Anant Vishv books and stories free download online pdf in Gujarati

અનંત વિશ્વ

પ્રસ્તાવના


આ મારો બીજો કાવ્યસંગ્રહ છે. આની પહેલા પણ એક એન્જિનિયર ની કલમે નામનો એક કાવ્યસંગ્રહ પ્રસારિત કર્યો છે. આમતો મેં છેલ્લા એકાદ વર્ષથી લખવાનું શરુ કર્યું છે. મને લાગ્યું કે આમ કરતાં આ અનંત વિશ્વમાં ક્યાંક જીવનની પૂર્ણતા મળશે અને એ મને મારામાં જ મળી !!!


અમારા પ્રેમમાં ફરી એક અધ્યાય જોડાયો,
અનંત વિશ્વ પણ જાણે એની શાક્ષી એ આવ્યું..!!

અમારો પ્રેમ પૂર્ણતા આમજ પામતો ગયો,
ત્યારે અનંતતા વિશ્વ ફલક પર આમજ દેખાયું..!!

અમારા સંબંધમાં અમે એકબીજાને જોડતા ગયા,
વચનબદ્ધ થઈ અનંત પૂર્ણતા પામતા ગયા..!!

હવે તો, અમારે એકબીજામાં વિલીન થઈ જવું છે,
અનંતતામાં ભળી આ જીવન સમર્પિત કરવું છે..!!


આ કાવ્યસંગ્રહમાં મુકેલી રચનાઓ મારા માટે જાણે આ પૂર્ણતા પામ્યાની શાક્ષી પૂરે છે. આ રચનાઓ તમને ચોક્કસ ગમશે.


****

પરિવર્તન


સ્વ નિર્માણ મારે
આમ જ કરતા જવું છે,
જીવનમાં એક અમૂલ
પરિવર્તન કરતાં જવું છે.!

જુની ભૂલો ભૂલી
મારે સર્જાતા જવું છે,
દરેક સંબંધોને મહેંકાવી
ખુશીઓ ભરતાં જવું છે.!

નવા સપનાઓ સજાવતા
હવે શીખી જવું છે,
કોઈના સપના પુર્ણ કરી
એને જીવાડતાં જવું છે.!

જીવનના અંતમાં પણ
એક નવું જોમ ભરતાં જવું છે,
અનંત લાગણીઓથી બધાને
આમ જ પામતા જવું છે.!


ભાવ (મારું લાગણીનું વિશ્વ)


આપણા સંબંધ માટે પ્રયત્ન કરું જ છું
અને કરતો રહીશ !
આ જ ભાવ સાથે સાથ આપતો રહીશ..!!

સંબંધમાં સ્નેહ સાથે લાગણીઓ ભરું છું
અને ભરતો રહીશ !
આ જ ભાવ સાથે તને જીવાડતો રહીશ..!!

પ્રેમ ભર્યા સાથ સાથે તને વર્યો છું
અને વરતો રહીશ !
આ જ ભાવ સાથે તને ચાહતો રહીશ..!!

તેં મારામાં પૂર્ણતા ભરી તેમ હું...
તારામાં પૂર્ણતા ભરતો રહીશ !
આ જ ભાવ સાથે તને પૂર્ણ કરતો રહીશ..!!

ભલે હું શ્યામ નથી અને નથી તું મારી રાધા,
એ મનમાં રાખીશ !
પણ પ્રેમભાવ સાથે સથવારો આપતો રહીશ..!!


મર્મ (મર્મ જીવન નો)


જન્મથી જન્મ નો મર્મ સમજતા રહેવું કે...
જીવનમાં જ
જીવંત થતાં જઈ મર્મ જાણતા રહેવું..!?

લાગણીઓ મેળવી  એનો મર્મ સમજતા જવું કે...
સ્નેહ થકી
બધાને લાગણીનો મર્મ સમજાવતાં રહેવું..!?

રાધા ઘેલા કૃષ્ણનો મર્મ સમજતા રહેવું કે...
સંબંધના એ
તાંતણાનો મર્મ સમજી સંબંધ સજાવતા રહેવું..!?

સૃષ્ટિના સર્જનહાર નો મર્મ સમજતા જવું કે...
સૃષ્ટિ ના એ
સર્જનહાર ના એ સર્જન એવી જીવસૃષ્ટિને આદર આપતા રહેવું..!?


