્રણેય હસવા લાગ્યા.

સાગરીકા, તે જે હિંમત કરી છે એ હું ત્રીસ વર્ષમાં પણ નથી કરી શક્યો. પણ હવે તારે સાવધાન રહેવું પડશે. જે રીતે તે આ પાંખડી સાધુડાની અસલિયત દુનિયા સામે લાવી છે તે જોતાં આ સાધુડો અને તેના પીઠ્ઠુંઓ હવે ખતરનાક થઈ જશે.

રીપોર્ટર થઈને ડરવાનું મેં શીખ્યું નથી. હું તો અત્યારે જ આશ્રમ જવાની છું.પપ્પા, હવે તો દરેક ઘાનો હિસાબ કરવાનો સમય આવી ગયો છે, જો આમનેઆમ ડરતા રહ્યા તો ક્યારેય ઘા નહીં રૂઝાય..સાગરીકા મક્કમ થતી બોલી. ત્યાં પિન્ટું આવ્યો,

સાગા, મુખ્યમંત્રી બંગલોમાં અફળાતફડી મચી ગઇ છે, કોઇ લાવણ્યા ઠાકર નામની યુવતીની પાછળ પૂરો સ્ટાફ પડ્યો છે.પિન્ટુએ જાણ કરી, સાગરીકા સહિત સૌ સ્તબ્ધ થઈ ગયાં.

ભાઇ ક્યાંક પેલ્લો વિડીયો આ લાવણ્યાએ તો નહીં મોકલ્યો હોયને?” સાગરીકાએ શંકા વ્યક્ત કરી.

તને ક્યાં ઉપરથી લાગે છે? સાગા.

જુઓને, પેલ્લો વિડીયોમાં પેલ્લી સાધ્વી સાથે અભિનવ રાવળ પણ છે. અધિને પણ કોઇએ પત્ર મોકલ્યો છે. મને લાગે છે કે એ પત્ર પણ આ લાવણ્યાએ જ મોકલ્યો હશે.

કેવો પત્ર?ખુશાલભાઇ બોલી ઉઠ્યા, ત્યારે સાગાને યાદ આવ્યું કે તેણીએ અધિવેશને વિશ્વાસ અપાવ્યો હતો કે તેણી ખુશાલભાઇને નવિનકાકાના મકાને અધિવેશનને જવા દેવામાં મદદ કરશે. સાગાએ ખુશાલભાઇને બધી વાત જણાવી દિધી, ખુશાલભાઇ અચરંજ પામ્યા.

મને લાગે છે કે મારે અત્યારે જ અધિવેશ સાથે વાત કરવી જોઇએ, કારણકે એવી કોઇ વાત નથી કે નવિનભાઇએ મને ન જણાવી હોય. ખુશાલભાઇ બોલી ઉઠ્યા, બેટા, અધિવેશને કોલ કર.ખુશાલભાઇના નિર્દેશ પર સાગાએ કોલ કર્યો, પણ અધિવેશે રિસીવ ન કર્યો, સાગાએ પછી અવનિને કોલ કરી જોયો, પણ પરીણામ એકસમાન, સાગા, આપણે ઢીલ ન કરવી જોઇએ, જો એવી કોઇ વાત હશે તો બન્નેનો જીવ ખતરાંમાં છે. આપણે અત્યારે જ નવિનભાઇના ઘરે જવું રહ્યું. ચાલ,” બન્ને જવા માટે તૈયાર થયાં, અને સાગર, શ્રીમાન મહેતાને જાણ કર.

ભલે.સાગરે જવાબ આપ્યો, બાપ-દીકરી નિકળી ગયા.

####

- “અલ્યા, અત્યારે કોણ આવવાનું કે? ચાલને કે થોડો વાસો હળવો કરીએ.” નવિન પટેલના બંગલા પર ચોકીદારી કરી-કરીને જમાદારસાહેબ થાકી ગયા અને પોતાની ખુરશી પર ઢગલો થતા બોલ્યા, સામે બેઠેલા જમાદારસાહેબ તો પહેલેથી ખુરશી પર ઢગલો થઇ ગયા હતા. પુરા બંગલો પર ચોકીદારી કરવા માટે બે જ જમાદાર તૈનાત હતા, જે આગળ દરવાજો પાસે ચોકી કરી રહી હતા. નવિનભાઇનો બંગલો ઉર્ફે ધારાસભ્યના ક્વાર્ટર નં. બાર-એ રસ્તાને સ્પર્શીને આવેલો હતો. જ્યારે આ જમાદારો આરામ કરવાની વિચારી રહ્યા હતા ત્યારે જ બંગલોથી થોડે દુર સર્કલ પર આવીને અધિવેશની બાઈક ઉભી રહી.

