કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૨) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૨)



ક્રમશ:(ભાગ-૧૨)

અમારી_ટુર..

રાત થવા આવી હતી બસ સુરજ ઢળવાને થોડી જ વાર હતી.અમે હવે નીકળવાની તૈયારીમાં જ હતા.કોઈ જમીને તો કોઈ નાસ્તો કરીને બેસી રહ્યા હતા.સોનલ પણ બસમાં બેસી ગઈ હતી તેની ફે્ન્ડ પણ અને મારા મિત્રો પણ મારે બોટાદથી બેસવાનું હતું.સોનલ મનમાં વિચાર કરી રહી હતી ક્યારેય આવશે કલ્પેશ.!!!ક્યારે આવશે મારો મનનો માનીતો..

બસ કોલેજથી રવાના થઈ ગઈ હતી.હું સકઁલ પાસે ઊભો ઊભો બસની નહી પણ સોનલની રાહ જોય રહ્યો હતો.હું ત્યાં જ ઉભો ઉભો સોનલના સપના જોઈ રહ્યો હતો.સોનલ સાથે એક એક પળ વિતાવવાની કેવી મજા પડશે.
હું દરેક સેકન્ડને સોનલ સાથે ટૂરમાં માણવા માંગતો હતો.થોડીજ વારમાં બસ આવીને હું બસમાં અંદર પ્રવેશો સોનલ મને જોયને ખુશ થઈ અને હાશકારો અનુંભવયો.

સવારે અમારે સાપુતારા પહોંચવાનું હતું માટે અમારે બસમાં જ રાત વિતાવવાની હતી.
સોનલની સીટ મારી સીટથી થોડી જ દુર હતી.કયારેક તે મારી સામું જોતી તો કયારેક હું અમે બંન્ને આંખોથી પ્રેમની વાતો કરી રહ્યા હતા.કોણ જાણે તે કઈ મને કે રહી હતી.પણ તેની આખો મને પ્રેમની ભાષા કહી શીખવી રહી હતી.થોડી જ વારમાં સોનલની આંખ મીંચાઈ ગઈ હું સોનલ ને એજ નજરે નીહાળી રહ્યો હતો.થોડી જ વારમાં મારી પણ આંખ મિચાઈ ગઈ સોનલના યાદ કરતા જ.....

પહેલી સવારે અમે એક શિવમંદિર રોકાયા ત્યાં એક સરસ મજાની નદી છે બાજુમાં.
સવારમાં નાહીને શીવમંદિરમા દશઁન કરી
બસમાં જવાની તૈયારી કરી.હવે તો મારે મારી સોનલ સાથે મન ભરીને વાતો કરવાની હતી. મોનીકાને ભુલી સોનલને મારા દિલમાં સમાવવાનો સમય આવી ગયો હતો.

શીવમંદિરથી અમારે ગીરાવોટર ફોલસ જોવા જવાનું હતું..!!બસ ઊપડી ગઈ હતી. હું અને સોનલ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.
સોનલે મને સવાલ કર્યો અત્યારે આપણે કયા જઈએ છીએ? મે કહ્યું ગીરા વોટર ફોલસ...!!

ગીરાવોટર જોવા જતા પહેલા અમે હનુંમાનજીના મંદિરમાં બપોરનું ભોજન લીધું.
સાપુતારામાં ગુલાબ જાંબુ ખાવાની એક ઔર મજા છે.હનુમાનજીના મંદિર સામે જ ફુલ છોડ હતા.ત્યાં મે અને સોનલે ફોટા પાડ્યા.
ત્યાથી અમે ગીરાવોટર ફોલસ જવા નીકળ્યા.ત્યાનું વાતાવરણ અદ્ભુત હતું.કયારેક કયારેક ઝરમર ઝરમર વરસાદનો અનુંભવ થતો હતો .ઉપરનાં વિસ્તારોમાં ૨૪ કલાક ઝાકળ વરસતો હોય તેવું લાગતું હતું.એક અદ્ભુત નજારો હતો.

થોડેક દુર ઊતરી અમારે ચાલતા જવાનું હતું.
સોનલ અને મારા મિત્રો સાથે જ હતા.
મે સોનલને સવાલ કર્યો .
લોકો કહી રીતે અહીં જીવન ગાળતા હશે સોનલ ?

જે રીતે તમે બોટાદમા ગાળો છો તે રીતે..!!
એ બીચારા અભણ છે બીજું તો શું કરી શકે..!!મારી તમારી જેમ ફામઁસી કર્યું હોત તો તે ગીરાવોટર ફોલસ પરનો હોત.
તે રમજુ હતી ..વાત વાતમાં મજાક કરવાની તેને ટેવ હતી તે મને પણ પસંદ હતી.

થોડીજ વારમાં ગીરાવોટર ફોલસ પર પહોંચી ગયા.ત્યાંનુ વાતાવરણ જાણે કોઈ સુંદરી ઈન્દ્ર પાસે નૂત્ય કરતી હોય તેવું લાગતું હતું .

અમે તે બધા જ એ ધોધને નિહાળી રહ્યા હતા.
તે ધોધના અવાજ અમારા કાન બેહરા કરી દીધા હતા.સોનલને મે કહ્યું કુદરતે કેવી સુષ્ટી રસી છે આ ગીરા વોટર ફોલસ જોયને ખબર પડે.!!હા ,ચાલો આપણે બંન્ને ઇશ્વર આપેલ આ સુંદર ભેટ પાસે ફોટા પડાવીયે.
હા ,ચાલ સોનલ..!!!કેમ નહી મે કહ્યું ..!!!

એ થોડી આગળ ગઈ ત્યાં જ તેનો પગ લચરી ગયો. હું તેની પાછળ જ હતો તરત જ મે સોનલને થોભી લીધી.તે એ રીતે મારી સામું જોય રહી હતી કે એ જ જગ્યા પર મને સોનલને કહેવાનું મન થઈ ગયું કે સોનલ હું તને ખુબ જ  પ્રેમ કરુ છુ.પણ હું નો કહી શકયો.તેણે મને થેન્કયુ કહ્યું .સોનલ થોડીઆગળ ચાલી તે ફરીવાર પાછળ ફરી અને મારી સામે હસી.....
                
.............................#
ક્રમશ
-kalpeshdiyora999@gmail.com
                         (લી-કલ્પેશ દિયોરા)