વિશ્વાસ


તારો વિશ્વાસ જ મારો શ્વાસ
ટકાવી રાખે છે,
એ આમજ અનંતતામાં મને
જીવાડી રાખે છે.

તારું વાવેલું વિશ્વાસનું વૃક્ષ મોટું
થયે રાખે છે,
એ વૃક્ષની છત્રછાયામાં મને પ્રફુલ્લિત
કરે રાખે છે.

તારી આંખોની ચમક મને રોશની આપી
રાહ બતાવે રાખે છે,
એ મારી ચાહ બની મારા જીવનને
આગળ ધપાવે રાખે છે.

તારા હોઠો પરનું સ્મિત મને
મોહી જાય છે,
એ મોહ મને જીવંતતા
આપતો જાય છે.

તારો વિશ્વાસપૂર્ણ સાથ જ મને
પૂર્ણતાથી ભરતો જાય છે,
એ આમજ ખુશનસીબી મારી
જતાવે રાખે છે.


નિજાનંદ


જીવનમાં નિજાનંદી પૂર્ણતા
ભરતો જતો હું,

સંબંધોમાં મીઠાશ
શોધતો જતો હું,

લાગણીઓ ની ભીનાશ
માણતો જતો હું,

જમાના ના ડરને છોડી
આગળ વધે જતો હું,

તારી આંખો માં પ્રેમ
શોધે જતો હું,

તને આલિંગનમા સમાવવાના
સપના જોતો હું,

તારા હોઠો નો રસપાન
કરવાની ચાહ રાખતો હું,

તારામાં સમાઈ જઈ
એકાકાર થતો હું,

આ એકાકાર જ્યોતમાં
નિજાનંદ બનતો હું...!!!


મિલન


તને મળ્યો , અણધાર્યું પામ્યો ;
લાગણી વિશેષ લઈને આવ્યો,
માટીના બનેલા શરીરમાં જાણે હું...
તને જ મળ્યો,
એ જ મિલન ની ઘડીમાં બસ તનેજ
જાણે માણતો ગયો.

પ્રેમ તું, મારું વિશ્વ પણ તું ;
આ જીવન બસ તનેજ માન્યો,
જીવનની દરેક ઘડીમાં હું...
તારા સાથ ને જ વર્યો,
એ સાથ ના મિલનમાં બસ તારા...
સ્નેહને જ વર્યો.

અંત તું, મારી અનંત રાહ તું ;
આ રાહમાં બસ તારો સાથ ગમ્યો,
આ સાથમાં જ તારામાં બસ
આમજ સમાતો ગયો,
એ મિલનની રાતની ઘડી ની રાહ
આમ જોતો રહ્યો.

તારા હોઠ, કરે મનને તરબોળ ;
આ હોઠમાં હોઠ ભેળવવા ગમ્યા મને,
આ પ્રેમાગ્નિમાં હું આમજ લિપ્ત થઈ તણાતો ગયો,
એ મિલનના સહવાસ ને હું આમ યાદ કરતો રહ્યો.


ધરતી


આભમાંથી જાણે આભના અમી વરસે છે,
ત્યારે ધરતીમાંથી આવતી સોડમ જાણે અમીના
મિલનની વાત થી ધબકે છે..!!

આપણા મિલનની જાણે એ પળ શાક્ષી પૂરે છે,
વરસાદ માં ભીંજાતા ધરતી ની મહેકમાં આપણા
સહવાસ ને યાદ કરે છે..!!

એ પળ ફરી આવે એ વાત માટે મન તડપે છે,
કારણ કે એ અપેક્ષાની આગ એકબીજાના પ્રેમના
વરસાદ માટે તરસે છે..!!

હવે તો તરસ જ જીવનની હકીકત છે,
લાગેછે કે હવે આભનું ધરતી સાથે મિલન
અશક્ય છે..!!


ગઝલ


ગઝલ ના શબ્દો માં તું રહેતી આસપાસમાં,
ગઝલ ના એ શબ્દો જ જાણે આ શ્વાસમાં..!!

હૈયાની હેલી એ વરસતી તું આ ગઝલમાં,
જાણે ધબકતા હૈયે જ લાગતી આ ગઝલમાં..!!

આંખોના ઇશારે ને પાંપણના પલકારે..!! 
જોતો રહું આ તારા અનોખા ઈશારે..!!

જોઈ તું શરમાય જાણે મારા આ વિચારે,
મનમાં આવતા એ ઓરતા ના સથવારે..!!