શું વિચાર્યું કાંઇ? કે કઇ રીતે જઇશું.” અવનિ બોલી ઉઠી.

જોઇ તો આવીએ કે ત્યાં કેટલાં જમાદાર છે?”

બુદ્ધી વગરની વાત ન કર. ભુલી ગયો? સાંજે સાગરીકાએ શું કહ્યું હતું, જમાદાર તો માત્ર નામના હશે, પણ, જેણે આ વાત દુનિયાથી વર્ષોથી છુપાવી રાખી હશે એની નજર આ બંગલો પર જ ટકી હશે.

તો શું? તું છેને મારી સાથે, મારી સાથે એ લોકોને મારવા મદદ કરજે.

વાહ, તે તો મને ઝઘડાળું બનાવી દિધી. જાણે કે હું લડતી-ઝઘતી હોઉ.

અરે, એમ નહીં, પણ આ તો હિન્દી ફિલ્મની જેમ ગુંડાઓ સાથે લડતા હોઇએ તો મારે તને બચાવવાની તો ચિંતા નહીં. તું તારી રીતે પોતાનો બચાવ કરી શકે અને આપણે ભાગી શકિએ. એમ. અને આવા કામમાં મારે તારા જેવી મજબુત સાથીની જ જરુર રહે જ, તારી જેમ જો દરેક યુવતિ સ્વરક્ષણ શિખી જાય તો યુવતિ પર થતાં ગુનાઓ ધળમુળથી નિકળી જાય.

તું મને ઓળખી તો ગયો જ,” અવનિ ખુશ હુઇ, તો શું કરવું છે, સીધા જશું?

મારી સાથે આવ,” બન્ને બાઈક પરથી ઉતર્યાં, બંગલાના રસ્તે જ ગયાં, પણ થોડે દુર આવીને ઉભા રહ્યા, દુરથી જોયું કે જમાદાર ખુરશી પર આરામ ફરમાવતા હતા.

મોકો સારો છે.” અવનિ બબડી, ચાવી હાથમાં આવી જાય તો..બન્ને બંગલાની બરાબર સામે આવી ગયાં. આજુબાજુ જોયું તો રસ્તો તો પહેલેથી જ સૂમસામ હતો, આજુબાજુના ધારાસભ્યોના બંગલાઓમાં સુરક્ષાએ રહેલા સુરક્ષાકર્મીઓની નજર તેમના પડે તોયે તેમને રોકે તેમ ન હતાં. બન્ને બંગલો તરફ ગયાં, દરવાજો પાસે ઉભા રહ્યાં. અધિ, જમાદાર સુતા છે, ચાવી હાથમાં આવે તેમ છે, તું લઇ આવ.

તું શું લાગે હું  રીઢો ચોર છું? આમની પાસે ગયો અને બેમાથી કોઇ એક જાગી જાય તો..

તો હું ચોર છું? મને ક્યાંથી ખબર હોય કે ચાવી ક્યાં રાખે? તું છોકરો છે તો તને ખબર હોય. અવનિએ જવાબ વાળ્યો, બન્ને વચ્ચે નોકઝોક ચાલતી જ રહેતી.

