બ્લેક આઈ પાર્ટ 3 AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ પાર્ટ 3

બ્લેક આઈ - ૩

આગળ ના પાર્ટ માં જોયું તેમ હવે દ્રષ્ટિ ને પણ અમર ના એક્સીડંટ વિશે જાણ થઇ ગઈ હતી. દ્રષ્ટિ તાત્કાલિક ગોવા થી અમદાવાદ આવવા માટે નીકળી ગઈ.

તે અમદાવાદ પહોચીને તરત જ રાહુલ એટલે કે અમર ના ફોન માં ફોન કરે છે અને અમર કઈ હોસ્પિટલ માં છે તેનું એડ્રેસ લઈને એરપોર્ટથી સીધી ટેકક્ષી કરીને હોસ્પિટલે જાય છે . આ બાજુ રાહુલ અને અમર ના માતા પિતા હોસ્પિટલ માં જ હોય છે. દ્રષ્ટિ અડધી કલાક માં જ હોસ્પિટલે આવી જાય છે. તે નીચે રિસેપ્શન પાસેથી અમર ના રૂમ નું ઍડ્રેસ માંગે છે પણ તે ઍડ્રેસ આપવાની ના પાડે છે કારણ કે અમર એક વીઆઈપી પેશન્ટ હોય છે, તેના રૂમ માં તેના ફેમિલી, તેના ઓફિસે ના લોકો અને ત્યાંના સ્ટાફ સિવાય કોઈને અંદર જવા દેવામાં આવતા ન હતા . આથી દ્રષ્ટિ , રાહુલ ને ફોન કરીને નીચે આવવા જણાવે છે .

રાહુલ નીચે આવી દ્રષ્ટિ ને સાથે લઈને ઉપર અમર જે રૂમ માં હોય ત્યાં જાય છે . અમર બેભાન હોય છે આથી દ્રષ્ટિ ત્યાં જ તેની પાસે બેસી જાય છે. દ્રષ્ટિ હજી ત્યાં જ બેસેલી હોય ત્યાં જ અમર ના માતા પિતા આવે છે .તેમને દ્રષ્ટિ ને જોયેલી હોતી નથી આથી તેઓ વિચાર માં પડી જાય છે, પણ તેની માતા નંદૂદેવી દ્રષ્ટિ ની હાલત જોઈને જ સમજી જાય છે કે આ તેમના ઘર ની લક્ષ્મી છે. તેમને મનો મન નક્કી પણ કરી નાખ્યું કે જેવો અમર ને હોશ આવશે તેઓ તરત જ તેમની સગાઇ ની વાત કરશે. થોડીવાર પછી ત્યાં રાહુલ આવે છે ત્યારે દ્રષ્ટિ વિગતે બધી વાત જાણે છે , છેલ્લે તેને જયારે ખબર પડે છે કે અમર ને કોઈએ પોતાની આંખ આપી ને દુનિયા જોવા માટે ફરીથી દ્રષ્ટિ આપી છે ત્યારે તે પેલા માણસ ને જોવા અને તેનો આભાર માનવા ઉતાવળી બની જાય છે. તે તરત જ રાહુલ ને કહે છે મારે પેલા ભાઈ ને મળવું છે જેમને અમર ને પોતાની આંખો આપીને નવું જીવનદાન આપ્યું છે.

રાહુલ તેને લઈને તેજ ફ્લૉરે રાખેલા પેલા માણસ પાસે લઈને જાય છે તેઓ જેમ જેમ નજીક જતા જાય છે તેમ તેમ દ્રષ્ટિ ને ન સમજાય તેવી બેચેની થવા લાગે છે તેને ખબર નથી પડતી કે આવું કેમ થાય છે. દ્રષ્ટિ જેવી તે રૂમ પાસે પહોચી ને અંદર જોવે છે તેવી જ તેના મોઢામાંથી રાડ નીકળી જાય છે જે સાંભળી ને નર્સે , ડોક્ટર બધા દોડી આવે છે . તેઓ કઈ પૂછે એ પહેલા જ દ્રષ્ટિ ચક્કર ખાઈને નીચે પડી જાય છે .

ડોક્ટર તરત જ તેને બેડ પર સુવડાવવાનું કહે છે અને ડોક્ટર તેને તપાસતા કહે છે કે આમને કઈ વાંધો નથી પણ મને લાગે છે કે તેમને આઘાત લાગ્યો છે , એવી કંઈક વસ્તુ હમણાં જ તેમની સાથે થઇ છે જેનો આઘાત તેઓ સહન કરી શક્યાં નથી. હજી રાહુલ અને ડોક્ટર વાત કરતા જ હોય છે ત્યાં જ દ્રષ્ટિ હોશ માં આવે છે અને પપ્પા એમ જોરથી રાડ પાડી ને પાછી બેહોશ થઇ જાય .

દ્રષ્ટિ એ કેમ તેના પપ્પા ના નામની બૂમ પાડી હશે ? આના પાછળ શું કહાની છે અને આગળ દ્રષ્ટિ અને અમર ની લાઈફ માં કેવા કેવા ટ્વિસ્ટ આવે છે તે જોવા માટે વાંચતા રહો બ્લેક આઈ.