તારું આ ચરિત્ર જાણે સોહામણું એક ચિત્ર,
એમાં કેદ થઈ ને વસી જાઉં પ્રણયમાં ..!!


સમય


"અહં બ્રહ્માસ્મી" એ જ મારું મન માનતું,
છતાં એ સદાય "સમય" ને સાથે લઈ ચાલતું..!!

મારામાં ના કોઈ ઉદ્વેગ, ના કોઈ આવેશ,
હમેશાં માની ચાલતો હું સમયનો આદેશ..!!

જ્યારે "અહં બ્રહ્માસ્મી" નો અહં ભરાયો મનમાં,
ત્યારે "સમય" રઘવાયો થયો એની ચાલ ભરવા..!!

સમયે લીધી એવી પરીક્ષા ને ચાલી એની જ ઈચ્છા,
સરળ રસ્તે પણ લાવ્યો વિધ્નો એ એની મહેચ્છા..!!

એવો પટક્યો સીધો જમીન પર મને,
અને સમજાવ્યું એનું આગવું મહત્વ મને..!!

તો હે અબુધ ! ભલે રહ્યો તું બ્રહ્માસ્મી,
પણ "સમય" વગર તું ક્યાંય નો નહીં રહે અસ્મી..!!


દીવાનો


આ લાગણીના પ્રવાહ માં "હું"
આમજ તણાતો ગયો,
થયો પ્રેમમાં ઘાયલ કે દીવાનો
આમ બનતો ગયો..!!

આ સંબંધમાં ઉત્સુકતા મારી
એટલી વધી ગઈ કે,
તારામાં ઓતપ્રોત થઈ
દીવાનગી માં પડતો ગયો..!!

આવ્યા તારા પ્રેમમાં સ્નેહના
એવા મોટા મોજા કે,
તરતાં આવડતા છતાં
દીવાનો થઈ ડૂબતો ગયો..!!

તારા આ આલિંગનના
મોહમાં એવો પડ્યો કે,
મોત સામે આવ્યું ત્યારે પણ
લાગ્યું તને ભેટતો ગયો..!!

દિવાની "તું" હતી કે હતો "હું"
દીવાનો તારા આ પ્રેમનો !
અસ્તિત્વ મારું આપણા
સહઅસ્તિત્વમાં ઓગાળતો ગયો..!!


આશા મારી પૂર્ણતા


એક અંધારી રાહમાં એમજ
આગળ વધતો ગયો !
ના કોઈ લક્ષ્ય, ના આશા
બસ ઘોર અંધકાર ને નિરાશા !

અંધારા એ રસ્તામાં,
આવ્યું આશાનું કિરણ !
હાથ પકડીને મારો,
એણે શરૂ કરાવ્યું નવજીવન !

એણે પકડ્યો મારો હાથ,
અને માંગ્યો મારો સાથ !
રસ્તો ભલે આપણો મુશ્કેલ,
પણ સાથે કરીશું પાર !

બે અધૂરા જીવ,
આમ બન્યા સહપ્રવાસી !
નવીજ રાહ પકડી,
સજાવ્યા નવા જ સપના !

નવા જ લક્ષ સાથે,
નવી જીવંતતા ભરવા,
એક મેક માં સમાઈ,
નવા શિખર સર કરવા !


સાથી


અનંત એકાંતમાં હું ઘેરાયો
ત્યારે મળી એક આશા,
જ્યારે મળી એક જીવન સાથી
અને પુરી થઇ મારી અભિલાષા...

એણે અવનવા રંગ ભર્યા...  
આ કોરા કેનવાસમાં..!!
જીવન બન્યું સપ્તરંગી..
સાથી તારા જ સાથ સંગાથ માં..!!

દિશાહીન ને મારગ ચીંધ્યો,
આપ્યો વાસ એના પ્રેમાળ મનમાં...
જીવન બન્યું અનંતમહી
આખરે મને પણ મળી એક દિશા..!!

એને સાથી કહું કે કહું જિંદગી...!?
પૂર્ણતા કહું કે કહું બંદગી...!?
મનમાં ચાલતા તરંગ ઝા ઝા..
એ જ છે મારી સૃષ્ટિ અને
મારા જીવનની સુંદર અભિલાષા..!!


ઘૂંઘટ


ઘણા અરમાનો સજાવી ને હું આવી...
તારા ઘરમાં, આ ઘૂંઘટ માં..!
પિતાની છત્રછાયા છોડી,
માતા ની લાગણીઓની રાહ છોડી,
તારી દુનિયા અપનાવવા આવી, આ ઘૂંઘટ માં..!!

તું, શું મને એવી લાગણીઓ આપીશ..!?
જે સપના જોયા એ પુરા કરાવીશ..!?
સોનેરી અવનવા દિવસો દેખાડિશ..!?
કે રહી જઈશ! આમજ હું આ ઘૂંઘટ માં..!?

મારે પણ આ અનંત દુનિયા જોવી છે..!!
તારા જ અખૂટ પ્રેમ થકી વિસ્તરવું છે..!!
જેવો તું ઉઠાવીશ ઘૂંઘટ મારો...
બસ એ પળથી તારીજ લાગણીઓમાં વહેવું છે..!!

પછી કાયમ માટે...

આ ઘૂંઘટ ની ઘૂટનમાંથી મુકત થઇ...
એક નવી જ ઉડાન
ભરવી છે..!!
તારા અખુટ સ્નેહના સાથથી...
આગળ જ વધતા જવું છે...!!

મારે ! આપણા સહચર્યથી...
આપણું એક નવું જ આકાશ શોધવું છે..!!


પ્રકૃતિ


ઓ માનવ તને કરું નાદ,
હું છું...પ્રકૃતિ..!!
તે વાળ્યો મારો સત્યાનાશ,
હું છું... પ્રકૃતિ...!!

નાના ભૂલકાં સંગ રમી,
મોટેરાઓની શાન બની,
છતાં જીવન મારું જોખમાયું,
એ જ "હું" છું... પ્રકૃતિ..!!

સમી સાંજનું હું હીર બની,
તરસ્યા નું હું નીર બની,
છતાં ના મારો કોઈ રખેવાળ,
એ જ "હું" છું... પ્રકૃતિ..!!

ભોજનમાં તને ધાન આપ્યું,
આપું તને ઠંડી છાયા,
છતાં મુકી તે મારી માયા, 
એ જ "હું" છું...પ્રકૃતિ..!!

તારા પ્રેમનું હું પ્રતિક બની,
બની તારી લાગણીની ભાષા,
છતાં છોડી તે મારી પ્રીત,
એ જ "હું" છું...પ્રકૃતિ..!!

સાંભળ મારી કરુણતાનો સાદ,
હું છું...પ્રકૃતિ..!!
વિનવું મારામાં તું પૂરને પ્રાણ,
હું છું...પ્રકૃતિ..!!


સંકલ્પ


જીવનના દરેક ડર થી "હું"
પર થઈ ચાલતો રહ્યો,
કદાચ એટલે જ હું
લોખંડી પુરુષ બનીને રહ્યો..!!

તુટેલા જન માનસના મનમાં
એમ જ છવાતો રહ્યો,
નવા પ્રાણ પુરી એમનામાં
સંકલ્પ પુર્ણ કરતો રહ્યો..!!

અખંડ ભારતના એકીકરણ નું
સપનું સુહાનું જોતો રહ્યો,
એ સ્વપ્નને પૂર્ણતા આપવા
સતત કામ કરતો રહ્યો..!!

એક એક રિયાસત ને જોડીને
દેશને સમર્પિત કરતો રહ્યો,
એ સમર્પણમાં જ દેશ પ્રેમ નો
મારો સંકલ્પ પુર્ણ કરતો રહ્યો..!!

હું સદાય આ મા ભોમ નો જ
દીકરો બનીને રહ્યો,
જીવનને ભારત માતા માટે
સમર્પિત કરતો રહ્યો..!!

આઝાદ ભારતમાં પણ
અન્યાય મને થતો રહ્યો,
છતાં હું દેશ માટે સતત
સંકલ્પ પુર્ણ કરતો રહ્યો..!!

અત્યારે કોઈના સંકલ્પ માટે
"હું" ઊંચો બનતો ગયો,
સ્ટેચ્યુ ઓફ યુનીટી ના નામે
આખા વિશ્વમાં દેખાતો રહ્યો..!!

મારા ધ્યેય ને તું સિદ્ધ કર,
અખંડતા ને જીવંત કર, 
મારો સંકલ્પ પુર્ણ કર
એવી રાહ હું જોઈ રહ્યો..!!


તું મારી ખુશી


મને જોઈ ચમકી ઉઠતી
તારી આ આંખોમાં...
મારું મુખ જોઈ હું હરખાઉં.!!