ઓકે તો હું જાઉ. પણ તું ધ્યાન રાખ, જેવો હું ઇશારો કરું કે મારી પાસે આવી જજે.અધિવેશ લાંબી બહસ કરવાના મુડમાં નહોતો, અવનિ સહમત થઇ. તેણી દરવાજો આગળ ઉભી રહી, અધિવેશ બિલ્લીપગે જમાદારો તરફ ચાલવા લાગ્યો, જરીક અવાજ થાય કે અવનિ તરફ જોઇ રહેતો, બે-ત્રણ ડગલા ચાલ્યો હશે ત્યાં સુકા પાન પર પગ મૂકાય ગયો અને ઘોર શાંત વાતાવરણમાં તેનો અવાજ મોટો સંભળાયો, જમાદારો સળવળ્યા, અધિવેશ તેમને જોઇ રહ્યો, ક્યાંક તેમની આંખો ખુલ્લી જાય અને અધિવેશ દેખાય જાય તો.. જોકે, સદ્દનસીબે અવાજ ક્ષણીક જ હતો અને જમાદાર સળવળ્ય તોયે તેમની આંખો ખૂલી નહીં, પણ આ ક્ષણમાં અધિ રીતસર મિણના પુતળા માફક સ્થિર થઇ ગયો અને તેનું હ્રદય જોરથી ધબક-ધબક થવા લાગ્યુ, અધિ-અધિ.. જા.,” પાછળ ઉતાવળી અવનિ ધીમેકથી સાદ કરવા લાગી, પણ ધીમેથી બોલાવાની આદત ન હોવાને કારણે તેણીનો અવાજ મોટો લાગતો હતો, અધિ સહેજ ગુસ્સામાં ચુપ કરાવીને જમાદાર તરફ ધસ્યો, નજીક આવી જોયું કે ચાવી ક્યાં છે? જે જમાદાર આગળ ઊભો હતો, તેમની કમર પર ચાવીનું ઝૂંમખુ હતું, અધિને લાગ્યું કે આ ઝુમખામાં જ ચાવી હોવી જોઇએ, હળવેકથી જમાદાર તરફ વધુ ગયો, જમાદારની નજીક આવીને નમ્યો, જમાદાર જોર-જોરથી નસકોરાં બોલાવતો હતો, અધિવેશ મોં બગાડતો તેમની બાજુએ ગયો, જમાદારની જમણી બાજુએ નમીને જમાદારની કમર તરફ હાથ લંબાવ્યો, પણ ઉંઘમાં જમાદારની ફાંદ હિલોળે ચડી હતી, અધિવેશનો હાથ કમર પાસે ગયો તો ખરો પણ હિલોળે ચડેલી ફાંદને કારણે ઘડીભર ચાવી પર હાથ મૂકાતો નહોતો, અધિવેશને પરસેવો છુટતો હતોં, જાણે ઝૂમખા પર એકાગ્ર થઇ ગયો, એકવાર ઝુમખાની કળ પર હાથ આવી જતાં કળને જમાદારના પટ્ટાથી ઉતારવામાં સફળ થઇ ગયો, ચાવીઓનું ઝૂમખું હાથમાં આવી જ ગયું, ઝડપથી ઊભો થઇ ગયો અને અવનિને બોલાવવા માટે દરવાજો તરફ નજર કરી તો અવનિ ગાયબ. અધિ ગભરાયો, આ મહામાયા, ક્યાં ચાલી ગઇ.. હજુ વિચારતો હતો કે ત્યાં ખભે કોઇ હાથ આવ્યો, અધિ ગભરાયો, પાછળ જોયું તો અવનિ ઊભી હતી, અધિવેશ તો ગભરાઇ ગયો, અવનિ પર ઇશારામાં ગુસ્સો કર્યો, અવનિએ ઇશારામાં જ માફી માંગી, ત્યાં વાતાવરણમાં એવું પ્રદુષણ ફેલાયું કે બન્નેને ખબર પડી ગઇ કે જમાદારે આજે પેટ ભરીને શું ખાધું હશે? બન્ને નાકના ટેળવા ચડાવતા મકાનના મુખ્ય દરવાજ તરફ ગયાં, આધુનિક લોકવાળા દરવાજા આગળ ઉભા રહ્યાં, હવે ચાવીના ઝુમખામાની કઇ ચાવી આ લોક પર લાગું પડતી હશે એ કેમ નક્કી કરવું? હવે તો દરેક ચાવી લગાડ્યે જ છુટકો. બન્ને એકબીજા સામે જોતાં ચાવી લગાવ્યે ગયાં, એ નહીં આ..અવનિ પોતાની યથાશક્તિએ ધીમે-ધીમે બોલાવાના પ્રયત્ન કરતી અધિવેશે નિર્દેશ કરતી જતી હતી.

અડધી કલાક થઇ, અત્યાર સુધી પંદરથી વીસ ચાવી લગાડી ચુક્યાં, પણ કોઇ ચાવી મેળ ખાવાનું નામ જ લેતી નથી.. અધિવેશ બબડ્યો, અવનિ પણ પ્રયત્ન કરી-કરીને મુંજાઇ હતી.

ચાબી હમારે પાસ હૈં, બચ્ચે.અચાનક અવાજ આવ્યો, બન્નેને ફાળ પડી, કોઇ તો આવી જ ગયું.  બન્નેએ જોયું તો ફિલ્મી યલોગ મારવા સાથે ફિલ્મી સ્ટાઈલથી ચાવી ફેરવતા-ફેરવતા બન્ને જમાદાર  અધિ-અવનિ પાસે આવ્યા, બન્ને જમાદારોને જોઇને અધિ-અવનિ સડક થઇ ગયાં. જમાદારો નજીક આવ્યા, તમને શું લાગે છે કે તમે ચોરી કરવા આવી જશો ને અમને ખબર નહીં પડે.. અમને તો પહેલેથી જ ખબર હતી કે તમે બન્ને આવ્યાં છો, પણ આ તો તમને રંગે હાથ પકડવા અમે સુવાનું નાટક કરી રહ્યા હતા..

અરે ના-ના સાહેબ, અમે ચોર નથી, અમે તો નવિનકાકાના મકાને કોઇ અન્ય જ કામે આવ્યા હતાં.બન્ને દલિલ કરવા લાગ્યાં,

ચુપ, દરેક આરોપી આમજ કહે છે. ચાલો બન્ને પોલીસ સ્ટેશન એ..જમાદાર તેમને લઇ જવા તત્પર બન્યા, અવનિને તો પકડાય નહીં, પણ અધિવેશનો હાથ પકડ્યો, જોકે, અધિવેશ ઊભો રહ્યો.

હવે ચાલને, શું ઊભો છે?

સર, તમે જ્યાં કહેશો ત્યાં આવીશ, પણ એકવાર મને મારા પપ્પાની હત્યાની સાબિતી જોઇ લેવા દો.. પછી તમે જ્યાં કહેશો, જેમ કહેશો તેમ કરીશું..

શું બોલ્યો?” જમાદારને ન સમજાયું, ફરીથી બોલ,” અધિવેશ પાસે આવીને પૂછ્યું.

એ જ કે તમે જ્યાં કહેશો ત્યાં આવીશ, પણ, મને એકવાર અંદર જઇને મારા પપ્પાના હત્યાની સાબિતી જોઇ લેવા દો..અધિવેશ ભારે હેયે બોલ્યો, બન્ને જમાદારો વિચારમાં પડ્યા, અવનિ તો અધિવેશને જોઇ જ રહી.

તારા પપ્પાની..બન્ને જમાદારો અવાક્ થઇ ગયાં, એ કઇ રીતે બને?” એકે પૂછ્યું, અરે બને જ ને લ્યા, બીજાએ જવાબ વાળ્યો, આ રાજકારણીઓ ગમે તેને મારવામાં ખચકાઇ જ નહીં, અલ્યા,” અધિવેશને ઉદ્દેશીને, “તારા પપ્પા કોણ?

દેવરાજ રાવળ,” અધિવેશ બોલ્યો, બન્ને જમાદાર સ્તબ્ધ થયા. મહેરબાની કરીને મને જોવા દો, પછી તમે જે કહેશો તે કરવા તૈયાર..

દેવરાજસાહેબ મર્યા એને સત્તર વર્ષ થયા અને એમની હત્યા તો થઈ જ નથી તો તું શેની સાબિતી લેવા આવ્યો છે? તને સાબિતી મળશે જ એ કઈ રીતે માનીએ? ન મળી તો?”

મારા પપ્પાની હત્યા કરવામાં આવી છે કે નહીં એ જ મને ખબર નથી પણ મારા ભાઈ યુવરાજનો જીવ તો જોખમમાં જ છે. જો મને ખબર નહીં પડે કે ખરેખર સત્ય શું હતું તો હું ક્યારેય પોતાને માફ નહીં કરી શકું.અધિવેશે હાથ જોડ્યા, આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા, બહાર આવીને હું પોલીસ સ્ટેશન જવા તૈયાર છું પણ એકવાર મને અંદર જવા દો.

હવે શું કરવું?એક જમાદાર ચિંતામાં આવ્યો, શું કરવું એટલે? છોરાંને જવા દઈએ, જે જવાબ આપવો હશે એ આપી દઇશું. આમપણ આ છોકરો સારા કામે આવ્યો છે.બીજા જમાદારે વિશ્વાસ દેખાડ્યો, જા, છોકરાં, આ લે ચાવી અને ઝૂમખુ પણ, ધ્યાન રાખજે કે વધારે મોડું ન થાય.જમાદારે ખુશ થઇને ચાવી અધિવેશના હાથમાં મુકી. અધિવેશ એ ચાવી જોઇ રહ્યો, જમાદાર જતાં રહ્યાં, અવનિ અધિની પાસે આવી, અધિની આંખોમાંથી વહેતા આંસુ લુછ્યા.અધિએ તેણી તરફ જોયું તો અવનિએ આંખો દ્વારા દરવાજો ખોલવાનો ઇશારો કર્યો. બન્ને દરવાજા પાસે આવ્યાં, અધિએ ચાવી અવનિને આપી, અવનિએ લોક ખોલ્યો, બન્ને સાથે સભાખંડમાં પ્રવેશ્યાં, ગાઢ અંધકાર હોવાથી મોબાઈલ ટોર્ચ દ્વારા સ્વિચબોર્ડ શોધીને સભાખંડમાં પ્રકાશ ફેલાવ્યો. અધિવેશ ચારેબાજુ જોઇ રહ્યો, આ એ જ સભાખંડ હતો જ્યાં નિત્યા સાથે લગડી-થપો-સંતાકુકડી રમતાં.  જ્યાં મજાક-મસ્તીમાં પૂરો દિવસ નિકળી જતો, જ્યાં વગર કહ્યે નવિનકાકા ચોકલેટ-ચ્યુઇગમ-કેન્ડીનો ઢગલો કરી દેતા. જ્યાં રાત-રાત જાગીને ત્રણેય સાથે વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતાં, જ્યાં..., અધિવેશ ખાલીખમ્મ સભાખંડ જોઇને ફર્શ પર બેસીને રડી પડ્યો, અવનિ આગળ નિકળી ગઇ, પણ પાછળ અધિને આમ રોતા જોતા અધિ પાસે દોડી ગઇ. અધિ પાસે બેસીને અધિનું માથુ પોતાની છાતિ પર લાવીને માથું પંપાળીને સાંત્વના આપવા લાગી.

નિત્યા મારી ચશ્મિસ, નવિનકાકા, ક્યાં ચાલ્યા ગયાં? ક્યાં ગયાં એ હસી-ખુશીના દિવસો? અવનિ, આ બધુ શું થઇ ગયું? અહીં રાતભર અનેક ફિલ્મો જોઇ કાઢી, નિત્યાને કોઇ જાગરણ હોય કે ન હોય પણ અમારું જાગરણ તો હોય જ. દર શનિ-રવી નવિનકાકા ફરવા લઇ જ જાય. એટલી મસ્તી કરતાં કે અન્ય કોઇ હોય તો-તો મને-નિત્યાને મારી-મારીને ભાંગી નાખે, પણ નવિનકાકાએ તો ક્યારેય હાથ પણ નહોતો ઉપાડ્યો. તે તો મમ્મીને પણ મારા પર હાથ ઉગામતા અટકાવતા, આજે ન તો નવિનકાકા છે કે ન તો નિત્યા,” અધિવેશના આંસુ સુકાતા નહોતા.

અધિ રડ નહીં,અવનિ બોલી ઉઠી, માથુ પંપાળતી કપાળ ચુંમતી બોલ, જો આ જે કાંઇપણ થયું એ કોઇ નિયતિ નહોતી, પણ, તમારા પરીવારને વેરવિખેર કરવાનું પૂર્વનિયોજીત કાવતરું હતું, અધિવેશ, આ કાવતરાંખોરોને ખુલા કરવાનો સમય આવી ગયો છે. ઇશ્વર એ જ ઇચ્છે છે. આપણે એ કાવતરાંખોરોને ખુલ્લા કરવાનાં છે. અધિ, જ્યાં સુધી યુવરાજભાઇ ન મળે ત્યાં સુધી તારે જ હિમ્મત રાખીને આ લોકોને ખુલ્લા પાડવાના છે. તું હિમ્મત ન હારી જઈશ તો કેમ ચાલશે?” અવનિ અધિને હિમ્મત આપી રહી હતી, ચાલ, ઊભો થા. અવનિ પોતે તો ઊભી થઈ જ સાથે અધિવેશને પણ ઊભો કર્યો.

સાચી વાત છે તારી, મારે આ લોકોને ખુલ્લા કરવા જ રહ્યા.અવનિ સામે જોઈને બોલ્યો. બન્ને સભાખંડ માં ચારેબાજુ જોઇ રહ્યાં.

અધિ, આપણે અહીં સુધી તો આવી ગયાં, પણ એ રહસ્ય શું છે? ક્યાં પ્રકારનુ છે? કેવું છે? આ ઘરમાં ક્યાં છે? આ વિશે તો આપણે કાંઇ જાણતાં જ નથી, તો આપણે શોધીશું કેમ?” અવનિએ મહત્વનો સવાલ કર્યો. તું અહીં વર્ષોથી આવે છે તો તને કશું યાદ આવે છે? જ્યાં તને જવાની નવિનકાકાએ ના પાડી હોય? ક્યારેય રોક્યો હોય કે ટોક્યો હોય?

નવિનકાકાએ મને ક્યારેય કોઈપણ ઓરડામાં જવાની ના જ નથી પાડી. આટલા મોટા ઘરમાં એકપણ એવો ઓરડો નથી કે જ્યાં અમે ન ગયા હોઈએ.”

તો પછી કોઈ રહસ્યમય ઓરડો, ભોયતળીયું કે એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. નવિનકાકાના ઓરડામાં જ એવું હોવું જોઈએ. કારણકે તેમને જે પણ સંતાડવાનું હોય તે એમની નજર સામે જ રાખે.અવનિએ મગજ દોડાવ્યું, અધિવેશ પણ એ જ દિશામાં વિચારવા લાગ્યો.

ચાલ આપણે નવિનકાકાના ઓરડાથી જ શરૂઆત કરીએ.અધિવેશ નવિનભાઈના ઓરડાથી વાકેફ હતો એટલે તે આગળ ચાલવા લાગ્યો અને અવનિ તેની પાછળ ચાલવા લાગી. સભાખંડથી સીડી વાટે બીજા માળે ઓરડાઓની હારમાળામાં ત્રીજા ઓરડા આગળ બન્ને અટકી ગયા. દરવાજા પર સાદું તાળું હતું, અધિવેશ ઝૂમખામાની ચાવી વડે એક પછી એક ચાવીથી તાળુ ખોલવા લાગ્યો. ચાર-પાંચ ચાવી લગાવ્યા પછી અંતે તાળું ખૂલ્યું.

યોઅવનિ ઝુમી ઉઠી, બન્ને ઓરડોની અંદર પ્રવેશ્યાં, ઓરડો વર્ષો જુનો હોવા છતાં તેની માવજતને કારણે નવોનકોર લાગતો હતો, જોકે, તે કોઇ સામાન્ય ઓરડો નહોતો, ઘણાંબધા કબાટોનો ગોઠવાયા હતાં, કેટલોય બિનજરૂરી લાગતો સામાન ખડકાયેલો હતો, બધા પર કાપડ પાથરેલ હતું, ઓરડોની વચ્ચોવચ્ચ ટેબલ-ખુરશી જેમાં પર પણ કાપડ પથરાયેલ હતું, અવનિ ચારેબાજૂ જોઇ રહી, કબાટ પણ પેક હતો, અધિ, પેલ્લાં ચાવીના ઝુમખાં તો આ કબાટોની ચાવી નહીં હોયને?”

અવનિ, આપણી પાસે આટલો સમય નથી કે બધા કબાટો ખોલવા બેસીએ. કબાટમાં હોય એ મને ગળે નથી ઉતરતુ?”

બીજો રસ્તો છે તારી પાસે?” અવનિએ પૂછ્યું. અધિવેશ જવાબ આપવાને બદલે કબાટ ખોલવા લાગ્યો. અવનિએ ઝૂમખાની ચાવીઓના ભાગ પાડીને અડધી ચાવીઓ લઈને બાકીના કબાટ ખોલવા લાગી. અલબત્ કઈ ચાવી ક્યાં કબાટની છે એ તો એમને ખબર જ નહીં હોવાની ને? ચાર પ્રયાસે દરેક કબાટ ખૂલતો હતો. કોઈ કબાટમાં શંકાસ્પદ વસ્તુ હતી નહીં. અંતે દરવાજા પાસેના કબાટ પાસે અધિવેશ ગયો પણ તે કબાટમાં એકપણ ચાવી લાગી રહી નહોતી. અવનિએ આપેલ ચાવીઓ પણ નિષ્ફળ રહી. બન્ને ગભરાયા. એકબીજા સામે જોઈ રહ્યા.   

એ કબાટની ચાવી મારી પાસે છે.” દરવાજા પાસે એક યુવતિ બોલી ઊઠી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED