કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૮) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૮)

#કોલેજ_ડે_એક_લવ_સ્ટોરી
#ક્રમશ:(#ભાગ_19)

કવિને હું મારુ દિલ આપી બેઠી છું..!!
તેની સાથે વચનથી બંધાઈ ચુકી છુ .
તેના શિવાય હું પણ હવે રહી શકુ તેમ નથી..
મારા કવિનું શું થશે..!!!
મારુ શું થશે..!!!
શું અમે બંને લગ્ન કરવામાં નિષ્ફળ તો નહી જશુ ને...!!!!!!!
ના હું લગ્ન કરીશ તો કવિ જ સાથે તે જ મારું સર્વે છે.
તેની સિવાય હું કોઈ બીજા સાથે લગ્ન કરવા ત્યાર નહીં થાવ
હું શું કરું .
કેમ કરી હું કવિ સાથે લગ્ન કરું...!!!!
કવિ શુ વિચાર શે.નહીં કવિના વચન થી હૂં બંધાયેલી છું.
તેને કેવી રીતે છોડી શકું તે જ મારો પહેલો પ્રેમ છૅ.
નહીં એ નહીં બનવા દવ.. કદાપી....
આજ સોનલનુ મન કુષ્ણના ચક્રની જેમ તેજ ફરી રહ્યું હતું.

માણસને ગમે તેટલું દુ:ખ હોય,પણ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ તે ઓછું થતું જાય છે.છેવટે માનવી આરામ અનુભવા લાગે છે.ઘણા દિવસો થઈ ગયા હતા સોનલ મને છોડી કોલેજથી ચાલી ગઈ તેને.આજ મને પત્ર લખવાનુ મન થયું સોનલને.!!!!

પ્રાણ પ્યારી સોનલ,
તારા પિતાનું અવસાન થયું એ જાણી મને ઘણું દુ;ખ થયું .હું દિલગરી છું કે હુ આવી ન શકયો.હવે કોલેજ શરુ થવાને થોડા જ દિવસની વાર છે મારો પત્ર તારા હાથમા આવતા જ તુ ખુશ હશ.

મને ખબર છે કે તુ હવે મારા વગર રહી શકે તેમ નથી.
હું પણ'
આપણો પ્રેમ કદી ભુલી શકાશે નહી
તને ઘણા સમયથી યાદ કરી ન હતી
આજ પત્ર લખવાનુ મન થયું કદાસ તું કવિને શ્વાસે શ્વાસે યાદ કરવાનું ભુલીનો જા.
તારા નાના ભાઈને મારી યાદ આપજે...

અને હા ,સોનલ હું તને ખુબ જ પ્રેમ કરુ છું.
મને તારા પર વિશ્વાસ છે કે તું મારા પ્રેમને કદી પણ ઠુકરાવીશ નહી...!!!
                                        લી.
                               સદાનો તારો કવિ

પત્ર વાંચી સોનલ રડી પડી..!!!
બીજું તો શું કરી શકે પ્રેમીકા.સોનલને પણ તેનું દુ:ખ કવિને કહેવાનું મન થયુ. તેણે પણ પત્ર લખ્યો.

કવિ,
કવિ હું તમને પ્રેમ કરુ તે હું અને તમે અને આપણો ઈશ્વર જાણે બીજું કોઈ જાણતું નથી.

પણ' મારા બાપુજી એ મારી સગાઈ નક્કી કરી દિધી છે તેમના મિત્રને ત્યાં ..!!!
કવિ હું શું કરુ મને કહી સમજાતું નથી.
કવિ હું તમને પ્રેમ કરુ છુ.

પણ' જેમણે મારી નાનપણમાં ગલીગલીમાં આંગળી પકડી મને મોટી કરી તેની વાત હું
તેની વાત હું કેમ ઠુકરાવુ.
કવિ મારા બાપુજીને આત્માને શાંતી નહી થાય.કવિ હવે તમેજ મને જવાબ આપો ..!!
હું શું કરુ....?

કવિ યાદ છે મે તમને કહેલું કદાસ' મારા પ્રેમમા કોઈ ઉણપ આવશે તો તે વખતે આ સોનલ પુથ્વી પર નહી હોય.
કવિ તમને યાદ હશે મે જ કહેલ આ શબ્દો.
કવિ હું તમને મારુ દિલ આપી બેઠી છુ.
                                              

                                           લી.
                               સદાની તમારી સોનલ

પત્ર મળતા જ હું ધ્રુજી ગયો.
શું કરવુ...!!!શું  ન કરવુ ..!!મને ભાન પણ ન રહ્યું.કયારેક બાહર જાવ તો કયારેક અંદર
ઘણુ ખરું વિચારી મે નિંદર તરફ પ્રયાણ કર્યું.

માણસ જેવા વિચાર કરે છે તે નિદ્રામાં ઘણીવાર સ્વપ્ન રુપે પ્રગટ થાય છે.
હું પણ સ્વપ્નમાં સરી પડ્યો.

કલ્પેશ તમારુ નામ..!!પોસ્ટમેને સવાલ કર્યો.
મે ગાડી સાફ કરતા કરતા જવાબ આપ્યો હા'કેમ
કઈ કામ...

લ્યો આ તમારુ કાડઁ..!!!
મારા હાથમા કાડઁ મુકી પોસ્ટમેન રવાના થયો.

કોનું હશે પહેલા સંદિપનુ કે મુકુન્દનું બહુ વહેલા ઈચ્છા હતી પરણવાની એમ વિચારી મે કવર ખોલ્યું.અને હું પુરુ કાડઁ વાંચી ન શકયો.મારા દિલના ધબકારા વધી ગયા.
આંખોમાં અંધારા આવવા લાગ્યા.

ના'' સોનલ આંવુ ના કરી શકે 
સોનલ મને ચાહે છે.
મને હજી વિશ્વાસ ન હતો.મે ફરીવાર કાડઁ
વાંચ્યું.મે કાડઁને લોચો વાળીને એક ઝાટકા સાથે દુર ફેકી દીધું.
.................................ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com
                         (લી-કલ્પેશ દિયોરા)