મારા સપના સોહામણા
જોતી આ આંખોના...
સપના પુરા કરવા હું દોરાઈ જાઉં..!!

મને જોઈ હસી ઉઠતા
તારા આ હોઠોમાં...
મારું નામ રટાતું સાંભળી હું હરખાઉં..!!

મને જ રટતા તારા
આ હોઠોના...
વચન પૂરા કરવા હું દોરાઈ જાઉં..!!


તારો અનેરો સાથ


હતાશામાં ઘરકાવ થયેલા મનને,
એક આશ ની જરૂર હતી..!!

એક મોટા અકસ્માત થી સર્જાયેલા
વમળને, એક ખાસ ની જરૂર હતી..!!

આ જીવનમાં જીવંતતા ભરે એવા,
સુરીલા પ્રાસ ની જરૂર હતી..!!

સંકેત કહો કે સાથ ઈશ્વર નો સોંપ્યો એક હાથ,
જેના સાથ ની જરૂર હતી..!!


સમર્પણ


બધા ભલે ને એવું કહેતા હોય કે,
મારે તારો હાથ પકડીને સાથ આપવો છે...!
પણ...
મારે તો તારા પગલાંની છાપ પર જ
મારા કદમ મળવવા છે...!!!

બધા ભલેને એવું કહેતા હોય કે,
મારે તારા સુર માં સુર મેળવવો છે...!
પણ...
મારે તો તને ફક્ત આમ,
બોલતી સાંભળવી જ છે...!!!

બધા ભલે ને એવું કહેતા હોય કે,
મારે એકાકાર થઈ ને રહેવું છે...!
પણ...
મારે તો એક તારો જ પડછાયો,
બની ને જીવવું છે...!!!

બધા ભલે ને એવું કહેતા હોય કે,
તારી જોડે દુનિયા જોવી છે...!
પણ...
મારે તો તારી આંખે જ આ,
આપણી દુનિયા માણવી છે...!!!

બધા ભલેને એવું કહેતા હોય કે,
તારી જોડે જીવન સમર્પિત કરવું છે...!
પણ...
મારે તો આ સમર્પણ માં પણ
તને જ યાદ રાખવી છે...!!!


લાગણી


મારી જિંદગીમાં આવીને ક્યારે સમાઈ ગઈ
ખબર જ ના રહી,
પણ એ સમર્પણ મને ગમ્યું..!!

મારી અધૂરપ ક્યારે એ પૂર્ણ કરતી ગઈ
ખબર જ ના રહી,
પણ એ પૂર્ણતા મને ગમી..!!

હું નહોતો ક્યારેય એવો એ બનાવતી ગઈ
ખબર જ ના રહી,
પણ એ નવીનતા મને ગમી..!!

એ  અનંત લાગણીઓ થી મને ભરતી ગઈ
ખબર જ ના રહી,
પણ એ અનંતતા મને ગમી..!!


જીવનનું અજવાળું


એના શબ્દો મારું દિલ જીતે
શું એ પૂરતું નથી...?

એની યાદો મારા માટે સંભારણા બની
શું એ પૂરતું નથી..?

આ સફર એના સાથથી જ યાદગાર બન્યો
શું એ પૂરતું નથી...?

આ જીવન મારું દીપી ઊઠ્યું
શું એ પૂરતું નથી..?

ત્યાં મારું જ મન બોલી ઉઠ્યું...

આ શબ્દો, આ યાદો, આ સાથ અને
આ અજવાળું જોઈએ મારે...
મારા અંત સુધી...!!!


સંબંધોની સુવાસ


એક સંબંધે હાથતાળી આપી
આમજ ચાલ્યો ગયો,
શું આ મારી કોઈ અધૂરપ હતી...???

એક સંબંધ હાથમાં હાથ રાખી
પૂર્ણતા આપતો ગયો,
શું આ પૂર્ણતા કોઈ અણધારી હતી...???

જીવનનો અંત નિશ્ચિત હતો એ
જાણીને પણ જીવ્યો,
શું આ કોઈ જીવંતતા મારી હતી...???

લાગે આવનારા ભવોભવ થી પણ વધુ
આ ભવમાં જીવી ગયો,
શું આ કોઈ સંબંધોની સુવાસ હતી...???


*****


Join My fb Group :- Sweet beat Frdzzzzz
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

તમારા પ્રતિભાવો આપતા રહો...
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED